Daily Archives: ફેબ્રુવારી 6, 2015

ભેખરે ઉતારો રાજા ભરથરી (ભર્તૃહરી)

missIndia

અગાઉ મેં આપને કીધું છે કે મારા બાપા  નાટક મંડળીમાં હતા  .  બાપા  નાટક મંડળીમાં અનેક પ્રકારનું કામ કરતા  . પાત્ર તરિકે વેશ ભજવતા  , હાર્મોનિયમ વગાડતા  .અને  ટીકીટ લીધા વગર નાટક જોવા વાળા પોલીસની ભાષામાં   કહુતો  તો લુખાઓને  મેથી પાક ખવડાવવાનું પણ કામ કરી લેતા  . એક વખત ધોરાજીમાં  એક લુખાને  ખુબ મેથી પાક ખવડાવ્યો  . એમાં એ પોતાને ઘરે માંડ ઘરે પહોંચ્યો  . અને  પોતાના  જેવા ચાર પાંચ  લુખાઓને મોકલી મારા બાપાને માર ખવડાવેલો  . પણ મારા બાપાએ દરેક લુખાઓને  થોડો થોડો મેથી પાક ખવડાવેલો અને પછી બીજા નાટક મંડળીઓના  સભ્યોની મદદ થી  લુખાઓ ભાગી  ગએલા પણ  પોલીસોએ બધા લુખાઓને પકડી પાડીને  મારાબાપાની માફી મગાવેલી અને પોલીસે લુખાઓની આગવી ઢબે સરભરા પણ કરેલી  .
રાજા ભરથરીના નાટકમાં મારા બાપા  ભરથરીનું સાધુ વેશે આવીને રાણી પિંગલાને મા કહીને  ભિક્ષા માગવા આવનાર તરીકેનું પાત્ર પણ ભજવતા  .
રાજા ભરથરી ની  વાર્તા એવી છે કે    માળવાની  રાજધાની  ઉજૈન  શહેરમાં  કે જ્યાં ભરથરી રાજ કરતો હતો એ ગામનો એક બ્રાહ્મણ ખુબ ગરીબ હતો  . બ્રાહમણ હંમેશા ગરીબજ હોય છે   .. કૃષ્ણ મિત્ર સુદામો જુવો  કેટલો ગરીબ હતો  .બ્રાહ્મણ ગરીબ હોવાના કારણમાં  લોક વાયકા  એવી છે કે  પરમેશ્વરે  બ્રહ્મા , વિષ્ણુ  , મહેશ  . એવી ત્રિગુણી માયા  ઉત્પાન કરી એમાં સૌ મોટા બ્રહ્મા અને પછી વિષ્ણુ  ,વિષ્ણુની પત્ની લક્ષ્મી  બ્રહ્માના દીકરા બ્રાહ્મણ એટલે લક્ષ્મીને  બ્રાહ્મણ ની લાજ કાઢવી પડે બ્રાહ્મણને  મોઢું દેખાડાય નહિ  .
ઉજૈન  વાળા ગરીબ બ્રાહ્મણની પત્ની  પ્રભુની પ્રાર્થના કરે છે કે
આમ કષ્ટ ઉપર  પ્રભુ કષ્ટ  ક્યાર સુધી આપશો
ક્યારે દૃષ્ટિ કરશો દીના નાથ  દરિદ્રતા કાપશો  .
એક દિવસ બ્રાહ્મણ  પત્નીએ પોતાના પતિને વાત કરી કે  તમે  ભોળા શમ્ભુનું તપ  કરો  અને શમ્ભુ પ્રસન્ન થાય અને આપની દરિદ્રતા  દુર થાય એવું કંઈક  વરદાન આપે તો આપણો આરો આવે  બ્રાહ્મણ  સ્નાન સંધ્યા કરીને  મહા કાલેશ્વરનું તપ  કરવા બેસી ગયો  . શિવ પ્રસન્ન થયા અને શિવે બ્રાહ્મણ ને અમર ફળ આપ્યું  . અમરફળ લઈને બ્રાહ્મણ ઘરે આવ્યો  . એની પત્નીને બધી વાત કરી  પત્નીએ કહ્યુકે તમે કે હું અમરફળ ખાઈને અમર થઈને ગરીબીજ ભોગવ્યા કરવાની ?માટે આ ફળ તમે મહારાજને આપો  અને એ આપણને દ્રવ્ય આપે કે જેથી કરી આપણું દારિદ્રય  દુર થાય  . બ્રાહ્મણે અમરફળ મહારાજા ભર્તૃહરીને   આપ્યું  . ભરથરીએ  પોતાની પત્ની  રાણી પીંગળાને  આપ્યું  એવા વિચારથી કે  હું અમર થઇ જાઉં અને પિંગળા મરી  જાય તો હું  દુ :ખી  થઇ જાઉં  .  પિંગળા  એ એના પ્રેમી  કે જે ભરથરીની  ઘોડારમાં ઘોડાઓનું છાણ  મુતર  સાફ કરવાની નોકરી કરતો હતો  . તેને અમરફળ આપ્યું  .એ એના માટે કે એ જીવે તો હું જીવું ત્યાં સુધી એની સાથે રંગરેલીયાં મનાવ્યા કરું
પ્રેમનો મારગ “આતાઈ ” કોઇથી ન પૂરો થયો
મજનું જંગલ  ફરહાદ પહાડોમાંજ રહી ગયો   .
પિંગળા  ના પ્રેમીને એવો વિચાર આવ્યો કે  હું અમર થઇ જાઉં  તો  મારે કાયમ છાણ મુતરજ સાફ કરવા પડે    જો મારી શકું તો કોઈ વખત બીજો અવતાર આવે તો આવા ધંધામાંથી  મુક્તિ પણ મળે  . એણે  આ અમરફળ રાજા ભરથરીને  આપ્યું  . રાજા ભરથરી  વિચાર કરતો થઇ ગયો કે  આ અમરફળ આની પાસે ક્યાંથી આવ્યું   ? ભરથરીએ  લાદ મૂત્ર  સાફ કરવાવાળાને પૂછ્યું  .

તારી પાસે આ ફળ ક્યાંથી  આવ્યું  ?હું તુને અભય વચન આપું છું તું સાચે સાચું કહી દે   . એણે પોતાને પિંગળા એ આપ્યું છે એમ કહી દીધું  . સાંભળીને શૃંગાર શતક  લખનાર  ભરથરી  ને વૈરાગ્ય આવી ગયો  . અને પછી એણે વૈરાગ્ય શતક લખ્યું  . અને પોતે  સદગુરુની શોધમાં  રાજ પાટ છોડીને  ચાલી નીકળ્યો  . અને ગુરુ મત્સ્યેન્દ્રનાથનાં મઠ ઉપર આવ્યો  . મત્સ્યેન્દ્ર નાથના  ચેલા ગુરુ ગોરખનાથે  મત્સ્યેન્દ્રનાથને  ભરથરીના આગમનની જાણ કરી    મત્સ્યેન્દ્રનાથે  ભરથરી ને કીધું કે  તુને મારો શિષ્ય બનાવતા પહેલા તારા વૈરાગ્યની કસોટી  કરવી પડશે  . માટે પહેલી વાત એ કે તું  તારા સુંદર આભૂષણો  નદીમાં ફેંકી દઈને   તું દિગંબર થઈને મારી પાસે આવ  અને ભગવાં વસ્ત્ર પહેરી લે અને તારી રાણી પાસે તેને મા કહીને  ભિક્ષા  માગી લાવ   .  ભરથરીએ   અમરફળ ખાઈ લીધું  . અને ભગવાં  વસ્ત્ર પહેરીને પિંગળા  પાસે  ભિક્ષા માગવા ગયો  . ભિક્ષા દેને મૈયા  પિંગળા
પિંગળા  ભરથરી ને કહે છે   .
રહોતો  રાજા રસોઈ કરું  જમતા જાઓ સ્વામી નાથજી
ક્ષિર  રે નિપજાવું  ક્ષનુ  એકમાં નહી લાગે જરાય વારજી
.