Daily Archives: ફેબ્રુવારી 2, 2015

टोपी तख्त पे आयके मुल्क किया सब ज़ेर .

DSCN1009

અંગ્રેજો ભારતમાં આવ્યા  ફક્ત વેપાર કરવાના હેતુથી આવેલા  એવી રીતે ફ્રેંચ  ,પોર્ટુગીઝ વગેરે યુરોપીયન પ્રજા  પણ આવી   .
અંગ્રેજોએ સૌ પ્રથમ   સુરતમાં કોઠી નાખી  .અને દુકાનો ખોલી  વસ્તુઓનો દેખાડો કરવાની પ્રથા ચાલુ કરી જે ભારતમાં નવીન હતી  . ભારતનો વેપારી અનાજનો હોયતો ઘરાક કહે શેઠ મારે પાંચ શેર ચોખા જોઈએ છીએ  . વેપારી ચોખાનું  વજન કરીને ઘરાક જે કોથળી કે વાસણ લાવ્યો હોય એમાં નાખે  .  ઘરાક ચોખા જુવે અને એમાં ઈયળો દેખાતી હોય તો વેપારીને કહે  શેઠ આમાં ઈયળો  છે  .  વેપારી કહે ઈતો સાફ કરી નખાય ,  ઘરે  બૈરાં નવરાં
બેઠાં સાફ કરી નખાય  , હું તમને ક્યાં કહું છું કે  ઈયળો સાથેના  ચોખા રાંધીને ખાય જજો  . કાપડનો વેપારી હોય તો  ઘરાકને  થડા ઉપર બેઠો બેઠો કાપડના તાકાની થપ્પી ઉપર ગજ લાંબો કરીને  તાકો દેખાડે  અને  કહે કયું કાપડ જોઈએ છીએ  .?
પગરખાં લેવા જાઓ તો  મોચી પહેલાં તમારા પગનું પરમાણું લ્યે  અને પછી કહે પંદર દિ પછી આવજો  .પછિ જોડા લેવા જાય તો  મોચી કહે તૈયાર નથી થયા  ,કાલે આવજો  .એમ આજકાલ કહ્યા કરે  ઘરાકને ધક્કા ખવડાવ્યા કરે  . એમ ઘરાકને ધક્કા ખવડાવવામાં  મોચીને એક પ્રકારનો આનંદ આવતો હોય  છે પોતાનો અહમ પોષાતો હોય છે  . એવી રીતે દરજીનું પણ છે  .અને સુરેશ્જનીની ભાષામાં કહું તો બોમણ (બ્રાહ્મણ ) કોક આપ જોડિયા કવિએ આતા જેવા ગપોડીયા કવીએ કીધું છે કે ”  ભામણ( સોરઠી ભાષા )ગપોડે ગરાસિયો ઘોડે  કણબી શેઢે  અને મોચી પેઢે  :” જ્યારે ચડે  ત્યારે  હલારનો  હાકમ  હોય એવો રુવાબ રાખે હો  .
એક અંગ્રેજે  સુરતમાં  જોડા શુઝ  વેચ્વનિ દુકાન કરી એમાં એણે સ્ત્રીઓનાં શુઝ દેખાડો કરવા દુકાનની આગળ લટકતાં રાખ્યાં  .  જોડાનો આગળનો ભાગ  ઘોના  માથા જેવો દેખાય  એટલે લોકો એવું સમજ્યા કે આ અંગ્રેજ વેપારીએ ઘોયરાના માથાં કાપીને લટકાળી રાખ્યાં છે  .એટલે  લોકોએ અભડાય જવાના ભયથી  એ રસ્તો છોડી દીધો  .  આ વાતની અંગ્રેજને જ્યારે ખબર પડી ત્યારે  એને એમ થયું કે આવી  અજ્ઞાન  ,વહેમી  , મૂર્ખી પ્રજા ઉપરતો રાજ કરવા જેવું છે  . આ લોકો રાજાઓને પરમેશ્વરનો અવતાર માને છે  .   એ લોકોએ ઈંગ્લેન્ડમાં આ બાબતની વાત કરી  પાર્લામેન્ટે કીધું કે  તમારી વાત સાચી છે  પણ  આટલા વિશાલ દેશ ઉપર આપણી જરાક જેટલી પ્રજા કેવીરીતે રાજ  કરી  શકશે ?  જવાબ મળ્યો  એતો બકરાં છે અને આપણે સિંહ છીએ  .” બાકર બચ્ચાં લાખ કે લાખેય બચારાં પણ સિહણ બચ્ચું એક કે એકે હજારાં ”
અને પછી અંગ્રેજોએ  સામ દામ દંડ   ભેદ ની નીતિ અજમાવી અને આખા ભારતને  પોતાની એડી નીચે  દબાવી દીધું   , અને પછી  દલપતરામ કવિ જેવા  અંગ્રેજોના ગુણ ગાનની  કવિતાઓ  બનાવવા મંડી ગયા   . કે
ઝેર ગયાં ને વેર ગયાં વળી કાળા કેર ગયા કરનાર
પર નાતીલા જાતીલાથી  સંપ કરી ચાલે સંસાર
દેખ બિચારી બકરીનો પણ  કોઈન જાતાં પકડે કાન
એ ઉપકાર ગણી  ઈશ્વરનો   હરખ હવે તું હિન્દુસ્તાન
વળી કોઈ કવિએ છાની છાની નારાજગી પણ બતાવી કે
टोपी तखत पे आयके मुल्क किया सब ज़ेर
छिन्न भिन्न  सरदार किए  छीनवी लई समशेर
छीनवी ले समशेर  सुरमा रहा न कोई
हो गए अजा समान अपनी सब इज्जत खोई
कथे सुकवियाँ कान गढपत  हो गए  गोपी
कहा करू फ़रियाद तखत पे आई  टोपी              शेर = निचे  ताबामा  // सुरमा = बहादुर  , शूरवीर //
अजा = बकरी // गोपी = दूध वेचनारा // टोपी == टोपी धारी अंग्रेज