એલા આપણાથી રીત ભાત જુદી ,

હું બહુ નાના ગામડામાં જન્મેલો  જોકે હવેતો આ ગામ મોટું થઇ ગયું છે  . હું ગામડામાં હતો ત્યારે  ગામના લોકો  દરેક માણસોને  ઓળખે એના બાળકોને ઓળખે  અને એના પશુઓને  પણ ઓળખે  અને હવે  કેટલાક જુવાનીયાઓને  લોકો ઓળખાતા નથી  . એક રાધેય ક્ન્ડોરીયા  નામનો જવાન છે   . એ નાં દાદાનું નામ શું ? જેને પૂછ્યું એ ખે અમે ઓળખતા  નથી  .
મેં લગભગ  75 વરસથી દેશીંગા છોડ્યું છે  .એટલે કોઈ  છોકરાં વિષે પૂછવું હોય તો એના  દાદાનું નામ કહે  ત્યારે મને ઓળખાણ પડે  .
હવે હું અમેરિકા દેશમાં  વસું છું  . દેશીંગામાં  મારા સાથી મિત્રો  બહુ ઓછા છે  . એવા મિત્રો મને  પૂછે કે  તું વરસોથી અમેરિકામાં રહે  છે  .  ઈની કંઈક વાત તો કર ?
એટલે મેં એના જવાબમાં એક છંદ બનાવ્યો  જે હું આપને વાંચવા આપું છું  .
એલા આપણાંથી  રીત ભાત જુદી
ઈની કામ કરવાનીય  વાત જુદી
ઇના કારહાની કરમાત  જુદી
ઈવા નાત વનાનાનાની જાત જુદી   …1
આપણા મલકમાં  એક પટેલ ભાઈઓની વાત કરીએ તો  લેઉવા  અને કડવા  એ મુખ્ય  જાતો એમાં  વળી કાનમ  લેઉવા હોય છે  .  સુરત જીલ્લામાં  જુના વખતમાં  કેટલીક જાતો જુદા નામે ઓળખાતી  એ હવે પોતાને પટેલ કહેવ્વડાવે છે , ભરૂચ જીલ્લામાં  કેટલાક  મુસલમાન ભાઈઓ  પોતાને પટેલ  કહેવડાવે છે।   આપના બ્લોગર ભાઈ કે જે હાલ ઈજીપ્ત માં વસે છે  એનું નામ મુર્તુજા પટેલ છે  . રાધનપુર બાજુ  ચોધરા પટેલ હોય છે  .
પણ આ અમેરિકામાં  જાત ભાત મારી ફરે આતો  ઓગણીસમી આલમ
ઈનો ચામડી વાળનો રંગ નોખો
ઈનો ખાવાનો   પીવાનો ઢંગ  નોખો
ઈનો કાજવરાનો પ્રસંગ  નોખો
ઈમ નાચવા  ગાવાનો ઢંગ નોખો   ….2
જીને બાળ ગોપાલ નથી  ગમતાં
ફરે ભોતિકના  સુખમાં ભમતાં
ગુરુ વર્ય જનોને નથી  નમતાં
ઉપદેશ ન શિસ્ત તણો ખમતાં  …3
જીને કોઈ ધરમમાં ધ્યાન નથી
વળી લાજ મરજાદાનું  ભાન નથી  .
ઈને કુળ તણું  અભિમાન નથી
ઈમ મોટપનું  પણ   માન નથી    ..4
આપણા મલકમાં 12 રૂપિયાના  પગારદાર  પોલીસ પટેલનો દીકરો હોય  ઈ ને  પણ  ફાંકો હોય કે  હું પોલીસ પટેલનો દીકરો છું  .

આવા દેશે આતાશ્રીએ  વાસ કર્યો
હાડમારીની નોકરીથી નાં ડર્યો
પૈસો વાપરવા જેટલો ભેગો કર્યો
દાન પુણ્યમાં  પૈસો થોડો  વાપર્યો    ….5 અને દેશ વિદેશમાં ખુબ ફર્યો  .અને બ્લોગની દુનિયામાં પ્રવેશ કર્યો  .
દુનિયાના વૈભાવોતો   વધતા જ   વધતા  જાશે
અફસોસ એટલોકે મારે જવાનું થાશે   . એયને ભૂલ ચૂક લેવી દેવી  હો  .

7 responses to “એલા આપણાથી રીત ભાત જુદી ,

 1. vimala જાન્યુઆરી 24, 2015 પર 1:00 પી એમ(pm)

  . તમે બ્લોગની દુનિયામાં પ્રવેશ કર્યો અને.અમ જેવાને જીવન જીવવાનો કેડો બતાડ્યો…..પાયલાગું આતાજીને…..

 2. સુરેશ જાની જાન્યુઆરી 24, 2015 પર 2:13 પી એમ(pm)

  બાણુ વરસે બલોગડો; ને ચોરાણુએ ચોયણો
  ‘આતા’ – ‘આતા’ સૌ કહે; એની નાત ભલા ભાઇ જુદી.
  – બોલો રે ભાઈ રંગીલા!!

 3. aataawaani જાન્યુઆરી 24, 2015 પર 6:19 પી એમ(pm)

  મારા અતિ વ્હાલા પ્રેમાળ પુત્ર -ગુરુ
  હું આવતા એપ્રિલની 15 તારીખે જો પરમેશ્વરની કૃપા હશે તો 94 વરસ પુરા કરીશ . અને તમે મારા દર વરસે એક બે વરસ ઓછાં કરતા જાઓ છો . તો પછી હું મારા જીવનના સો વરસ ક્યારે પુરા કરીશ . અને તમારી સહુ બ્લોગર મિત્રોની વિનંતી છે દબાણ છે કે મારે જીવનનાં સો વરસ પૂરાં કરવાં . હું યમદેવતાને ક્યાં સુધી પાછા કાઢ્યા કરું ?

 4. nabhakashdeep જાન્યુઆરી 28, 2015 પર 11:03 એ એમ (am)

  આપે તો દાદાની દાદાશાહીનો જમાનોને રુઆબ માણ્યો છે ને હવે દુનિયાના અવનવા રંગો પણ ઝીલતા જાઓ છો. અમેય ગામના પોલીસ પટેલના દીકરા..પિતાશ્રી પણ અસલ બેનાળી વાળી, બ્રીટીશ સમયની બધૂક રાખે…અસલ કાઠિયાવાડી ઘોડા પર બેસી, બહારવટીયા સામે દોડી જાય..અસલ નિશાન બાજ તરીકે પંથકમાં સૌ જાણે…કોઈની મજાલ કે ચોરી કરવા ગામમાં પેસે…પછી તો જમાનો બદલાયો..એ કહે ભાઈ અમે એજ હતા..પણ હવે ગાંધી રસ્તે!વતન ને મોભો એ બે જ જીવનની મૂડી. તે તળાવની પાળે નીકળે ને..જો કોઈ ઝાડ કાપતું હોય તો..કુહાડી મૂકી સંતાય જાય.. એવી ધાક. ..આજે સીમનું નિકંદન નીકળી જાય..પણ કોઈ આવાજ દઈ અળખામણું થવા કે નુકશાન વેઠવા તૈયાર હોય એવા ..જવલ્લે જ મળે. આજે આપે કહ્યું તેવું જ..મોટાના આદર ગયા..ને કઈંક ખૂટતું વરતાય જમાને.

  આપ આવા જ તરવરાટ સાથે શતાયુ હો..ની અંતરથી શુભેચ્છા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  • aataawaani જાન્યુઆરી 28, 2015 પર 8:22 પી એમ(pm)

   નભ આકાશના તરવૈયા જુવાન રમેશભાઈ
   તમારી વાત સાચી છે કે પહેલા ઝાડનું પાંદડું નોતું કપાતું એને બદલે ઝાડને મૂળ સાથે ઉખેડી નાખે છે . છતાં કોઈ કશું કરી નથી શકતું .
   આખો બરડો , ગીરનાર ગીર .કે જ્યાં સસલું ઘુસી નોતું શકતું . એવા જંગલો માં અનેક જાતની ઓષધિયો થતી રાયણ કરમદા , ગીરનાર ઉપર જંગલી આંબા થતા . એ હવે નથી દેખાતા . હરણાં અનેક જાતના થતાં અજગર અને એવા બીજા અનેક જાતના સર્પો થતા . સ્વચ્છ ભારત અભિયાન વખાણવા જેવું છે .પણ જંગલો નું રક્ષણ જંગલી પ્રાણીઓનું પક્ષીઓનું રક્ષણ એ પણ બહુ મહત્વનું છે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: