Daily Archives: જાન્યુઆરી 22, 2015

खानदान-ए – हामान હામાનનું કુટુંબ

img075

હામાનનું પાત્ર ભજવનાર  જટાશંકર  પ્રેમજીભાઈ  જોશી  .

મારા બાપા એક નાટક કમ્પનીમાં કામ કરતા આ કંપનીનું નામ   “વાઘજી  આશારામ “હતું  બાપા આ કમ્પનીમાં  હતા કે  કોઈ બીજી  નાટક કંપનીમાં કામ કરતા એ હું અત્યારે ચોક્કસ કહી શકું એમ નથી  . પણ બાપાના મુખે ઘણી વખત વાઘજી આશારામ કંપનીનું નામ સંભાળવા મળતું  . આ કંપની  મુંબઈ વગેરે મોટા શહેરોમાં ઉર્દુ નાટકો પણ ભજવતી    .
ખાનદાને હામાન નાટકમાં  મારા બાપા  હામાનનું પાત્ર ભજવતા  .  અમ બાળકો આગળ  પોતાના નાટકોની ઘણી  વાતો કરતા  . આજે હું આપ સન્મિત્રો આગળ  ખાનદાને હામાનની  વાર્તા કહું છું  .
એક અરબસ્તાનના  કોઈ પ્રદેશના સુલતાન  કે જેનું નામ હામાન હતું   . હામાન બહુ ધર્મ નિષ્ઠ  . પરોપકારી   ,દયાળુ   ,હતો એક વખત  એ પોતાની રાજગાદી ઉપર બેઠો હતો  .ત્યારે એક સુફી ઓલિયા જેવો   મલંગ  એવું વાક્ય બોલતો બોલતો  જતો હતો કે  है कोई खुदाका लाल  जो देवे बादशाहत  और  लेवे फकीरी हाल  “હામાને આ મલંગનું  વાક્ય  સાંભળ્યું  અને આ મલંગ ફકીરને  પોતાની પાસે બોલાવ્યો  .અને તેને કીધું કે હું  તુને મારી બાદશાહત  તુને અર્પણ કરું છું  . અને તારી ફકીરી હું લેવા માગું છું  .  ફકીરે પોતાના કપડા ઉતારી આપ્યા  . અને હામાનનો શાહી પહેરવેશ પહેરી લીધો  .અને તખ્ત નશીન થઇ ગયો  . અને  હામાનને હુકમ કર્યો કે તું  મારા રાજ્યની હદ છોડીને બીજે જતો રહે  . હામાને  આ નવા બાદશાહનું  ફરમાન  શિરોમાન્ય ગણીને  પોતાની  બીબી , અને બે દીકરાઓને લઈને ચાલી નીકળ્યો  .અને મનમાં  બોલ્યો કે  मुद्द्यी लाख बुरा चाहे तो क्या होता है
वोहितो होता  है  जो मंजूरी  खुदा होता है  .હામાન અને એની બીબી અને બે દીકરા ટાઢ તડકો  ભૂખ તરસ  વેઠતો વેઠતો  હાલ્યો જાય છે  . એવામાં એક સોદાગર જે ઠગ હતો  .  જે ઘોડે સ્વર હતો  , તે  હામાનને મળ્યો  . હામાનની ખુબ સુરત બેગમને  જોઈ એની દાનત બગડી  . અને એ હામાનની બેગમને  પોતાની બેગમ બનાવવાનો કુવિચાર આવ્યો  . હામાનને ઠગે બહુ વિવેક થી  વાત કરી કે મારી બીબી ને સુવાવડ આવવાની છે  .  એ અહીંથી થોડે દુર  છે  . એને બાઈ માણસની  મદદની  જરૂર છે  જો તું તારી બેગમને મારી સાથે મોકલ તો હું એને મારી બીબી પાસે લઇ જાઉં  , અને સુવાવડનું કામ પતિ જાય એટલે પાછી અહી મૂકી જઈશ  . તું તારા દીકરાઓ સાથે થાકેલો પાકેલો  ઝાડ નીચે  બેસ હું થોડી વારમાં આવું છું  , અને તારી બીબીને લઇ આવું છું  .અને સાથે પુષ્કળ ખાવાનું પણ લઇ આવું છું  . બિન અનુભવી પરગજુ હામાને  પોતાની બીબી તે સોદાગરને સોંપી  સોદાગરે પોતાની સાથે ઘોડા ઉપર  બેસાડી  રવાના થઇ ગયો  .હામાન હમણાં  બીબી  આવશે  એમ વાટ જોયા  કર્યો   . પણ બીબી આવી નહિ  . એટલે પોતાને ખાતરી થઇ ગઈ કે  હવે મારી બીબી પાછી આવશે નહીં  . પછી નિરાશ થઈને  બે દીકરાઓ સાથે  ચાલી નીકળ્યો  .  હાલતા હાલતા થોડે દુર ગયો  . ત્યાં નદી આવી  એ પાર કરવી જરૂરી હતી  . એટલે એક દીકરાને  નદીને કાંઠે બેસાડી  અને એક દીકરાને પોતાને ખંધોલે  બેસાડી નદીમાં ઉતાર્યો  . પોતાની સાથે હતો એ દીકરાને  સામેના કાંઠે  બેસાડી પછી આ કાંઠે હતો એ દીકરાને  લઇ જવો એવો વિચાર હતો   . પણ જેવો  હામાન નદી વચ્ચે ગયો ત્યાં એના  દીકરો જે આ કાંઠે   . બેઠો  હતો તેના  ઉપર વાઘે  તરાપ મારી   આ દૃશ્ય જોઈ  હામાને પોતાનું બેલેન્સ ગુમાવ્યું  અને  દીકરો  ખભા ઉપરથી નીચે પડી ગયો  . જે દીકરા ઉપર  વાઘે તરાપ મારેલી એ   વાઘ  છોકરા ઉપર તરાપ મારે  એ પહેલા  વાઘ એક શિકારીના  બાણથી  ઘવાઈ ગયો અને નીચે પડી  ગયો  .  એટલે  ક્ષેમ  કુશળ  છોકરાને શિકારી પોતાને ઘરે લઇ ગયો   , અને જે છોકરો નદીમાં પડી ગએલો એ છોકરાને મચ્છીયારાએ    બચાવી લીધો અને એ માછીમાર  છોકરાને પોતાને ઘરે લઇ ગયો  .  અને હામાન એકલો  वोही तो होता है  जो मज़ूरे खुदा होता है  .  એમ ગણ ગણતો  હાલી નીકળ્યો  .અને રાત્રીના વખતે  કોઈ શહેરના દરવાજે  સુતો  .આ રાજધાનીનું શહેર હતું  . અહીનો સુલતાન મરી ગયો હતો   એનું કોઈ વાળી વરસ હતું નહિ કે કોઈ રાજગાદી સંભાળે  . એટલે તે રાજના દીવાને એવું નક્કી કર્યું કે  શહેરનો  દરવાજો સવારે ખોલતી વખતે  જે માણસ પ્રથમ જોવા મળે એને  સુલતાન બનાવીને   સિંહાસન ઉપર બેસાડી દેવો  . એ પ્રમાણે સવારે  દરવાજો ખોલ્યો અને  હામાન સામો મળ્યો  .અને એને સુલતાન બનાવી દીધો  .  . સ્ત્રી અને દીકરાઓ વગર  રખડતા  ભટકતા  વરસો વીતી ગએલા  . આ રાજગાદી  સંભાળે પણ વરસો થઇ ગએલા   પણ એક દિવસ એને પોતાના  દીકરા યાદ આવ્યા  . એને દીવાનને વાત  કરીકે  તમે અમુક ઉમરના  બે છોકરાઓ ગોતી કાઢો કે જેને જોઈ હું મારા ગુમાવેલા દીકરાઓનું દુ :ખ  વિસરી  શકું  . હવે ભગવાનની કેવી લીલા છે કે  જે છોકરાને વાઘના  હુમલાથી બચાવી  શિકારી પોતાને ઘરે લઇ ગએલો એ શિકારી આજ ગામનો હતો અને  નદીમાંથી   બહાર કાઢીને  જે મછીયારો છોકરાને પોતાને ઘરે લઇ ગએલો  એ મછીયારો પણ આજ ગામનો હતો  . અને ઠગ સોદાગર  હામાનની બીબીને લઇ ગએલો  એ સોદાગર પણ આજ ગામમાં રહેતો હતો  .  હામાનની બીબી આ સોદાગરને તાબે નોતી થતી  .એટલે એ ભાગી ન જાય એટલા  માટે સોદાગર  એને ઘરમાં પૂરી રાખતો   . ‘ હામાને કમ્પની માટે  જે છોકરાઓની શોધ કરેલી એ છોકરા  શિકારી અને મછીયારાએ આપેલા  વરસો વીતી ગએલા હોવાથી  હામાન કે દીકરાઓ એક બીજાને ઓળખાતા નથી  .  પણ હામાનને મજાની કંપની મળી જવાથી હામાન ખુશ હતો   .
એક વખત  સોદાગરને પોતાના ધંધાર્થે  બહાર ગામ જવાનું હોવાથી  પોતાની પત્ની કે જે હામાનની  બીબી હતી  . એને ઘરમાં પૂરેલી પણ એનું ધ્યાન રાખવા માટે  રક્ષકની જરૂર પડી એટલે  એણે સુલતાન હામાનને વાત કરી  હામાને પોતાની કમ્પની માટે  જે છોકરા મળેલા  એ છોકરાને મોકલી આપ્યા  .
રાતનો વખત છે  . બીબી ઘરમાં પૂરેલી છે  .છોકરા ઘરના દરવાજા આગળ બેઠેલા  છે એક છોકરાએ કીધું કે કોઈ વાત કર કે જેથી આપણને ઊંઘ ન આવે  . છોકરો બોલ્યો આપ વીતી કરું કે પર વીતી  બીજો છોકરો બોલ્યો આપ વિતીજ થાવા દે  આ છોકરાઓનો  વાર્તાલાપ  પૂરેલી બીબી સાંભળે છે ,   છોકરે વાત માડી  કે  मेरा बाप शहर यमन का बादशाह था  मगर एक फकीरको राज गद्दी सम्पकॅ मेरी माँ एक मेरा भा  हम सब निकल चले मेरी माको ठग  मेरे बापको   छेतरके  मेरी माको लेगया   फिर हम तीनो बाप बेटे निकल चले मुझे शिकारी बाघसे बचके लेग्या आगे मेरे बाप और भएका क्या हुवा वो मुझे मालुम नहीं  . છોકરાઓની વાતો સાંભળી એકદમ બોલી ઉઠી કે હું તમારી માં છું  બધા  રાજી થયા  . સવારે બાદશાહને વાત કરી  એટલે બાદશાહ હામાન ખુબ રાજી થયો અને પરમેશ્વરનો આભાર માન્યો  . અને સહુ આનંદથી  રહેવાલાગ્યા  આ વાતને વર્ષો વીત્યા  . હામાન પાસેથી રાજ મેળવેલું  એ ફકીર રાજ નીતિ થી કંટાળી  રાજ્ય કારભાર દીવાનને સોપી  હામાનની શોધમાં નીકળી પડ્યું અચાનક હામાન જ્યાં રાજ કરતો હતો ત્યાં આવી પહોંચ્યો  અને  ટહેલ નાખી અને બોલ્યો  . है ऐसा खुदका लाल जो देवे बादशाहत और लेवे फकीरी हाल   હામાને ફકીરને બોલાવ્યો અને  પોતાની રાજગાદી સોપીને  ફકીરી હાલ લે3વાણી તૈયારી બતાવી  . પછી ફકીર બોલ્યો હવે તું પહેલાનું રાજ સંભાળ અને આ રાજ પણ સંભાળ   અને વાર્તા પૂરી  .