સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,291 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
સ રસ
મને આ વાર્તા ગમે છે
એક હતો વાણિયો. વીરચંદ એનું નામ.
ગામડામાં રહે. હાટડી માંડે ને રળી ખાય. ગામમાં કાઠી અને કોળીઓને વઢવાડ; બાપદાદાનું વેર.
એક દિવસ કાઠી કથળ્યા અને કોળી ઉમટ્યા. સામસામી તલવારો ખેંચી બજાર વચ્ચે ઊતરી પડ્યા. કાઠીએ જમૈયો કાઢી કોળી પર ઘા કર્યો. કોળી ખસી ગયો ને કાઠી પર કૂદ્યો; એક ઘાએ કાઠીનું ડોકું હેઠું પડ્યું ને તલવાર લોહીલોહાણ.
વાણિયો તો મારામારી જોઈ હબકી ગયો. હાટડી બંધ કરીને અંદર પેઠો. અંદરથી બધું જોતો હતો ને ધ્રૂજતો હતો. ખૂન થયું, કાઠીનું ખૂન થયું; દોડો રો દોડો ! એવી બૂમ પડી. આમથી તેમથી સિપાઈસપરાં દોડી આવ્યાં; ગામધણી ને મુખી પણ આવ્યા. બધા કહે – આ તો રઘા કોળીનો ઘા. બીજા કોઈની હામ નહિ ! પણ કોરટ-કચેરીનું કામ એટલે શાહેદી વિના કેમ ચાલે ?
કોઈ કહે – આ વીરચંદ શેઠ હાટડીમાં હતા. એ આપણા સાક્ષી. ભાળ્યું ન ભાળ્યું એ જાણે. હાટડીમાં તો હતા ને ?
વાણિયાને તો પકડી મંગાવ્યો ને કર્યો હાજર ફોજદાર પાસે. ફોજદારે પૂછ્યું – બોલ વાણિયા ! તું શું જાણે છે ?
વાણિયો કહે – બાપજી ! મને તો કશી વાતની ખબર નથી. હું તો હાટડીમાં બેસી નામું લખતો હતો.
ફોજદાર કહે – બસ, તારે જુબાની આપવી જ પડશે. કહેવું પડશે કે બધું મેં નજરોનજર ભાળ્યુ છે.
વાણિયો મૂંઝાણો. ડોકું હલાવી ઘેર ગયો. રાત પડી પણ ઊંઘ આવે નહિ. આમ કહીશ તો કોળી સાથે વેર થશે ને આમ કહીશ તો કાઠી વાંસે પડશે. છેવટે વાણિયે મનમાંને મનમાં કૈંક વિચાર કરી રાખ્યો.
બીજે દિવસે કેસ ચાલ્યો. ન્યાયાધિશ કહે – વાણિયા ! બોલ. ખોટું બોલે એને પરભુ પૂછે. બોલ જોઈએ. ખૂન કેમ થયું ને કોણે કર્યું ?
વાણિયો કહે – સાહેબ !
અહીંથી કાઠી કબકબ્યા ને
ત્યાંથી કોળી હમહમ્યા.
– પછી ?
– પછી ઈનું ઈ.
– પણ ઈનું ઈ શું ?
– સાહેબ !
અહીંથી કાઠી કબકબ્યા ને
ત્યાંથી કોળી હમહમ્યા.
– પણ પછી ?
– પછી ?
પછી તો સામસામી ખેંચાણી ને
મારી આંખ મીંચાણી.
એમ કહીને વાણિયો તો કોરટ વચ્ચે જ ફસકાઈને પડી ગયો ને બોલ્યો – અરે સાહેબ ! અમે વાણિયા. લોહીનો ત્રસકો ય જોઈ ન શકીએ. ઈ સામસામી ખેંચાણી અને મને તમ્મર તે એવી આવી ગઈ કે પછી સિપાઈસપરા ભેળા થયા ત્યારે જ શુદ્ધિ આવી.
ન્યાયાધિશ કહે – ઠીક; હવે ફરી વાર તારી જુબાની બોલી જા જોઈએ ?
વાણિયો કહે –
અહીંથી કાઠી કબકબ્યા ને
ત્યાંથી કોળી હમહમ્યા
સામસામી ખેંચાણી ને
મારી આંખ મીંચાણી.
ન્યાયાધિશે આખરે વાણિયાને રજા આપી ને કાઠીને કોણે માર્યો તે સમજાયું નહિ એટલે કેસ આખો ઊડી ગયો.
દ્વારકા પાસેના ગોપી તળાવમાં વાઘેર , મેર , અને વાણયો સ્નાન કરતા હતા . નરમ , ડરપોક ,વાણીયા હોય . એવી લોકોમાં સામાન્ય છાપ .એટલે એક મેરને અડપલું સુજ્યું . એણે વાણીયાને પાણીના છાંટા ઉડાડ્યા .એટલે વાણીયો ખીજાણો હોય એમ બોલ્યો એલા મને પાણી કેમ ઉડાલસ એમ કહે ને બોલ્યો તારી માને વાઘેર લઈ જાય ? મેર બોલ્યો . મારી માને વાઘેર શું લઇ જાય હું વાઘેરની માને લઇ જાઉં એમ છું .અને વાઘેરે મેરને મારવા લીધો અને મેર વાઘેરને મારવા માંડ્યો . આમ ઝાપા ઝપી થઇ પડી અને વાણીયો નિરાંતે નાહી લૂગડાં બદલાવી ભીનું પોતિયું નીચોવી અને ઘર ભેગો થઇ ગયો . . વાહ પ્રજ્ઞા બેન વાહ आपका जवाब आता की पास नही है आप ला जवाब हो .
હવે સુરેશ જાની એ વાણિયાને ગુરૂ બનાવવા તલપાપડ છે!
ગુરુના ગુરુ સુરેશ જાનીને વાણીયો પોતે ગુરુ થવાની નાં પાડી દ્યે હો .
પ્રિય સુરેશ ભાઈ
ભોળા શંકર દાદાના બોળપણ નો લાભ લેનાર વાણીયો તો તમને એમ કહીને ઉભો રહે કે તમારા જેવા સમર્થનો ગુરુ થવાને હું લાયક નથી . પણ મારો બાળપણ નો મિત્ર રુઘો જૈન અહિંસક એની ખાસ ફિલો સોફી વાળો તમારો ગુરુ થવા માટે હા પાડે ખરો . રૂઘા વિષે મેં આતાવાણી માં લખ્યું છે . એ તમને એની અહિંસક ફિલોસોફી શીખવે ખરો .
રૂપક સાથેની વાર્તા ગમી. ઇસ્વીશન પૂર્વેની સાલથી વાણીયા( વણિક ) બુદ્ધિશાળીમાં ગણાય છે.
પ્રિય રીતેશભાઈ
મેં એક વાર્તા બ્લોગમાં મૂકી છે . (“ઘણા વખત પહેલા ) શીર્ષક છે .રામ રાવણનું યુદ્ધ થયુંજ નોતું . એમાં મેં વાણીયા વિષે લખ્યું છે .