એક બહુ નાના ગામમાં એક વાણીયો પોતાના ભાઈઓના કુટુંબ સાથે રહે . તે જુવાન હતો , પણ જન્માંધ હોવાથી તેને કોઈ કન્યા પસંદ કરતી નોતી એટલે તે કુંવારો હતો . આંધળો માણસ કામ પણ શું કરી શકે ,બિચારાને પરાધીનતાનો રોટલો ખાવો પડતો આ બાબત એને ઘણું દુઃખ: થતું , પણ એને એ દુ:ખ ભોગવ્યા વગર છૂટકો નોતો . એક વખત એને સુરતી લાલા પ્રવીન્કાંત શાસ્ત્રીનો ભેટો થયો . વાણિયાનું નામ પ્રવીણ ચંદ હતું .પ્રવીણ ચંદે શાસ્ત્રીને વાત કરી કે ગુરુ મને આ મારા દુ :ખ માંથી છુટકારો મળે એનો કોઈ માર્ગ બતાવો . શાસ્ત્રીએ ટીપણું ખોલ્યું અને પ્રવિણચંદની રાશી અને ગ્રહોની દશાનો તાળો મેળવીને કીધું કે તુને રાહુ નડે છે . માટે એના તારે મંત્ર જાપ કરાવવા પડશે . અને આ જાપ માટે તું શુદ્ધ પવિત્ર ની :સ્પૃહી બ્રાહ્મણ સુરેશ જાની છે . તેની પાસે જા એ તુને કંઈક માર્ગ બતાવશે એ પણ મારી જે મ તારી પાસેથી એક પૈસો નહિ લ્યે . કેમકે એ મારી જેમ બ્લોગ ચલાવે છે એટલે પુષ્કળ ધન કમાય છે . એટલે એ પૈસાથી ધરાય ગયા છે . પ્રવીણચંદ સમર્થ વિદ્વાન સુરેશ જાની કે પાસ ગયા .ઔર ઉસને અપની દર્દ ભરી કહાની સુનાઈ . પરમ પૂજ્ય શ્રી શ્રી શ્રી શ્રી 10008 ગુરુ સુરેશ જાનીએ પ્રવિણચંદને કીધું કે તું તપસ્યા કરવા માટે ગિરનારના ભરતવન શેશાવન જા અને ત્યાં હું આ મંત્ર આપું છું એના જાપ કરવા બેસી જા . આ જાપ કરવા માટે તું તારે ખાસ માળાની જરૂર પડશે . અને આ માળા લેવા માટે તું અઘોરનાદ વાળા આતા બાપુ પાસે જા એ તુને ખજૂરના ઠળીયાની મંત્ર સિદ્ધ માળા આપશે . પ્રવીણચંદે સુરેશ જાનીને પૂછ્યું . આ આતા બાપુનું અઘોરનાદ વિશેષણ કેમ છે ? સુરેશ જાની એ કીધું કે એનો અવાજ એવો ચમત્કારી છે કે એ અવાજ( પડકારો) કરે એટલે સ્વર્ગમાંથી અપ્સરાઓ મૃત્યુ લોકમાં આવીને નાટા રંભ કરવા મંડી જાય .પ્રવીન્ચંદે આતા બાપુ પાસેથી માળા લીધી અને જપ કરવા માટે ભરત વન શેષ વનમાં પહોંચી ગયો અહી પહોંચવા માટે એક અશોક મોઢવાડિયા નામના જુવાને મદદ કરેલી .ભરત વનમાં પહોંચ્યા પછી પ્રવીણ ચંદે તપસ્યા આરંભી એતો માળા ફેરવતો જાય। એક માળા પૂરી થાય એટલે આતા બાપુએ આપેલા ઓકના ડોડવા મુકજો જાય એ એટલા માટે કે શંકર દાદાને કહેવા થાય કે મેં એટલી માળાનો જપ કર્યો .
કૈલાસ લોકમાં એક સાંજે માં પાર્વતી સાથે દાદા ટી વી જોતા હતા એમાં ચેનલ 13 ઉપર દાદાએ પ્રવીણ ચંદ ને તપ કરતો જોયો . એટલે એમને તુર્ત યાદ આવ્યું કે . એક મારો ભગત ઘોર તપસ્યા કરી રહ્યો છે એટલે દાદાએ પાર્વતી માને વાત કરીકે મારે પેલા ભગત કે જે કઠીન તપસ્યા કરી રહ્યો છે એને દર્શન દેવા અને એને વરદાન આપવા જવું પડશે . પાર્વતી માએ પૂછ્યું કોણ છે એ ભગત તો દાદા બોલ્યા એ વણિક પુત્ર છે . પાર્વતી મા કહે વરદાન આપતા પહેલા સો વખત વિચાર કરજો કેમકે વણિક પુત્ર તમને કદાચ છેતરી જશે . દાદા કહે મારે એને એકજ વચન આપવાનું છે . એમાં મારે કંઈ છેતરવા જેવું નથી .
દાદા તો પ્રવીણ ચંદ પાસે આવ્યા , અને પ્રવીણ ચંદ ને માળા ફેરવતો અટકાવીને પોતાની ઓળખાણ આપતા કહ્યું કે હું મહાદેવ છું અને તારી કઠીન તપસ્યા થી અતિ પ્રસન્ન થયો . છું અને તુને વરદાન આપવા આવ્યો છું . હું તુને ફક્ત એકજ વરદાન આપીશ એટલે તું વિચાર કરીને એક વરદાન માગી લે , પ્રવીણ ચંદ કુંવારો હતો અને આંધળો હતો . અને ગરીબ હતો . એને ખુબ વિચાર કર્યા પછી બોલ્યો પ્રભુ મારા સાતમાં નંબરના દીકરાની પત્ની મારી પોતાની બીલ્ડીન્ગના સાતમે માળે સોનાની ગોળીએ છાશ કરતી હું જોઉં દાદા તથાસ્તુ કહી ને અંતર ધ્યાન થઇ ગયા બસ પછી થોડા વરસોમાં વણિક પુત્રના લગન થઇ ગયા . અને પોતાને લોટરી લાગી બહુ ધનાઢ્ય થયો . જબરદસ્ત બિલ્ડીંગ બનાવી સાત દીકરાનો બાપ બની ગયો અને બીલ્દીન્ગ્ના સાતમે મજલે સોનાની ગોળી માં છાશ કરતી પોતાના નાના દીકરાની વહુને છાશ કરતા જોઈ કેમકે તેનો અંધાપો પણ દુર થઇ ગએલો . કુશળ વાણીયાએ એક વચનમાં શંકર ને ખબર પણ નો પડી અને પોતે સાત વચનો દાદા પાસેથી પડાવી લીધા , બોલો વાણીયાની કુશળતા ની જય