હું એક આપણી વાત લખું છું .એમાં હું કોઈની નિંદા નથી કરતો . કેમકે જેના વિષે લખું છું .એ હું છું . અને જે વાંચશે ,એ પણ આપણા લોકોજ છે .એના પ્રત્યક્ષ હું લખું છું . એટલે એને નિંદા ન કહેવાય ,છતાં કોઈને પોતાની નિંદા થતી હોય એમ લાગે તો હું લાગવા દઈશ , એમની પાસે હું ક્ષમા યાચીશ નહી .
હું અમેરિકન સીનીયર સિટીજન સેન્ટરમાં કાયમ જાઉં છું . જોકે બેએક મહિનાથી નથી જઈ શકતો .
એક નોન ગુજરાતી ભાઈ પોતાની દીકરીના તેડાવવાથી અમેરિકા આવ્યા . દેશમાં તેઓ એન્જીનીયર હતા .તે હું જાઉં છું એ સી ,સી .સેન્ટરમાં આવવા લાગ્યા .તેઓ સરસ ઈંગ્લીશ લખી વાંચી બોલી શકે .તેઓએ એક વખત સેન્ટરના હેડને પોતાને નોકરી અપાવ વાની વાત કરી . રસોડામાં માણસની જરૂર હતી . એટલે એને ,રસોડાના કામ માટે રાખી લીધા . આ સજ્જનને મારી અને બીજા આપણા દેશી ભાઈઓની ખુબ ઈર્ષા થાય ,એ મારી સાથે બહુ તોછડું વર્તન રાખે . અમેરિકન સીનીયરો અને ઓફીસના બીજા કાર્ય કરો આપણી ભાષા સમજે નહિ .પણ હાવ ભાવ ઉપરથી સમજી જાય કે હિંમત સાથેનો આ માણસનો વર્તાવ સારો નથી પણ એ લોકો કશું બોલે નહિ . પણ મનમાં રાખે .
સીનીયરો જમવાનું લેવા જાય ત્યારે ટ્રે લઈને લાઈનમાં ઉભા રહે . જમવાનું પીરસનારા ચાર જણાં હોય એ દરેક અકેકી વસ્તુ મુકીને ડીશ તૈયાર કરે અને એ ડીશ છેલ્લો માણસ સીનીયર પોતાની ટ્રે પીરસનારની આગળ ટેબલ ઉપર આગળ મુકે એટલે એ ટ્રેમાં તૈયાર થએલી ડીશ મુકે મારો વારો આવે એટલે હું ટેબલ ઉપર મુકું એટલે દેશી માણસ કે જે ટ્રેમાં ડીશ મુકતો હોય . એ એકદમ ગરમ થઇ જાય અને બોલે ट्रे मेरे नजिक रख्खो . में क्या इतनी दूर तुमको डिश देने आउ? तुम कहते हो तो आप लाट साबके टेबल पे डिश रखने आउ ? આ તોછડાય બાબતની વાત એક બાઈએ અધિકારી બાઈને કરી એ બાઈએ એક કાર્યકર્તા બાઈને ભોજનની તૈયાર ડીશ સિનિયરની ટ્રે માં મુકવા માટે પેલા ઈર્ષાળુ ભાઈને બદલે તેને મૂકી મારો વારો આવ્યો એટલે એ બાઈ પેલો ઈર્ષાળુ સાંભળે એમ બોલી હની હાવ આર યુ? અને એણે મારી ટ્રેમાં ડીશ મૂકી . બીજે દિવસે સિનિયરની હેડ અધિકારી બાઈ હું લાઈનમાં ટ્રે લઈને ઉભો હતો ત્યાં આવી અને પોતાનો ખંભો મારા ખંભા સાથે અથડાવીને બોલી જે પીરસાય એ બધું ખાઈ જવાનું તું અમુક વસ્તુ કાઢી નાખે છે . એવું નહી કરવાનું . જો કેવો દુબળો દેખાય છે .એમ બોલી અને મારી ભરચક વાળ વાળી દાઢી ઉપર હાથ ફેરવ્યો . ઈર્ષાળુ આ બધું જોઈ રહ્યો હતો . એને એમ થઇ ગયું હશે કે હિંમત બહુ પહોંચેલી મૂર્તિ છે .
મારો મોટો દીકરો કે જે દેવ જોશી તરીકે ઓળખાય છે . તેને એક ગુજરાતી ગ્રોસરી સ્ટોરમાંથી વસ્તુ ખરીદી અને 50 ડોલરની નોટ આપી ગ્રોસરી વાળાએ એ 50 ની નોટને વીસની ગણીને છુટા પૈસા આપ્યા . . થોડી વારે દેવ ને ખ્યાલ આવ્યો કે 20 ને બદલે ભૂલથી 50 ની નોટ અપાઈ ગઈ છે . તે તરત ગ્રોસરી વાલા પાસે ગયો અને બોલ્યો કે મારાથી ભૂલમાં તમને 20 નાં બદલે 50 ની નોટ અપાઈ ગઈ છે . ગ્રોસરી વાળો બોલ્યો તમે મને 20 ની નોટ આપી છે . તમે ભૂલી ગયા છો . હજુતો તમારી ઉમર ઘણી નાની છે . અત્યારથી ભૂલકણા થઇ જશો તો તમે વૃદ્ધ થશો ત્યારે શું થશે . આવી વાતો કરીને 50ની નોટ હજમ કરી ગયો એના સ્ટોરમાં ગણપતિ થી માંડી ઘણા દેવતાઓની મૂર્તિઓ હતી .
એક વખત હું એક દેશી ભાઈ નાં સ્ટોરમાં ગયો . ત્યાં એક ખોખામાં કેટલીક ઓડીઓ કસેટો પડી હતી ખોખા ઉપર 99 સેન્ટનું બોર્ડ મારેલું હતું મેં એક કેસેટ લીધી . અને ગલ્લા ઉપર કેસેટ દેખાડીને કીધું . આ કેસેટ મેં 99 સેન્ટ વાલા ખોખામાંથી લીધી છે . તે ભાઈ કેસેટ જોઇને મારા સામે જોઇને બોલ્યા . એ કેસેટ ભૂલમાં એ ખોખામાં નખાય ગઈ છે એની કીમત 4 ડોલર છે . આ સ્તોમાં પણ ઘણા દેવતાઓની મૂર્તિઓ હતી . આ ભાઈના દેશમાં ભગવાને 9 વખત અવતાર લીધો છે . અને હજી પોતાને ભગવાનનો દસમો અવતાર ગણાવતા કેટલાય ભગવાનો ભારતમાં જ્યાં ત્યાં હોય છે . હું તો કેસેટ પડતી મુકીને સ્ટોર બહાર નીકળી ગયો . હિતેશના સ્ટોરમાંથી એક મેક્ષિક્ન માણસે બે કાર્ડ હિતેશ પાસે માગ્યા હિતેશે કાર્ડ આપ્યા અને પૈસા લીધા હિતેશે ભૂલથી 3 કાર્ડ આપી દીધા . મેક્ષિક્ને પોતાની કારમાં બેસતી વખતે જોયું કાર્ડ બે ને બદલે 3 કાર્ડ હતા એટલે એ એક કાર્ડ પાછું હિતેશને આપવા ગયો . આ વખતે હું સ્ટોરમાં હતો . . આ માણસના દેશમાં ભગવાને અવતાર લીધો નથી . એક શેર યાદ આવ્યો . हज़ारी खिज्र पैदा कर चुकी है नस्ल आदमकी ये तस्लीम ,, लेकिन आदमी अब तक भटकता है . એક પાર્કમાં આપણા દેશી ભાઈઓને પીકનીક રાખેલી . અહીના એક મોટા ભા એ મારા ભત્રીજા વિક્રમ જેવા ઊંચા છોકરાઓને કીધું કે તમે અહી લાઈનમાં ઉભા રહો . અને જે છોકરાઓ હરિ ફાઈમાં ઉતર્યા હોય તેઓ તમારા સુધી આવે ત્યારે ક્યે છોકરે તમને પહેલો ટચ કર્યો છે . એ પહેલો નંબર કોણ હતો એ તમારે યાદ રાખવાનું હું તમને દસ દસ ડોલર આપીશ . છોકરાઓ બિચારા પોતાની રમત ગમત પડતી મુકીને દસ ડોલરની લાલચમાં ઉભા રહ્યા . આવા જે મોટા ભા થઈને ફરતા હોય એતો ડોકટરો કે એન્જી . હોય
રમત પૂરી થઇ ગયા પછી છોકરાઓ દસ ડોલર માગવા ગયા તો . મોટા ભા બોલ્યા . મેં તમને દસ ડોલર આપવાનું કીધેલું એ વાતને તમે સાચી માની બેઠા . એમ બોલીને હસવા મંડ્યા . વિક્રમ મને કહેતો હતો કે મને એ માણસને ગોળીએ દેવાનું મન થઇ જાય છે .
સીનીયર સેન્ટરમાં કોઈ વખત આપણા દેશી ભાઈઓ આવે છે એ અહી જમતા નથી પણ પોતાનું ખાવાનું પોતાની સાથે લઇ આવે છે . અને કમ્પ્યુટર રૂમમાં જમવા બેસે છે . આ રૂમમાં ખાવા બેસવાની સખ્ત મનાઈ હોય છે . આ રૂમમાં 9 કમ્પ્યુટર છે પણ વા પરનારા કોઈ હોતા નથી અહી નાનકડું કચરો નાખવાનું કેન હોય છે એમાં નકામાં થઇ ગએલા કાગળના કટકા વગેરે નાખવાનું હોય છે . અહી આપણા ભાઈ બેનો જમવા બેઠા અને એંઠી પ્લાસ્ક્તિક ની ડીશો નાનકડા ગાર્બેજ કેનમાં ઠાંસી ઠાંસીને ભરી હું તો સેન્ટરમાં જમું છું એટલે મારે અહી જમવા પણું હોતું નથી . તે છતાં હું ગાર્બેજ કેન ઉપાડીને . મોટા ગાર્બેજ કેનમાં નાખવા જઈ રહ્યો હતો . ત્યારે એક બેન બોલ્યા રહેવા દો એતો સાફ કરવા વાળા લઇ જશે મેં કીધું આપણે અહી જમવાની મનાઈ હોવા છતાં જમ્યા અને ડીશો અહી પડતી મુકીએ એ આપણા ભારતનું સારું ન કહેવાય . તો એ બેન ગરમ થઈને બોલ્યા હવે તમે મોટા અમેરિકન થઇ ગયા છો એ બધાને ખબર છે પછી મેં કીધું તમે અમેરિકન છો હું નથી કેમકે હું આ દેશમાં 45 વરસથી વસું છું છતાં હું અમેરિકન સિટીજન નથી . . એક ભાઈ બોલ્યા તમે અમેરિકન નહી થાઓ તો તમારે ઘણું ગુમાવવાનું થશે મેં કીધું હું હું અમેરિકન સિટીજન નથી અને થવા માગતો પણ નથી . હું ભારતીય તરીકે જન્મ્યો છું અને ભારતીય તરીકે મરવા માગું છું . પછીમે એને એક મોમીનનો શેર કીધો
उम्र तो साड़ी कटी इश्के बुता में मोमिन , आखरी वक्तमे क्या ख़ाक मुसलमान होंगे ? મતલબ કે આખી જિંદગી મંદિરના ઘંટ વગાડ્માં તરેહ તરેહ નાં મંગળા શયન વગેરે જુદા જુદા પ્રકારના મૂર્તિઓના દર્શન કરવામાં પસાર કરી હવે મરવા કાંઠે આવ્યો હવે હું શું ધૂળ મુસલમાન થાઉં . મારો પોત્ર kevin રાજીવ જ્યારે ત્રણેક વરસનો હતો ત્યારે રંગ ભેદની નીતિનો ભોગ બન્યો .એની મા ને ભારતીય લોકોનો કડવો અનુભવ થએલો એટલે તેને ભારતીય લોકો પ્રત્યે તેને થોડો અણગમો ખરો . પણ એનો પતિ એના પતિના સગા વ્હાલા એટલે તિરસ્કાર બહુ જણવા ન દ્યે એના દીકરાનું બીજું નામ રાજીવ રાખ્યું એ એના બાપ જો અબદલા ના કહેવાથી રાખ્યું , જ્યારે રાજીવ ગાંધી બહુ મોટી બહુ માટીથી જીત્યો .અને જોન ને ઈચ્છા થઇ કે આ છોકરો ભારતીય બ્લડ નો છે એટલે એનું નામ રાજીવ રાખો . .પછી એના બાપનું માં રાખીને રાજીવ નામ રાખ્યું આ રાજીવ જયારે ચર્ચ ના બાળ મંદિરમાં જતો ત્યારે ત્યાં બધા છોકરા ગોરા ફક્ત રાજી વ એકલો રંગીન બધા છોકરા એને તિરસ્કારની નજરે જુવે જેમ ગાંધી બાપુને સાઉથ આફ્રિકાથી નફરતના કારણે ભારતમાંથી અંગ્રેજને તગડી મુકવાનો વિચાર આવ્યો . એમ રાજીવને ગોરા પ્રત્યેની નફરતનું બીજ બાળ પણ માં રોપાણું એ રાજીવ મોટો થયો એમ એ બીજ મોટા ઝાડના રૂપમાં ફેરવાઈ ગયું . રાજીવનો મારી સાથેનો વર્તાવ એક ગાઢ મિત્ર જેવો મને એ કહેતો કે હું ગોરી છોકરીઓને ગર્લ ફ્રેન્ડ તરીકે કામ ચલાવ રાખું છું . રાજીવ મને કહેતોકે હું મારા સંતાનોને ગોરી મા આપવા માગતો નથી ,
રાજીવ એની નાની સાથે ક્યુબા ગએલો . રાજ્વની માં એની નાની એના નાનાનો જન્મ ક્યુબા થએલો છે . રાજીવને ક્યુબામાં એક કૃષ્ણ વર્ણી છોકરી સાથે ઓળખાણ થઇ આ છોકરી જ્નાઈનો જાદુ રાજીવ ઉપર છાઈ ગયો . અ ઓળખાણ ગર્લ ફ્રેન્ડ નાં ર્પ્માં ફેરવાઈ ગઈ એ એટલે સુધી કે રાજીવે જ્નાઈના ગર્ભાશયમાં પોતાનું બીજ રોપ્યું અને જનાઈને માથે એક જવાબદારી સોપી દીધી . જ્નાઈના પેટમાં બાળક મોટું થતું ગયું અને બરાબર યોગ્ય સમયે જનાઇએ એક 8 પાઉન્ડ અને 8 ઓંસ વજન વાળા દીકરાને જન્મ આપ્યો , મારા કુટુંબમાં આટલા વજન વાળું બાળક હજુ સુધી કોઈ જનમ્યું નથી . એ બાળકનું સેકંડ નામ જુનિયર આતાઈ રાખ્યું છે .હાલ રાજીવ ક્યુબા ગયો છે અને જુ ,આતાઈના બાળોતિયા બદલવાની . સ્પેનીશ ભાષા શીખવાની ટ્રેનીગ જનાઈ . પાસે લઇ રહ્યો છે . મારા વિશેની રાજીવ પાસેથી વાતો સાંભળીયા પછી જણાઈ કહેતી હતી કે આપણે જુ . આતા ને સીનીયર આતા પાસે કેળવણી લેવા સોંપી દઈશું . મને એમ થયું કે આ ચોથી પેઢીનું બેબી સીટીંગ કરવાનો મારો વારો ચડી જશે કે શું ? બેન વિલા કે કોઈ બીજી બ્લોગર બહેને ભગવાનને પ્રાથના કરીકે हमारे आताको दिखलाना पांचवी पीढ़ी शायद इ प्रार्थना भगवान सुन भी ले क्यों की मेरा चौथी पीढ़ी वाला लड़का शादी सूदा २६ सालका है .