Daily Archives: જાન્યુઆરી 2, 2015

जाको जिसपे सत्य सनेहु , सो तीनू मिलत न कछु संदेहू

DSCN0986 img068 img069DSCN0985

નાનો બાળક આતાનો ગ્રેટ ગ્રાન્ડ સન    બ્રાન્ડોન
આતાનો  ગ્રાન્ડ સન એની વાઈફ ઓલ્ગા અને પુત્ર બ્રાન્ડોન  સાથે  ,આતા સાથે જોનાથન અને બ્રાન્ડોન
ચોપડી વાંચતો  બ્રાન્ડોન એલેક ઝાંડર

જેના ઉપર નિખાલસ સાચો પ્રેમ હોય  , એ માણસ તમને મળ્યા વગર રહેતો નથી  . એવું સંત તુલસીદાસ કહી ગયા છે  .એનો મારા જાત અનુભવ હું આજે આપને કહીશ  .વચ્ચે એક વાત કહું છું કે  ,
પોર્ટુગલમાં એક મેર રહે છે  . તેને આપ  મેર  ડાયરેક્ટરીમાંથી   કે ગમે તે પ્રકારે  શોધી કાઢી  મારો બ્લોગ આપો અથવા એનો ઈ મેલ મને આપો  તો    હું એને જાણ  કરીશ  . તો મારા ઉપર કૃપા કરીને આટલું મારું કામ કરો  ,મારા મોટા દીકરાનો દીકરો  જોનાથન જ્યારે 3 મહિનાનો હતો ત્યારથી હું એને ઓળખતો પછી સંજોગ એવા બન્યા કે એ મારાથી એ દોઢ વરસનો હતો ત્યારથી સબંધ તૂટી ગયો   .મારો  મોટો  દીકરો દેવ જોશી તરીકે   ઈન્ટરનેટ રેડિયો સ્ટેશન ઉપર ઓળખાય છે બાઈ સુરેશ જાની   ,કનક , રાવળ  ,પ્રવીન્કાંત શાસ્ત્રી વગેરે ઘણા બ્લોગર ભાઈઓ ઓળખે છે   .જોનાથન દોઢ વરસકે બે વરસકે તેથી  થોડી વધુ  ઉમરનો  થયો ત્યારે તેની માં સાથે જર્મની એના મામા પોલ પાસે રહેવા જતો રહેલો  ,તે વખતે તે  ઈંગ્લીશ ભાષા ભૂલી ગએલો અને જર્મન ભાષા  શીખી ગએલો  .પછી એ આઠેક વરસનો થયો ત્યારે અમેરિકા એની માં સાથે અમેરિકા કેલીફોર્નીયા આવ્યો  .એની માએ  દેવ જોશીનો સંપર્ક સાધ્યો   ,અને કીધું કે હું અને આપણો દીકરો જોનાથન  જર્મનીથી  કેલી ફોર્નીયા આવી ગયા છીએ   . .આપણા દીકરા સાથે તું વાત કરી  શકે છે  . પણ  હાલ થોડું થોભવું  પડશે  .કેમકે તેને ઈંગ્લીશ આવડતું નથી  . પણ ચારેક  મહિના પછી  એ  ઈંગ્લીશ  શીખી જશે  ,પછી તું એની સાથે વાત કરજે પછી    .પોતાના અતિ વ્હાલા દીકરા સાથે  દેવે  બહુ  લાંબી વાતો કરી  ,
અમે હું મારી વાઈફ મારી મા અમે મારા ભાઈ સાથે   અપ સ્ટેટ ન્યુ યોર્ક  રહેતાં હતાં  ત્યાં એક દિવસ  જોનાથન ને  તેડીને   દેવ આવ્યો  . મારી મા પોતાના ચોથી પીઢીના  દીકરા જોનાથનને જોઈ બે હદ ખુશી થયાં  . જોનાથાનની મા ભારતીય  સંસ્કૃતિથી રંગએલી હતી  . તેને પોતાનું નામ સહાનુભુતિ  રાખેલું  .જોનાથન ને ઈનીં માએ થોડા  ભારતીય  રીત રીવાજ  શિખવાડેલા એટલે જોનાથન  મારી મને જોઈ બે હાથ જોડી માથું નમાવ્યું  . મારી માએ એને દસ ડોલરની નોટ આપી  . જોનાથન તરફથી મેં માને કીધું કે  જોનાથન એવું  કહે  છે કે  મારી પાસે પૈસા છે માટે મારે નથી જોતા  તમે કોઈક બીજાને આપો જેને જરૂર હોય એને  આપો   સાંભળી  માં બહુ ખુશ થયાં  . પછી એક રમકડું આપ્યું  .  જોનાથન કહે આ રમકડા  માટે હું મોટો છું  . આ નાના છોકરાં
માટેનું છે  .
આ વાતને વરસો થઇ ગયાં જોનાથન હવે જુવાન થઇ ગયો  .અને એરિઝોના phoenix    ભાડાના મકાનમાં રહેવા લાગ્યો  . હું અને મારી વાઈફ  મારા ભાઈ સાથે રહેતાં હતાં  . મારી વાઈફ ભાનુંમતીએ મને કીધું કે આપને જોનાથાનને મકાન ખરીદી આપીએ  એરિઝોનામાં મકાન સસ્તાં હોય છે  અને  બહુ વરસાદ કે બરફનો ત્રાસ નહી  . પછી અમે મકાન અમારા નામથી ખરીદ્યું  . અને જોનાથન એમાં રહે  . એને ભાડું નો ભરવું પડે   . ફક્ત  બીલ ભરવા પડે  .અમે તો મારા ભાઈ સાથે રહીએ  થોડો વખત અમે એ મકાનમાં સાથે રહીએ  .પછી  જોનાથન એકલો રહે  .
અમારી સાથે  જોનાથન   નવા ઘરમાં રહેવા આવી ગયો  .પણ જોનાથાનને અમારી સાથે ફાવ્યું નહિ  , એટલે એને મને કીધું કે હું  બીજે રહેવા જતો રહીશ  . મેં કારણ પૂછ્યું કેમ ? જોનાથન કહે બા આર્ગ્યું  બહુ કરે છે  . અને મેં આવું કદી જોયું નથી  . આપણે સહુને એ અનુભવ હોય છે કે   પતિ પત્ની વચ્ચે ઘણી વખત  ઉંચે સાદે બોલાતું હોય છે  . અંને આ ભાનુ બા   ઘણી વખત મને જોરથી કહે  હજી તમારી ઊંઘ પૂરી નથી થઇ  ? તમે હમણાથી સાવ  આળસુ થઇ ગયા છો  . હું બહુ ધીમે અવાજે કહું જા નથી ઉઠતો   હવે જો મને ઉઠાડવાની વાત કરી તો  તારી ખૈર નથી   . માટે તું ચુપ થઇજા અને પછી બા ચુપ થઇ જાય  . જોનાથન ભાષા સમજે નહિ પણ  એક્ટિંગ થી સમજે કે બા બહુ બાધોડકા છે  . પછી જોનાથન બીજે રહેવા જતો રહ્યો  .અમને આ ઘરમાં રહેવાનું બહુ ગમી ગયું   .એટલે અમે  ભાઈના અને એની પત્ની એલીઝાબેથનો  અતિ આગ્રહ હોવા છતાં અમે એની સાથે રહેવા નો ગયાં  . બા તો જોનાથાનને બહુ ગમે કેમકે બા બહુ લાડ લડાવે જ્યારે મારે કોઈ વખત ખીજાઈ જવું  પડતું  . પછી જોનાથને  અમારી ન્સાથે સંપર્ક સાવ છોડી દીધો  . પણ મને જરો જર  ની  માહિતી મળતી રહેતી એ  રશિયા ગયો  . ત્યાની છોકરી સાથે  પ્રેમ થયો  . પછી છોકરીને લઈને  અમેરિકા આવ્યો  લગ્ન કર્યા  બધી વાતની મને ખબર હતી   . .જ્યારે એની વાઈફ  ઓલ્ગાને  ગર્ભ રહ્યો  ત્યારે અચાનક મને ઈમેલ કર્યો અને કીધું કે  ગ્રાન્ડ પા  હું અને ઓલ્ગા તમને ગ્રેટ ગ્રાન્ડ ફાધર  બનાવવાના છીએ  ઓલ્ગના પેટમાં બાળક  છે  તે દીકરો છે  .  હું આ શુભ સમાચાર  સૌ  થી પહેલા તમને આપું છું માટે હાલ આ વાત તમે કોઈને કહેશો નહિ  . મેં  જોનાથાનની નવી માની દીકરી બેન તાન્યાને  ઈ મેલ વાંચવા આપ્યો  . તાન્યા  બહુ હરખાઈ ગઈ  કેમકે એનો એક દરજ્જો  વધી ગયો કેમકે તાન્યા  હવે  ફોઈબા  થવાની છે  . તાન્યાએ મને પુચ્છ્યું હું આ વાત મારા બાપને કહું ? મેં કીધું હા  આ વાત જોનાથાનને ન ગમી  . એટલે વળી પાછા અબોલા લીધા  . મને એ કોઈ સમાચાર આપે નહિ  . હું  અમદાવાદમાં પોલીસમાં એલ ઈ બી માં નોકરી કરી ચુકેલો  ગમે તેમ કરીને કડી  મેળવી લઉં  અને રહસ્ય  ગોતી કાઢું  .  મારી પાસે  ઓલ્ગાના એના સુપુત્ર ના ફોટા પણ આવી ગયા  ગયા  . પણ છેલ્લે આ ક્રિસ્ટમસ   2014  ઉપર એક મિત્રને ત્યાં ભેગા થઇ ગયા  પ્રેમથી વાતો કરી  . ફોટા પાડ્યા  .  મેં એને મારી માએ બનાવેલું 90 વરસ જુનું મોતીનું તોરણ ભેટ આપ્યું  .  હમણા એ એક વિક માટે બર્મ્યુડા    ઓલ્ગા અને પુત્ર બ્રાન્ડોન ને લઈને ગયો છે  .