Monthly Archives: ડિસેમ્બર 2014

किस्मतमे था लिखाकी दुनियाको देखले फिर खाकी कफ़न पहन के पहलेका भेख ले .

22 મહિના અમેરિકા રહ્યો  ,અને 36 રતલ વજન ઘટાડ્યું  અને મુંબઈથી અમદાવાદ સુધી રેલ્વેમાં ઉભા ઉભા આવ્યો  . ઘરે આવ્યો  . પ્રેમાળ પત્ની સાથે   વાતો કરી  મેં પત્ની ભાનુંમતીને કીધું કે  હવે મને  નોકરી કરવામાં દિલ ચોટે એમ નથી  .ભાઈએ અને દીકરાએ મને કીધું છે કે  હવે તમારી નોકરી ગઈ  ,અમે તમે કહેશો એ ગામમાં મકાન ખરીદી આપીશું  .અને તમારો પગાર છે એના કરતા બમણો પગાર આપીશું અને તમારે  તમારી કળા કોશલ્યને   ખીલવો અને મોજથી રહો   . તમે જોખમી અને હાડમારી વાળી નોકરી બહુ કરી છે  .
ભાનુમતિએ  કીધું  .આપણા કપરા સંજોગોમાં  ભાઈએ કીધેલું કે તમે  છોકરાઓને બરાબર ભણાવો  પૈસા બાબત તમારે જરાય મુનજાવાની જરૂર નથી  .તે છતાં  આપણે એક પૈસો લીધો નહિ  . અને ચોરને કાંધ મારે એવા તડકામાં  જાળા ઝાંખરામાં   બકરીયું પાછળ  રખડ્યા  . હવે આવી તકલીફ થોડા દિવસ માટે છે  .પછી આપણે અમેરિકા જઈશું  .આપણી પરિસ્થિતિ  બદલાય જશે  . હવે જાજુ પાણીમાં નહિ રહેવું પડે  કાંઠો  દેખાઈ રહ્યો છે  .મેં એની વાતો શાંતિથી સાંભળી  ,પછી  મેં એને પૂછ્યું  . તું શું કહેવા માગે છે   . તે બોલી નોકરીમાં જોડાઈ જાઓ  . મેં કીધું તું જબરી  હિંમત વાળી છે  . તે બોલી  હા હું હિંમત વાળી છું ,  હિંમતવાળો  મારી પાસેજ છે એવું બોલી  . અને મને જોરથી  બથ ભરી   .
મેં ઘરે પાંચ છ દિવસ આરામ કર્યો અને પ્લેનનો થાક ઉતાર્યો  .અને પછી હું  નવરંગ પુરા પોલીસ સ્ટેશનમાં   હાજર  થવા ગયો  , ઇન્સ્પેકટર બળી ગયા હતા  . એક ઝાલા  કરીને બહુ સજ્જન માણસ ઇન્સ્પેકટર હતા  . રાઈ ટર હેડે  ઝાલા સાહેબને વાત કરીકે  હિંમતલાલ હાજર  થવા આવ્યા છે  . મને ઝાલા સાહેબે પોતાની ઓફિસમાં બોલાવ્યો  . હું અમેરિકા ગએલો એ  અમદાવાદના નાનાથી મોટા  બધા પોલીસો જાણે  . ઝાલા સાહેબે પોલીસ પાસે  મને બેસવા માટે ખુરસી મગાવી અને મને ખુરસી ઉપર બેસવાનું કીધું  . આ કંઈ મામુલી પોલીસવાળો   ફોરેન રીટર્ન  પોલીસ  ઝાલા સાહેબે મને કીધું કે  હિંમતલાલ   દિવસે દિવસે  પોલીસ માટે કપરા સંજોગો આવતા જાય છે  .  તમે લાંબો સમય અમેરિકામાં રહેલા માણસ  તમારા  ભાઈ દિકરા અમેરિકામાં  એલોકો માટે  તમારો ખર્ચ ઉપાડવો બહુ સામાન્ય વાત છે  . માટે મારીતો તમને સલાહ છે કે  તમે નોકરી ન કરો  તમને બહુ તકલીફ પડશે  . અત્યારના સંજોગોમાં  ગાય ભડકે તો પોલીસને લોકો દોડાવે છે  . મેં કીધું સાહેબ  મેં નોકરી કરવાનું નક્કી કર્યું છે  .એટલે મને તકલીફ નહિ પડે  . ગમેતેવા સંજોગોમાં  હું હસ્તે મોઢે રહી શકીશ  . ઝાલા સાહેબ બોલ્યા તો તમારી મરજી  પણ તમે અહી પોલીસ સ્ટેશનમાં  રિજર્વમાં  હાજર  રહેજો  તમારે યુનિફોર્મ પહેરવાની જરૂર નથી  . બસ પછી હું  પોલીસ સ્ટેશનમાં પોલીસ મિત્રો સાથે ટોળ ટપ્પા મારું અને મારી નોકરીનો સમય પસાર કરું  . બાપુ મારો વટ પડતો હતો  ઝીપ્પર વાળું પેન્ટ પહેર્યું હોય  . એક વુમન કોન્સ્ટેબલે મને પૂછ્યું  હિંમતભાઈ  આ  ઝીપ્પર તમને ખૂંચતી નથી ? મેં કીધું કઈ ઝીપ્પ્રર  કેટલીક ઝીપ્પર હોય  આ તમારા  પેન્ટની  બીજી વળી કઈ  તમે અજાણ્યા થઈને પૂછો છો તો હું કંઈ મારો હાથ અડાડીને ઝીપ્પર બતાવવાની નથી  .
થોડા મહિના  પોલીસ સ્ટેશનમાં  રિજર્વ ફોર્સમાં નોકરી કર્યા પછી  મને  વાડજ પોલીસ  ચોકી ઉપર મુક્યો  . અહી પણ મારે યુનિફોર્મ પહેરવાનો નહિ  .અને રાતના નોકરી કરવાની નહિ  .વાડજ ચોકી ઉપર એક ડાભી કરીને સબ  . ઇન્સ  .  હતા  .  ચોકીમાં એક ટેબલ ખુરસી હોય  જેનો  ઉપયોગ  પો  ,  સબ   .  અને બીજા  મોટા ઓફિસરો કરે  .  ચોકી ઉપર  એક પોલીસ  ટેલીફોન ડયુટી વાળો  હાજર હોય  અને બીજા પોલીસો ચોકી ઉપર  આવતા જતા ચક્કર મારી જતા હોય  . હું સબ  ઇન્સ ની ગેરહાજરીમાં  ખુરસી ઉપર બેસું  . એક વખત ડાભી સાહેબ આવ્યા  .  હું ખુરસી  બેઠો હતો  હું ખુરસી ઉપરથી ઉઠવા જતો હતો   .એટલે ડાભી સાહેબ બોલ્યા બેસો બેસો હું તો હમણાં જતો રહેવાનો છું  .
આવી રીતે થોડા મહિના પોલીસ્તેશાનોમાં નોકરી કરી પછી  ડી એસ  પી ઓફિસમાં  એક રાઈટર હેડ  બાબુભાઈ ભટ્ટ કરીને હતા  . તેને અમેરિકા આવવાની જબરી ઈચ્છા
મને એ અમેરિકા બાબત  બહુ પૂછ પરછ કરે  .  જોકે એની આશા પૂર્રી થઇ અને હાલ તેઓ અમેરિકા તેના બે દીકરા અને એક દીકરી    સાથે  છે  .એક વખત એને મને કીધું કે  હવે તમને પોલીસ સ્ટેશનોમાં નથી રહેવા દેવા હવે તમને હું  એલ  આઈ  બી નાં  ઇન્સ્પેકટર માંકડ સાહેબને  કહીને  તમને એલ આઈ બી માં બોલાવી લઉં  છું  .અને મેં થોડી એલ આઈ  બી  માં નોકરી કરી  અને  પછી મારો અમેરિકા આવવાનો સમય થઇ ગએલો  એટલે  હું અમેરિકા આવ્યો  અહી નોકરી કરી નોકરી બાબતની કોઈ કોઈ વાતો પ્રસંગો પાત બ્લોગમાં કહેવાઈ ગઈ છે  . અને નોકરી દરમ્યાન નવા વાડજ પાસે નાં ખેતરોમાં  થોર અને બોરડી વગેરેના ઝાળામાં  ઘૂસીને છુપાએલો છું  દારુ લઇ આવવા  વાળાઓને સપડાવવા માટે  નહુ એકલોજ નહિ મારા જેવા બીજા પોલીસો પણ આવી રીતે  છુપાએલા છીએ  . હવે અમેરિકા આવ્યા પછી પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરી  વગેરે અનુભવો આપના માટે કહેતો રહીશ  . અને હાલ આપ જુવો છો એમ બ્લોગના મહાસાગરમાં  સેલારા  મારું છું  .

સ્ટીવ ઈરવીન પ્રિન્ટીંગ પ્રેસનો ડ્રાઈવર મારો ઉત્તમ મિત્ર .

DSCN0940 DSCN0742

હું બીજી વખત અમેરિકા પરમેનેન્ટ રેસીડેન્ટ તરીકે  મારાભાઈ પ્રભાશંકરના બોલાવવાથી  આવ્યો  .મારા ભાઈ અને તેની વાઈફ એલીઝાબેથનો એવો આગ્રહ હતોકે  હું મારી નિવૃત લાઈફ અમેરિકામાં આનંદથી  વિતાવું   . ભાઈ કહે બાપા સ્વર્ગે ગયા પછી  તમે હવે મારા બાપને ઠેકાણે છો આપણી સવાબે એકરની પ્રોપર્ટીમાં ઘાટું જંગલ છે  .એ તમને તપોવન જેવું લાગશે  . મેં કીધું કે  હજી મારામાં શક્તિ છે  . ત્યાં સુધી   મારે  બેઠું બેઠું ખાઈને જીવન નથી વિતાવવું  ,અને પરાધીન થઈને  આળસને આમંત્રણ નથી આપવું  . મને ઈંગ્લીશ નથી આવડતું તો હું  પત્થર  તોડવા જેવી સખ્ત નોકરી કરીશ અને મારો ખર્ચ પણ હું કાઢીશ  . દેશમાં મેં   દારુણ  ગરીબી ભોગવી મારા તેજસ્વી દીકરાઓ પાસે ઉઘાડે પગે બકરાં ચરાવ્યા મારી પત્ની ભાનુંમતિએ પણ બકરાં ચરાવ્યા અમે ગરીબી સામે ધીગાણે  ચડ્યા  . અમે તારી કે મારા દીકરાની   મદદની   ઘણી ઈચ્છા હોવા છતાં   ,અમે તારી કે દીકરાની  એક પૈસાની મદદ લીધેલી નહિ   . જ્યારે હવે હું અમેરિકા જેવા ડોલરિયા દેશમાં આવ્યો છું   . તો શા માટે  મફતનું ખાઈને પડ્યું રહેવું ? હું નોકરી કરીશ અને તુને અને દેશમાં આપણાં સગાં વહાલાઓને  મદદ પણ કરીશ  .પછી દેશમાંથી  આવ્યા પછી પાંચેક દિવસનો આરામ કર્યા પછી  સવારે નોકરી શોધવા  નીકળ્યા  .   બેએક ઠેકાણે  તપાસ કરી પણ ઈંડાં વીણીને ખોખામાં ભરવાની અને મારે ખોખાં પેક કરવાનાં પણ મને આ નોકરી ગમી નહિ  . કેમકે સગાં કોઈ પૂછે તો મારે આવી નોકરી કરુછું એવું કહેવું ગમતું નોતું  .;
પાછી મારો ભાઈ પ્રિન્ટીંગ પ્રેસમાં લઇ ગયો  , પ્રિન્ટીંગ પ્રેસમાં  માણસોની જરૂર છે  . એવું  આવતુંજ હોય છે   . ,અને પાછું એવું લખ્યું હોય કે કોઈ જાતના અનુભવની જરૂર નથી  .અમે ટ્રેનીંગ આપી શું  .
મારો ભાઈ અને હું  ત્યાં ગયા   . મારોભાઈ  ભાષાંતર કરીને મને સમજાવતો હતો  . મેનેજર ડેવિડ હેનરીએ મારા ભાઈને કીધું કે  અમારી પાસેતો નોકરીની જગ્યા છે એમાં ભણતરની જરૂર નથી પણ સખત મહેનતનું કામ છે  . અને આ કામ  20 થી 22 વરસના છોકરાઓ કરે છે  . એટલે તમારો ભાઈ કે જેના માથાના વાળ સફેદ થઇ  રહ્યા  છે  .એનું કામ નથી  .મારા ભાઈએ મને આ સમાચાર આપ્યા  . મેં ભાઈને કીધું એને કહે કે  એના વાળ ગરમીમાં  રખડ્વાથી  થઇ ગયા છે તું એક દિ ટ્રાઈ  કરી જો   મારોભાઈ કામ કરી શકશે એવી તુને લાગે તો નોકરીએ રાખજે નહીતર  જય શ્રી કૃષ્ણ
મને ડેવિડ  કામ કરવાના સ્થળે લઇ ગયો  .
એક કલાકની 25હજાર 80 પાનાની બુકો  મશીન માંથી  નીકળતી હતી  જે  4 છોકરાઓએ વારા ફરતી લઈને કબાટમાં (લોઢાનાં ઘોડામાં ) મુક્તિ જવાની   મેં થપ્પી ઉપાડી અને ઘોડામાં મૂકી  .મારી કામ કરવાની ઝડપ  જોઈ  , ડેવિડે  મારા ભાઈને કીધું કે કાલે સવારે નોકરી ઉપર તમારા ભાઈને લઇ આવજો  વહેલી સવારે  7 વાગ્યે કામ શરુ થાય છે  .
વહેલી સવારે  મારો ભાઈ મને કામ ઉપર મૂકી ગયો  . સાથે લંચ માટે  પીનટ બટર અને જ્લીની બે સેન્ડ વિચ અને એક દ્રાક્ષના રસનું એક ડબલું લીધું  આ બધું રેફ્રીજેટરમાં મૂકી  હું કામે વળગ્યો  . મેં ઉભે પગે દસ કલાક કામ કર્યું  . વચ્ચે પંદર મીનીટની કોફી બ્રેક ની છુટ્ટી અને અર્ધી કલાકની લંચ બ્રેક ની રજા ઉપરાંત કોઈ કોઈ વખત પાંચ મીનીટની રજા મળે   . એવી રીતે બીજે દિવસે પણ કામ કર્યું  કલાકના સવા બે ડોલરના પગારથી  નોકરીનું નક્કી થએલું  .પછી ત્રણ મહીને કલાકના 25 સેન્ટ લેખે પગારનો વધારો થયો , એમ  પછી છ મહીને કલાકના 25 સેન્ટ લેખે પગારનો વધારો થયો  .  પછી આવી રીતે દર વર્ષે  પગાર વધવા માંડ્યો થોડા વરસ આવું કામ કર્યા પછી મારી નોકરી બદલાણી અને  વધુ આરામની અને વધુ પગારની અને વધુ વેકેશનની  નોકરી મળી  .
એક વખત  મને ઓફિસમાં કામ કરતી  છોકરીએ  એક  સ્ત્રીને  દુરથી મને દેખાડીને કહ્યું કે  આ બાઈ જૈની  તમારા ગામમાં રહે છે  .અને એને ઘરે જવાનો રસ્તો તમારા ઘર આગળથી  પસાર થાય છે અને એ તમારી  નોકરી જ્યારે પૂરી થાય છે   . ત્યારે એની નોકરી પણ પૂરી થાય છે  . જો તમે એને વાત કરો તો એ તમને તમારે ઘરે મૂકી જાય એટલે  તમારા ભાઈને તમને નોકરી ઉપરથી  લેવા આવવાનો ધક્કો  નો  થાય  મેં જૈનીને  પૂછ્યું  .  એણે  મને નોકરી ઉપરથી લઇ જવાની સહર્ષ  હા પાડી
માંરોભાઈ દેશમાં રહેતો ત્યારે  ભણતો થોડા મહિના  મારા બાપાની  ભાલેચડે  નોકરી કરવાનું થયું  . ભાલેચડું ગામ માણાવદરથી   નજીક છે અહી મારા બાપાને  થોડો વખત એકલું ન્રહેવું પડેલું  મારો ભાઈ એમની સાથે રહીને  માણાવદર  ભણવા જતો  . બાપાને  તમામ પ્રકારની રસોઈ આવડતી  અને બાપા પાસેથી ભાઈ રસોઈ કરતાં  શીખી ગએલો  .  અહી અમેરિકામાં ભાઈએ એક દિ  ભરેલા તીખાં  મરચાનું  શાક  બનાવેલું  . જૈની  જ્યારે મને મારે ઘરે મુકવા આવી ત્યારે મેં એને કીધું કે  મારા ભાઈએ  તિખાં  મરચાનું શાક બનાવ્યું છે  . અનેબીજી  પણ ઘણી વાનગીઓ  બનાવી છે તો તું ઉપર આવ  આ વખતે હું એકલોજ હતો  . જૈનીને  તીખું   તમ તમતું   ભાવે છે  . જીની બોલી તું ઘરમાં એકલો છો એટલે હું નહિ , આવું કેમકે મારા હસબંડ ને ન ગમે  ,  મેં કીધું હું  તારા હસબંડ ને  કહેવાનો નથી કે તું મારે ઘરે આવી હતી  . જૈનીબોલી તું નહિ કહે પણ ભગવાનને તો ખબર  છેને ?
થોડા વખત પછી  જૈનીએ  એના પતિને  ડ્રાઈવર  તરીકે  પ્રેસમાં રખાવી દીધો  . સ્ટીવ એ સ્ટીવન સનનું  ટૂંકું   છે
જુના વખતમાં  અમારી બાજુ  લોકોને ટૂંકા નામે  બોલાવતા હરદાસ  નામ હોયતો હદો  વિક્રમાદિત્ય હોય તો વક્માત  ,ગોવિંદ હોય તો ગોવો  પણ હવે ભાઈના પ્રત્યય  લાગી ગયા છે ,
મેં અમેરિકામાં એકજ  માણસને  જોયો છે  , કે જે પોતાની  પત્નીને  ઓલ્ડ લેડી કહીને (ઘરડી ડોહી)  બોલાવે  અને એ માણસ તે સ્ટીવ  .  અને તમે પણ આવા  સ્ટીવ જેવા  પોતાની સ્ત્રીને ઘરડી ડોહી  કહેવા વાળા  નહિ જોયા હોય  . મારી સાથે કામ કરતી  બાર્બરા  મને કહેતી હતી કે મને જો મારો ધણી  ઘરડી દોહી કહે  તો  હું એને ભડાકે  દઉં   .
સ્ટીવ પ્રેસમાં નોકરીએ રહ્યા પછી મને સ્ટીવ  નોકરી ઉપરથી છુટું ત્યારે  ઘરે મૂકી જવા લાગ્યો  . સ્ટીવ ખુબ બીયર અને સિગારેટ પીએ તે નાના  ટ્રક  થી નોકરી ઉપર આવજા કરે     સ્ટીવનાં   ટ્રકમાં  આગળના ભાગે સિગારેટના ઠુંઠા અને બીયરના ખાલી ડબલાં  ભર્યા હોય  સ્ટીવ મને  મુકવા આવે ત્યારે  સીધે રસ્તે ન ચાલતા   આડા અવળા રસ્તે ચાલે  પેશાબ લાગેતો  ટ્રક  રસ્તાની આજુ બાજુ  ઉભો  રાખી  નીચે ઉતરીને ધારા વાડી કરી લ્યે  .
મારા સાથી મિત્રો મને એવું કહે કે  તમે જિંદગીનો મોટો વીમો ઉતારાવજો કે જેથી  તમારા પરવારનું  ભલું થાય  કેમકે સ્ટીવ  ક્યારે એક્સીડેન્ટ  કરી બેસે એનું કહી કહેવાય નહિ ,પણ મારા અનુભવ પ્રમાણે સ્ટીવે ક્યારેય
એક્સીડેન્ટ  કર્યો નથી  .
એક વખત મેં સ્ટીવને  બે ડોલર આપ્યા  .  સ્ટીવ કહે આ બે ડોલર  તું મને શા માટે આપે છે  ? મેં કીધું કોઈ વખત તુને  બીયર પીવા કામ લાગે  . સ્ટીવ કહે મારી પાસે પૈસા છે  . એનો હું બીયર  પી લઉં છું  . પછી મારા અતિશય  આગ્રહ થી  એ ફક્ત એક ડોલર  લેવા લાગ્યો  . છોકરાઓ એની બહુ મશ્કરી કરે મને રાઈડ આપે એના માટે  અને ઈર્ષા પણ બહુ કરે  એક વખત મારે ઘણું મોડું થવાનું હતું   .સ્ટીવની  નોકરી પૂરી થઇ ગઈ હોય  . પણ એ મારી નોકરી પૂરી થવાની વાટ  જોઈ બેસી રહે  .
છોકરાઓ સ્ટીવને  કહે  આજે સાહેબ  બહુ મોડા આવવાના છે તારે જવું હોય તો જા  સ્ટીવ કશું બોલે નહિ  . એક વખત મને બહુ મોડું થઇ ગયું એટલે મેં સ્ટીવને  બે ડોલર  આપ્યા  . સ્ટીવે જોયા વગર  પૈસા ખિસ્સામાં  મૂકી દીધા  . બીજે દિવસે મને સ્ટીવે એક ડોલર પાછો આપ્યો  .  મેં કીધું તું મને ડોલર  શા માટે પાછો આપે છે  . હું તારા આગ્રહનું  માં રાખી એક ડોલર લઉં છું વધારે નહિ  આપતો  . આ સ્ટીવ  68 વરસનો હતો ત્યારે મરી ગયો  . મરતાં  પહેલા એના બંને પગ કપાવી નાખવા પડેલા  .  એ  બહુ સજ્જન માણસ હતો ,

संतोभाई समय बड़ा हरजाई समयसे कौन बड़ा मेरे भाई #2

विक्रमके दादाकी  तनखा  माहकी बारा रुपाई विक्रम खुद्की एक मिनिटकि बढ़ कर  बारा रुपाई  .. संतोभाई। 9 तान्याकी  ग्रेट ग्रान्ड मधरथी  नामकी झवेर बाई हज़ारो नग़मे उनकी  ज़ुबां पर कैसे हो हरिफाई। .santobhaai १० पानी भरकर  बर्तन सरपर दोडकी हुई हरिफाई जवां लड़कियां पीछे रह गई  भानु पहली आई   .santobhaai ११ पोलिस लाइनमे  पानीका झग़डा होताथा मेरे भाई दलपतरामने भानुमतिकी  नलसे डॉल हटाई। .santobhaai १२ रणचंडी बन भानुमतीने अपनी डॉल उठाई दलपतरामके  सरमे ठोकी लहू लुहान  हो जाइ। .santobhaai १३ अब वो भानु चल नहीं सकती निर्बल होती जाइ अपने हाथों  खा  नहीं सकती कोई खिलावेतो खाई संतोभाई  १४ दो हज़ार सात अगस्तकी जब दूसरी तारीख आई इस फानी दुनियाको छोड़के भानुने लीनी विदाई संतोभाई  १५ भानुमति जब स्वर्ग गई तब उदासीनता आई खुदाने  भेजी गोरी लड़की मायूसी चली जाइ  संतोभाई १६ एक गुजराती पटेल सपूतने   श्रीजीसे माया लगाई श्रीजी आके ह्रदय बिराजे तब कई मंदर  बनजाई संतोभाई १७ सुन्नी सद्दाम हुसैनको इक दिन समयने गद्दी दिलाई कुर्द शियाको मार दिए जब समयने  फांसी दिलाई   संतोभाई  १८ प्याज़का था जब बुरा ज़माना  लोक मुफत ले जाइ वोही प्याज़ अब महँगी हो गई गरीबसे खाई न जाइ  संतोभाई  १९ अति पापिष्ट जमारो पारधी  धीवर और कसाई दुनिया मांसाहारको छोड़े  सब होवे सुखदाई  संतोभाई  २० पापीजनका पाप धोनेको स्वर्गसे गंगा आई पृथ्वीलोकमे    मैली हो गई  कौन करेगा सफाई  संतोभाई  २१ देख तपस्या विश्वमित्रकी इंद्रको  ईर्षा आई इन्द्रने भेजी अप्सरा मेनका  तपस्या भंग हो जाइ  संतोभाई २२ ऋतुमती  मेनका ऋषिको भेटि  जोरसे बात भिड़ाई मेनका ऋषि विश्वमित्रसे  गर्भवती हो जाइ   २३ शकुन्तलाका जब जन्म हुवा तब  ऋषिको देने आई ऋषीने साफ़ इंकार किया तब कणाद मुनिके पास जाइ संतोभाई   २४ अप्सराकी आशासे ब्लॉगर माउंट एवरेस्टको जाइ अप्सरा न आई ठंडी आई ज़ोरकी शर्दी हो जाइ  संतोभाई  २५ घरमे बैठके  लिखता  पड़ता  यार्डमे करता  सफाई सुरेश जानीने  उसकी कलाको  मुल्क मशहूर करवाई   संतोभाई  २६ नंगे पैर  बकरियाँ चराई  कॉलेज डिग्री पाई कोलगेटने  उस्की कला परख कर  नई नई शोध कराई  संतोभाई  २७ सबजन सहायक सबल जनोंके निर्बल के न सहाई पवन जगावत अगन ज्वाला दीपक डेट बुझाई   संतोभाई २८ जबतक रहो दुनियामें ज़िंदा  काम करो मेरे भाई इतना ज़्यादा: काम न करना काम तुम्हे खा जाइ   संतोभाई  २९ बेर बबुलकी झाडीके   बीच सोने वाला ” आताई ” वोही आताई अमरीका  आया  देखो कैसी जमाई   संतोभाई   ३०

संतोभाई समय बड़ा हरजाई (हरजाई =आवारा ,विश्वासपात्र नहीं ,कहींसे कहीं रखदे

मेरे प्यारे ब्लोगर बहनो और भाइओ और अन्य वाचक वर्ग  आज में आपकी समक्ष एक नगमा  पेश करता हुँ उसके पहले मैं संस्कृत और दोहा पेश करूँगा
प्लवन्ते पस्तरा निरे  मनवा घ्ननंती राक्षसान्
कपय: कर्म कुर्वन्ति  कालस्य कुटिला गति :
दोहरा   ।सम्य समय  बलवान है नहीं पुरुष बलवान
काबे लुंटी गोपिका  एहि अर्जुन एहि  बान
ये गीत  भक्त  कवि  सुरदासका  भजन  ” नाथ कैसे गजको बंध छुड़ाओ  “इस ढंग से और महाभारत मूवीमे  उत्तरा नृत्य करते हुवे गाती है  इस ढंगसे भी  गया जा सकता है  .
संतोभाई समय बड़ा हरजाई  समयसे कौन बड़ा मेरे भाई
संतोभाई समय बड़ा हरजाई   ,,, १
राम अरु लछमन बन बन भटके संगमे जानकी माई
कंचन मृगके  पीछे दौड़े  सीता हरन कराई   ,। संतोभाई   ।२
सुवर्णमयी लंका रावणकी  जाको समंदर खाई
दस मस्तक  बीस भुजा कटाई  ईज्जत खाक मिलाई। ।सन्तोभाइ। ३
राजा युधिष्ठिर  द्यूतक्रीडामे  हारे अपने भाई
राज्यासन  धन सम्पति हारे  द्रोपदी वस्त्र हराई। . संतोभाई   ४
योगेश्वरने गोपीगणको  भावसे दिनी  विदाई
बावजूद अर्जुन था रक्षक  बनमे गोपी लुंटाई  . संतोभाई   ।५
जलरामकी परीक्षा  करने पर्भु आये वरदाई
साधुजन की सेवा करने पत्नी दिनी वीरबाई। ।सन्तोभाइ  ६
आज़ादिके लिए बापूने अहिसक लड़त  चलाई
ऐसे बापूके सिने पर  हिंसाने गोली चलाई  …सन्तोभाइ   ।७
देशिंगा दरबार नवरंगसे  गदा निराश न जाइ
समा पलटा जब उस नवरंगका  बस्तीसे भिक मंगाई   संतोभाई। .8

ભાગ્ય માણસને ક્યાં નો ક્યાં મૂકી દ્યે છે .#3

_DSC0162Ataai and Chris

આતા  સાથે એનો  ઉત્તમ દોસ્ત   ક્રિશ

હું અમેરિકાથી આઈસ લાંડ થઈને લંડન આવ્યો ,એ વાત આપ વાંચી ગયા છો  .
લંડનથી  એર ઇન્ડીયાના  પ્લેનમાં બેસી હું  મુંબઈના એર પોર્ટ ઉપર ઉતર્યો ,અહીંથી મારે મુંબઈના દાદર  રેલ્વે સ્ટેશન જવાનું હતું  ,અહીંથી દાદર જવા માટે મેં  ટેક્ષીની  તપાસ કરી મારી પાસે રૂપિયા હતાં નહી  .ફક્ત ટ્રાવેલર્સ ચેક હતા  ,એટલે કોઈ ટેક્ષી આવી નહિ  . પણ એક માણસે મને એરપોર્ટની બસ દેખાડી અને એવું કીધું કે આ બસ  તમને દાદર નજીક  હજી અલી કે એવા કોઈ સ્થળનું નામ આપ્યું  ,બસ અહી તમને ઉતારી દેશે  આ બસમાં પ્લેનના પેસેન્જરોને માટે કોઈ ચાર્જ આપવાનો નોતો  મફત હતી   .અહીંથી દાદર સ્ટેશન બહુ દુર નથી   , ચાલીને જઈ શકાય    એટલે  દુર છે  .લગેજમાં મારી પાસે સુટકેસ હતી  , અને બીજી નાનકડી બેગ હતી   . બસમાંથી ઉતર્યા પછી દાદર જવા માટે  ટેક્ષીની   તપાસ કરી  ટેક્ષી વાળાએ   ટ્રાવેલ  ચેક લેવાની નાં પાડી  ,અને જતો રહ્યો    .  થોડી વારે એજ ટેક્ષી વાળો  પાછો આવ્યો આ વખતે એની ટેક્ષીમાં    બે  જુવાનો બેઠા હતા  . ટેક્ષી વાળાએ મને કીધું કે  બેસી જાઓ ટેક્ષીમાં  ,  ચેક ચાલશે  . મેં નાપાડી કે મારે ટેક્ષી નથી જોતી  .  હું ચાલીને જવા માંડ્યો  . હું મારા શરીરના વજન માંથી 36 રતલ ગુમાવેલો અશક્ત માણસ હતો  . એટલામાં એક છોકરો મળ્યો  .એ બોલ્યો  .saab कहा जाना है में ले जातहु मैंने  कहा  मेरी पास  फिल हाल पैसे  नहीं है  मेरी पास चेक है  में  रेलवेकी टिकिट लाऊगा  तब  मुझे  छुट्टे पैसे मिलेंगे  तब में तुझे पैसा दूंगा  लड़का बोला कोई बात नहीं   . હું દાદર  સ્ટેશને પહોંચું એટલામાં  એક  ખાનગી કાર વાળો  મળ્યો  એ બોલ્યો  તમારે જ્યાં જવું હશે ત્યાં  પહોંચી દઈશ તમારે જેટલા પૈસા આપવા હોય એટલા આપજો    , મેં  કારમાં  બેસવાની નાપાડી  એટલે કાર વાળો બોલ્યો હું તમને મફત લઈ જઈશ  મેં  નાપાડી  એટલે તે મોઢું બગાડીને  જતો રહ્યો  , પછી મજુર છોકરો બોલ્યો  . बापू तुम कारमे नहीं बैठे  वो अच्छा किया  , येतो बम्बई है   बापू तुम बहुत भोले हो  . હું દાદર પહોંચ્યો  રાતનો  વખત હતો  હું ટીકીટ બારી પાસે ગયો   ચેક દેખાડીને અમદાવાદની ટીકીટ માગી   ટીકીટ માસ્તર કહે  ચેક નહિ ચાલે પૈસા કાઢો   મેં કીધું પૈસા  નથી તો એ બોલ્યો તો ટીકીટ નથી  . મજુર છોકરો બધું સાંભળતો  હતો  .alaa तुम्हारा  भला करे   એમ બોલી એ ચાલતો થયો  . અને મેં  राम नाम की   ટીકીટ લીધી અને  ગાડીમાં ઘુસ્યો  ગાડીમાં  સખત ભીડ હતી  ઉભું રહેવાની પણ જગ્યા  મુશ્કેલીથી મળે  . મેં સામાન ઘુસાડ્યો અને ગાડીમાં ઉભોરહી ગયો  ,  આવી ભીડમાં  ટિ ટિ નો દિ ફર્યો છે કે ટીકીટ ચેક કરવા આવે ? સવાર પડ્યે અમદાવાદ આવ્યું  . મારી પાસે ટીકીટ  ન હોવાથી મણીનગર  સ્ટેશને ઉતાર્યો  ,અહી મને  મારી સાથે નોકરી કરતો મારો મિત્ર જનક  મળ્યો  એની રેલ્વે પોલીસમાં બદલી થએલી  હું અમેરિકા ગએલો એની જનકને  ખબર   મને જોઇને એ બહુ ખુશ થયો અને બોલ્યો  . એલા તારો તો વટ પડે છે  , ઓલી સરકારી  ખાકી ચડ્ડી અને સરકારી  સેન્ડલ પેરીને ફરતો  તો એ બધું  વયું ગયું  . મેં કીધું જનક  બીજી વાત પછી  મારી પાસે ટીકીટ નથી  . મારે  સાંગો પાંગ  બહાર મારે નીકળવું છે  , એની વ્યવસ્થા કર  જનક બોલ્યો મુન્જામા આ ગાડી આપણીજ છે  . રેલ્વેમાં  કાયદેસરના  બીલા વાળા મજુર હોય છે પણ  કેટલાક  અ લીગલ મજુર પણ હોય છે  . આવા મજુરો  રેલ્વે સ્ટાફ અને પોલીસોની દયા  નાં લીધે  મજુરી કરતા હોય છે  . આવા મજુરને  જાનકે બોલાવ્યો  અને કીધું કે  ए य बड़े સબકો મજૂરે મને  रिक्सा तक पहुंचा दे  મજૂરે મને  મને રિક્ષ સુધી પહોં ચાડ્યો  જનકે  ટીકીટ કલેકટરને કીધું કે   આ મોટા સાહેબને બહાર નીકળવા દેજે   હું  રિક્ષામા  બેઠો  નવાઈની વાત એ છે કે  મારા આગમનની  ઘરના કોઈને ખબરજ નોતી  .  મારી રિક્ષા એલીસબ્રીજ પોલીસ લાઈનના  મારા ઘર આગળ ઉભી રહી  . મારી પત્નીએ  મને જોયો  , કેટલી બધી હરખાઈ ઉઠેલી  તેની આપ  કલ્પના કરો   એને બુમ મારીને  મારી માને કીધું મા તમારા દીકરા આવ્યા  .   દીકરો સતીશ પણ ખુબ રાજી થયો  . અને પછી  મારી માએ  મારી વાઈફને કીધું હું લાપસી બનાવીશ   રિક્ષવાલા ને  ભાનુંમતીએ પૈસા આપ્યા  .  અને હું  વગર ટીકીટે મુંબઈથી અમદાવાદ આવ્યો   અમેરિકામાં  22 મહિના રહેલો માણસ।

मित्र तो ऐसा कीजिए ढाल सीखा होय ,सुखमे रे वे पीठ पर दू :खमे आगे होय .

DSCN0734 _DSC1221

આ ક્રિષ્ના દીકરા પોલના અને બીજા દીકરા રોની નાં છોકરા છે

چار دوست
کسی جنگلمے  خرگوشi   ،  لومڑی   ،chuha  اور کووہ
ساتھ ساتھ رہتےتھے -ایکدن  ،ekdin کوئی شکاری کتاخرگوش کے پیچھے ہولیا  .خرگوش دوڑتا ہوا پہلے پہلے چھکے پاس آیا  -کتکو دیکھ چھا بلمے گھس گیا تھا خگوشنے اسےapni  مدد کے لئے  زورسے پکارا  -بلسے منہ نکالکر کر چھینے کہا _”ارے بھائی !مجھےتو اپنھی جانکا در ہے تیری مدد کرو  تو کیسے کرو ؟
بیچارہ خرگوش ٹزیکے ساتھ آگے بڑھا  اور لومڈکو جہادی مے  گھستے دیکھا _خرگوشنے  اسےبھی اپنی جان بچانےکے   لئے   پکارا -لومدینے جواب دیا -پارے  بھائی ! میرے پاومے درد ہو رہا ہے -کسی اور دوسٹکے پاس جاؤ”پیڈ پر    بیٹھا کووہ یہ سب حال دیکھ رہا تھا =اپنے دوستکو دکھی دیکھ اسے ن رہا گیا -اسنے جھٹسے کتٹھیکے سر پر چونچ مارنا شروع کیا  ٹھوڈی ہی درمے کتکے سرسے خون بھگا   ل گا     =آخر تانگ آکر    کتنے خرگوشکا  پیچھا  چھوڈ دیا   -__تھک ہی کہا ہے _دخمے  جو کام آوے  وہی سچچا  دوست ہے   चार दोस्त
किसी जंगलमे खरगोश  , लोमड़ी  ,   चूहा  ,और कौवा  .sath साथ रहते थे  ,एक दिन कोई शिकारी कुत्ता खरगोशके पीछे  हो लिया  ,खरगोश दौड़ता हुवा पहले चूहेके पास आया =कुत्तेको देख चूहा  बिल में  घुस गया था खरगोशने उसे अपनी मददके लिए ज़ोरसे पुकारा ,बिलसे  मुंह निकल कर चूहेने  कहा _-_अरे भाई मुझे तो अपनी ही जानका दर है  तेरी मदद करू तो कैसे करू ?
बेचारा खरगोश तेजीके साथ आगे बढ़ा और लोम्ड़ीको  झाड़िमे घुसते देखा -खरगोशने उसेभी अपनी जान बचानेके लिए पुकारा  लोमडिने जवाब दिया =प्यारे भाई मेरे पाउमे दर्द  हो रहा है -किसी और दोस्तके पास जाओ
पेड़ पर बैठा  हुवा कौवा यह सब हाल देख रहा था -अपने दोस्तको दू : खी देख उससे न रहा गया -उसने झटसे कुत्तेके सर पर  चोंच मारना शुरू किया – थोडीही देरमें  कुत्तेके सर से खून  बहने लगा  ,आखर तंग आकर  कटने खरगोशका  पीछा छोड़ दिया  .
ठीकhi कहा है “दू :खमे  जो काम आये  वाही सच्चा दोस्त है ”
કોઈ એક જંગલમાં સસલો  , લોંકડી , ઉંદર અને કાગડો  સાથે સાથે રહેતા હતા  .એક વખત એવું બન્યું કે  કોક શિકારી કુતરો  સસલાની પાછળ  પડી ગયો  .સસલો દોડતો દોડતો પ્રથમ ઉંદર પાસે ગયો  ,ઉંદરડો કુતરાને જોઈનેજ  દરમાં ઘુસી ગયો હતો સસલાએ પોતાને મદદ કરવા માટે  જોરથી  બુમ પાડી  .દરમાંથી  જરાક બહાર મોઢું કાઢીને ઉંદરડો  બોલ્યો  .અરે ભાઈ મને તો મારા જીવની પડી છે  .આવી પરી સ્થિતિમાં  તુને કેવી રીતે મદદ કરી શકું   બિચારો સસ્સો  જોરથી દોડીને આગળ ગયો અને લોંકડીને ઝાડીમાં ઘૂસતાં જોઈ  .સસલાએ  લોંકડી ને પણ પોતાની મદદ કરવા માટે  બુમ પાડી  . લોંકડી બોલી અરે ભાઈ મારા પગ બહુ દુ :ખે છે  , તું કોક બીજા દોસ્ત્તાર પાસે જા  .
બાવળના ઝાડ ઉપર બેઠેલા કાગડાએ  આ બધો મામલો જોયો હતો  . એનાથી પોતાના મિત્રનું દુ :ખ જોયું નો ગયું એણે ઝટ પટ  કુતરાના માથામાં ચાંચુ મારવી શરુ કરી દીધી  કુતરાના માથામાંથી  લોહી નીકળવા માંડ્યું  .અને પછી કુતરો ગભરાયne ભાગી ગયો  .

કોઈએ સાચું કીધું છે કે   મુશ્કેલીના વખતમાં જે મદદ કરે એ સાચો મિત્ર  .

Chris is a good friend — ક્રિશ મારી બહુજ કાળજી રાખનારો માણસ છે .મારી જિંદગીમાં આવો માણસ મને હજી કોઈ મળ્યો નથી .

Chris’s Family, ક્રીશનું પ્રેમાળ અને સંપીલું  વિશાલ  કુટુંબ _DSC0053 _DSC0295Chris with his wife Priscilla – ક્રિશ એની પત્ની પેસેલા  સાથે

1488131_764222340280545_4241950982254912917_nક્રિશની માં ક્રિશની પોત્રી  Victoria સાથે

મારાં વ્હાલાં બ્લોગર ભાઈઓ અને બેનો અને અન્ય બ્લોગ વાંચક  સ્નેહીઓ  ,આજે ડીસેમ્બર 2  , 2014 .    . રોજ હું  આપ સહુને   મારા અનન્ય  સ્નેહી  અમેરિકન  મિત્ર  ક્રિશ ની  ઓળખાણ આપું છું  .ઈંગ્લીશ અક્ષરો  પ્રમાણે તમે વાંચવા જાઓ તો  તે  ક્રિશ નહી વંચાય  .કેમકે ઈંગ્લીશ ભાષા  હાથીના દાંત જેવી છે  . લખવાનું જુદું બોલવાનું જુદું  .અક્ષરોના નામ  જે હોય છે તે લખવા  ટાણે જુદા થઇ જતા હોય છે  . અક્ષરનું નામ” સી”  હોય પણ એનો ઉચ્ચાર “ક ” થઇ જાય” ઉ ” નું નામ યુ”” છે પણ  બોલવામાં ઘણી વખત “અ” થઇ જાય  . જયારે સંસ્કૃત  વ્યાકરણના લખનાર  પાણીની  મુનીએ  અક્ષર નું જે નામ આપ્યું છે એજ  લખવા  ,વાંચવા  ,અને બોલવામાં એજ રહેવાનું  . પણ ઓલી કહેવત છેને કે ફાવ્યો  વખણાય  એ પ્રમાણે  અંગ્રેજો ફાવ્યા  એટલે ઇંગ્લીશની બોલ બાલા વિશ્વમાં થઇ ગઈ  . પ્રખર લેખક સ્વ  . ચંદ્રકાંત  બક્ષીનાં  કહેવા પ્રમાણે આ કમ્પ્યુટર ના  યુગમાં  કમ્પ્યુટર માટે  સંસ્કૃત ભાષા  સચોટ છે  . ક્રિશ હું હાલ રહું છું એ ઘરમાં  મારા  રહેવા આવ્યા  , પછી  બે વર્ષે   મારા ઘર સામેનું ઘર ખરીદ્યું અને તેમાં  તેના  બે દીકરા અને એક દીકરી અને પોતાની પત્ની સાથે રહેવા આવ્યો  . મારા પાડોશી તરીકે રહેવા આવવા માટે  પરમેશ્વરે તેને પ્રેરણા  કરી હશે  .
મારા ઘરનું આગળનું  કંપાઉંડ વાયરનું છે  , (ફ્રન્ટ યાર્ડ ) જયારે મારો બેક યાર્ડ  લાકડા  નો  છે  . ફ્રન્ટ યાર્ડમાં  ઘાસનું મેદાન છે  .અને બેક યાર્ડમાં  કાંકરા નાખીને  રણ ની શોભા કરી છે  .એરિઝોના તરફ બોલાતી ભાષામાં કહું તો  “ડેઝરડ  બ્યુટી ”
આગળ નું ઘાસ  હું લોન મોવરથી કાપી નાખતો  પણ વાયરની ફેંસ  નીચે ઘાસ  હું કાતરથી કાપી નાખતો  . જોકે હવે  મેં  ખોદીને ઘાસ કાઢી નાખ્યું છે  .કેમકે જ્યારે પાણીનું બીલ  90 ડોલર આવ્યું ત્યારે  મારી રાડ  ફાટી ગઈ  . ફેન્સની પાસે ઘાસ ઊંચું થઇ ગએલું  મને કાતરથી  કાપવાનો સમય ન મળ્યો  એટલે  ક્રિશે મારી અને ભાનુ મતિની  ગેર હાજરીમાં  મશીનથી  ક્રિશે કાપી નાખ્યું  .એટલું ઘાસ કાપવાના  ઓછામાં ઓછા 10 થી 15  ડોલર  ખર્ચવા પડે  .
અમે જયારે  ઘાસ કાપેલું જોયું  . ત્યારે અમને નવાઈ લાગી  . મેં ક્રિશને   પૂછ્યું  ,   ક્રિશ આ ઘાસ કોણે કાપ્યું  . એ તુને ખબર છે ? ક્રિશ કહે શાંતા કાપી ગયા  . હું સમજી ગયો કે આ ઘાસ  ક્રીશેજ  કાપ્યું હશે  . મેં તેને પૂછ્યું  કેટલા પૈસા આપું ?  ક્રિશ બોલ્યો  શાંતા  કોઈ દિ પૈસા લેતા હશે   ? બસ તેદિથી આજે પંદર વરસ થયા  ફેંસ  પાસેનું ઘાસ  ક્રિશ સાફ કરી જાય છે  .
મારા બેક યાર્ડમાં વિશાળ શેતુરનું ઝાડ હતું  . બહુ ઘરડું થઇ ગએલું  એટલે અહી વાવાઝોડા માં  ક્યારેક એની મોટી ડાળો  તૂટી  પડે છે  .એક વખત  સખત વાવા ઝોડામાં એક મોટી ડાળ  તૂટીને   મારા ઘર ઉપર પડી પણ ઘર ઉપર ધીમેથી બેસી ગઈ  . તમારા માથા ઉપર ધોકો  કોઈ મારે તો ખોપરી તૂટી જાય પણ માથા ઉપર  જોઈ કોઈ મુકે તો ફક્ત વજન લાગે પણ માર નો લાગે  . આ ઘર ઉપર પડેલી ડાળ મારા ભત્રીજા વિક્રમે  ભાડાની કરવત લાવીને  કાપીને  કટકા કરી નાખ્યા  .
આ બનાવ પછી મારે એ ઝાડ કાપી નાખવાનો વિચાર આવ્યો  . એટલે હું આવા ઝાડ કાપનારની શોધમાં હતો  . મારા પોત્ર  ડેવિડે મને કીધું કે  મારો મિત્ર ઝાડ કાપી નાખશે  .એને પૈસાની જરૂર છે  એટલે એને તમે થોડા પૈસા આપી દેજો  .
મેં ક્રીસને  વાત કરીકે  એક છોકરો  ઝાડ કાપવા આવવાનો છે  તેને તું  ઝાડનો કેટલો ભાગ કાપવાનો એ તું એને સમજાવજે  . પછી અમો સેન્ટરમાં જતા રહ્યા  , ડેવિડનો  દોસ્ત આવતા પહેલા    ક્રિશે ઝાડ કાપી નાખ્યું  . આવી વાતો  હું મિત્રોને કહું છું ત્યારે  મિત્રો સલાહ આપવા મંડી જાય કે તમે ક્રિશને  પૈસા આપતા જજો   . હું જેટલો ક્રિશને   ઓળખું છું એટલો મારા મિત્રો નથી ઓળખાતા  . મારે એના માટે શું કરવું જોઈએ એની તમારા બધા કરતા  મને વધારે ખબર છે  .અને હું શું એના માટે  કરું છું  એ કોઈને કહેતો નથી  .પણ એક વાત હું  આ વાર્તાના અંતમાં હું જરૂર કહીશ    કે જેથી  ક્રિશની  મહાનતાની આપને ખબર પડે  .
એક વખત  મને  સી।  સી।     સેન્ટરમાં   ઉલટી થઇ  આવી તકલીફ મને ઘણી વખત  ખોરાકમાં ફેરફારના કારણે   થઇ આવે છે પણ અર્ધી કલાકમાં મને સારું થઇ જાય છે  . એટલે મેં મારા હિતેચ્છુઓને કહી રાખ્યું છે કે  મને આવું થાય તો મને દોડા  દોડ  કરીને હોસ્પિટલ ભેગો ન કરી દેતા  હું બે ભાન જેવો પણ થઇ જતો હોઉં છું અને એકદમ શક્તિ હીણ  થઇ જાઉં છું  .પણ સેન્ટરમાં મારું કોણ માને  મેં તેઓને કીધું કે મને આરામ કરવા દ્યો અથવા ઘર ભેગો કરો  . પણ મારું કોણ સાંભળે  એલોકો પોતાની જવાબ દારી  પહેલા સમજે  ન કરે નારાયણ અને મને કૈક થઇ જાય તો એ લોકોની નોકરી  જાય  . મને એમ્બ્યુલન્સ  મગાવીને હોસ્પિટલ ભેગો કર્યો  .હું સારો થવા માંડ્યો હતો  એમ્બ્યુલન્સ  વાળા  મને ઘડી ઘડી  પુછાતા હતા  તમે ક્યા છો  હું બરાબર જવાબ દેતો હતો  . મને હોસ્પિટલ ભેગો કર્યો  . બધા ડોકટરો માટે હું નથી કહેતો પણ કોઈ એવા હોય છે એવા માટે કહું છું  .આપના દીકરા દીકરીયો ડોક્ટર હશે જ  ડોકટરો  કયું ઇન્સ્યુરન્સ  છે અને શું કરવાથી  પૈસા વધુ મળે એની  કાળજી પ્રથમ રાખે પછી બીમારને સાજો કરવા બાબત વિચારે  ,
હું હોસ્પીટલમાં પહોંચ્યો   ડોક્ટરોએ તપાસ્યો અને    હાર્ટ  એટેક  આવ્યો છે  એવું જાહેર કર્યું અને સારવાર આદરી   મને લોહીની નલીયોમાં   ભરવો થઇ ગયો છે  એટલે એ જરા સાફ સુફ કરવો પડશે  નાનું  ઓપરેશ કરવું પડશે  .  ક્રિશ  અને એની વાઈફ   .   મારી લગભગ દરરોજ ખબર કાઢવા આવે  .  હોસ્પિટલ માંથી   હું છૂટો થયો એટલે ક્રિશ  પોતાને ઘરે લઇ ગયો  .અને એક મહિનો પોતાને ઘરે રાખ્યો  .અને મારી પુરતી કાળજી લીધી  આ દેશ અમેરિકા મૂડી વાદી  દેશ  જ્યાં પૈસા આપ્યા વિના તમને કોઈ ગાળો પણ ન આપે  અને જેવી ગાળ  એવા પૈસા ,  જો બહુ બીભત્સ ગાળ  તમારે એના મોઢાની ખાવી હોયતો  વધારે  પૈસા આપવા પડે  . એવા દેશમાં મને ક્રિશે  અને એની વાઈફે  એક મહિનો રાખ્યો  . મેં જ્યારે  એવું કીધું  કે  હવે  મને મારે ઘરે જવા દ્યો  ત્યારે કરીશ બોલ્યો  કેમ અહી તમને નથી ગમતું  હું ક્રીસની  વાત સાંભળી અવાક થઇ ગયો  . થોડી વાર પછી હું બોલ્યો   મને અહી બહુજ ગમે છે  .પણ હવે મારે ઘરે જવાની ઈચ્છા છે  .મારે ઘરે રહું એ પણ તારે ઘરે રહું એવુંજ  છેને ? તારા ઘર સામેજ મારું ઘર છેને  .? ક્રિશનાં  મારા પ્રત્યેના  પ્રેમની  વાતોનું વર્ણન  થઇ શકે એમ નથી  .અને જેટલી વાતો કહું એટલી ઓછી પડે એમ છે  .
પરમેશ્વરે  મારો ક્રિશ  સાથે મેળાપ કરાવ્યો એ એક અદ્ભુત ઘટના છે  .ગુરુ બૃહસ્પતિના કહેવા પ્રમાણે  પરમેશ્વર સ્તુતિ નિંદાથી પર છે   . છતાં  તમારા સહુ આગળ દેખાડો કરવા કહું તો  પરમેશ્વરે મારા ઉપર  ખુબ ઉપકાર કર્યો છે તેનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી .
હવે થોડી મારા મનોરંજનની થોડી વાત કહીશ  અને પછી  ફરીથી ક્રિશ  વિષે કહીશ  .
ડોક્ટરોએ મને હોસ્પિટલમાંથી  છૂટો કર્યો ત્યારે મુખ્ય ડોક્ટર બોલ્યો  . હવે તમને નર્સ એક મહિના પછી  આવવાની તારીખ આપશે ત્યારે તમે ફરીથી આવજો  . મેં પ્રશ્ન કર્યો  તારા લગ્ન થઇ ગયા છે કે કુંવારો છો ? એ બોલ્યો કુંવારો છું  .    તો મને તું તારા લગનમાં તેડાવજે બાકી  ડોક્ટર  તરીકે હું તુને મળવા આવવાનો નથી  .
સારવાર દરમ્યાન એક બહુ મોટા સ્તન વાળી નર્સ મને મળી મેં એને કીધું કે  તું ભણતી હશે ત્યારે  છોકરાઓ તારી પાછળ ગાંડા ફરતા હશે  એ બોલી યુ  સો ફની હું જ્યારે હોસ્પીતાલ્માથી છૂટો થયો ત્યારે આજ નર્સ  મારા છાતી ઉપર  સ્ટીકર ચોટા  ડેલા હતા તે ઉખેડતી હતી  . ત્યારે  એની પાસે ઉભેલી નર્સ બોલી  જરા ધીમેથી  સાચવીને  ઉખેડ એના વાળ  ખેંચતા હશે   . તો મોટા થાનેલા વાળી નર્સ કે જે મારા સ્ટીકર  ઉખેડતી  હતી એ બોલી એનું ધ્યાન મારા સ્તન ઉપર છે એટલે એને કંઈ  દુ:ખ થાય એમ નથી  .
એક વખત  ક્રિશને  મેં કીધું  . ક્રિશ  હું તુને મારું ઘર અર્પણ કરવા માગું છું  હું જ્યાં સુધી રહું ત્યાં સુધી  હું રહી શકું અને મારા મહેમાનો  આવે એ પણ મારા ઘરમાં મારી સાથે રહી  શકે   હું ઘરના તમામ  બીલ ભરીશ  . ક્રિશ  કે જે અમેરિકામાં જન્મ્યો છે  . ક્રિશ  ત્રણ વરસનો હતો ત્યારે એનો બાપ મરી ગએલો   એની માએ ફરથી લગ્ન ન કર્યા  અને ક્રિશને  ઉછેરીને મોટો કર્યો  . એ કરીશ બોલ્યો મારે તારું ઘર મફત નથી જોતું  હું તેની પુરતી કીમત  આપીશ  . હું મારા દીકરાઓને કહીશ કે  કદાચ હું મરી જાઉં   ત્યારે પણ તમારે હિંમત ને ઘર માંથી કાઢવો નહિ એવું હું દીકરાઓ પાસે લખાવીશ  .
મારી બીમારી વખતે મારો મોટો દીકરો મને મળવા આવેલો અને મારે ઘરે ન ઉતરતા  ભાડાની કાર લઈને મોટેલમાં ઉતરેલો  આપણા  બ્લોગર ભાઈ  સુરેશ જાની   મારી ખબર કાઢવા  આવેલા એણે  પણ ભાડાની કાર રાખેલી અને મને  ફેરવ્યો અને જલસો કરાવ્યો  . સુરેશ ભાઈને એક ગુજરાતીએ  તેમની ઓળખાણ માગી તો તેઓ બોલ્યા કે હું હિંમત  કાકા નો દીકરો છું  ,ઓલા ગુજરાતી એ મને ઠપકો આપ્યો કે  તમે તો એમ કહો છોકે તમારે બેજ દીકરા છે અને આ ઠેઠ texas  થી તમારી ખબર કાઢવા  આવ્યો એ દીકરા વિષે કેમ તમે છૂપું રાખ્યું  ?

આતાના યુવાન(!) મિત્રો

સાભાર – શ્રી.સુરેશ કાન્ત પટેલ ( ન્યુ જર્સીના  એવણ પણ ૬૫ + તો હશે જ ! )

આ સ્લાઈડ શો જુઓ- માત્ર ૨૦ જ યુવાન(!) મિત્રો છે – કોઈ ૭૦થી કમ નથ ! કોઈ દોડે છે; કોઈ  તરે છે; કોઈ ઘોડે ચઢ્યા છે ; તો વળી કોઈ શરાબની લિજ્જત માણે છે.

This slideshow requires JavaScript.

આતા એકલા નથ! આવા તો ઘણાય મિત્રો છે.

એમની આખી 'ફેસબુક' આ રહી !

એમની આખી ‘ફેસબુક’ આ રહી !