જેઠા કાકાએ ભેર ભેર બહુચર માતકી જય બોલાવી

મારા ગામ દેશીંગામાં  એક ગોવિંદ ભાઈ લુહાર રહે  ,તે બહુ સાધુ સંતની સેવા કરવાવાળો માણસ એને ત્યાં  સાધુ કે કોઈ ભગત આવે તો એને મન ભાવતાં ભોજન કરાવે  , અને બની શકે તો થોડી  દક્ષિણા  પણ આપે  .
એક વખત એને ત્યાં એક ઠગ આવ્યો  .એ કહે હું અખંડ બાલ બ્રહ્મચારી છું  . હવે જે બ્રહ્મચારી હોય એ બ્રાહ્મણની પાસેથીજ  પૈસા લ્યે  કોઈ બીજી જાતિના લોકો પાસેથી  કશું ન લે  દેશીંગામાં   જે બ્રાહ્મણ હતા  એની પાસેથી પૈસા લઈને પછી ગોવિંદ ભાઈ લુહારના  ઘરે  પોતે જાતે રસોઈ બનાવે અને જમે  ભોજન સામગ્રી  ગોવિંદ ભાઈ લાવી આપે  .મારા સગાકાકા હરિકાકા  કોઈ બ્રહ્મચારી કે શુક્લ આવે એને ભેગો લઈને બ્રાહ્મણો પાસેથી પૈસા અપાવે  .  હરિકાકા  બહુ નિખાલસ દિલના  , આભડ છેટમાં  ખુબ માનનારા  અને બહુ વહેમી હતા  .મારા કાકા એટલે એમને હું મૂરખ તો નહિ કહું પણ બહુ ભોળા હતા , એમ કહીશ   . જયારે મારા જેઠા કાકા એ મારા બાપાના કાકાના દીકરા ભાઈ થાય  . એ બહુ ભારાડી માણસ  તે વહેમમાં જરાય ન માને મૂર્તિ પૂજામાં  પણ જરાય  નો માને   પણ એમનો ધંધો યજમાન  વૃતિનો એટલે યજમાનને  કેમ વધુ મૂરખ બનાવીને  પૈસા ક્ઢાવાય  એની આવડત વાળા ખરા  . કોઈને ભૂત વળગ્યું હોય ચુડેલ વળગી હોય એ કાઢી  મુકવાની પોતે વિદ્યા  જાણે છે  એવો દાવો કરે ખરા  .ગોવિંદભાઈને  જેઠા કાકા પ્રત્યે ઘણું માન  જેઠા કાકા  ગોવીદભાઈને  વહેમના ખાડામાં પડતા બચાવે  .
બ્રહ્મચારીએ  ગોવિંદ ભાઈને  એક વખત કીધું કે  તું મારી બહુ સેવા કરે છે એટલે  મારો વિચાર છે કે હું તુને સેવાના બદલામાં  માલામાલ કરી શકું એમ છું  , ગોવિંદ ભાઈને એવો વિચાર  ન આવે કે  તું મને  માલામાલ  કરવાની વાતો કરે છે  .  તો  તું પોતે કેમ  ભીખ માગતો ફરે છે  . તું જાતે માલામાલ  થઇ જાને ? ગોવીન્દ્ભાઈને  ઠગે (આવાને બ્રહ્મચારી કેવામાં  મારી શોભા નહિ )વાત કરીકે  હું તાંબા માંથી  સોનું બનાવી જાણું છું  .એક તોલાનું  સાચા  સોનાનું  મેળવણ નાખવાથી અને બીજી જડી બુટ્ટી  નાખવાથી  60 તોલા તાંબુ સોનું બની જાય છે  .  મારી પાસે જડીબુટ્ટી ખલાસ થઇ ગઈ છે એટલે  ગિરનારના  જંગલોમાં  જડી બુટ્ટી શોધવા જવું પડશે , એના માટે ખોદ કામ કરવા  મજુરને સાથે લઇ જવો પડે  વળી હું ગાડીમાં  બેસીને જાઉં  એના અને મજુરના ખર્ચ પેટે તું મને દસ રૂપિયા આપ  .એમ ગોવીન્દ્ભાઈને કહીને એમની પાસેથી દસ રૂપિયા  પડાવ્યા  . અને પોતે કાલે સાંજની ગાડીમાં આવી જશે  . એવું કહીને રવાના થયો  .એના ગયા પછી  . ગોવિંદભાઈ  જેઠા કાકાને મળ્યા  . અને તેમને  બધી વાત કરી   . જેઠા કાકા બોલ્યા  હું રાતે તારે ઘરે આવવાનો છું   .  અને પછી  ઠગની હું સોનું બનાવવાની  વિદ્યાને હું  એને   હું એક તોલા સોનામાંથી  500 તોલા સોનું બનાવવાની વિદ્યા શીખવી દઈશ  , એટલે તું એને મારા આગમનની વાત કરતો નહિ  . હું આવું ત્યારે ઠગને કહેજે કે આ કાકા બહુ ધાર્મિક માણસ છે અને સાધુ સંતની બહુ સેવા કરે એવા છે અને એની પાસે ઘણું સોનું છે  .  અને   તાંબાના વાસનો પણ પુષ્કળ છે  . એ બદ્ધાનું તમે એના માટે પણ સોનું કરી આપજો  . રાતે ઠગ આવ્યો  . અને ગોવિંદભાઇ ને કીધું  તારી ન્પાસે સોનું અને તાંબુ ત્યાર છેને ? ગોવિંદ ભાઈ કહે હા।  અને પછી થોડી વારે જેઠાકાકા  આવ્યા  . અને ઠગના પગમાં પડ્યા  . અને દંડવત પ્રણામ કર્યા  . ગોવિંદ ભાઈએ  જેઠાકાકાએ  શીખવ્યું હતું  . એવી  જેઠાકાકાની  ઓળખાણ  આપી  . પછી ઠગ  જપ કરવાનો ઢોંગ  કરતો  પલાંઠી  વાળીને બેઠો  . અને ત્યાં એક ભેંસને બાંધવાની સાંકળ  રીપેર કરાવવા આવી હતી  . તે લઈને  જેઠાકાકા  ઉભા થયા  .અને ભેર ભેર  બહુચર માતકી જય  બોલીને
ઠગને  મારી  ,ઠગ શું થયું એ વિચારે એ પહેલા  જેઠાકાકા એ બીજી ઠોકી  એટલે ઠગ ભોઈ  ભેગો થઇ ગયો  . કર્ગરિને હાથ જોડવા માંડ્યો  , અને જેઠાકાકાએ  માર માંથી  મુક્તિ આપી  .    પણ પોતે ઠગને ખુબ માર્યો  એની મહેનતના બદલામાં  ઠગ પાસે જે પૈસા હતા એ બધા પૈસા લઇ લીધા અને કાળી રાત્રે  પહેરેલે લુગડે કાઢી  મુક્યો   . બોલો  બહુચર માતકી જય

Advertisements

6 responses to “જેઠા કાકાએ ભેર ભેર બહુચર માતકી જય બોલાવી

 1. ગોદડિયો ચોરો… January 1, 2015 at 2:56 am

  આદરણીય વડીલ શ્રી આતાજી

  જેઠાકાકાએ ભેર ભેર બહુચરમાતાની બોલાવી પાખંડીને

  પાશેરનો કરી દીધો.

  વાહ આતાજી વાહ

  • aataawaani January 1, 2015 at 6:57 am

   પ્રિય ગોદડીયા ચોરાના અધિષ્ઠાતા
   તમારા જેવા વાર્તાકાર , કવિ ,ચિત્રકાર માણસને મારા જેવા વયો વૃદ્ધ માણસનું લખાણ ગમે એનાથી વિશેષ મારે બીજું શું જોઈએ ધન્યવાદ સાથે આભાર

 2. pragnaju January 1, 2015 at 7:43 am

  યાદ આવે
  મેં એક મૂર્તિ ઘડી
  એક વાર એ પર નખશિખ પથરાયેલી તિરાડે
  મારું ધ્યાન ખેચ્યું.
  હું મૂર્તિની વધારે નજીક ગયો.
  નજીકથી જોતાં
  અનેકાનેક છિદ્રો મને વિહ્વળ કરવા લાગ્યાં.
  એક વાર તો હું
  તિરાડ સોંસરવો આરપાર પણ જઈ આવ્યો.
  છતાંય
  એ અકબંધ હોવાનો મારો દાવો રહ્યો.
  કંઈ ક્યાંય સુધી,
  અરે એ કકડભૂસ થઈ ચૂક્યા પછી પણ
  મારા મસ્તિષ્કમાં, મારી ભૂજાઓમાં
  અને શિરાઓમાં વહેતા રક્તમાં
  એ મૂર્તિ
  હજીયે અકબંધ ઊભી છે.

  – મૂકેશ વૈદ્ય

  • aataawaani January 1, 2015 at 8:00 am

   પ્રિય પ્રજ્ઞા બેન
   મુકેશ વૈદ્યની વાત વાંચી
   ગામડામાં મેં એક ભાઈ પાસેથી સાંભળ્યું .
   ચેતન જડને જાચવા બેઠું કે તું મને કૈક દે ( પછી જડને વાચા ફૂટી ) તેં બેસાડ્યું હું બેઠું તારી એક ફૂટીકે બે
   આવે નાગપાંચમ નાગદેવ પૂજે ગારાના નાગલા બનાવેજી
   જીવતો નાગ જો નીકળે ઘરમાં તો બંધુક વાલાને તેડાવે જી

 3. pravinshastri January 1, 2015 at 6:51 pm

  આતાજી આપની વાતના દરેક ફકરા અને દરેક ફકરાની દરેક પંક્તિ એવો રસ જમાવે છે કે જાણે રહસ્ય કથા વાંચતા હોઈએ અને હવે શું થશે એ જાણવાનો તલસાટ વધે. ૨૦૧૫ના પ્રારંભ કાળે આપને સાદર વંદન.

  • aataawaani January 1, 2015 at 9:57 pm

   પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રી ભાઈ
   આપ જેવા સમર્થ લેખકને મારા જેવાની વાતો ગમે છે .એથી રૂડું મારા માટે બીજું શું હોઈ શકે >?.
   બહુજ ઉત્સાહ પ્રેરક કોમેન્ટ કહેવાય .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: