એકજ દે ચિનગારી સ્વ . હરિહર ભટ્ટ નાં સૌજન્યથી

આ કવિતા હું સ્વ  . હરિહર ભટ્ટના સૌજ્ન્યથી  લખું છું  .હરિહર ભટ્ટને હું ઘણી વખત મળેલો છું  .તેના બે દીકરા  સુબોધ ભટ્ટ અને સુધાકર ભટ્ટ  અને દીકરી  મધુ વ્યાસને પણ હું ઓળખું છું   .મધુના પતિ  જયંતીલાલ વ્યાસ મારા નાનાભાઈ પ્રભાશંકરના   મિત્ર છે  . તો હવે વાંચો “એકજ દે ચિનગારી  મહાનલ ”
રાગ ભૈરવી
એકજ દે ચિનગારી મહાનલ એકજ દે ચિનગારી
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખર્ચી જીંદગી સારી
જામગરીમાં   તણખો  ન પડયો  ન ફળી મેહનત મારી   …1 મહાનલ
ચાંદો સળગ્યો ,  સુરજ સળગ્યો ,સળગી આભ અટારી
ન સળગી એક સગડી મારી વાત વિપતની ભારી  …મહાનલ   2
ઠંડીમાં મુજ કાયા થથરે  ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ  હું અધિક ન માગું  માગું એક ચિનગારી   ..મહાનલ  એકજ દે ચિનગારી  3

Advertisements

10 responses to “એકજ દે ચિનગારી સ્વ . હરિહર ભટ્ટ નાં સૌજન્યથી

 1. vimala December 24, 2014 at 3:07 pm

  મનાન્ય આતાજી,
  પ્રણામ. આ મારી બહુ ગમતી કવિતા છે. નિશાળામાં પ્રાર્થના વખતે બહુ ગાતા.
  હજુ આજે ૬૮ ની ઉમરે આ પ્રાર્થના મનને બહુ શાંતિ આપે છે
  “વિશ્વાનલ હું અધિક ન માગું માગું એક ચિનગારી ..મહાનલ એકજ દે ચિનગારી “.

  • aataawaani December 24, 2014 at 3:57 pm

   પ્રિય વિમલા બેન
   આ કવિતા ગાંધી બાપુને પણ બહુ ગમતી એમની પ્રાર્થના પોથીમાં આ કવિતા છે .વિમલાબેન તમેતો મારા દીકરા કરતાં પણ નાની ઉમરનાં છો . તમને તો મારે દીકરી કેવાં જોઈએ . બેન કહેવાને બદલે . આતા ના શુભાશિશ

   • aataawaani December 24, 2014 at 4:51 pm

    પ્રિય વિનોદભાઈ
    મહાનલની એકજ ચિનગારી તો બસ થઇ પડે . જીવન પ્રકાશિત થઇ જાય .
    હરિહર ભટ્ટ ભાવનગરના એક મંદિર નાં રાતના વખતે ઓટલા ઉપર બેઠા હતા ત્યારે આ હૃદય સ્પર્શી કાવ્ય લખવાની સ્ફૂરણા થએલી .

 2. Vinod R. Patel December 24, 2014 at 4:41 pm

  મને પ્રિય ભૈરવી રાગનું સ્વ. હરિહર ભટ્ટ લિખિત આ સુંદર કાવ્ય મને પણ બહું ગમે છે.

  સૂર્ય જેવા મહાનલ ભગવાનના પ્રકાશની એક માત્ર ચિનગારી પણ જો મળી જાય તો ભયો ભયો.

  હાઈસ્કુલમાં હતો ત્યારે સ્કુલના વિદ્યાર્થીઓના હસ્ત લિખિત સામયિકનું નામ ચિનગારી રાખ્યું હતું

  અને હું એનો તંત્રી હતો એ યાદ આવે છે .

 3. રીતેશ મોકાસણા December 26, 2014 at 1:20 am

  શ્રધાંજલિ રૂપે આપે રજુ કરેલ કાવ્ય તો દિલમાં ધરબી જાય તેવું છે. પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે આને પ્રાર્થના રૂપે ગાતા. ત્યારે તો શબ્દોને સમજતા નહિ પણ લયને સમજીને ગાતા ખુબ આભાર આતા.

  • aataawaani December 26, 2014 at 6:48 am

   પ્રિય રીતેશ ભાઈ
   થોડા વખતમાં હું તમને એક ગજલ મોકલીશ , બહુ જૂની છે . કદાચ તમે સાંભળી પણ હશે . જે ઉર્દુ , અને હિન્દી , અક્ષરોમાં મેં લખી છે અને એનો અર્થ ગુજરાતીમાં લખ્યો છે .મને લાગે છે કે તમને વાંચવી ગમશે .

 4. nabhakashdeep January 24, 2015 at 6:09 pm

  આદરણીયશ્રી આતાજી

  સાદર જયયોગેશ્વર

  સૌના હૈયે મઢેલી આ પ્રાર્થના થકી કેટલીય પેઢીને શાતા મળી છે. આપતો વટવૃક્ષ જેવા બહોળા પરિવાર સાથે નેટ જગતે મીઠડો લ્હાવો દઈ રહ્યા છો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  • aataawaani January 24, 2015 at 6:49 pm

   प्रिय रमेशभाई
   આતાના જય યોગેશ્વર હું સ્વાધ્યાયમાં હમણાથી નથી જઈ શકતો મેં એક મારા મનના આંનંદ માટે સ્વાધ્યાયની કવિતા બનાવી છે . જોકે મને તમારા જેવી ગોવિંદ ભાઈ જેવી સરસ કવિતા બનાવતાં નો આવડે એટલે મારા કાવ્યને આપ જોડિયું કહેવાય .
   સ્વાધ્યાયનો પરિવાર આખા જગમાં ફેલાણો જો
   ગીતાનો સંદેશો હૈયે ધારીરે યોગેશ્વર પ્રભુની કૃપા એના માથે જો
   સ્વારથ વિણ સેવાનો બોધ ગીતામાંથી લીધો જો
   માનવીની માનવતા વિક્સાવીરે યોગેશ્વર પ્રભુની કૃપા એના માથે જો
   દુહો == સ્વાધ્યાય કેરા સંગથી પામર પડછંદ થયો
   ઉદાસીન અર્જુન પણ મેદાન મારી ગયો

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: