

હું જ્યારે પંજાબી ઉદાસી સંપ્રદાયના સાધુ પાસે ઉર્દુ ભાષા શીખ્યો ત્યારે આ ઉમરનો હતો .
આ દાઢી વાળા જુવાનને તમે ઓળખો છો ? એ છે “આતા ” બ્લોગના મહાસાગરમાં સેલારા મારનાર
આજે હું આપ બહેનો અને ભાઈઓ અને વડીલો ? નાના મારો વડીલ બ્લોગ વિશ્વમાં કદાચ કોઈ નહિ હોય . હું ઉર્દુ ભાષા વિષે અલ્પ માહિતી આપીશ .
શાયર દાગે કીધું છે કે
उर्दू है जिसका नाम हमीं जानते है “दाग” सारे जहाँ में धूम हमारी ज़ुबां की है
હું બીલખા શ્રી નથુરામ શર્માના આશ્રમમાં સંસ્કૃત ભણતો હતો ત્યારે અહી એક 6 ફીટ ઉંચો અને ત્રીસેક વરસની ઉમરનો એક પંજાબી ઉદાસી સંપ્રદાયનો સાધુ આવેલો .આશ્રમનો કાયદો હતો કે કોઈબી માણસ ત્રણ દિવસ સુધી વિના સંકોચે આશ્રમમાં રોકાઈ શકે છે . ઉદાસી સંપ્રદાય વિષે આ પ્રસંગે થોડુક હું કહું છું .
શીખના પહેલા ગુરુ નાનક હતા .તેને બે દીકરા હતા એક અંગદ દેવ જે શીખ લોકોના બીજા ગુરુ હતા .અને ગુરુ નાનકનો બીજો દીકરો હતો તેણે ઉદાસી સંપ્રદાય ચાલુ કરેલો . આ સંપ્રદાયના સાધુ ભગવાં , રાખોડી , સફેદ ગમે તેવાં કપડાં પહેરી શકે છે .
આશ્રમમાં ઉતરેલો સાધુ એક ઉર્દુ ચોપડી વાંચતો હતો . મેં એને કીધું તું ઉર્દુ ચોપડી કેમ વાંચે છે . ઉર્દુ ભાષાતો મુસલમાન ધર્મ વાળા લોકોની છે . તે જમાનામાં મારી માન્યતા એવી હતી કે ઉર્દુ ભાષા મુસલમાન લોકોની છે . સાધુએ મને સમજાવ્યો કે ઉર્દુ ભાષા તે કોઈ એક ધર્મની કે કોઈ એક જાતિની ભાષા નથી . લખનોવ બાજુ હૈદરાબાદ બાજુ અને પંજાબમાં બધાને નિશાળમાં પ્રથમથીજ ઉર્દુ ભાષા શીખવાડે છે . ઉર્દુ ભાષા માં . વધારે શબ્દો ફારસી અને અરબી ભાષાના છે . અને આ બેઉ ભાષા ઇસ્વીસનથી પણ પહેલાં લોકોમાં બોલાતી આવી છે .અને આ ભાષા બોલનારા તારા જેવા મૂર્તિ પૂજક અને અગ્નિ
પૂજક હતા .અને ઉર્દુમાં ભારત ની વૃજ , ભોજપુરી દિલ્હીની આજુ બાજુ બોલાતી ખડી ભાષા નાં પણ શબ્દો છે . અરે અપ ભ્રુંશ ઈંગ્લીશ શબ્દો પણ છે .
બાદશાહોની છાવણી જે ઠેકાણે પડે તે છાવણીની આજુ બાજુ બજાર ભરાય ત્યાં સ્થાનિક લોકો પોત પોતાની વસ્તુ વેચવા આવે અને લશ્કરના સિપાહીઓ વસ્તુ ખરીદે અને જે વસ્તુ એને જોઈતી હોય એ વસ્તુ ઉપર આંગળી ચીંધે અને પોતાની ભાષામાં વસ્તુનું નામ બોલે ,અને પરિણામ એ આવ્યું કે સ્થાનીક લોકો સિપાહીની ભાષા અમુક અંશે શીખી ગયા .આવી રીતે ભાષાનો શંભુ મેળો સર્જાણો . પછી તે વખતના વિદ્વાનોએ આવી ખીચડી ભાષાને વધુ વ્યવસ્થિત કરી ભાષાનું નવું રૂપ આપ્યું . અને આ ભાષાનું નામ શું આપવું .એ વિચાર આવ્યો . આવી ભાષા લશ્કરની બોલતિ હોવાથી આ ભાષાની નામ ઉર્દુ રાખવાનું નક્કી થયું .ઉર્દુ શબ્દ મૂળ તુર્કી ભાષાનો છે . અને છાવણીને કે આજુબાજુ ભરાતા બજારને પણ ઉર્દુ કહે છે .પછી આ નવી ભાષાનું નામ ઉર્દુ રાખવું એવું નક્કી થયું .હવે એને લીપી કઈ આપવી એની વિચારણા થઇ આ જમાનામાં ફારસી રાજભાષા હતી એટલે લીપી ફારસી આપવાનું નક્કી થયું . હવે કેટલાક શબ્દોના અક્ષરોનો ઉચ્ચ્યાર ફારસી કે અરબી ભાષામાં નથી એટલે એવા અક્ષરો ફારસી પ્રમાણે જમણેથી ડાબે લખાય એવી રીતે નવા ઉપજાવ્યા .અને બરાબર ગાડું ચાલ્યું . તે એટલું જોરથી ચાલ્યું કે ઉર્દુમાં ન સમજતા લોકોને પણ ગમવા માંડી .
મને નાનપણથીજ કૈક નવું કરી બતાવવાની બીજા કરતા મારામાં કૈક વિશેષતા હોય એવી બડાઈ કરવાની ટેવ ખરી . અને એક વાક્ય પ્રમાણે
ભણ્યા નહિ જો લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું જગતમાં કોઈ નો જાણે જનનીના જણ્યાથી શું .
સાધુએ મને ઉર્દુ શીખવવા માટે આશ્રમ નાં વ્યવસ્થાપક ત્રિભોવન બાપા પાસે એક મહિનો આશ્રમમાં પોતાને રહેવા દેવાની પરવાનગી માગી .ત્રિભોવન બાપાએ આશ્રમના બ્રહ્મચારી પ્રકાશજી બાપુ ને વાત કરી કે આ દેશીંગા બાંટવા ઉર્દુ શીખવા માગે છે .મારું નામ” દેશીંગા બાંટવા “એક અંગ્રેજે પાડેલું છે એની વાત થોડીક કહું છું પશ્ચિમ હિન્દ એજન્સીનો ગવર્નર જે અંગ્રેજ હતો એને બીલખા દરબાર એક વખત આશ્રમ જોવા તેડી લાવ્યા . ગુજરાતીમાં આવા ઓફિસરને પ્રાંત સાહેબ કહેતા ગોરા હિન્દી બરાબર જાણતા હોય કોઈ વિદ્યાર્થીનો મારે ઈન્ટરવ્યું લેવો છે માટે મારી પાસે કોઈ વિદ્યાર્થીને મોકલો પ્રાંત સાહેબ પાસે મોકલવા માટે નમ્ર ઉપર પસંદગી ઉતરી કેમકે હું અમારા ગામના દરબાર જેવી હિન્દી હું બોલી અને સમજી શકતો . પ્રાંત સાહેબે મારું નામ પૂછ્યું और मुझे पूछाकी तु म कोनसे गामका रनेवाला है मैंने कहा देशिंगा सब बोले देशिगा बांटवा ? मैंने कहा हां . बस उसी रोजसे मुझे आश्रम वाले “देशिंगा बांटवा ” नामसे पुकारने लगे
પ્રકાશજી બાપુ કહે બહુ સારું આપણો વિદ્યાર્થી એક નવી ભાષા શીખશે કઈ ખોટું નથી અને પછી મારા ઉદાસી (દુ :ખી )સાધુએ અલીફ બે પે તે ટે સે શીખવાડવા માંડ્યું અને એક મહિનામાં આ લીટા લીટા જેવી ભાષા લખતા અને વાંચતા શીખી ગયો ઉર્દુ લખાણ પધ્ધતિ જરા અઘરી હોય છે .ગુજરાતીની જેમ નહિ કે કક્કા બારાખડી લખતા આવડે એટલે તમે લખવા માંડી જાઓ એવું નથી . હું ઉર્દુ લખતા વાંચતા તો શીખી ગયો .પણ ભાષા સમજુ નહિ . અને એ પણ આર્મીમાં ગયા પછી થોડું શીખી વધારે ગયો અને પછી નોકરી કરવા માન્યો .એટલે અભ્યાસ ઓછો થઇ ગયો .અને અમેરિકા આવ્યા પછી મારા એક લંગોટિયા ભાઈબંધ સ્વ .નરભેરામ સદાવૃત્તીએ ઉર્દુ હિન્દી દિક્ષ્નેરિ મોકલી અને પછી હું ઘણા અર્થ સમજવા માંડ્યો અને પછીતો ગુજરાત સરકારે ઉર્દુ ગુજરાતી ડી ક્ષનેરિ ભાર પાડી અને પછી હું શેર શાયરી લખવા માંડી ગયો . ज़ाहिद कसम है तेरी मैं मय नही पिताहु , (मगर ) बादअकी बोतलोसे कभी शिर पि लेताहु ज़ाहिद = ऋषि जैसा मय = शराब बादा = शराब शिर = दूध
Like this:
Like Loading...
Related
આ જુવાન કોણ છે? તમે લખ્યું.”તું ગુરુજીએ કીધું દેખાડ દેખાડ હું પણ ઘણી જાતના તેલ બનાવું કાટી યા વરને સાંધો સાઢો દેખાડ્યો અને ગુરુજી પોતિયું ફગ ફગાવતા ભાગ્ય।” આ “સાંધો સાઢો” શું? – કનકભાઈ Visit my father Kalaguru Ravishankar Raval’s web site: http://ravishankarmraval.org/
From: આતાવાણી To: kanakr@yahoo.com Sent: Saturday, December 20, 2014 8:48 AM Subject: [New post] ઉર્દુ ભારતમાં મુસ્લિમ રાજ્યકર્તાઓના સમયમાં ઉત્પન્ન થએલી નવી ભાષા છે . #yiv1883645921 a:hover {color:red;}#yiv1883645921 a {text-decoration:none;color:#0088cc;}#yiv1883645921 a.yiv1883645921primaryactionlink:link, #yiv1883645921 a.yiv1883645921primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv1883645921 a.yiv1883645921primaryactionlink:hover, #yiv1883645921 a.yiv1883645921primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv1883645921 WordPress.com | aataawaani posted: “હું જ્યારે પંજાબી ઉદાસી સંપ્રદાયના સાધુ પાસે ઉર્દુ ભાષા શીખ્યો ત્યારે આ ઉમરનો હતો .આ દાઢી વાળા જુવાનને તમે ઓળખો છો ? એ છે “આતા ” બ્લોગના મહાસાગરમાં સેલારા મારનાર” | |
ઉર્દુ ભાષા એ ઇન્ડો-યુરોપિયન કુળનાં ઇન્ડો-ઇરાનિયન સમુહનાં પેટા સમુહ મધ્ય ઇન્ડો-આર્યન સમુહની ભાષા છે. ઉર્દુ ભારતની અધિકૃત ભાષાઓ માં સમાવિષ્ટ છે/શ્રી નરેન્દ્ર મોદીની વેબસાઈટ હવે ઉર્દુમાં લોન્ચ થવા જઈ રહી છે ત્યારે આપણા ગુજરાતી કવિઓની આ રચના માણો
કિતની હી તુર્શ બાત હો ,કૈસા ભી તલ્ખ વાકયા,
ઉંકી સમઝમેં આયેગા ગુલ કી મિસાલ સે.
અબ મૈં રાશનકી કતારોંમેં નજર આતા હું,
અપને ખેતોંસે બિછડનેકી સજા પાતા હું.
સિર્ફ મંઝીલ હી હમે અચ્છી લગી ઐસા નહીં
હમસફર અચ્છે મિલે તો રાસ્તે અચ્છે લગે.
મૈં સોચું હમ દોનોં મિલકર બાગ બનાયે આંગનમેં,
વો આંગન કે ટૂકડે કરને ફિરતા હૈ દિવાર લીયે.
માના કિ જિંદગી સે બહુત પ્યાર હૈ મગર,
કબ તક રખોગે કાંચ કા બરતન સંભાલ કે!
મૈં અપને ઘરકી યૂં તન્હાઈયાં સંવારુંગા,
તમામ આઇને દિવારસે ઉતારુંગા.
દૌલત બટી તો ભાઇયોંકા દિલભી બંટ ગયા,
જો પેડ મેરે હિસ્સેમેં આયા, વો ભી કટ ગયા.
……………………………………………………………………………………..
વલીને વતનની યાદ સતાવવા લાગી.અને
વતન પ્રેમમાં અને વિરહમાં એમને લખેલી
નીચેની ગઝલ,
ગુજરાતકે ફિરાક સે-વલી ગુજરાતી
ગુજરાત કે ફિરાકે સોં હૈ ખા઼ર-ખા઼ર દિલ
બેતાબ હૈ સૂનેમન આતિલબહાર દિલ
મરહમ નહીં હૈ ઇસકે જખમ઼કા જહાઁમને
શમ્શેરે-હિજ્ર સોં જો હુઆ હૈ ફિગા઼ર દિલ
અવ્વલ સોં થા જ઼ઈફ઼ યહ પાબસ્તા સોજ઼ મેં
જ્યોં બાત હૈ અગ્નિકે ઉપર બેકરાર દિલ
ઇસ સૈરકે નશે સોં અવલ તર દિમાગ થા
આખિરકુઁ ઇસ ફિરાક઼ મેં ખીંચા ખુમાર દિલ
મેરે સુનેમેં આકે ચમન દેખ ઇશ્ક કા
હૈ જોશે-ખું સોં તનમેં મેરે લાલાજાર દિલ
હાસિલ કિયા હૂઁ જગમેં સરાયા શિકસ્તગો
દેખા હૈ મુઝ શકીબે હોં સુબ્હેબહાર દિલ
હિજરત સોં દોસ્તાઁકે હુઆ જી મેરા ગુજર
ઇશ્રત કે પૈરહન કુઁ દિયા તાર-તાર દિલ
હર આશના કી યાદ કી ગર્મીસોં તનમને
હરદમમેં બેક઼રાર હૈ મિસ્લે-શરાર દિલ
સબ આશિક઼ાઁ હજૂર અછે પાક સુર્ખૂ
અપના અપસ લહૂસોં કિયા હૈ ફ઼િગાર દિલ
હાસિલ હુઆ હૈ મુજકૂઁ સમર મુજ શિકસ્ત સોં
પાયા હૈ ચાક-ચાક઼ હો શકલે-અનાર દિલ
અફસોસ હૈ તમામ કિ આખિરકુઁ દોસ્તાઁ
ઇસ મૈક઼દે સોં ઉસકે ચલા સુધ બિસાર દિલ
લેકિન હજાર શુક્ર વલી હક઼કે ફૈજ઼ સોં
ફિર ઉસકે દેખનેકા હૈ ઉમ્મેદવાર દિલ
તુઝ લબ કા: વલી મોહમ્મદ ‘વલી‘ ગુજરાતી
રૂહ બખ઼્શી હૈ કામ તુઝ લબ કા
દમ- એ ઈસા હૈ નામ તુઝ લબ કા
હુસ્ન કે ખ઼િજ઼્ર ને કિયા લબરેજ઼
આબ એ હૈવાઁ સૂઁ જામ તુઝ લબ કા
મન્તક઼ ઓ હિકમત ઓ મઆની પર
મુશ્તમલ હૈ કલામ તુઝ લબ કા
રગ઼ એ યાક઼ૂત કે ક઼લમ સે લિખેં
ખ઼ત પરસ્તાઁ પયામ તુઝ લબ કા
સબ્જ઼ા ઓ બર્ગ ઓ લાલા રખતે હૈં
શૌક઼ દિલ મેં દવામ તુઝ લબ કા
ગ઼ર્ક઼ એ શક્કર હુએ હૈં કામ ઓ જ઼બાન
જબ લિયા હૂઁ મૈં નામ તુઝ લબ કા
દિલરુબાકી અદા-વલી ગુજરાતી
દિલ કો લગતી હૈ દિલરુબા કી અદા
જી મેં બસતી હૈ ખુશ-અદા કી અદા
ગર્ચે સબ ખ઼ૂબરૂ હૈં ખ઼ૂબ વલે
ક઼ત્લ કરતી હૈ મીરજ઼ા કી અદા
હર્ફ઼-એ-બેજા બજા હૈ ગર બોલૂઁ
દુશ્મન-એ-હોશ હૈ પિયા કી અદા
નક઼્શ-એ-દીવાર ક્યૂઁ ન હો આશિક઼
હૈરત-અફ઼જ઼ા હૈ બેવફ઼ા કી અદા
ગુલ હુયે ગ઼ર્ક આબ-એ-શબનમ મેં
દેખ ઉસ સાહિબ-એ-હયા કી અદા
ઐ “વલી” દર્દ-એ-સર કી દારૂ હૈ
મુઝકો ઉસ સંદલી ક઼બા કી અદા
………………………………………………..
આ શેર પુરો કરશો
“आधा जला डालो आधा गाड दो..
બાકી અમારું કામ તો આટલામા થઇ જાય છે
English/TransliterationUrduHello – [Assalam-o-Alekum] اسلام و علیکمGoodbye – [Khuda-hafiz] خداحافظPlease – [Bara-e-Meherbani] برائے مہربانیThank you – [Shukria] شکریہYou’re welcome – [Nawazish] نوازشYes – [Jee haan] جی ہاںNo – [Jee nahin] جی نہیںHow are you? – [Aap kaiseh hain?] آپ کیسے ہیں؟I’m fine, thank you – [Mayen theek hun, shukria!] میں ٹھیک ٹھاک ہوں، شکریہI’m not well – [May di tabia theek nahin hain] میری طبعیت ٹھیک نہیں ہےDo you speak English? (Male speaker) – [Kiya aap angrezi boltay haen] کیا آپ انگریزی بولتے ہیں؟Do you speak English? (Female speaker) – [Kiya aap angrezi boulti haen] کیا آپ انگریزی بولتی ہیں؟Pleased to meet you – [Aap say milkar khushi hoee] آپ سے مل کر خوشی ہوئیI need help, please – [Mujhay aap kee madad kee zarurat hay] مجھے آپ کی مدد کی ضرورت ہےI’m sorry – [Maaf kee jeeye ga] معاف کیجیے گاMy name is … – [Mera naam… hay] میرا نام ….. ہےI don’t speak Urdu (male speaker) – [Mayen Urdu naheen boulta] میں اردو نہیں بولتاI don’t speak Urdu (female speaker) – [Mayen Urdu naheen boulti] میں اردو نہیں بولتیI don’t understand – [Mujhay samaj naheen aaee] مجھے سمجھ نہیں آئیSee you later – [Phir milaiyin ge!] پھر ملیں گےGreat! – [Zabardast!] زبردست