આ પંચતંત્રની વાર્તા હોય એવું લાગે છે . વાર્તા એવી છે કે એક કુવામાં એક મોટો પ્રિય દર્શનનામનો નાગ , એક ગંગદત નામનો દેડકાનો રાજા આ કુવામાં ઘણા દેડકાં હતાં ,અને એક ભદ્રા નામની ચંદન ઘો રહતી હતી . બધાં સંપીને મિત્રવત રહતાં હતાં . નાગનો ખોરાક દેડકાં એટલે નાગ દરરોજ અકેકું દેડકું ખાઈને પોતાની ભૂખ સંતોષતો હતો . ગંગદત્ત આ નાગ પોતાની વસ્તીને ખાઈ જતો હતો .એથી ઘણો નારાજ હતો . પણ એ લાચાર હતો . કેમકે તે તેની વસ્તીને લઈને કુવા બહાર નીકળી શકે એમ નોતો . પ્રિયદર્શન દરરોજ અકેક દેડકું ખાઈ જતો હતો , અને એક દિવસ એવો આવ્યો કે કુવાના બધાંજ દેડકા ખલાસ થઇ ગયા . નાગને ભૂખ સતાચ્તી હતી ભૂખ થી એ ઘણો નિર્બળ થઇ ગયો હતો .એવું કહેવાય છે કે છ્પનીયા દુષ્કાળમાં લોકોએ પોતાના બાળકોને ખાઈ જઈને પોતાની ભૂખ સંતોષી હતી .એવા દાખલાઓ મળી આવે છે .
विभुक्षिताम् किम न करोति पापं ભૂખને કારણે નાગ નબળો પણ ખુબ થઇ ગયો હતો .અને નિર્બળના હ્રદયમાં દયાનો છાંટો હોતો નથી क्षीणा : जना: निष्करुणा भवन्ति એક દિ નાગે બહુ વિવેકથી એના મિત્ર અને દેડકાંના રાજા ગંગદત ને કીધું કે મિત્ર આજે તુને મિત્ર તરીકેની ફરજ બજાવવાનો સમય આવી ગયો છે . આજે હું ખુબ ભૂખ્યો માટે તુને ખાઈ જવાનો વિચાર છે . પ્રિયદર્શનની વાત સાંભળી ગંગદત્ત થથરી ગયો . કેટલીક વખત સંકટ સમયે પરમેશ્વર અદૃશ્ય રીતે મદદ કરતા હોય છે .ગંગ્દત્ત ચતુર અને બુદ્ધિ શાળી હતો તે ગભરાયા સિવાય બહુ ધીરજ થી નાગને કીધું તું મને ખાઈને તારી ભૂખ સંતોશીશ એ મારા માટે હું અહોભાગ્ય સમજીશ , પણ આજે તું મને ખાઈ જઈશ , પછી કાલે તું શું કરીશ નાગ બોલ્યો . મિત્ર એનો ઉપાય મને તુંજ બતાવ એટલે ગન્ગદત્ત બોલ્યો અહીંથી થોડે દુર સરોવર છે એમાં ઘણાં દેડ્કાઓ વસે છે એપણ મારી પ્રજા છે . એને હું અહી કુવામાં વસવા માટે બોલાવી લાવું .પછી તું એમાંથી અકેક દેડકું દરરોજ તું ખાધા કરજે અને તારી ભૂખ તૃપ્ત કરતો રહેજે પણ સવાલ એ છે કે મારે ત્યાં જવું કેવી રીતે ? જો મને ભદ્રા ત્યાં લઇ જાય તો હું ત્યાં જઈ શકું . નાગે ભદ્રાને બોલાવીને કીધું બેન ભદ્રા આ ગંગ્દ્ત્તને તું તારી પીઠ ઉપર ચડાવીને કુવા બહાર કાઢીને તેને તળાવ સુધી લઈજા તો તારો ઉપકાર હું જિંદગી ભર નહિ ભૂલું . ભદ્રા કબુલ થઇ અને ગંગદાત્તને પોતાની પીઠ ઉપર બેસાડી કુવા બહાર કાઢીને સરોવર સુધી લઇ ગઈ , જેવી સરોવર નજીક ભદ્રા ગઈ એટલે ગંગદત્ત ભદ્રા નિ પીઠ ઉપરથી કુદીને સરોવરમાં જતો રહ્યો ,અને સરોવર વચ્ચેથી બોલ્યો . त्वं गच्छ भद्रे प्रिय दर्शनाय न गैंगदत्त पुनरपि कूपम् ગંગદત્તે ભદ્રા ને કીધું હવે હું કુવામાં ફરીથી આવવાનો નથી હવે તું પ્રિય દર્શનને મારા રામ રામ કહેજે . ભદ્રા કુવામાં પહોંચી અને નાગને માથા સમાચાર આપ્યા કે ગંગદત્ત હવે પાછો આ કુવામાં આવવાનો નથી . હવે કનક ભાઈ રાવળ ની ભાષામાં કહુતો હવે આતાના ભીમના તોડા શરુ થાય છે .
ભદ્રાની વાત સાંભળી નાગ ફૂંફાડા મારવા માંડ્યો એને ગંગદત્ત ઉપર ગુસ્સો ચડ્યો . અને મનોમન બોલ્યો કે હવે હું ગંગ દત્તને ખાઈ જઈશ . નાગે ભદ્રાને કીધું બેન મને તું હવે મને જે સરોવરમાં ગંગદત્ત ગયો છે .ત્યાં લઈજા . ભદ્રાએ નાગને પોતાની પીઠ ઉપર બેસાડ્યો .અને ગંગદત્ત જે સરોવરમાં ગયો હતો ત્યાં લઇ ગઈ , આ બાજુ ગંગદત્ત સાવધાન હતો તેને ખબર હતી કે પ્રિયદર્શન વેર લેવા આવશે ખરો . એટલે તેણે પોતાની પ્રજા દેડકાંઓને કહી રાખેલું કે નાગ સરોવર માં દાખલ થાય એટલે એના પર આપણે ગભરાયા વગર હુમલો કરવાનો ચ્ચે એ બહુ કમજોર છે .એટલે એ કશું કરી શકે એમ નથી , જો આપણે ડરીને ભાગી જઈશું તોતે આપણ ને પકડી પકડીને ખાઈ જશે અને આ સરોવરમાં પોતાનો અડ્ડો જમાવશે પણ જો આપને એક સંપ કરી એના ઉપર હુમલો કરી મારી નાખશું તો આપણે એને મહિનાઓ સુધી ખાધા કરીશું નાગ જેવો સરોવરમાં દાખલ થયો કે ગંગ દત્ત જોરથી બોલ્યો આક્રમણ અને બધાં દેડકાં નાગ ઉપર તૂટી પડ્યાં અને નાગને મારી નાખ્યો .
Like this:
Like Loading...
Related
આતાજી જ્ઞાનદાયક સરસ વાર્તા…જાણે અમ નાનેરાંઓ માટે દાદાજીની બોધકથા. મજા આવી.
પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રી ભાઈ
તમને મારી વાર્તા જ્ઞાન દાયક બોધ દાયક દાદા પાસેથી સાંભળતા હો એવું લાગ્યું એથી મને ઘણી ખુશી થઇ .
સરસ વાર્તા
યાદ આવે વાત. નર્મદા નદીને કિનારે એક લીલો દેડકો રહેતો હતો. તે સ્વભાવમાં ખૂબ શાંત સાધુ જેવો હતો. આથી નદીના બધા જીવજંતુ તેનુ માન રાખતા હતા. તેઓ પોતાનો અંદરો-અંદરનો ઝઘડાનો નિર્ણય પણ તેની પાસે જ કરાવતા. જ્યારે નદીમાં પાણી વધી રહ્યુ હતુ ત્યારે ક્યાંકથી એક સાંપ પણ ત્યાં આવી ગયો. નદીમાં આટલી બધી માછલીઓ જોઈને તે ત્યાં જ રહેવા માંડ્યો અને લાગ જોઈને માછલીઓને ખાવા માંડ્યો.
માછલીઓનો પરીવાર નદીમાં ફેલાયેલો રહેતો હતો., આથી બહુ દિવસ સુધી તો એમને પોતાના દોસ્તોના વિનાશની જાણ જ ન થઈ. ધીરે-ધીરે જ્યારે બહુ બધી માછલીઓ ગાયબ થઈ ગઈ ત્યારે નાની માછલીઓને લાગ્યુ કે જરૂર મોટી માછલીઓ નાની માછલીઓને ખાઈ જાય છે. આમ, માછલીઓમાં ઈર્ષા અને બીકની ભાવના વધવા લાગી. તે નદીમાં ભયને કારણે એકબીજાથી દૂર રહેવા માંડી.
સાંપ માટે તો આ પરિસ્થિતિ વધુ ફાયદાકારક રહી અને તે વધુ ઝડપથી માછલીઓને ખાવા માંડ્યો, હવે માછલીઓની ચિંતા વધવા માંડી. આ સમસ્યાનો હલ શોધવા નાની અને મોટી માછલીઓ લીલા દેડકાં પાસે ગઈ.
દેડકાંએ બંને પક્ષોની વાત સાંભળી અને કહ્યુ – ‘ જો તમે બંને નિર્દોષ છો તો એકબીજાથી દૂર કેમ ભાગો છો ? એક સાથે રહો અને સાથે મળીને ખોરાકની શોધમાં નીકળો. જે મળે તે વહેંચીને ખાવ. આવુ કરવાથી જે દોષી હશે તે પોતાનો દોષ છોડી દેશે અને જો તેને આવુ કર્યુ તો બધા તેને ઓળખી જશે.
માછલીઓએ દેડકાની વાત માની લીધી. બીજા દિવસે તેઓ ચારાની શોધમાં એકસાથે નીકળી. તેથી સાઁપને તે દિવસે ભૂખે રહેવું પડ્યુ. સાંપ પણ ઓછો નહોતો. તેને પાછળથી હુમલો કરી બે માછલીઓને પકડી લીધી. પણ બીજી માછલીઓએ તેને જોઈ લીધો. સાંપના બીકથી બધી માછલીઓ ભાગવા માંડી. કદી તે ઉપર આવતી તો કદી એકદમ નીચે ડુબકી લગાવતી.
હવે તેમને પોતાના શત્રુની જાણ થઈ ગઈ હતી. તેમને પોતાના બચાવની તૈયારી શરૂ કરી દીધી. થોડીક મોટી માછલીઓ દૂર રહીને ચોકીદારી કરતી. સાંપ પણ હવે ચિડાઈને તેમની પર હુમલો બોલાવતો પણ બહુ ઓછી માછલીઓ તેના પકડમાં આવતી. એક દિવસે મછીયારાએ પાણીમાં માછલી પકડવા જાળ બીછાવી. બહુ બધી માછલીઓ તેમાં સપડાઈ ગઈ.
સાંપ પણ માછલીઓની પાછળ પાછળ આવી રહ્યો હતો તેથી તે પણ જાળમાં ફસાઈ ગયો. સાપે એક માછલીના બચ્ચાને પોતાના મોઢામાં પકડી લીધુ આ જોઈને તે બચ્ચાંની માં એ તેને સાંપને પૂછડી પર બચકું ભર્યુ. સાંપને પીડાના કારણે પાછળ ખસવા ગયો તો તેના મોઢામાંથી માછલી નીકળી ગઈ. નાની માછલીએ જ્યારે જોયુ કે સાંપ તેની મમ્મીને મારવા જઈ રહ્યો છે તો તેને પણ સાંપને બચકુ ભર્યુ. ફરી સાંપ નાની માછલી તરફ ફર્યો તો તેની મમ્મીએ તેને બચકુ ભર્યુ.
બીજી માછલીઓએ જ્યારે આ જોયુ તો તેમનુ સાહસ વધી ગયુ અને તે પણ સાંપ પર તુટી પડી. સાંપ તો લોહીલુહાણ થઈ ગયો આથી તેને ત્યાંથી ભાગવામાં જ સમજદારી સમજી, પણ સામે જાળ બિછાવેલી હતી.
તેણે ઝડપથી એક જગ્યાએથી જાળને કાપવાનું શરુ કર્યુ અને તેમાં એક મોટુ કાણું પાડીને ત્યાંથી ભાગવા માંડ્યો. માછલીઓ પણ તેનો પીછો કરવા માછલીઓને માંડી. ઘાયલ સાંપ દેડકા પાસે ગયો. અને બોલ્યો ‘ ન્યાય કરો, આ સાચુ છે કે હુ આ માછલીઓને ખાતો રહ્યો છુ, પણ આજે મેં જાળ કાપીને આ લોકોનો જીવ બચાવ્યો છે.
દેડકાએ થોડીવાર વિચાર્યુ પછી બોલ્યો – ‘ જાળ તો તે તારો જીવ બચાવવા કાપી છે. જેની સાથે-સાથે માછલીઓની પણ રક્ષા થઈ ગઈ. જો માછલીઓ તને પોતાનો શુભચિંતક માનીને તારા પર વિશ્વાસ કરે તો તેમને તુ ફરી ખાવાનું શરુ કરી દઈશ. આજે માછલીઓને પોતાની એકતાની શક્તિનું ભાન થયુ છે. હુ તારો પક્ષ નહી ખેંચુ. તારે આ સ્થાન છોડીને જવું પડશે. સાંપ ત્યાંથી જતો રહ્યો અને બધી માછલીઓ પ્રેમપૂર્વક રહેવા માંડી.
પ્રિય પ્રજ્ઞા બેન
તમારા સાહિત્ય ખજાનામાંથી aaje બહુ sampna mahatv vaali vaat vaanchva mali