
મેં જયારે બી. કુમારના બંગલામાંથી સર્પ પકડયો , અને પછી અમદાવાદના બધાજ છાપાના રીપોર્ટરે મને છાપે ચડાવ્યો ,આ સમાચાર મુંબઈ જન્મ ભૂમિમાં પણ પ્રસિદ્ધ થએલા . આ સમાચારે મને બહુ પ્રસિદ્ધી આપી . પછી મને કોઈને ત્યાં સાપ પકડ્યો હોય તો મને બોલાવવા લાગ્યા , અને હું પણ બધાને નવાઈ લાગે એ રીતે સાપ મારા ખુલ્લા હાથ વતી ગમે ત્યાંથી પકડી લઉં માથાથી માંડી પૂંછડી સુધીના સાપના શરીરના કોઈ પણ ભાગથી સાપને આસાનીથી પકડી લઉં લોકોને એમ કે હું જબરદસ્ત વિદ્યા જાણું છું . એટલે લોકો મારી પાસે ગમેતે પ્રકારના દુ :ખ દુર કરાવવા આવવા લાગ્યા .એક રાજસ્થાનના સોજત -ખારચી બાજુના ડુંગરાળ પ્રદેશમાં રહેવાવાળા લોકોનો એક પોલીસ આર્મ પોલીસ તરીકે નોકરી કરે .અને પોલીસ હેડ ક્વાટર્સમાં રહે , એની સ્ત્રીને એવો વહેમ પડી ગયો કે મારા ઉપર કોઈ દુશ્મને મેલી વિદ્યાથી મને દુ:ખી દુ: ખી કરી મૂકી છે . પોતાને ખાવું ભાવે નહિ , ખુબ નબળાય અનુભવે અને પોતાને કોઈ સોયો ભોંકતું હોય એવો અનુભવ કરે ,એ બાઈનો ધણી મારી પાસે આવ્યો . અને મારી આગળ ગળ ગળો થઈને વાત કરી કે ગુરુ મારી પત્નીનું તમે દુ :ખ દુર કરો . મેં એની બધી વાત ધ્યાનથી સાંભળી અને પછી મેં કીધું હું બે દિવસ પછી તારે ઘરે આવીશ , અને તારી પત્નીની મેલી વિદ્યા દુર કરી દઈશ .અને મેં તેને કીધું કે તું મહાકાલી માતાના પ્રસાદ માટે સવા બશેર ખારેક લાવી રાખજે .અને મેં પણ સુરેશ જાની જેવા કાળી માના કોઈ ઉપાસક પાસેથી સોરી સુરેશ જાની જેવો નહિ કોઈક બીજા જેવો કેમકે સુરેશ જાની માંસાહારી નથી .મહાકાલીમાનો એવો બિહામણો ફોટો મળી ગયો કે ફોટો જોતાની સાથે વહેમીલા લોકો થથરી જાય . જમીન ઉપર મહાદેવ ચત્તા પડ્યા હોય અને ઉપર ખોપરીની માળા પહેરેલાં અને લાંબી જીભ કાઢેલાં એક હાથમાં રાક્ષસનું લોહી ટપકતું માથું હોય એવા દેખાવના કાલીમા મહાદેવ ઉપર ઉભાં હોય . એવો ફોટો મને મળી ગયો .
મેં પણ મારા કપાળમાં મોટો લાલ ચાંદલો કરેલો લાલ રંગનું ખમીસ (શર્ટ) પહેરેલું સમયસર એને ઘરે પહોંચ્યો . મને જોતાની સાથે એ દુખિયારી બેનની અર્ધી મેલી વિદ્યા જતી રહી .
લાલ ચોરસ કપડાને પાટલા ઉપર પાથરી તેના ઉપર કાલીમાનો ફોટો મુક્યો આગળ દીવો પ્રગટાવ્યો .અને ધૂપ ધુમાડો કર્યો .અને પછી હું મારા આસન ઉપર બેસી
અરીઠાંની બનાવેલી માળા ફેરવીને જાપ કરવા બેસી ગયો . થોડીવાર જાપ જપ્યા પછી મેં ઘર ધણીને સ્વચ્છ તાંબડીમાં ખારેક ભરીને માતાજી પાસે મુકવાનું કીધું .અને એ તાંબડી નીચે હથેળી રાખી ઉપર બીજી હથેળી ઢાંકી તેની પત્નીના માથા ઉપર ફેરવવાનું કીધું . એ એની પત્નીના માથા ઉપર ખારેક ભરેલી તાંબડી ફેરવવા જતો હતો એટલે મેં તેને મારા હાથની હથેળી ઉપર મુકવાનું કીધું .એણે મારા હાથમાં તાંબડી મૂકી મેં એના ઉપર મારા હાથની બીજી હથેળી મૂકી અને તેના હાથમાં આપી અને કીધું કે આવીરીતે તું હથેળી ઢાંકી તારી પત્ની ઉપર ફેરવ પત્ની ઉપર ફેરવ્યા પછી મેં તેને કીધુકે હવે તું માતાજી આગળ ખરેકો ઠાલવી દે એણે માતાજી આગળ ખરેકો થવી એટલે મેં તેને મારી પાસેનો ત્રિશુલ નાં ચિત્ર વાળો છરો આપ્યો , આ વખતે મારા જાપ તો ચાલુજ હતા .છરો આપ્યા પછી મેં તેને કીધું કે આ છરાથી ખારેકના ઢગલાના બે ભાગ કર . આ બધી સુચના હું થોડે દુર રહીને આપ્યે જતો હતો .પણ મારું ધ્યાન એના ઉપર હતું . ભાગ પાડ્યા પછી અર્ધો ભાગ માતાજીના પ્રસાદ તરીકે જુદો મુકાવ્યો .અને બાકી રહેલા ભાગના ફરીથી બે ભાગ કરાવ્યા અને અર્ધો ભાગ માતાજીના પ્રસાદ તરીકે જુદો કઢાવ્યો .બાકી બચેલા ભાગમાંથી એક ખારેક માતાજીને બતાવવાનું કીધું . અને એ ખારેક પ્રસાદ તરીકે જુદી મુકાવી એમ ખારેક લઇ લઈને હું જુદી મુકાવતો ગયો અને મારી ધારેલી ખારેક એના હાથમાં આવી ત્યારે મેં તેને કીધું કે આ ખારેક તું તારી મુઠ્ઠીમાં પકડી રાખ અને બાકીની ખારેક પ્રસાદની ખારેક ભેગી કરી દે અને જે તારા હાથમાં ખારેક છે એ ખારેક તું કાલીમા મેલી વિદ્યા જ્લાકે ભસ્મ કરદો એમ બોલતો બોલતો તારી પત્નીના આખા શરીરે ફેરવ અને પછી છરા વતી એ ખારેકના બે ફાડિયા કર મારા જાપ્તો ચાલુજ હતા .એણે બે ફાડીયાં કર્યાં અને જોયું તો ઠળીયો અદૃશ્ય અને એના બદલે બે સોયો નીકળી . એની વહુએ સોયો જોઈ અને એનું મેલી વિદ્યાનું દુ :ખ દુર થઇ ગયું અને શરીરની અશક્તિ પણ દુર થઇ ગઈ . તમને કોઈને ચુડેલ વળગી હોય કે કોઈ મેલી વિદ્યાની અસર હોય તો તાબડતોબ બાબા ધતિંગ સમ્રાટ આતા નો સંપર્ક સાધો તમારી ઘરવાળી તમને વેલણથી મારતી હોય તો પણ વિના સંકોચે બાબાનો સંપર્ક સાધો .
કાળા ચશ્મા વાળી એ એટલા માટે ચશ્માં પહેર્યા છે કે આતાને મારી નજર નો લાગે . અને મારા પડખામાં ઘુસેલી છે , તે આતાને કોઈની કાતિલ નજર લાગી ગઈ હોય તો તે નજર દુર કરવા વાળી છે .
Like this:
Like Loading...
Related
આતા,
તમારા ધતિંગ તો બૌ ગમ્યા; પણ મેં આપેલું બિરૂદ
આટલા હરખથી સ્વીકારી જાહેરમાં મુક્યું – એના પરથી તંમારા માટે માન હજાર ગણું વધી ગયું.
જુગ જુગ જીવો અને ધતિંગ સમ્રાટ બની બધા ધતિંગો આમ તોડતા રહો.
તમે કલ્પના કરો આવું ધતિંગ કરીને હું आँखके अंधे और गांठके पुरे પાસેથી કેટલા પૈસા પડાવી શક્યો હોત ?પણ માનસિક રીતેજ મને આવા મૂરખા લોકોને વધુ મૂરખ બનાવીને મને પૈસાદાર થવું ગમતું નોતું .
તમે નહિ માનો પણ મારી પાસે સર્પ વીંછીની વિદ્યા શીખવા આવનારા મોટા મહંતો ભુવા અને ભુઈ આવેલા છે . હું ફ્લોરીડામાં એક મિત્ર પટેલની મોટેલમાં 16 દિવસ રોકાએલો ત્યાં મને એક તરુણીએ મંત્ર તંત્ર શીખવા પોતાની કાયા અર્પણ કરવા સુધીની તૈયારી કરેલી .એક મેક્ષિક્ન વૈશ્યાએ મને કીધેલું કે કોઈ વખત મને તું મળજે મારે ઘરે રાત રોકાજે તુને હું એક પૈસાનો ખર્ચ નહી કરવા દઉં પણ તમારા જેવા મિત્રો પાસે માન અને હૃદયમાં સ્થાન પામેલો આતા આવા વૈશ્યાના સન્માન ને ઠુકરાવી દ્યે .