જોશી ભુવા બાપુએ નાળીયેર માંથી માતાજીની ચુંદડી કાઢી

બીલખા આશ્રમમાં મારી સાથે સંસ્કૃત ભણનારો  એક  મૂળશંકર  કરીને વિદ્યાર્થી હતો  .તે એવી વાત કરતો હોય કે ભણી લીધા હું  શાસ્ત્રીઓ પહેરે છે એવી ચકરી પાઘડી  પહેરીશ  .  મૂળશંકરની  ચાલવાની  ઢબ વિશિષ્ટ  પ્રકારની હતી  .  એ ચાલે ત્યારે એનું અંગ જરાય ઊંચું નીચું નો થાય  સાઈકલ  ઉપર જતો હોય એવો લાગે  .
આ વાતને વર્ષો  વિત્યાં હું અમદાવાદમાં  પોલીસ તરીકે નોકરી કરવા  માંડ્યો અને મૂળશંકર યજમાન વૃત્તિ  કરવા  મંડ્યો  . મૂળશંકર  એક વખત  અમદાવાદ  ઘીકાંટા  રોડ ઉપર   એક દુકાન આગળ  ઉભો ઉભો કોઈ સાથે  વાતો કરી રહ્યો હતો  . વાતો પૂરી થયા પછી એ ચાલવા માંડ્યો  . હું  આ વખતે  મૂળશંકરથી  ઘણે દુર  એની પાછળ  ચાલતો આવતો હતો  . આ વખતે  હું  કોઈના લગ્નમાં ગએલો હોવાથી મેં  સ્યુટ   પહેરેલ હતો  . મેં ચાલ  અને ચકરી પાઘડી  ઉપરથી  મૂળશંકરને   ઓળખી  કાઢ્યો  . એટલે હું  થોડું વધારે ચાલીને   મૂળશંકરથી  આગળ નીકળી ગયો અને.   પછી એની સામે મળ્યો અને એના પગ પકડી  બે હાથ જોડી  માથું નમાવી  મેં  મૂળશંકરને   પ્રણામ કર્યા  .
મૂળશંકરને   એમ થયું હશે કે  આ બહુ સારો બકરો  મારી જાળમાં ફસાવા  આવ્યો લાગે છે  .
મૂળશંકર   મારા માટે આશીર્વચન બોલ્યો  .”કલ્યાણ થાઓ “અને પછી હું વાંકો વળેલો  હતો  .એટલે મને ઉભો કરીને બોલ્યો  . તમે  બહુ માનસિક રીતે  દુ:ખી લાગો છો  . મેં કીધું હા મહારાજ  મારા ઉપર દુ :ખ નો  આભ તૂટી  પડ્યો છે  . પછી મને  રોડની બાજુએ લઈને  મૂળશંકર  ઉવાચ  મારી પાસે  સંકટ મોચન હનુમાનના  સિદ્ધ કરેલા મંત્રો  છે  . એનો હું તમને જાપ કરી આપીશ  , એટલે તમારી મુશ્કેલીઓનો  અંત આવી જશે  . મને તમારે ફક્ત  300 રૂપિયા  રોકડા   આપવા પડશે  . આવા જાપ જપવાનો મારો  ચાર્જ 500  રૂપિયા છે  . પણ હું  તમારી પાસેથી  ફક્ત  300 રૂપિયા   લઈશ  ,  અને પાછા મૂળશંકર શાસ્ત્રી  બોલ્યા   , તમને તમારી વાઈફ તરફથી પણ અ સંતોષ  છે  ખરું ? મેં કીધું હા એ મને  રોટલી વણવાના  વેલણ થી મારે છે    . એ તમારાથી બહુ નાની ઉમરના છે ? હા શાસ્ત્રીજી  એ નાની ઉમરની  અને બહુ રૂપાળી છે  .  શાસ્ત્રી કહે તોતો જાતે  મારે  કાળી ઉનનો દોરો મંત્રીને  બાંધવા આવવું  પડશે  . મેં કીધું  તો એ તમને ધોકેથી મારવા મંડી  પડશે  . એક વખત એવું બન્યું કે  એક હસ્ત રેખા  જોવા વાળો આવ્યો  . એ કહે લાવો તમારો હાથ જોઈ દઉં મારી પત્ની કહે ઉભા રહો  હું હાથ ધોઈને અબ ઘડી આવું છું   .એમ કહી એ કપડાં ધોવાનો ધોકો લઇ આવી  અને  બચાડા  હસ્ત રેખાવાલાના હાથ ભાંગી નાખ્યા   . એટલું ઓછું હોય એમ   મને હુકુમ કર્યો  ,  મને મદદ કરો  ,  મેં કીધું  શું મદદ કરું  , એ બોલી  આને મારવા લાગો  ,  અને મારે એનું કહ્યું માનીને  હ્હાસ્ત રેખા વાલાને  લમ્ધારવો  પડ્યો   .  પછી શાસ્સ્ત્રી  બોલ્યા  હું તમને અળદના   મંત્રેલા  દાણા  આપું છું  .એ તમે  સુતી વખતે એની પથારીમાં નાખજો  એટલે એ સવારેજ  સીધી દોર થઇ જશે આ ક્રિયા માટે તમારે ફક્ત  મને રોકડા 125 રૂપિયા આપવા પડશે  .  પછી મેં એનો કાંઠલો પકડ્યો અને બોલ્યો હાળાં મુળુ તું મને બનાવે છે ? મૂળશંકર એકદમ ભયભીત  થઇ ગયો અને બોલ્યો  ભૈશાબ  તમેતો મને બરાબર  ઓળખો છો હવે તમારો પરિચય આપો  મેં મારી ઓળખાણ આપી  તે બહુ રાજી થયો અને મને કીધું કે  હું ચોમાસાના અમુક દિવસો હું મુંબઈ રહું છું   . તું મને મળવા આવજે  તુને મજા આવશે  . અને મને પુચ્છ્યું  તારા સર્પ પકડવાના ધંધા  ચાલુ છે કે મૂકી દીધા  .? એ કદી  મુકાતા હશે  ?
મુંબઈમાં એ એક  ચાલીમાં રહે  અને ચાલીની રૂમોમાં  એક રૂમમાં કોલસાના  થેલા  ભર્યા હોય એમાં સુવે અને દિવસમાં  શહેરમાં  ફરે અને કોઈનો જોશ જુવે  ,કોઈના દીકરાનું નામ પાડે જન્માક્ષર બનાવે હસ્ત રેખા જુવે કોઈ વખત  ચાલીમાં  સ્ત્રીઓને કથા વાર્તા સંભળાવે  પુરુષો બધા દિવસે નોકરી ધંધા ઉપર હોય  .
મારે મુંબઈમાં જે જે હોસ્પિટલમાં  ગુન્હાને લગતા લોહી વાળાં  કપડાં  હાડકા  વગેરે લઈને લેબોરેટરીમાં  જવાનું થતું  . આ વખતે  આખા ગુજરાતમાં આવી લેબોરેટરી  નોતી પણ પછી  જૂનાગઢમાં  થએલી  હવે કદાચ અમદાવાદમાં પણ હશે   .
એક વખત નવરાત્રીના  દિવસો હતા  . નર્મદા મૈયા  એ  પુલ તોડી નાખેલો એટલે અમદાવાદ જવાની  રેલ્વે બંધ હતી  . અને હું મુંબઈમાં ફસાઈ ગએલો  .એક વખત મૂળશંકરે  મને વાત કરીકે   એક ભુવા બાપુ આવ્યા છે એ  નાળીયેર માંથી  કંકુ  માતાજીએ મારેલા એ ચંડ  મુંડ  રાક્ષસોનું  લોહી કાઢે છે  , એટલે આજે રાતના મંદિરે તુને  ભુવા બાપુના દર્શન કરાવવા લઇ જવાનો છું  , મેં કીધું ભુવા બાપુ  ને નાળીયેર આપવા માટે અને એમાંથી  માતાજીની  પ્રસાદી કાઢવા  માટે એક નાળીયેર  આપને સાથે લેતા  જઈએ  મૂળશંકર  બોલ્યો  આપને નાળીયેર  લીજ્વાની જરૂર નથી  .ભુવા બાપુ પાસે નાળીયેર હોય છે  એમાંથી  બધું કાઢે છે  .
મેં કીધું હું   લોકો લઇ આવે એ નારીયેલ માંથી  ચુંદડી  વગેરે કાઢી શકું છું
એકદી  સ્ત્રીઓની સભામાં   મૂળશંકર  કથા કરતી વખતે બોલ્યો  આપણા  મેમાન જોશી સાહેબ   મહાકાળીના મહાન ઉપાસક છે  તે   આપણે  નારીએલ આપીએ એમાંથી  માતાજીની ચુંદડી  વગેરે કાઢી આપે છે  , કાલે તમે નારીએલ  લઈને આવજો  જોશી સાહેબ  તમારા કોઈના એક નારિયલ  માંથી  માતાજીની પ્રસાદી રૂપે કશુક  કાઢી બતાવશે
સભામાં એક સ્ત્રી  બહુ ઓછા બોલી  સરળ સ્વભાવની બાઈ હતી  તેને મેં   હાથ ઉપર લીધી   તે વહેમ  અંધ્સ્રધ્ધાથી  મુક્ત હતી  . તેને મેં  બરાબર સમજાવીને  મારી પાસે ચોટી વાળું નારિયલ  હતું એમાં રંગીન  ભાતીગળ  નાઈલોનનો   કકડો મેં ખોસીને બાઈને આપ્યો  અને એને કીધું કે કાલે આ નાળીયેર  લઈને તું કથા સાંભળવા આવજે  બીજે દીસે  ફક્ત ચાર પાંચ બહેનોજ  નાળીયેર લઈને આવેલી   મૂળશંકર   માતાજીનો ફોટો દીવો  વગેરે મુકીને તૈયાર હતો  . હું મોટો ચાંદલો કરીને ધોતી  પહેરી  ધૂણતો ધૂણતો  આવ્યો  મૂળશંક  રે  સહુને કીધું કે  સૌ  પોતાનું નાળીયેર  ઊંચું કરીને બતાડે  સહુએ નારિયલ ઊંચા કર્યા  મેં સરળ બાઈનું નારીયેલ   લઇ આવવા  મૂળશંકરને   કીધું  મને નાળીયેર  બતાવ્યું  મેં ઉપર   મંત્ર  બોલીને  પાણી છાંટ્યું અને પછી નાળીયેર વધેર્યું  અને અંદરથી ચુંદડી નીકળી  અને જોશી ભૂવાને સહુ પગે લાગ્યા  અને ભુવાએ આશીર્વાદ આપ્યા

7 responses to “જોશી ભુવા બાપુએ નાળીયેર માંથી માતાજીની ચુંદડી કાઢી

 1. dave joshi ડિસેમ્બર 14, 2014 પર 9:56 એ એમ (am)

  Very funny, very well written story,, Bhai !
  Tame 50 varsh pahelan lekhak banya hot to atyare kyana kyay hot !
  Gai kale aapna mitra and chahak Pravinbhai Shashtri malya hata. Emni saathe vato karvani bahu maja aavi.

  DEV

  Date: Sun, 14 Dec 2014 16:09:02 +0000
  To: bharatdarshan@hotmail.com

 2. pragnaju ડિસેમ્બર 14, 2014 પર 11:13 એ એમ (am)

  આ “ભુવા” શબ્દ ની ઉત્પત્તિ ક્યાં થી થઇ? એ સમજાતી નથી………

  કદાચ ભૂ= જમીન અને વા= અર્થાત અથવા……

  એમ થઇ ને- ભુવા શબ્દ બન્યો હશે…

  જાણીતી વાત મહારાજ મોડાસા આવેલ – મોટાભાઇ (સચ્ચિદાનંદ સ્વામી) જાડેજાએ કંઠી બાંધેલ – મૂર્તિ અખંડ દેખાય – દેવદેવીનો ભાર નહી – ભુવા સાથે વાતચિતઃ “હરિ પાસે દેવીનું કાઇ ન ઉપજે”, વઢવેળ થઇ – આસપાસના ભુવા ભેગા થયાઃ “દેવીને આમ કેમ કહ્યું?” – ભુવા ધુણેઃ મોટાભાઇ પરચો આપો, નહીં તો દેવી પધરાવશું – મહારાજ પ્રગટયા, સોટી મારી, હરિના હાથમાં તલવાર દેખાઇ, હરિઃ વધારે પરચો આપું? – ભુવા ભાગ્યા – હરિઃ મોટાભાઇ ! બીશો નહી. ….શ્રીહરિચરિત્ર

  • aataawaani ડિસેમ્બર 15, 2014 પર 1:21 પી એમ(pm)

   એક ભારતના માણસ કે જેને લાખો લોકો પૂજે છે .જેની પાસે અબજોની મિલકત છે .એ બધી સંપતિ પૃથ્વી લોકમાં છોડીને પોતે ભસ્મી ભૂત થઇ ગયા . એનો મેં વિડીઓ જોયો તેણે પાણી પી ને ઈંડાં આકારનું સોનું કાઢ્યું . એ કેવી રીતે કાઢ્યું . એ ખબર પડી જાય એમ છે . હું એવીરીતે સોનું કાઢું તો તો સુરેશ જાની જેવા કુશળ એન્જીનીયરને પણ જો ખબર પડી જાય તો હું એની પીઠ થાબડીને શાબાશી આપું . .
   હું ન્યુ જર્સીમાં રહેતો હતો ત્યારે મેં આપણા ગુજરાતી ભાઈઓની રૂબરૂ બદામનો દાણો મોઢામાં મૂકી બટેટુ કાઢી બતાવ્યું . આ પ્રયોગ કરતા પહેલા મેં સુરેશ જાની જેવા એન્જી .અને કનક રાવલ જેવા ડોક્ટરની રૂબરૂ બદામ માંથી બટેટુ કાઢી બતાવ્યું પછી એમને પૂછ્યું કે આ બદામમાંથી બટેટુ કેવી રીતે થઇ ગયું એ તમને ખબર પડી ? તેઓ કહે નાં તો આવા કુશ લ માણસ ની દૃષ્ટિને હું ભુલાવામાં નાખી શક્યો તો ઓલા મારા જેવા અન્સમજુને તો ખબર નહિજ પડે . પણ હવે આવો જાદુ કરવામાં પોલ પકડાઈ જાય એવી બીક રહે કેમકે એમાં જોઈએ એટલી ઝડપ મારામાં નથી .પણ કોકને હું રીત બતાવી શકું એમ છું .કોઈ ફૂર્તીલી વ્યક્તીને

 3. kanakraval ડિસેમ્બર 16, 2014 પર 4:20 પી એમ(pm)

  હિમ્મતભાઈ: તમે કઈ સાલમાં બિલ્ખા આશ્રમ્માં હતા? મહાત્માશ્રી ત્યારે હતા? તેમને જોયા અને સાંભળ્યા હોય તો તે વિષે જાણવુ ગમે. કનકભાઈ Visit  my father Kalaguru Ravishankar Raval’s  web site: http://ravishankarmraval.org/  

    From: આતાવાણી To: kanakr@yahoo.com Sent: Sunday, December 14, 2014 8:09 AM Subject: [New post] 2330 #yiv9418303121 a:hover {color:red;}#yiv9418303121 a {text-decoration:none;color:#0088cc;}#yiv9418303121 a.yiv9418303121primaryactionlink:link, #yiv9418303121 a.yiv9418303121primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv9418303121 a.yiv9418303121primaryactionlink:hover, #yiv9418303121 a.yiv9418303121primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv9418303121 WordPress.com | aataawaani posted: “બીલખા આશ્રમમાં મારી સાથે સંસ્કૃત ભણનારો  એક  મૂળશંકર  કરીને વિદ્યાર્થી હતો  .તે એવી વાત કરતો હોય કે ભણી લીધા હું  શાસ્ત્રીઓ પહેરે છે એવી ચકરી પાઘડી  પહેરીશ  .  મૂળશંકરની  ચાલવાની  ઢબ વિશિષ્ટ  પ્રકારની હતી  .  એ ચાલે ત્યારે એનું અંગ જરાય ઊંચું નીચું નો થાય” | |

  • aataawaani ડિસેમ્બર 16, 2014 પર 10:09 પી એમ(pm)

   પ્રિય કનકભાઈ હું 1939માં  બીલખા આશ્રમમાં ભણતો હતો  .આ વખતે શ્રી નથુરામ શર્મા  સ્વર્ગમાં જતા રહેલા  .  આજે  હરિહર ભટ્ટ ના દીકરા  સુધાકર સાથે  વાત થઇ  ફક્ત બેજ ક્લાક વાતો કરી  હું એને અને એના બા બાપુજી  , ભાઈ  સુબોધ  ,બેન મધુ બધાને ઓળખું છું  .એ તમને સારીરીતે ઓળખે છે  .એમ પણ મને કીધું  પ્રીતમ નગરના અખાડાની વાતો કરી   . મધુના પતિ જયંતીલાલ વ્યાસ  અને મારા ભાઈ પ્રભાશંકર   થોડો વખત એક બોર્ડીંગ માં   રહેલા  . પહેલા મારો ભાઈ  રામકૃષ્ણ આશ્રમ  માં રહેતા અને કોલેજમાં ભણવા જતા  . Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

   From: આતાવાણી To: hemataata2001@yahoo.com Sent: Tuesday, December 16, 2014 4:20 PM Subject: [આતાવાણી] Comment: “જોશી ભુવા બાપુએ નાળીયેર માંથી માતાજીની ચુંદડી કાઢી” #yiv5823653553 a:hover {color:red;}#yiv5823653553 a {text-decoration:none;color:#0088cc;}#yiv5823653553 a.yiv5823653553primaryactionlink:link, #yiv5823653553 a.yiv5823653553primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv5823653553 a.yiv5823653553primaryactionlink:hover, #yiv5823653553 a.yiv5823653553primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv5823653553 WordPress.com | | |

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: