किस्मतमे था लिखाकी दुनियाको देखले फिर खाकी कफ़न पहन के पहलेका भेख ले .

22 મહિના અમેરિકા રહ્યો  ,અને 36 રતલ વજન ઘટાડ્યું  અને મુંબઈથી અમદાવાદ સુધી રેલ્વેમાં ઉભા ઉભા આવ્યો  . ઘરે આવ્યો  . પ્રેમાળ પત્ની સાથે   વાતો કરી  મેં પત્ની ભાનુંમતીને કીધું કે  હવે મને  નોકરી કરવામાં દિલ ચોટે એમ નથી  .ભાઈએ અને દીકરાએ મને કીધું છે કે  હવે તમારી નોકરી ગઈ  ,અમે તમે કહેશો એ ગામમાં મકાન ખરીદી આપીશું  .અને તમારો પગાર છે એના કરતા બમણો પગાર આપીશું અને તમારે  તમારી કળા કોશલ્યને   ખીલવો અને મોજથી રહો   . તમે જોખમી અને હાડમારી વાળી નોકરી બહુ કરી છે  .
ભાનુમતિએ  કીધું  .આપણા કપરા સંજોગોમાં  ભાઈએ કીધેલું કે તમે  છોકરાઓને બરાબર ભણાવો  પૈસા બાબત તમારે જરાય મુનજાવાની જરૂર નથી  .તે છતાં  આપણે એક પૈસો લીધો નહિ  . અને ચોરને કાંધ મારે એવા તડકામાં  જાળા ઝાંખરામાં   બકરીયું પાછળ  રખડ્યા  . હવે આવી તકલીફ થોડા દિવસ માટે છે  .પછી આપણે અમેરિકા જઈશું  .આપણી પરિસ્થિતિ  બદલાય જશે  . હવે જાજુ પાણીમાં નહિ રહેવું પડે  કાંઠો  દેખાઈ રહ્યો છે  .મેં એની વાતો શાંતિથી સાંભળી  ,પછી  મેં એને પૂછ્યું  . તું શું કહેવા માગે છે   . તે બોલી નોકરીમાં જોડાઈ જાઓ  . મેં કીધું તું જબરી  હિંમત વાળી છે  . તે બોલી  હા હું હિંમત વાળી છું ,  હિંમતવાળો  મારી પાસેજ છે એવું બોલી  . અને મને જોરથી  બથ ભરી   .
મેં ઘરે પાંચ છ દિવસ આરામ કર્યો અને પ્લેનનો થાક ઉતાર્યો  .અને પછી હું  નવરંગ પુરા પોલીસ સ્ટેશનમાં   હાજર  થવા ગયો  , ઇન્સ્પેકટર બળી ગયા હતા  . એક ઝાલા  કરીને બહુ સજ્જન માણસ ઇન્સ્પેકટર હતા  . રાઈ ટર હેડે  ઝાલા સાહેબને વાત કરીકે  હિંમતલાલ હાજર  થવા આવ્યા છે  . મને ઝાલા સાહેબે પોતાની ઓફિસમાં બોલાવ્યો  . હું અમેરિકા ગએલો એ  અમદાવાદના નાનાથી મોટા  બધા પોલીસો જાણે  . ઝાલા સાહેબે પોલીસ પાસે  મને બેસવા માટે ખુરસી મગાવી અને મને ખુરસી ઉપર બેસવાનું કીધું  . આ કંઈ મામુલી પોલીસવાળો   ફોરેન રીટર્ન  પોલીસ  ઝાલા સાહેબે મને કીધું કે  હિંમતલાલ   દિવસે દિવસે  પોલીસ માટે કપરા સંજોગો આવતા જાય છે  .  તમે લાંબો સમય અમેરિકામાં રહેલા માણસ  તમારા  ભાઈ દિકરા અમેરિકામાં  એલોકો માટે  તમારો ખર્ચ ઉપાડવો બહુ સામાન્ય વાત છે  . માટે મારીતો તમને સલાહ છે કે  તમે નોકરી ન કરો  તમને બહુ તકલીફ પડશે  . અત્યારના સંજોગોમાં  ગાય ભડકે તો પોલીસને લોકો દોડાવે છે  . મેં કીધું સાહેબ  મેં નોકરી કરવાનું નક્કી કર્યું છે  .એટલે મને તકલીફ નહિ પડે  . ગમેતેવા સંજોગોમાં  હું હસ્તે મોઢે રહી શકીશ  . ઝાલા સાહેબ બોલ્યા તો તમારી મરજી  પણ તમે અહી પોલીસ સ્ટેશનમાં  રિજર્વમાં  હાજર  રહેજો  તમારે યુનિફોર્મ પહેરવાની જરૂર નથી  . બસ પછી હું  પોલીસ સ્ટેશનમાં પોલીસ મિત્રો સાથે ટોળ ટપ્પા મારું અને મારી નોકરીનો સમય પસાર કરું  . બાપુ મારો વટ પડતો હતો  ઝીપ્પર વાળું પેન્ટ પહેર્યું હોય  . એક વુમન કોન્સ્ટેબલે મને પૂછ્યું  હિંમતભાઈ  આ  ઝીપ્પર તમને ખૂંચતી નથી ? મેં કીધું કઈ ઝીપ્પ્રર  કેટલીક ઝીપ્પર હોય  આ તમારા  પેન્ટની  બીજી વળી કઈ  તમે અજાણ્યા થઈને પૂછો છો તો હું કંઈ મારો હાથ અડાડીને ઝીપ્પર બતાવવાની નથી  .
થોડા મહિના  પોલીસ સ્ટેશનમાં  રિજર્વ ફોર્સમાં નોકરી કર્યા પછી  મને  વાડજ પોલીસ  ચોકી ઉપર મુક્યો  . અહી પણ મારે યુનિફોર્મ પહેરવાનો નહિ  .અને રાતના નોકરી કરવાની નહિ  .વાડજ ચોકી ઉપર એક ડાભી કરીને સબ  . ઇન્સ  .  હતા  .  ચોકીમાં એક ટેબલ ખુરસી હોય  જેનો  ઉપયોગ  પો  ,  સબ   .  અને બીજા  મોટા ઓફિસરો કરે  .  ચોકી ઉપર  એક પોલીસ  ટેલીફોન ડયુટી વાળો  હાજર હોય  અને બીજા પોલીસો ચોકી ઉપર  આવતા જતા ચક્કર મારી જતા હોય  . હું સબ  ઇન્સ ની ગેરહાજરીમાં  ખુરસી ઉપર બેસું  . એક વખત ડાભી સાહેબ આવ્યા  .  હું ખુરસી  બેઠો હતો  હું ખુરસી ઉપરથી ઉઠવા જતો હતો   .એટલે ડાભી સાહેબ બોલ્યા બેસો બેસો હું તો હમણાં જતો રહેવાનો છું  .
આવી રીતે થોડા મહિના પોલીસ્તેશાનોમાં નોકરી કરી પછી  ડી એસ  પી ઓફિસમાં  એક રાઈટર હેડ  બાબુભાઈ ભટ્ટ કરીને હતા  . તેને અમેરિકા આવવાની જબરી ઈચ્છા
મને એ અમેરિકા બાબત  બહુ પૂછ પરછ કરે  .  જોકે એની આશા પૂર્રી થઇ અને હાલ તેઓ અમેરિકા તેના બે દીકરા અને એક દીકરી    સાથે  છે  .એક વખત એને મને કીધું કે  હવે તમને પોલીસ સ્ટેશનોમાં નથી રહેવા દેવા હવે તમને હું  એલ  આઈ  બી નાં  ઇન્સ્પેકટર માંકડ સાહેબને  કહીને  તમને એલ આઈ બી માં બોલાવી લઉં  છું  .અને મેં થોડી એલ આઈ  બી  માં નોકરી કરી  અને  પછી મારો અમેરિકા આવવાનો સમય થઇ ગએલો  એટલે  હું અમેરિકા આવ્યો  અહી નોકરી કરી નોકરી બાબતની કોઈ કોઈ વાતો પ્રસંગો પાત બ્લોગમાં કહેવાઈ ગઈ છે  . અને નોકરી દરમ્યાન નવા વાડજ પાસે નાં ખેતરોમાં  થોર અને બોરડી વગેરેના ઝાળામાં  ઘૂસીને છુપાએલો છું  દારુ લઇ આવવા  વાળાઓને સપડાવવા માટે  નહુ એકલોજ નહિ મારા જેવા બીજા પોલીસો પણ આવી રીતે  છુપાએલા છીએ  . હવે અમેરિકા આવ્યા પછી પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરી  વગેરે અનુભવો આપના માટે કહેતો રહીશ  . અને હાલ આપ જુવો છો એમ બ્લોગના મહાસાગરમાં  સેલારા  મારું છું  .

Advertisements

11 responses to “किस्मतमे था लिखाकी दुनियाको देखले फिर खाकी कफ़न पहन के पहलेका भेख ले .

 1. રીતેશ મોકાસણા December 9, 2014 at 11:34 pm

  તમારા જીવનની ઘણી નિખાલસ વાતો જાણવા મળે છે. અવાર નવાર મને ઉત્સાહિત કરવા બદલ ધન્યવાદ.

  એક નિખાલસ કબુલાત : બ્લોગની દુનિયામાં મને લાવનાર સુરેશ જાની સાહેબ, એમને મને કહેલું કે એક 92 વર્ષનો યુવાન ડોસલો બ્લોગ ચાલવી શકે તો હું કેમ નહિ ? આતા, હું તો તમારા પુત્ર સમાન છું તમારામાંથી પ્રેરણા મને મળેજ છે.તમારો આભાર ને સાથો સાથ પ્રણામ !

  • aataawaani December 10, 2014 at 7:02 am

   પ્રિય રીતેશ ભાઈ મોકાસણા
   મારા જેવા ઓછું ભણેલા માણસનાં લખાણોનું તમારા જેવા બહોળું જ્ઞાન ધરાવતા માણસને મહત્વ છે .એથી મને લખવામાં કંટાળો આવતો નથી .અને મારી જૂની યાદ દાસ્ત સતેજ બને છે .

  • aataawaani December 10, 2014 at 3:52 pm

   tmaaro aabhaar riteshbhaai

 2. સુરેશ જાની December 10, 2014 at 8:15 am

  નવરંગપુરા પોલિસ સ્ટેશન પાસે આવેલા ક્વાર્ટરમાં અમારા એક મિત્ર ઇન્દુભાઈ વ્યાસ રહેતા હતા. અને બે ત્રણ વખત એમને મળવા ગયા હતા.

  • aataawaani December 10, 2014 at 12:20 pm

   સુરેશ ભાઈ નવરંગ પુરા પોલીસ સ્ટેશન પાસેના ક્વાર્ટર્સ એ ઓફિસરો માટેના હશે . હું મીઠાખળી નગરી આંખની હોસ્પિટલ પાસેની પોલીસ લાઈનમાં રહેતો હતો આ પોલીસ લાઈન નવરંગપુરા અને એલીસબ્રીજ બંનેના પોલીસોના રહેવા માટેની છે . એમાં થોડુક મેદાન હતું એમાં પણ પોલીસ ઓફિસરો માટેના મકાનો બની ગયા છે . આ પોલીસ લાઈનમાં રહીને મારા દીકરા સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણવા જતા અહીંજ મારા ઘર માં મને સંત કહેવા વાળી રુસ્તમી રાત રોકાએલી .

 3. pragnaju December 10, 2014 at 8:54 am

  मुझे अब लय ही लया हिज में तलाई-ए-दिल तो किस अदा पर जान है
  तू ही बता ऐ चको यर दिल यहलने पकी शबे गम यही ऋत होगी खाकी वने
  याद आयी गझल

  न गाँधी से न मोदी से न खाकी से न खादी से
  वतन की भूख मिटती है तो होरी की किसानी से

  ये फल दागी हैं मैं बोला तो फलवाले का उत्तर था
  मियाँ इस देश में सरकार तक चलती है दागी से

  ख़ुदा के नाम पर जो जान देगा स्वर्ग जायेगा
  ये सुनकर मार दो जल्दी कहा सबने शिकारी से

  ये रेखा है गरीबी की जहाजों से नहीं दिखती
  जमीं पर देख लोगे पूछकर अंधे भिखारी से

  चुने जिसको, सहे उसके सितम चुपचाप ये ‘सज्जन’
  जमाने तंग आया मैं तेरी आशिक मिजाजी से

  खाकी और खादी आज दोनोँ होँ गए हैँ दागी।
  और अगर ऐसा ही रहा तो जनता होगी बागी।

  • aataawaani December 10, 2014 at 11:34 am

   પ્રિય પ્રજ્ઞા બેન
   સરસ ગજલ વાંચવા આપી होरी की किसानी से એનો અર્થ હું નથી સમજ્યો
   खुद बस्ता है जर्रे जरमे नही कोई इक जगह रहता
   बिना मांगे बहुत दिया है फिरभी कुछ नहीं कहता
   खुद दानी है वो कुछ दान नहीं लेता
   बिना मांगे बहुत दिया है फिर भी कुछ नहीं कहता

   • pragnaju December 10, 2014 at 2:47 pm

    गोदान के नायक और नायिका होरी और धनिया के परिवार के रूप में हम भारत की एक विशेष संस्कृति को सजीव और साकार पाते हैं, ऐसी संस्कृति जो … गोदान में भारतीय किसान का संपूर्ण जीवन – उसकी आकांक्षा और निराशा, उसकी धर्मभीरुता और भारतपरायणता के साथ … ऊपर से देखने पर है भी ऐसा ही, परंतु सूक्ष्म रूप से देखने पर गोदान में लेखक का अद्भुत उपन्यास-कौशल दिखाई पड़ेगा
    ………………………..
    याद दिलाते चलें की राकेश वही पत्रकार है जो होरी महतो नामक भूमिहीन किसान की मृत्यु से व्यथित होकर अंग्रेजी चैनल की एंकर से बहस करता है। पूछता है- क्या नत्था की मौत से सभी समस्याएँ हल हो जाएँगी? उसका प्रश्न अनुत्तरित रहता है।

    • aataawaani December 10, 2014 at 3:45 pm

     હવે મને સમજાણું  હું  પૂછવામાં સંકોચ નથી રાખતો  . એટલે તો મારામાં જે છે તે આવા સ્વભાવના કારણે છે   . બેન તમારો આભાર  . Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

     From: આતાવાણી To: hemataata2001@yahoo.com Sent: Wednesday, December 10, 2014 2:47 PM Subject: [આતાવાણી] Comment: “किस्मतमे था लिखाकी दुनियाको देखले फिर खाकी कफ़न पहन के पहलेका भेख ले .” #yiv4760650494 a:hover {color:red;}#yiv4760650494 a {text-decoration:none;color:#0088cc;}#yiv4760650494 a.yiv4760650494primaryactionlink:link, #yiv4760650494 a.yiv4760650494primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv4760650494 a.yiv4760650494primaryactionlink:hover, #yiv4760650494 a.yiv4760650494primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv4760650494 WordPress.com | | |

 4. pravinshastri December 11, 2014 at 8:16 am

  આતાજી આપની આત્મકથા માત્ર મજાની જ વાતો નથી. પણ આપને મળતા પ્રતિભાવો પણ ઉત્તમ કક્ષાના છે. બીજી એક વાત. મેં ગઈ કાલે શું ખાધું તે આજે યાદ નથી રહેતું જ્યારે તમે અને સુરેશભાઈ વર્ષો પઃહેલાની વાતો યાદ કરીને તડાકા મારો છો. જરા કહેશો કે કઈ ફાર્મસીની કેવા રંગની ગોળીઓ ગળો છો.

  • aataawaani December 11, 2014 at 8:51 am

   પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રી ભાઈ
   મને નાનપણમાં મારી માએ મારી મોટીબેને એવીતો જડી બુટી ખવડાવી છે કે મારા મગજમાં જૂની વાતો સજ્જડ ચોટી ગઈ છે . પણ હવેની વાતો બાબત ન પૂછતાં હવે તમારી જેમ ભૂલી જવાય છે .તોય તમારી યાદ શક્તિ તો સારી કહેવાય કે તમે શું ખાધું એ ભૂલી જાઓ છો .પણ હુંતો જમી પરવારીને હાથ ધોતો હોય અને ઘર વાળીને પૂછું કે ખાવાનું ક્યારે આપીશ ?
   હવે સુરેશભાઈ જાની કઈ જડીબુટી ખાઈને યાદ શક્તિ ટકાવી રાખતા હોય એતો એ જાણે અનેરામ જાણે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: