
હું બીજી વખત અમેરિકા પરમેનેન્ટ રેસીડેન્ટ તરીકે મારાભાઈ પ્રભાશંકરના બોલાવવાથી આવ્યો .મારા ભાઈ અને તેની વાઈફ એલીઝાબેથનો એવો આગ્રહ હતોકે હું મારી નિવૃત લાઈફ અમેરિકામાં આનંદથી વિતાવું . ભાઈ કહે બાપા સ્વર્ગે ગયા પછી તમે હવે મારા બાપને ઠેકાણે છો આપણી સવાબે એકરની પ્રોપર્ટીમાં ઘાટું જંગલ છે .એ તમને તપોવન જેવું લાગશે . મેં કીધું કે હજી મારામાં શક્તિ છે . ત્યાં સુધી મારે બેઠું બેઠું ખાઈને જીવન નથી વિતાવવું ,અને પરાધીન થઈને આળસને આમંત્રણ નથી આપવું . મને ઈંગ્લીશ નથી આવડતું તો હું પત્થર તોડવા જેવી સખ્ત નોકરી કરીશ અને મારો ખર્ચ પણ હું કાઢીશ . દેશમાં મેં દારુણ ગરીબી ભોગવી મારા તેજસ્વી દીકરાઓ પાસે ઉઘાડે પગે બકરાં ચરાવ્યા મારી પત્ની ભાનુંમતિએ પણ બકરાં ચરાવ્યા અમે ગરીબી સામે ધીગાણે ચડ્યા . અમે તારી કે મારા દીકરાની મદદની ઘણી ઈચ્છા હોવા છતાં ,અમે તારી કે દીકરાની એક પૈસાની મદદ લીધેલી નહિ . જ્યારે હવે હું અમેરિકા જેવા ડોલરિયા દેશમાં આવ્યો છું . તો શા માટે મફતનું ખાઈને પડ્યું રહેવું ? હું નોકરી કરીશ અને તુને અને દેશમાં આપણાં સગાં વહાલાઓને મદદ પણ કરીશ .પછી દેશમાંથી આવ્યા પછી પાંચેક દિવસનો આરામ કર્યા પછી સવારે નોકરી શોધવા નીકળ્યા . બેએક ઠેકાણે તપાસ કરી પણ ઈંડાં વીણીને ખોખામાં ભરવાની અને મારે ખોખાં પેક કરવાનાં પણ મને આ નોકરી ગમી નહિ . કેમકે સગાં કોઈ પૂછે તો મારે આવી નોકરી કરુછું એવું કહેવું ગમતું નોતું .;
પાછી મારો ભાઈ પ્રિન્ટીંગ પ્રેસમાં લઇ ગયો , પ્રિન્ટીંગ પ્રેસમાં માણસોની જરૂર છે . એવું આવતુંજ હોય છે . ,અને પાછું એવું લખ્યું હોય કે કોઈ જાતના અનુભવની જરૂર નથી .અમે ટ્રેનીંગ આપી શું .
મારો ભાઈ અને હું ત્યાં ગયા . મારોભાઈ ભાષાંતર કરીને મને સમજાવતો હતો . મેનેજર ડેવિડ હેનરીએ મારા ભાઈને કીધું કે અમારી પાસેતો નોકરીની જગ્યા છે એમાં ભણતરની જરૂર નથી પણ સખત મહેનતનું કામ છે . અને આ કામ 20 થી 22 વરસના છોકરાઓ કરે છે . એટલે તમારો ભાઈ કે જેના માથાના વાળ સફેદ થઇ રહ્યા છે .એનું કામ નથી .મારા ભાઈએ મને આ સમાચાર આપ્યા . મેં ભાઈને કીધું એને કહે કે એના વાળ ગરમીમાં રખડ્વાથી થઇ ગયા છે તું એક દિ ટ્રાઈ કરી જો મારોભાઈ કામ કરી શકશે એવી તુને લાગે તો નોકરીએ રાખજે નહીતર જય શ્રી કૃષ્ણ
મને ડેવિડ કામ કરવાના સ્થળે લઇ ગયો .
એક કલાકની 25હજાર 80 પાનાની બુકો મશીન માંથી નીકળતી હતી જે 4 છોકરાઓએ વારા ફરતી લઈને કબાટમાં (લોઢાનાં ઘોડામાં ) મુક્તિ જવાની મેં થપ્પી ઉપાડી અને ઘોડામાં મૂકી .મારી કામ કરવાની ઝડપ જોઈ , ડેવિડે મારા ભાઈને કીધું કે કાલે સવારે નોકરી ઉપર તમારા ભાઈને લઇ આવજો વહેલી સવારે 7 વાગ્યે કામ શરુ થાય છે .
વહેલી સવારે મારો ભાઈ મને કામ ઉપર મૂકી ગયો . સાથે લંચ માટે પીનટ બટર અને જ્લીની બે સેન્ડ વિચ અને એક દ્રાક્ષના રસનું એક ડબલું લીધું આ બધું રેફ્રીજેટરમાં મૂકી હું કામે વળગ્યો . મેં ઉભે પગે દસ કલાક કામ કર્યું . વચ્ચે પંદર મીનીટની કોફી બ્રેક ની છુટ્ટી અને અર્ધી કલાકની લંચ બ્રેક ની રજા ઉપરાંત કોઈ કોઈ વખત પાંચ મીનીટની રજા મળે . એવી રીતે બીજે દિવસે પણ કામ કર્યું કલાકના સવા બે ડોલરના પગારથી નોકરીનું નક્કી થએલું .પછી ત્રણ મહીને કલાકના 25 સેન્ટ લેખે પગારનો વધારો થયો , એમ પછી છ મહીને કલાકના 25 સેન્ટ લેખે પગારનો વધારો થયો . પછી આવી રીતે દર વર્ષે પગાર વધવા માંડ્યો થોડા વરસ આવું કામ કર્યા પછી મારી નોકરી બદલાણી અને વધુ આરામની અને વધુ પગારની અને વધુ વેકેશનની નોકરી મળી .
એક વખત મને ઓફિસમાં કામ કરતી છોકરીએ એક સ્ત્રીને દુરથી મને દેખાડીને કહ્યું કે આ બાઈ જૈની તમારા ગામમાં રહે છે .અને એને ઘરે જવાનો રસ્તો તમારા ઘર આગળથી પસાર થાય છે અને એ તમારી નોકરી જ્યારે પૂરી થાય છે . ત્યારે એની નોકરી પણ પૂરી થાય છે . જો તમે એને વાત કરો તો એ તમને તમારે ઘરે મૂકી જાય એટલે તમારા ભાઈને તમને નોકરી ઉપરથી લેવા આવવાનો ધક્કો નો થાય મેં જૈનીને પૂછ્યું . એણે મને નોકરી ઉપરથી લઇ જવાની સહર્ષ હા પાડી
માંરોભાઈ દેશમાં રહેતો ત્યારે ભણતો થોડા મહિના મારા બાપાની ભાલેચડે નોકરી કરવાનું થયું . ભાલેચડું ગામ માણાવદરથી નજીક છે અહી મારા બાપાને થોડો વખત એકલું ન્રહેવું પડેલું મારો ભાઈ એમની સાથે રહીને માણાવદર ભણવા જતો . બાપાને તમામ પ્રકારની રસોઈ આવડતી અને બાપા પાસેથી ભાઈ રસોઈ કરતાં શીખી ગએલો . અહી અમેરિકામાં ભાઈએ એક દિ ભરેલા તીખાં મરચાનું શાક બનાવેલું . જૈની જ્યારે મને મારે ઘરે મુકવા આવી ત્યારે મેં એને કીધું કે મારા ભાઈએ તિખાં મરચાનું શાક બનાવ્યું છે . અનેબીજી પણ ઘણી વાનગીઓ બનાવી છે તો તું ઉપર આવ આ વખતે હું એકલોજ હતો . જૈનીને તીખું તમ તમતું ભાવે છે . જીની બોલી તું ઘરમાં એકલો છો એટલે હું નહિ , આવું કેમકે મારા હસબંડ ને ન ગમે , મેં કીધું હું તારા હસબંડ ને કહેવાનો નથી કે તું મારે ઘરે આવી હતી . જૈનીબોલી તું નહિ કહે પણ ભગવાનને તો ખબર છેને ?
થોડા વખત પછી જૈનીએ એના પતિને ડ્રાઈવર તરીકે પ્રેસમાં રખાવી દીધો . સ્ટીવ એ સ્ટીવન સનનું ટૂંકું છે
જુના વખતમાં અમારી બાજુ લોકોને ટૂંકા નામે બોલાવતા હરદાસ નામ હોયતો હદો વિક્રમાદિત્ય હોય તો વક્માત ,ગોવિંદ હોય તો ગોવો પણ હવે ભાઈના પ્રત્યય લાગી ગયા છે ,
મેં અમેરિકામાં એકજ માણસને જોયો છે , કે જે પોતાની પત્નીને ઓલ્ડ લેડી કહીને (ઘરડી ડોહી) બોલાવે અને એ માણસ તે સ્ટીવ . અને તમે પણ આવા સ્ટીવ જેવા પોતાની સ્ત્રીને ઘરડી ડોહી કહેવા વાળા નહિ જોયા હોય . મારી સાથે કામ કરતી બાર્બરા મને કહેતી હતી કે મને જો મારો ધણી ઘરડી દોહી કહે તો હું એને ભડાકે દઉં .
સ્ટીવ પ્રેસમાં નોકરીએ રહ્યા પછી મને સ્ટીવ નોકરી ઉપરથી છુટું ત્યારે ઘરે મૂકી જવા લાગ્યો . સ્ટીવ ખુબ બીયર અને સિગારેટ પીએ તે નાના ટ્રક થી નોકરી ઉપર આવજા કરે સ્ટીવનાં ટ્રકમાં આગળના ભાગે સિગારેટના ઠુંઠા અને બીયરના ખાલી ડબલાં ભર્યા હોય સ્ટીવ મને મુકવા આવે ત્યારે સીધે રસ્તે ન ચાલતા આડા અવળા રસ્તે ચાલે પેશાબ લાગેતો ટ્રક રસ્તાની આજુ બાજુ ઉભો રાખી નીચે ઉતરીને ધારા વાડી કરી લ્યે .
મારા સાથી મિત્રો મને એવું કહે કે તમે જિંદગીનો મોટો વીમો ઉતારાવજો કે જેથી તમારા પરવારનું ભલું થાય કેમકે સ્ટીવ ક્યારે એક્સીડેન્ટ કરી બેસે એનું કહી કહેવાય નહિ ,પણ મારા અનુભવ પ્રમાણે સ્ટીવે ક્યારેય
એક્સીડેન્ટ કર્યો નથી .
એક વખત મેં સ્ટીવને બે ડોલર આપ્યા . સ્ટીવ કહે આ બે ડોલર તું મને શા માટે આપે છે ? મેં કીધું કોઈ વખત તુને બીયર પીવા કામ લાગે . સ્ટીવ કહે મારી પાસે પૈસા છે . એનો હું બીયર પી લઉં છું . પછી મારા અતિશય આગ્રહ થી એ ફક્ત એક ડોલર લેવા લાગ્યો . છોકરાઓ એની બહુ મશ્કરી કરે મને રાઈડ આપે એના માટે અને ઈર્ષા પણ બહુ કરે એક વખત મારે ઘણું મોડું થવાનું હતું .સ્ટીવની નોકરી પૂરી થઇ ગઈ હોય . પણ એ મારી નોકરી પૂરી થવાની વાટ જોઈ બેસી રહે .
છોકરાઓ સ્ટીવને કહે આજે સાહેબ બહુ મોડા આવવાના છે તારે જવું હોય તો જા સ્ટીવ કશું બોલે નહિ . એક વખત મને બહુ મોડું થઇ ગયું એટલે મેં સ્ટીવને બે ડોલર આપ્યા . સ્ટીવે જોયા વગર પૈસા ખિસ્સામાં મૂકી દીધા . બીજે દિવસે મને સ્ટીવે એક ડોલર પાછો આપ્યો . મેં કીધું તું મને ડોલર શા માટે પાછો આપે છે . હું તારા આગ્રહનું માં રાખી એક ડોલર લઉં છું વધારે નહિ આપતો . આ સ્ટીવ 68 વરસનો હતો ત્યારે મરી ગયો . મરતાં પહેલા એના બંને પગ કપાવી નાખવા પડેલા . એ બહુ સજ્જન માણસ હતો ,
Like this:
Like Loading...
Related
આતાજી, પ્રિન્ટીંગ પ્રેસની તમારી પહેલી જોબ નું સુંદર વર્ણન તમે કર્યું છે.
કોઈની મદદ લીધા વગર જાતે મહેનતનું કામ કરવાની તમારી ખુમારી બહું ગમી.
પ્રિય વિનોદભાઈ
હું જ્યારે પ્લેટો બનાવવા માંડ્યો ત્યારે મારે બહુ આરામ મળતો આવડતનું કામ સાથે સાથે જવાબ દારી વાળું અને ભરોસા વાળું કામ પણ કહેવાય . શેઠ બહુ મારાથી ખુશ રહેતા . મારો ભાઈ મને નોકરી ઉપર મુકવા આવે એટલે શેઠ મારા ભાઈને ઓળખે એક વખત શેઠે મારા ભાઈને કીધું કે હું કોઈક વખત તમારા ભાઈને આખા પ્રેસનો મેનેજર બનાવવાનો છું મારો ભાઈ કહે એને ઈંગ્લીશ નથી આવડતું એનું શું ? શેઠ કહે ઈંગ્લીશ જાણનારા તો એના હાથ નીચે કામ કરશે। ‘બોલો વિનોદભાઈ આ મારા માટે કેટલા ઉત્સાહ વર્ધક કહેવાય ?
આ પહેલાતમે પ્રિન્ટીંગ પ્રેસની તમારી પહેલી જોબનુ વર્ણન કર્યું હતું તે પ્રેરણાદાયી વાત ઘણાને કહી !
આજે યાદ આવે માર્ટિન લ્યૂથરની—જીવન કહાની માઈન્ઝમાં ૧૪૫૫માં, ગુટનબર્ગની પ્રિન્ટીંગ પ્રેસ ચાલતી હતી. પરંતુ, ૧૫૦૦ની શરૂઆતમાં તો જર્મનીનાં ૬૦ શહેરો અને યુરોપના ૧૨ દેશોમાં પ્રિન્ટીંગ પ્રેસો શરૂ થઈ ગઈ. અને ઇતિહાસમાં આ પહેલી જ વાર લોકોને ઝડપથી માહિતી મળવા લાગી. લ્યૂથરના જીવન અંગે ઝપાટાબંધ પ્રચાર થયો હતો આપની દિલની વાત કહેવાની રીતથી યાદ આવે
સાંસ લેતે હુયે ભી ડરતા હૂં
યે ન સમઝેં કિ આહ કરતા હૂં
બહર-એ-હસ્તી મેં હૂં મિસાલ-એ-હુબાબ
મિટ હી જાતા હૂં જબ ઉભરતા હૂં
ઇતની આજ઼ાદી ભી ગ઼નિમત હૈ
સાંસ લેતા હૂં બાત કરતા હૂં
શેખ઼ સાહબ ખુદા સે ડરતે હો
મૈં તો અંગ્રેજ઼ોં હી સે ડરતા હૂં
આપ ક્યા પૂછતે હૈં મેરા મિજ઼ાજ
શુક્ર અલ્લાહ કા હૈ મરતા હૂં
યે બડ઼ા ઐબ મુઝ મેં હૈ ‘અકબર’
દિલ મેં જો આયે કહ ગુજ઼રતા હૂં
પ્રિય પ્રજ્ઞા બેન મારો પ્રિન્ટીંગ પ્રેસનો અનુભવ પણ જાણવા જેવો મારા મગજના કમ્પ્યુટર માં ઘણો ભર્યો પડ્યો છે . તમારા જેવાએ માઈસ હલાવવાની જરૂર છે ,હું વિજીતેરીય્ન છું એટલે વેજી ટેરીયન છોકરાંઓ * ( યુવક યુવતી) મારી વાતો સંભાળવાની મજા લેતાં હોય છે . મારો ખોરાક સસ્તો અને પોષ્ટિક હોય છે .એક છોકરી મને કહે હું ગાજર ટામેટા લેટ્સ વગેરે વધુ પ્રમાણમાં ખાઉં છું એટલે છોકરાઓ મને લોભની કહે છે . અને તમને પણ કંજૂસ કહે છે . મેં કીધું એને મારી સાથે કુસ્તી કરવાનું કહે છોકરો 20 વરસનો હતો . એને પડકાર જીલી લીધો અને મારે ભાઠે ભરાણો મેં એના છક્કા છોડાવી નાખ્યા . છોકરી ખુબ રાજી થઇ મારા વર્કની મુવી છે એમાં આ છોકરી દેખાય છે . કોઈ વખત હાથ આવે અને જો સર્ખાઈ આવશે તો હું “આતાવાણી” માં મુકીશ Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
From: આતાવાણી To: hemataata2001@yahoo.com Sent: Monday, December 8, 2014 5:04 PM Subject: [આતાવાણી] Comment: “સ્ટીવ ઈરવીન પ્રિન્ટીંગ પ્રેસનો ડ્રાઈવર મારો ઉત્તમ મિત્ર .” #yiv6872080730 a:hover {color:red;}#yiv6872080730 a {text-decoration:none;color:#0088cc;}#yiv6872080730 a.yiv6872080730primaryactionlink:link, #yiv6872080730 a.yiv6872080730primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv6872080730 a.yiv6872080730primaryactionlink:hover, #yiv6872080730 a.yiv6872080730primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv6872080730 WordPress.com | | |
પ્રિય પ્રજ્ઞા બેન
મારો પ્રિન્ટીંગ પ્રેસનો અનુભવ પણ જાણવા જેવો મારા મગજના કમ્પ્યુટર માં ઘણો ભર્યો પડ્યો છે . તમારા જેવાએ માઈસ હલાવવાની જરૂર છે ,હું વિજીતેરીય્ન છું એટલે વેજી ટેરીયન છોકરાંઓ * ( યુવક યુવતી) મારી વાતો સંભાળવાની મજા લેતાં હોય છે . મારો ખોરાક સસ્તો અને પોષ્ટિક હોય છે .એક છોકરી મને કહે હું ગાજર ટામેટા લેટ્સ વગેરે વધુ પ્રમાણમાં ખાઉં છું એટલે છોકરાઓ મને લોભની કહે છે . અને તમને પણ કંજૂસ કહે છે . મેં કીધું એને મારી સાથે કુસ્તી કરવાનું કહે
છોકરો 20 વરસનો હતો . એને પડકાર જીલી લીધો અને મારે ભાઠે ભરાણો મેં એના છક્કા છોડાવી નાખ્યા . છોકરી ખુબ રાજી થઇ
મારા વર્કની મુવી છે એમાં આ છોકરી દેખાય છે . કોઈ વખત હાથ આવે અને જો સર્ખાઈ આવશે તો હું “આતાવાણી” માં મુકીશ
દાદા,સરસ અનુભવ લખ્યા છે. મને આ જેની ની પતિ / ઈશ્વર પ્રત્યેની વફાદારી અને સ્ટિવની તમારી જોડે મૈત્રી સારી લાગી
પ્રિય અનુરાગ ભાઈ
તમને મારાં લખાણો ગમે છે એથી મને તમારા લખાણો વધુ ગમે છે દાદા
आताजी, नमस्कार…आप लिखते रहो हम पढते रहेंगे.
પ્રિય પ્રવીણભાઈ શાસ્ત્રી
लिखता रहूँ फ़साना
तुम होसला बढ़ाना