ભાગ્ય માણસને ક્યાં નો ક્યાં મૂકી દ્યે છે .#3

_DSC0162Ataai and Chris

આતા  સાથે એનો  ઉત્તમ દોસ્ત   ક્રિશ

હું અમેરિકાથી આઈસ લાંડ થઈને લંડન આવ્યો ,એ વાત આપ વાંચી ગયા છો  .
લંડનથી  એર ઇન્ડીયાના  પ્લેનમાં બેસી હું  મુંબઈના એર પોર્ટ ઉપર ઉતર્યો ,અહીંથી મારે મુંબઈના દાદર  રેલ્વે સ્ટેશન જવાનું હતું  ,અહીંથી દાદર જવા માટે મેં  ટેક્ષીની  તપાસ કરી મારી પાસે રૂપિયા હતાં નહી  .ફક્ત ટ્રાવેલર્સ ચેક હતા  ,એટલે કોઈ ટેક્ષી આવી નહિ  . પણ એક માણસે મને એરપોર્ટની બસ દેખાડી અને એવું કીધું કે આ બસ  તમને દાદર નજીક  હજી અલી કે એવા કોઈ સ્થળનું નામ આપ્યું  ,બસ અહી તમને ઉતારી દેશે  આ બસમાં પ્લેનના પેસેન્જરોને માટે કોઈ ચાર્જ આપવાનો નોતો  મફત હતી   .અહીંથી દાદર સ્ટેશન બહુ દુર નથી   , ચાલીને જઈ શકાય    એટલે  દુર છે  .લગેજમાં મારી પાસે સુટકેસ હતી  , અને બીજી નાનકડી બેગ હતી   . બસમાંથી ઉતર્યા પછી દાદર જવા માટે  ટેક્ષીની   તપાસ કરી  ટેક્ષી વાળાએ   ટ્રાવેલ  ચેક લેવાની નાં પાડી  ,અને જતો રહ્યો    .  થોડી વારે એજ ટેક્ષી વાળો  પાછો આવ્યો આ વખતે એની ટેક્ષીમાં    બે  જુવાનો બેઠા હતા  . ટેક્ષી વાળાએ મને કીધું કે  બેસી જાઓ ટેક્ષીમાં  ,  ચેક ચાલશે  . મેં નાપાડી કે મારે ટેક્ષી નથી જોતી  .  હું ચાલીને જવા માંડ્યો  . હું મારા શરીરના વજન માંથી 36 રતલ ગુમાવેલો અશક્ત માણસ હતો  . એટલામાં એક છોકરો મળ્યો  .એ બોલ્યો  .saab कहा जाना है में ले जातहु मैंने  कहा  मेरी पास  फिल हाल पैसे  नहीं है  मेरी पास चेक है  में  रेलवेकी टिकिट लाऊगा  तब  मुझे  छुट्टे पैसे मिलेंगे  तब में तुझे पैसा दूंगा  लड़का बोला कोई बात नहीं   . હું દાદર  સ્ટેશને પહોંચું એટલામાં  એક  ખાનગી કાર વાળો  મળ્યો  એ બોલ્યો  તમારે જ્યાં જવું હશે ત્યાં  પહોંચી દઈશ તમારે જેટલા પૈસા આપવા હોય એટલા આપજો    , મેં  કારમાં  બેસવાની નાપાડી  એટલે કાર વાળો બોલ્યો હું તમને મફત લઈ જઈશ  મેં  નાપાડી  એટલે તે મોઢું બગાડીને  જતો રહ્યો  , પછી મજુર છોકરો બોલ્યો  . बापू तुम कारमे नहीं बैठे  वो अच्छा किया  , येतो बम्बई है   बापू तुम बहुत भोले हो  . હું દાદર પહોંચ્યો  રાતનો  વખત હતો  હું ટીકીટ બારી પાસે ગયો   ચેક દેખાડીને અમદાવાદની ટીકીટ માગી   ટીકીટ માસ્તર કહે  ચેક નહિ ચાલે પૈસા કાઢો   મેં કીધું પૈસા  નથી તો એ બોલ્યો તો ટીકીટ નથી  . મજુર છોકરો બધું સાંભળતો  હતો  .alaa तुम्हारा  भला करे   એમ બોલી એ ચાલતો થયો  . અને મેં  राम नाम की   ટીકીટ લીધી અને  ગાડીમાં ઘુસ્યો  ગાડીમાં  સખત ભીડ હતી  ઉભું રહેવાની પણ જગ્યા  મુશ્કેલીથી મળે  . મેં સામાન ઘુસાડ્યો અને ગાડીમાં ઉભોરહી ગયો  ,  આવી ભીડમાં  ટિ ટિ નો દિ ફર્યો છે કે ટીકીટ ચેક કરવા આવે ? સવાર પડ્યે અમદાવાદ આવ્યું  . મારી પાસે ટીકીટ  ન હોવાથી મણીનગર  સ્ટેશને ઉતાર્યો  ,અહી મને  મારી સાથે નોકરી કરતો મારો મિત્ર જનક  મળ્યો  એની રેલ્વે પોલીસમાં બદલી થએલી  હું અમેરિકા ગએલો એની જનકને  ખબર   મને જોઇને એ બહુ ખુશ થયો અને બોલ્યો  . એલા તારો તો વટ પડે છે  , ઓલી સરકારી  ખાકી ચડ્ડી અને સરકારી  સેન્ડલ પેરીને ફરતો  તો એ બધું  વયું ગયું  . મેં કીધું જનક  બીજી વાત પછી  મારી પાસે ટીકીટ નથી  . મારે  સાંગો પાંગ  બહાર મારે નીકળવું છે  , એની વ્યવસ્થા કર  જનક બોલ્યો મુન્જામા આ ગાડી આપણીજ છે  . રેલ્વેમાં  કાયદેસરના  બીલા વાળા મજુર હોય છે પણ  કેટલાક  અ લીગલ મજુર પણ હોય છે  . આવા મજુરો  રેલ્વે સ્ટાફ અને પોલીસોની દયા  નાં લીધે  મજુરી કરતા હોય છે  . આવા મજુરને  જાનકે બોલાવ્યો  અને કીધું કે  ए य बड़े સબકો મજૂરે મને  रिक्सा तक पहुंचा दे  મજૂરે મને  મને રિક્ષ સુધી પહોં ચાડ્યો  જનકે  ટીકીટ કલેકટરને કીધું કે   આ મોટા સાહેબને બહાર નીકળવા દેજે   હું  રિક્ષામા  બેઠો  નવાઈની વાત એ છે કે  મારા આગમનની  ઘરના કોઈને ખબરજ નોતી  .  મારી રિક્ષા એલીસબ્રીજ પોલીસ લાઈનના  મારા ઘર આગળ ઉભી રહી  . મારી પત્નીએ  મને જોયો  , કેટલી બધી હરખાઈ ઉઠેલી  તેની આપ  કલ્પના કરો   એને બુમ મારીને  મારી માને કીધું મા તમારા દીકરા આવ્યા  .   દીકરો સતીશ પણ ખુબ રાજી થયો  . અને પછી  મારી માએ  મારી વાઈફને કીધું હું લાપસી બનાવીશ   રિક્ષવાલા ને  ભાનુંમતીએ પૈસા આપ્યા  .  અને હું  વગર ટીકીટે મુંબઈથી અમદાવાદ આવ્યો   અમેરિકામાં  22 મહિના રહેલો માણસ।

5 responses to “ભાગ્ય માણસને ક્યાં નો ક્યાં મૂકી દ્યે છે .#3

  1. pragnaju ડિસેમ્બર 5, 2014 પર 2:04 પી એમ(pm)

    “અલ્લાહ બોલીએ ચાહે રામ બોલીએ,
    ૫હેલે ૫હચાનકે ફિર નામ બોલીએ’’
    વસ્તુકે બિના નામકા કોઇ કામ નહી હોતા,
    સિર્ફ નામસેં દુનિયાકા કોઇ કામ નહી હોતા,
    રોગીકો લાજિમ હૈ દવાઇ ઔર હકીમ દોનો,
    નુસ્ખોકી ઇબાદતસે તો આરામ નહી હોતા…….!!!

    • aataawaani ડિસેમ્બર 5, 2014 પર 2:43 પી એમ(pm)

      પરી પ્રજ્ઞાબેન
      તમારી ઓળખાણ થયા પછી હું એટલોતો ખુશ થયો કે કહેવાની વાત નહિ
      તમેતો માબાપ ગુજરાતી ,હિન્દી , ઉર્દુ ઈંગ્લીશ માં પાવરધા છો . એટલે મને તમે બહુ ગમો છો બીજું તમે કોમેન્ટ આપો છો એ એ જ્ઞાન વર્ધક અને લાંબી હોય છે અને એને તમે વિગત થી સમજાવો છો . ધન્યવાદ

  2. aataawaani ડિસેમ્બર 6, 2014 પર 5:16 એ એમ (am)

    પ્રિય પ્રજ્ઞા બેન
    તમારા દીકરાનું સમ્ભાષણ સાંભળ્યું દુશ્યત કુમાર નો શેર બોલ્યા . તેમની બોલવાની છટા સંભાળવા મળી .આવા સુપુત્રની તમે માતા છો . તમને ધન્ય વાંદ

  3. સુરેશ જાની ડિસેમ્બર 6, 2014 પર 7:23 એ એમ (am)

    આતા,
    તમે ભલા માણસ અને કિસ્મતે તમને મદદ કરી; બાકી ગજબના હલવાઈ ગયા હોત.

    હવેની વાર જાઓ ત્યારે ૫૦ ડોલરના રૂપિયા એરપોર્ટ પરની બેન્કમાં જ કરાવી લેજો. અને અગાઉથી કોઈકની મદદ લઈ રેલ્વેમાં રિઝર્વેશન કરાવી લેશો. વધારે સારો રસ્તો તો અમદાવાદ સુધીની ટિકિટ બુક કરાવવાનો છે.
    ક્રિસમસ સમયને બાદ કરીને જાઓ તો ઘણા સસ્તામાં મળી જાય
    —–
    મારી ઘરવાળી હુંશિયાર છે; એ દેશમાં જ ૧૦૦૦/ ૨૦૦૦ રૂ. બચાવી રાખી અહીં હારે લેતી આવે છે!

  4. aataawaani ડિસેમ્બર 6, 2014 પર 8:03 એ એમ (am)

    પ્રિય સુરેશભાઈ
    મુંબઈથી અમદાવાદ સુધી વગર ટિકિટે મુસાફરી વાળી વાત તો 1971ની છે હવેતો હું સીધો અમદાવાદ્જ આવું છું .અમદાવાદ સુધીની પ્લેનની ટીકીટ લઈને .
    હું જો મારી પાછલી જિંદગીમાં અમેરિકા નો આવ્યો હોત તો ક્યારનો મરીજ ગયો હોત .
    પણ મારા કોઈક પૂર્વજોના પુણ્ય પ્રતાપે હું અમેરિકામાં છું .અહી પણ મારા કોઈ આગલા જન્મના પુણ્ય પ્રતાપે તમારા જેવા ક્રિશ જેવા સહૃ દયી મિત્રો મળી ગયા . એટલે હું એકાકી છું છતાં મને એકલતા સાલતી નથી . હું મારી ઉમરના પ્રમાણમાં તંદુરસ્ત છું ખુશ મિજાજી છું .
    ઘણા વખતથી ડોક્ટર પાસે ગયો નથી દવા લીધી નથી .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: