Chris is a good friend — ક્રિશ મારી બહુજ કાળજી રાખનારો માણસ છે .મારી જિંદગીમાં આવો માણસ મને હજી કોઈ મળ્યો નથી .

Chris’s Family, ક્રીશનું પ્રેમાળ અને સંપીલું  વિશાલ  કુટુંબ _DSC0053 _DSC0295Chris with his wife Priscilla – ક્રિશ એની પત્ની પેસેલા  સાથે

1488131_764222340280545_4241950982254912917_nક્રિશની માં ક્રિશની પોત્રી  Victoria સાથે

મારાં વ્હાલાં બ્લોગર ભાઈઓ અને બેનો અને અન્ય બ્લોગ વાંચક  સ્નેહીઓ  ,આજે ડીસેમ્બર 2  , 2014 .    . રોજ હું  આપ સહુને   મારા અનન્ય  સ્નેહી  અમેરિકન  મિત્ર  ક્રિશ ની  ઓળખાણ આપું છું  .ઈંગ્લીશ અક્ષરો  પ્રમાણે તમે વાંચવા જાઓ તો  તે  ક્રિશ નહી વંચાય  .કેમકે ઈંગ્લીશ ભાષા  હાથીના દાંત જેવી છે  . લખવાનું જુદું બોલવાનું જુદું  .અક્ષરોના નામ  જે હોય છે તે લખવા  ટાણે જુદા થઇ જતા હોય છે  . અક્ષરનું નામ” સી”  હોય પણ એનો ઉચ્ચાર “ક ” થઇ જાય” ઉ ” નું નામ યુ”” છે પણ  બોલવામાં ઘણી વખત “અ” થઇ જાય  . જયારે સંસ્કૃત  વ્યાકરણના લખનાર  પાણીની  મુનીએ  અક્ષર નું જે નામ આપ્યું છે એજ  લખવા  ,વાંચવા  ,અને બોલવામાં એજ રહેવાનું  . પણ ઓલી કહેવત છેને કે ફાવ્યો  વખણાય  એ પ્રમાણે  અંગ્રેજો ફાવ્યા  એટલે ઇંગ્લીશની બોલ બાલા વિશ્વમાં થઇ ગઈ  . પ્રખર લેખક સ્વ  . ચંદ્રકાંત  બક્ષીનાં  કહેવા પ્રમાણે આ કમ્પ્યુટર ના  યુગમાં  કમ્પ્યુટર માટે  સંસ્કૃત ભાષા  સચોટ છે  . ક્રિશ હું હાલ રહું છું એ ઘરમાં  મારા  રહેવા આવ્યા  , પછી  બે વર્ષે   મારા ઘર સામેનું ઘર ખરીદ્યું અને તેમાં  તેના  બે દીકરા અને એક દીકરી અને પોતાની પત્ની સાથે રહેવા આવ્યો  . મારા પાડોશી તરીકે રહેવા આવવા માટે  પરમેશ્વરે તેને પ્રેરણા  કરી હશે  .
મારા ઘરનું આગળનું  કંપાઉંડ વાયરનું છે  , (ફ્રન્ટ યાર્ડ ) જયારે મારો બેક યાર્ડ  લાકડા  નો  છે  . ફ્રન્ટ યાર્ડમાં  ઘાસનું મેદાન છે  .અને બેક યાર્ડમાં  કાંકરા નાખીને  રણ ની શોભા કરી છે  .એરિઝોના તરફ બોલાતી ભાષામાં કહું તો  “ડેઝરડ  બ્યુટી ”
આગળ નું ઘાસ  હું લોન મોવરથી કાપી નાખતો  પણ વાયરની ફેંસ  નીચે ઘાસ  હું કાતરથી કાપી નાખતો  . જોકે હવે  મેં  ખોદીને ઘાસ કાઢી નાખ્યું છે  .કેમકે જ્યારે પાણીનું બીલ  90 ડોલર આવ્યું ત્યારે  મારી રાડ  ફાટી ગઈ  . ફેન્સની પાસે ઘાસ ઊંચું થઇ ગએલું  મને કાતરથી  કાપવાનો સમય ન મળ્યો  એટલે  ક્રિશે મારી અને ભાનુ મતિની  ગેર હાજરીમાં  મશીનથી  ક્રિશે કાપી નાખ્યું  .એટલું ઘાસ કાપવાના  ઓછામાં ઓછા 10 થી 15  ડોલર  ખર્ચવા પડે  .
અમે જયારે  ઘાસ કાપેલું જોયું  . ત્યારે અમને નવાઈ લાગી  . મેં ક્રિશને   પૂછ્યું  ,   ક્રિશ આ ઘાસ કોણે કાપ્યું  . એ તુને ખબર છે ? ક્રિશ કહે શાંતા કાપી ગયા  . હું સમજી ગયો કે આ ઘાસ  ક્રીશેજ  કાપ્યું હશે  . મેં તેને પૂછ્યું  કેટલા પૈસા આપું ?  ક્રિશ બોલ્યો  શાંતા  કોઈ દિ પૈસા લેતા હશે   ? બસ તેદિથી આજે પંદર વરસ થયા  ફેંસ  પાસેનું ઘાસ  ક્રિશ સાફ કરી જાય છે  .
મારા બેક યાર્ડમાં વિશાળ શેતુરનું ઝાડ હતું  . બહુ ઘરડું થઇ ગએલું  એટલે અહી વાવાઝોડા માં  ક્યારેક એની મોટી ડાળો  તૂટી  પડે છે  .એક વખત  સખત વાવા ઝોડામાં એક મોટી ડાળ  તૂટીને   મારા ઘર ઉપર પડી પણ ઘર ઉપર ધીમેથી બેસી ગઈ  . તમારા માથા ઉપર ધોકો  કોઈ મારે તો ખોપરી તૂટી જાય પણ માથા ઉપર  જોઈ કોઈ મુકે તો ફક્ત વજન લાગે પણ માર નો લાગે  . આ ઘર ઉપર પડેલી ડાળ મારા ભત્રીજા વિક્રમે  ભાડાની કરવત લાવીને  કાપીને  કટકા કરી નાખ્યા  .
આ બનાવ પછી મારે એ ઝાડ કાપી નાખવાનો વિચાર આવ્યો  . એટલે હું આવા ઝાડ કાપનારની શોધમાં હતો  . મારા પોત્ર  ડેવિડે મને કીધું કે  મારો મિત્ર ઝાડ કાપી નાખશે  .એને પૈસાની જરૂર છે  એટલે એને તમે થોડા પૈસા આપી દેજો  .
મેં ક્રીસને  વાત કરીકે  એક છોકરો  ઝાડ કાપવા આવવાનો છે  તેને તું  ઝાડનો કેટલો ભાગ કાપવાનો એ તું એને સમજાવજે  . પછી અમો સેન્ટરમાં જતા રહ્યા  , ડેવિડનો  દોસ્ત આવતા પહેલા    ક્રિશે ઝાડ કાપી નાખ્યું  . આવી વાતો  હું મિત્રોને કહું છું ત્યારે  મિત્રો સલાહ આપવા મંડી જાય કે તમે ક્રિશને  પૈસા આપતા જજો   . હું જેટલો ક્રિશને   ઓળખું છું એટલો મારા મિત્રો નથી ઓળખાતા  . મારે એના માટે શું કરવું જોઈએ એની તમારા બધા કરતા  મને વધારે ખબર છે  .અને હું શું એના માટે  કરું છું  એ કોઈને કહેતો નથી  .પણ એક વાત હું  આ વાર્તાના અંતમાં હું જરૂર કહીશ    કે જેથી  ક્રિશની  મહાનતાની આપને ખબર પડે  .
એક વખત  મને  સી।  સી।     સેન્ટરમાં   ઉલટી થઇ  આવી તકલીફ મને ઘણી વખત  ખોરાકમાં ફેરફારના કારણે   થઇ આવે છે પણ અર્ધી કલાકમાં મને સારું થઇ જાય છે  . એટલે મેં મારા હિતેચ્છુઓને કહી રાખ્યું છે કે  મને આવું થાય તો મને દોડા  દોડ  કરીને હોસ્પિટલ ભેગો ન કરી દેતા  હું બે ભાન જેવો પણ થઇ જતો હોઉં છું અને એકદમ શક્તિ હીણ  થઇ જાઉં છું  .પણ સેન્ટરમાં મારું કોણ માને  મેં તેઓને કીધું કે મને આરામ કરવા દ્યો અથવા ઘર ભેગો કરો  . પણ મારું કોણ સાંભળે  એલોકો પોતાની જવાબ દારી  પહેલા સમજે  ન કરે નારાયણ અને મને કૈક થઇ જાય તો એ લોકોની નોકરી  જાય  . મને એમ્બ્યુલન્સ  મગાવીને હોસ્પિટલ ભેગો કર્યો  .હું સારો થવા માંડ્યો હતો  એમ્બ્યુલન્સ  વાળા  મને ઘડી ઘડી  પુછાતા હતા  તમે ક્યા છો  હું બરાબર જવાબ દેતો હતો  . મને હોસ્પિટલ ભેગો કર્યો  . બધા ડોકટરો માટે હું નથી કહેતો પણ કોઈ એવા હોય છે એવા માટે કહું છું  .આપના દીકરા દીકરીયો ડોક્ટર હશે જ  ડોકટરો  કયું ઇન્સ્યુરન્સ  છે અને શું કરવાથી  પૈસા વધુ મળે એની  કાળજી પ્રથમ રાખે પછી બીમારને સાજો કરવા બાબત વિચારે  ,
હું હોસ્પીટલમાં પહોંચ્યો   ડોક્ટરોએ તપાસ્યો અને    હાર્ટ  એટેક  આવ્યો છે  એવું જાહેર કર્યું અને સારવાર આદરી   મને લોહીની નલીયોમાં   ભરવો થઇ ગયો છે  એટલે એ જરા સાફ સુફ કરવો પડશે  નાનું  ઓપરેશ કરવું પડશે  .  ક્રિશ  અને એની વાઈફ   .   મારી લગભગ દરરોજ ખબર કાઢવા આવે  .  હોસ્પિટલ માંથી   હું છૂટો થયો એટલે ક્રિશ  પોતાને ઘરે લઇ ગયો  .અને એક મહિનો પોતાને ઘરે રાખ્યો  .અને મારી પુરતી કાળજી લીધી  આ દેશ અમેરિકા મૂડી વાદી  દેશ  જ્યાં પૈસા આપ્યા વિના તમને કોઈ ગાળો પણ ન આપે  અને જેવી ગાળ  એવા પૈસા ,  જો બહુ બીભત્સ ગાળ  તમારે એના મોઢાની ખાવી હોયતો  વધારે  પૈસા આપવા પડે  . એવા દેશમાં મને ક્રિશે  અને એની વાઈફે  એક મહિનો રાખ્યો  . મેં જ્યારે  એવું કીધું  કે  હવે  મને મારે ઘરે જવા દ્યો  ત્યારે કરીશ બોલ્યો  કેમ અહી તમને નથી ગમતું  હું ક્રીસની  વાત સાંભળી અવાક થઇ ગયો  . થોડી વાર પછી હું બોલ્યો   મને અહી બહુજ ગમે છે  .પણ હવે મારે ઘરે જવાની ઈચ્છા છે  .મારે ઘરે રહું એ પણ તારે ઘરે રહું એવુંજ  છેને ? તારા ઘર સામેજ મારું ઘર છેને  .? ક્રિશનાં  મારા પ્રત્યેના  પ્રેમની  વાતોનું વર્ણન  થઇ શકે એમ નથી  .અને જેટલી વાતો કહું એટલી ઓછી પડે એમ છે  .
પરમેશ્વરે  મારો ક્રિશ  સાથે મેળાપ કરાવ્યો એ એક અદ્ભુત ઘટના છે  .ગુરુ બૃહસ્પતિના કહેવા પ્રમાણે  પરમેશ્વર સ્તુતિ નિંદાથી પર છે   . છતાં  તમારા સહુ આગળ દેખાડો કરવા કહું તો  પરમેશ્વરે મારા ઉપર  ખુબ ઉપકાર કર્યો છે તેનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી .
હવે થોડી મારા મનોરંજનની થોડી વાત કહીશ  અને પછી  ફરીથી ક્રિશ  વિષે કહીશ  .
ડોક્ટરોએ મને હોસ્પિટલમાંથી  છૂટો કર્યો ત્યારે મુખ્ય ડોક્ટર બોલ્યો  . હવે તમને નર્સ એક મહિના પછી  આવવાની તારીખ આપશે ત્યારે તમે ફરીથી આવજો  . મેં પ્રશ્ન કર્યો  તારા લગ્ન થઇ ગયા છે કે કુંવારો છો ? એ બોલ્યો કુંવારો છું  .    તો મને તું તારા લગનમાં તેડાવજે બાકી  ડોક્ટર  તરીકે હું તુને મળવા આવવાનો નથી  .
સારવાર દરમ્યાન એક બહુ મોટા સ્તન વાળી નર્સ મને મળી મેં એને કીધું કે  તું ભણતી હશે ત્યારે  છોકરાઓ તારી પાછળ ગાંડા ફરતા હશે  એ બોલી યુ  સો ફની હું જ્યારે હોસ્પીતાલ્માથી છૂટો થયો ત્યારે આજ નર્સ  મારા છાતી ઉપર  સ્ટીકર ચોટા  ડેલા હતા તે ઉખેડતી હતી  . ત્યારે  એની પાસે ઉભેલી નર્સ બોલી  જરા ધીમેથી  સાચવીને  ઉખેડ એના વાળ  ખેંચતા હશે   . તો મોટા થાનેલા વાળી નર્સ કે જે મારા સ્ટીકર  ઉખેડતી  હતી એ બોલી એનું ધ્યાન મારા સ્તન ઉપર છે એટલે એને કંઈ  દુ:ખ થાય એમ નથી  .
એક વખત  ક્રિશને  મેં કીધું  . ક્રિશ  હું તુને મારું ઘર અર્પણ કરવા માગું છું  હું જ્યાં સુધી રહું ત્યાં સુધી  હું રહી શકું અને મારા મહેમાનો  આવે એ પણ મારા ઘરમાં મારી સાથે રહી  શકે   હું ઘરના તમામ  બીલ ભરીશ  . ક્રિશ  કે જે અમેરિકામાં જન્મ્યો છે  . ક્રિશ  ત્રણ વરસનો હતો ત્યારે એનો બાપ મરી ગએલો   એની માએ ફરથી લગ્ન ન કર્યા  અને ક્રિશને  ઉછેરીને મોટો કર્યો  . એ કરીશ બોલ્યો મારે તારું ઘર મફત નથી જોતું  હું તેની પુરતી કીમત  આપીશ  . હું મારા દીકરાઓને કહીશ કે  કદાચ હું મરી જાઉં   ત્યારે પણ તમારે હિંમત ને ઘર માંથી કાઢવો નહિ એવું હું દીકરાઓ પાસે લખાવીશ  .
મારી બીમારી વખતે મારો મોટો દીકરો મને મળવા આવેલો અને મારે ઘરે ન ઉતરતા  ભાડાની કાર લઈને મોટેલમાં ઉતરેલો  આપણા  બ્લોગર ભાઈ  સુરેશ જાની   મારી ખબર કાઢવા  આવેલા એણે  પણ ભાડાની કાર રાખેલી અને મને  ફેરવ્યો અને જલસો કરાવ્યો  . સુરેશ ભાઈને એક ગુજરાતીએ  તેમની ઓળખાણ માગી તો તેઓ બોલ્યા કે હું હિંમત  કાકા નો દીકરો છું  ,ઓલા ગુજરાતી એ મને ઠપકો આપ્યો કે  તમે તો એમ કહો છોકે તમારે બેજ દીકરા છે અને આ ઠેઠ texas  થી તમારી ખબર કાઢવા  આવ્યો એ દીકરા વિષે કેમ તમે છૂપું રાખ્યું  ?

11 responses to “Chris is a good friend — ક્રિશ મારી બહુજ કાળજી રાખનારો માણસ છે .મારી જિંદગીમાં આવો માણસ મને હજી કોઈ મળ્યો નથી .

 1. Vinod R. Patel ડિસેમ્બર 2, 2014 પર 11:30 એ એમ (am)

  આતાજી , ક્રીસ અને એની સાથેના તમારા દીકરા તુલ્ય સંબંધોની વાત વાંચીને ખુશી થઇ.
  અમેરિકાના સ્વાર્થી માહોલમાં ક્રીસ જેવા દિલેર માણસો મળવા એ ભાગ્યની વાત છે.એની હાજરીથી
  તમને મનમાં કેટલી શાંતિ અને સલામતી મહેસુસ થતી હશે એની કલ્પના થઇ શકે એમ છે.

 2. pragnaju ડિસેમ્બર 2, 2014 પર 3:01 પી એમ(pm)

  ક્રીસ ની પ્રેરણાદાયી વાત માણી વિચાર આવે કે સંતાનોને, નવી જનરેશનને, આજનાં માબાપ તું તારી રીતે જિંદગી જીવજે, ફૉલો યૉર ડ્રીમ્સ કહે તો તે સારું જ છે. પણ સાથે એને એ પણ સમજાવવું જોઈએ કે ડ્રીમ જિંદગીનો હેતુ કંઈ નવી વ્યાખ્યા મુજબનાં રોટી, કપડાં, મકાન પામવાનો નથી. લોકોની દૃષ્ટિએ કે સમાજની દૃષ્ટિએ તમારી પાસે એ ત્રણેયની સમૃદ્ધિ જેટલી વધારે હશે એટલા તમે સફળ ગણાશો. પણ તમારી પોતાની આંખમાં તમારી સફળતા તમે કેટલું-કેવું ખાધું-પીધું, શું – કેવું પહેર્યું કે ક્યાં-કેવા ઘરમાં રહ્યા એનાથી નથી અંકાવાની. તમે શું કર્યું જિંદગીમાં, કેવું કર્યું, કેટલું કર્યું એનાથી અંકાવાની છે. નવી જનરેશનને આ વાત સમજાવવાની છે. તમે પોતે ભલે અણસમજમાં જિંદગીનાં સપનાં સાકાર કરવા જતાં રોટી, કપડાં, મકાનમાં અટવાઈ ગયા હો. પણ તમારું સંતાન તે તમારું કુટુંબીજન કે તમારું પ્રિયજન જો આ ત્રણમાં અટવાયા વગરની ડ્રીમ લાઈફ જીવવા માગતું હોય તો એનો સાથ આપી શકો તો તો સારી જ વાત છે. કમ સે કમ એને નડતા નહીં.

 3. સુરેશ ડિસેમ્બર 2, 2014 પર 4:26 પી એમ(pm)

  આટલી સરસ વાતો ક્રિસ વિશે લખી; એમાંની ઘણી બધી મને ખબર ન હતી. એના આખા કુટુમ્બની મહેમાનગતી મેં પણ માણી છે. સૌને મારી ભાવભરી યાદ.
  આ સાચા ખ્રિસ્તી માટે મારું માન અનેક ગણું વધી ગયું. એની માએ ફરી વખત લગન કર્યા વગર એને ઉછેર્યો; એના પ્રતાપે જ એનામાં આ સંસ્કાર ઊતર્યા છે.
  ક્રિસની મા અને ક્રિસને મારા વંદન.
  ———–
  You have written so many good things about Chris; which I was not knowing. I have enjoyed the hospitality of his entire family. Kindly convey my sweet remembrances of that small association with them.

  My respect for this True Christian has increased many more times, after reading this article. His mother brought him up , without getting married again after death of her husband. It is due to his mother that this family culture is blossoming manyfold.

  My PRANAAM ( Salute ) to Chris and his mon.


  • aataawaani ડિસેમ્બર 2, 2014 પર 5:08 પી એમ(pm)

   પ્રિય સુરેશભાઈ  ક્રિષ્ના કુટુંબની જે એકતા છે     એ બે મિસાલ છે  . બાળકો પણ  સમજદાર  ડાહ્યા અને કહ્યા ગરાં છે   . સેન્ટરમાં તમે    આવેલા છો  ત્યાં એક વખત સૌના મનોરંજન માટે  જાદુ ગરને બોલાવેલો   . સિનિયરોને  એવું કહેવામાં  આવેલું કે તમે તમારા ગ્રાન્ડ  ચિલ્ડ્રન ને પણ  લાવી શકો છો  . મેં કીધું મારા છોકરાંઓ  બહુ દુર રહે છે  તમે કેતા  હોયતો  કોકના છોકરાંઓને  માગીને લઇ આવું  તેઓ કહે ભલે લઇ આવજો  હું ક્રિશનાં  છોકરાંઓને  લઇ ગએલો  મારે તો વહેલું જવાનું હોય કેમકે મારી ટેક્ષી  વહેલી આવે અને જાદુગર  એ કલાક મોડો આવે  એટલે છોકરાં ઓને  એની માં  જાદુગરના ટાઈમે લઇ આવી  , બધાં છોકરાં ઓને  જાદુગર સામે બેસાડ્યાં સીનીયરો તો પોત પોતાની જગ્યાએ  બેઠા હોય  બાળકોને પુછવા માં  આવ્યું કે તમારું અહી કોણ છે  ? સહુ બાળકોએ પોતાના દાદા કે દાદી તરફ આંગળી ચીંધી અને એમના નામ આપ્યાં  . વિકટોરિયાને   પૂછ્યું  તારું અહી કોણ છે  ? વિક્ટોરિયા બોલી  મારા દાદા અહી છે એનું શું નામ છે ? વિક્ટોરિયાએ  ફટ   કરતો જવાબ આપ્યો હિંમત  અને મારા સામે આંગળી ચીંધી  બધા જાણે છે કે  હિંમત પણ આપણા કુટુંબનો સભ્ય છે  .  ક્રિશની કોઈ બી પાર્ટીમાં  ફક્ત એના કુટુંબ નાં  સભ્યોજ હોય છે  . ત્રાહીત  કોઈ જો હોય તો તે ફક્ત હું  Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

   From: આતાવાણી To: hemataata2001@yahoo.com Sent: Tuesday, December 2, 2014 4:26 PM Subject: [આતાવાણી] Comment: “Chris is a good friend — ક્રિશ મારી બહુજ કાળજી રાખનારો માણસ છે .મારી જિંદગીમાં આવો માણસ મને હજી કોઈ મળ્યો નથી .” #yiv5296801432 a:hover {color:red;}#yiv5296801432 a {text-decoration:none;color:#0088cc;}#yiv5296801432 a.yiv5296801432primaryactionlink:link, #yiv5296801432 a.yiv5296801432primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv5296801432 a.yiv5296801432primaryactionlink:hover, #yiv5296801432 a.yiv5296801432primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv5296801432 WordPress.com | | |

 4. pravinshastri ડિસેમ્બર 3, 2014 પર 9:31 એ એમ (am)

  હું એક ઘરમાં ત્રીસ વર્ષ રહ્યો હતો. આડોસી-પાડોસીના નામ સિવાય એમના વિશે કશું જ જાણતો નહતો. એઓ પણ મારે વિશે કાંઈ પણ જાણતા ન હતા. હવે હું દીકરાને ત્યાં રહું છું. ત્રીજે ઘરે કોઈ ઈન્ડિયન રહે છે પણ તે કોઈની સાથે હળવા ભળવામાં માનતા નથી. વર્ષો પહેલા એક અમેરિકન પાડોસી હતો તેની સાથે સારા સંબંધ હતા. અમારા બે ઘરની વચ્ચે મહેદીની ઊંચી વાડ હતી. મારા વતી તે કાળજી રાખીને ટ્રીમ કરતો.

  • aataawaani ડિસેમ્બર 3, 2014 પર 2:02 પી એમ(pm)

   પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રીભાઈ
   તમને પણ અમેરિકનનો સારા પણાનો અનુભવ થયો .
   આપના દેશમાં ખરાબી સાફ કરવા મનુષ્યોને સન્માર્ગે વાળવા 24 વખત ભગવાને અવતાર લીધો 24 જેટલા જૈનાચાર્યો થયા . અને પાશ્ચાત્ય દેશોમાં ભગવાને અવતાર નથી લીધો છતાં માણસો કેવા છે?અને ભારતના માણસો કેવા છે ?
   हज़ारो खिज्र पैदा कर चुकी है नस्ल आदमकी ये तस्लीम लेकिन आदमी अब तलाक भटकता है
   ખિજ્ર = માર્ગ દર્શક //// નસ્લ = વંશ //// તસ્લીમ == માન્યું કબુલ કર્યું

   • pravinshastri ડિસેમ્બર 3, 2014 પર 2:42 પી એમ(pm)

    આતાજી ખરેખર ખુબ સરસ વાત કરી.

    • aataawaani ડિસેમ્બર 3, 2014 પર 7:07 પી એમ(pm)

     પ્રિય પ્રવીણ ભાઈ

     ક્રિશ સાથેની મિત્રતા હું જીવું ત્યાં સુધી ટકી રહે એવી મારી ઈચ્છા છે .
     આજે મારો ઉર્દુ વાળો લેખ બ્લોગમાં મુકવામાં મને થોડીક મુંજવણ ઉભી થએલી। બસ એજ સમયે ક્રિશ નોકરી ઉપર જવા નીકળ્યો હું મારા ડ્રાઈવ માં ઉભો હતો કરીશને મોડું થતું હતું એટલે જરા હાથ હલાવીને જવા માંડ્યો , મેં એને રોક્યો . એ તુર્ત મારા ઘરમાં આવીને લખાણ પબ્લીશ કરાવી ગયો અને ભાગ્યો . હું બનતા સુધી એને જરાય કામ ચીંધવા માગતો નથી .
     બીજા મારા અમેરિકન મિત્રો પાડોશી છે એ પણ સારા માણસો છે પણ ક્રિશ એટલે ક્રિશ એની બરોબરી કોઈ ન કરી શકે .

    • pravinshastri ડિસેમ્બર 3, 2014 પર 8:57 પી એમ(pm)

     આતા, તમારામાં નિખાલસતા છે. જરા પણ દંભ નથી. તમને મળતાં દરેક માનવી પર નિર્મળ પ્રેમ વર્ષા કરતાં આવડે છે. તમારામાં એ કુદરત સહ ગુણ છે. ક્રિશ તો સજ્જન માણસ છે જ પણ ગમેતેવો લબાડ હોય તે પણ તમને પૂજતો થઈ જાય. કથીરને પણ કંચન કરીદો એવા પારસમણી છો. સાદર વંદન.

 5. aataawaani ડિસેમ્બર 3, 2014 પર 10:27 પી એમ(pm)

  ડો ,કન્ક્ભાઈના વાઈફે પણ તમારી જેમ નીખાલ્સ્તાનું સર્ટિ ફીકેત આપેલું જયારે મેં તેમને હું કેસીનોમાં ગયો હતો એ વાત કરી ત્યારે
  મને એક વૈશ્યાએ પણ સજ્જ્ન્તાનું સર્ટિ ,આ પ્રસંગ મારા બ્લોગના લખાણ देशाटन म
  पंडित मित्रताच ” માં લખેલો છે
  સરકાર તરફથી ચાલતા ઈંગ્લીશ ભણવાના ક્લાસમાં મને એક છોકરીએ ઘણો સજ્જન કીધેલો રુસ્ત્મીએ મને સંત કહેલો ભગવાન મને લોકો ધારે છે એવો રહેવા દેવા માટે કૃપા કરે ,
  ઈંગ્લીશ ભણવા આવતી મેક્ષિક્ન છોકરી કે જેને જરાય ઈંગ્લીશ નોતું આવડતું એણે એક વખત મને પાંચ ડોલરની નોટ આપીને છુટા માગ્યા . મેં તેને નોટ પાછી આપીને કીધું કે મારી પાસે પાંચના છુટ્ટા નથી તારે કેટલા ડોલરની જરૂર છે તે બોકી 3 ની મેં એને ત્રણ ડોલર આપ્યા અને મેં તેને કીધું કે તારી પાસે જ્યારે પૈસા હોય ત્યારે મને પાછા આપી દેજે એણે મને પાંચની નોટ મારી ના પાડવા છતાં આપી બીજે દિવસે હું એને 2 ડોલર આપવા ગયો . તો એને બીજી છોકરી મારફત કહેવ ડાવ્યું કે મારે નથી જોતા મેં કીધું શા માટે નથી જોતા તો તે બોલી તમે મને ગમો છો આજ જગ્યાએ ટીચર એકબીજા વચ્ચે પ્રસ્ન્નોતારી રાખે એક છોકરીએ મને પૂછ્યું રજામાં તમે શું કરો છો ? મેકીધું સ્ટોરમાં ખરીદી કરવા જાઉં . બગીચામાં ફરવા જાઉં . બગીચામાં તમે શું કરો મેં કીધું તારા જેવી સુંદર છોકરિયું જોઉં છું સાંભળીને મને ક્લાસ વચ્ચે જોરથી ભેટી પડી .
  એલા આતા આવી છોકરીયુંની વાતું ન કરાય મનમાં રખાય કોઈ વાંચે તો કેવું લાગે ? બધા તારી જેમ છોકરીયું વાહે જવાનીમાં ખુબ લારું પાડયું હોય પણ કોઈ ક્યે છે બધા મનમાં રાખે।

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: