उद्यम:साहसं धैर्यं बुद्धि शक्ति पराक्रम:
षडेते यत्र वर्तन्ते दैवो तस्य सहाय कृत
હું અમેરિકા આવ્યા પછી પ્રિન્ટીંગ પ્રેસમાં નોકરી કરવા લાગ્યો .
પ્રેસનો માલિક મી . ચેસ રશિયામાં જન્મેલા અને જુવાનીમાં અમેરિકા આવ્યા .તેઓ મારાથી બેએક વરસ મોટા મારું કામ એને બહુ સંતોષ કારક લાગતું . શરૂઆતમાં મને બોલતાં કે લખતાં કે વાંચતાં ઈંગ્લીશ આવડે નહિ ,એટલે મારે સખત મજુરીનું કામ કરવું પડતું . પણ પછી બહુ સહેલું કામ કરવાનું આવેલું . શેઠ મારા મિત્ર જેવા થઇ ગએલા .મારી સાથે બહુ દિલ ખોલીને વાત કરતા . તેઓ પોતાના અનુભવની વાત કરતા કહેતા કે હું આ દેશમાં આવ્યો ત્યારે હું સ્ટોરોની એડ વેટાઈ ઝની પત્રિકાઓ લઇ સાઈકલ ઉપર બેસી ,ઘરોઘર આપવા જતો . અને હાલ તમે જુવો છો એમ સાડા ત્રણ લાખ ઘરોમાં એડવેટાઇઝ્નું 80 પાનાનું મેગેઝીન દર અઠવાડિયે ઘરો ઘર પહોંચે છે .અને તે સાઈકલ ઉપર બેસીને સ્ટોરોની જાહેર ખબરની પત્રિકાઓ ઘરો ઘર પહોંચાડતો રશિયન છોકરો અબજોપતિ છે .
એક જોક જેવી વાત કહું છું . હું થોડાક શબ્દો બોલતા શીખેલો .હું કોણ પ્રેસનો માલિક છે કોણ મેનેજર છે .એની મને ખબર નો પડે અને અહીના માણસો અધિકારી હોય એ પણ પોતાના માથા ઉપર મોટાઈનો ભાર લઇ ફરતા નથી હોતા એટલે મારા જેવાને કયો ભાઈ શું છે એ ખબર નો પડે બીજું અહીના માણસો કર્મ ચારીઓ દોઢ ડાયા થઈને મારા જેવા કે જેને ઈંગ્લીશ ન આવડતું હોય એવાને કહેતા નો ફરે કે આ માણસ શેઠ છે કે કોણ છે .અને શેઠ હોય એ પણ ફેકટરીમાં મજુર જેવું કામ કરી લેતા હોય એટલે મારા જેવાને કશી ખબર નો પડે
એક વખત લંચ બ્રેકમાં હું લંચના બાંકડા ઉપર બેઠો હતો અને શેઠ આવ્યા ,મારા કુશળ સમાચાર પૂછ્યા નોકરી બાબત પૂછ્યું તમને નોકરી ફાવે છેને ? મેં ઓલા બીજા કર્મ ચારીઓ રોદડા રડતા હોય કે પગાર બહુ ઓછો હોય છે હું પણ એવી રીતે ખોટે ખોટાં લોલે લોલ રોદડા રડતો હોઉં બાકી મારા મનને પૂછો તો હું દેશમાં માસિક 67 રૂપિયા કમાતો હતો તેદી એક ડોલરના 13 રૂપિયા ભાવ હતો અને પગાર ધોરણ પણ ઓ છું હતું તે છતાં મારા દોઢ કલાકના પગારમાં દેશનો મહિનાનો પગાર થઇ જાય હૂતો બહુજ ખુશી હતો .પણ શેઠને મારા જેવો કર્મ ચારી સમજીને મેં જવાબ દીધો .કામ મહેનતનું છે એનો મને વાંધો નથી પણ આ શેઠ પ્રેસનો માલિક છેને ઈ બહુ લોભિયો માણસ છે પગાર બહુ આપતો નથી . શેઠ બહુજ શાંતિ થી બોલ્યા એવું નથી ,તમારો પગાર તમે દાખલ થયા ત્યારે કલાકના બે ડોલર લેખે નક્કી કરેલું અને તમને સવા બે ડોલર લેખે પગાર નોતો ચૂકવ્યો .
હવે આ જગ્યાએ ભારત નો શેઠ હોયતો ? તમે કલ્પના કરો તે શું કહે ? આ પ્રસંગ્નેતો ઘણો ટાઈમ થઇ ગયો . પછી મને ખબર પડીકે જેને મેં લોભી કીધેલો એતો આ પ્રેસનો માલિક છે પછી અને જેની થાળીમાં મારા જેવા હજારોનો રોટલો છે . પછી હું એની સાથે કામ પુતિ વાત કરું અને એ પણ સંકોચાયને , એક વખત શેઠે મને કીધું . તમે મારી સાથે વાત કરવામાં જરાય સંકોચ ન રાખો તમે મારા મિત્ર છો અને ખરું મને પૂછતાં હોતો તમારા જેવો મિત્ર મને હજુ સુધી મળ્યો નથી . પછી એ બહુ ટીખળ કરે કોઈ નવી છોકરી દાખલ થાય તો મને પૂછે . આ નવી છોકરી તમને કેવી લાગી . પછી મને પૂછે તમારા દેશમાં આવી છોકરી મળે તો એને તમે કેવી રીતે બોલાવો ? મેં કીધું એ છોકરી ઓછાબોલી શરમાળ જેવી છોકરી સાથે કામ પુરતી વાત કરીએ જો એની મશ્કરી કરવા જઈએ તો બીજે દિવસે એના ભાઈ પાસે માર ખવડાવે અને છોકરી નખરા બાજ હોય અને આજુ બાજુ કોઈ ન હોય તો એમ કહીએ क्यों टम टम आज बन थान के किसका भला करने जारही है ,
आजे थेंक्स गिविंग डे है તો આજ એક પ્રસંગોચિત વાત કરું છું આ દિવસોમાં શેઠ ટર્કી માટેની લોટરી કાઢે , કોઈને પૈસા આપવાના નહિ . કમ્પ્યુટર એકનું નામ કાઢે એને લોટરી લાગે .એક વખત મને લોટરી લાગી 27 પાઉન્ડની ટર્કી મને મળી . એક માણસ વાત કરતો હતો કે હું 25 વરસથી નોકરી કરું છું મને હજુ સુધી લોટરી લાગી નથી અને તમને વેજીટેરીયન માણસને લોટરી લાગી . અમુક છોકરીયું પણ લોટરી કાઢે એક ડોલરની ટીકીટ રાખી હોય . મારી પાસે ત્રણ છોકરીયું આવી અને મને પૂછ્યું ટર્કી રમવી છે ? મેં કીધું ટર્કીયુ માટે હું ઘરડો છું . એક છોકરી બોલી અરે રમ તુને ટર્કી યુ જુવાન કરી દેશે .
એક વખત મને શેઠે કહ્યું (આ વખતે હું બહુ આરામની નોકરી કરતો ) તમે કાર ચલાવતા શીખી જાઓ તો તમે ઘણા સ્વતંત્ર થઇ જાઓ તમને રાઈડ માટે તમારા ભાઈની મદદ ની જરૂર ન રહે અને તમે કાર ખરીદી લ્યો હું તમને ઉછીના પૈસા આપીશ . મેં કીધું શેઠ આ કાર ચલાવવા માટે જે રીટર્ન ટેસ્ટ આપવો પડી ઈ ટેસ્ટમાં પાસ ન થાઉં કેમકે મને ઈંગ્લીશ આવડે નહિ . તો શેઠ બોલ્યા આ નેગેટીવ ચેક કરી શકો છો .એના કરતાં લેખિત પરીક્ષા સહેલી હોય છે . અને હું તૈયાર થયો . આમેય મેં અમેરિકા આવતા પહેલા નક્કી કરેલું કે આ દેશમાં મારે કામ ચલાઉ ઈંગ્લીશ બોલતા શીખી જવું કાર ચલાવતા શીખી જવું ઘરની કાર ખરીદી લેવી અને ઘણું પોતાનું ઘર હોઉં અને કોઈને મદદ કરી શકું એટલા પૈસા મારી પાસે જમા હોય .
મને શેઠે ડ્રાયવર મેન્યુઅલ મગાવી દીધું .મેં મારા ભાઈને કર ચલાવતા શીખવાનો છું ભાઈએ ચોક્ખી નાં પાડીકે તમારે જોખમ ખેડવાની શી જરૂર છે અમે તમને નોકરી કરવા માટે લઇએ લાવીએ છીએ મારા ભાઈનો વિરોધ હોવાથી મેં કાર શીખવા બાબતની વાત છુપી રાખી હતી . હું મેન્યુઅલ વાંચીને તૈયાર થઇ ગયો મારા ઉપર ભાવ રાખતી મહિલાઓની મદદથી . મેં શેઠને વાત કરીકે હવે મને વિશ્વાસ છેકે હું લેખિત પરીક્ષામાં પાસ થઇ જઈશ ,શેઠે એક મહિલાને મને પરીક્ષા આપવાના ઠેકાણે લઇ જવા માટે કીધું અને મને કીધું કે પરીક્ષાનું જે પરિણામ આવે એની સૌ પ્રથમ મને જાન કરજો . અને હું એકલ દંતા મોટા પેટવાળા લાંબી સૂંઢ વાળા અને ઉંદરડાના વાહન વાળા ગણપતિ દાદાનું સ્મરણ કરીને પરીક્ષા આપવા ઉપડ્યો પરીક્ષક મહિલા હતી આ મહિલાઓનો પરિબળ વાળો દેશ જ્યાં જુવો ત્યાં મહિલાઓજ ભટકાય ..
મેં પરીક્ષા આપી અધિકારીએ પેપર તપાસ્યું . અને મને સારી રીતે પાસ થયાના શુભ સમાચાર આપ્યા આ શુભ સમાચાર સાંભળવાનું મને પાછું મન થયું એટલે મેં લેડીને પૂછ્યું શું કી ધુ ? લેડી બોલી તમે બહીજ સારી રીતે પાસ થઇ ગયા છો . અને મેં શેઠને ફોન કરીને શુભ સમાચાર આપ્યા . શેઠે તાબડતોબ કેક મગાવી અમારા વિભાગના માણસોને ભેગા કરી નાનકડી પાર્ટી રાખી . કેક ઉપર મોટરને લગતા ચિન્હો નાં ચિત્રો દોરવ્યા। અને પછી કાર ચલાવવા માટે કલાકના પાંત્રીસ ડોલર આપી કાર શીખ્યો . અને સુબરું કાર ખરીદી કાર શીખવાડ નાર લીંડા નામની મોટા સ્તન વાળી મહિલા હતી .
બ્રેકમાં
Like this:
Like Loading...
Related
પ્રતિ,
માનનીયશ્રી
ગુજરાતથી પ્રોફ. મહેબૂબ દેસાઈ આપને આ પત્ર દ્વારા સૌ પ્રથમ પ્રણામ અને નમસ્કાર પાઠવે છે.
આપ મને ઓળખો છતાં મારો થોડો પરિચય આપી દઉં.
હું ગાંધીજીએ સ્થાપેલ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે કાર્ય કરું છું. લેખક અને વક્તા તરીકે ગુજરાતમાં સક્રિય છું. હાલ મારી ત્રણ કોલમો અનુક્રમે દિવ્ય ભાસ્કર ( રાહે રોશન), ફૂલછાબ (અતીતના આયનામા) અને ગાંધીજીને અપાયેલા માનપત્રો (કુમાર માસિક) માં ચાલે છે. લગભગ ૫૦ પુસ્તકો લખવાનનું સદભાગ્ય ઈશ્વરે આપ્યું છે. એ માટે તેમનો ઋણી છું. ઓગસ્ટ ૨૦૧૫માં યુ.એસ..એ.આવવાનું આયોજન કરી રહ્યો છું. આપ સૌની મુલાકાત લેવાનું મને અવશ્ય ગમશે.
મારા આગમનનો ખર્ચ અને રોકાણની આપે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ તમામ ખર્ચ વિવિધ સંસ્થાઓમાં વહેચાય ગયો છે. મારું રોકાણ યુ.એસ..એમાં લગભગ એકાદ માસનું છે. એટલે ગુજરાતી સમાજને મળવાનો લોભ રોકી શકતો નથી. આશા છે આપ મને આપ સૌને મળવાની તક આપશો. એ માટે માત્ર આપનું ભાવ ભર્યું નિમંત્રણ જ મારા માટે કાફી છે. મારા વિષે આપ ઈન્ટરનેટ પર વધુ વિગતો મેળવી શકો છો.
આભાર સહ
આપને સૌને મળવા ઇચ્છુક એક ગુજરાતી
પ્રોફે. મહેબૂબ દેસાઈ
પ્રિય મહેબુબ ભાઈ દેસાઈ
આપનું અમેરિકામાં આગમન એને હું મારા માટે અનોખો આનંદ સમજુ છું આપ જેવા સમર્થ વિદ્વાનના મારા જેવા ને દર્શન થશે ઘણું શીખવા મળશે .મારી એરિઝોનાના રણમાં આવેલી ઝુંપડી તમારી પધરામણીની દરવાજા ખુલ્લા રાખીને વાટ જોઈ રહી છે .
પ્રેમ સહીત હિંમતલાલ જોશી આતા આતાઈ
માનનીય દેસાઈ સાહેબ, મારું નામ પ્રવીણ શાસ્ત્રી. મારા બ્લોગ પર આપના પ્રવાસની વિગત કોમેન્ટમાં જણાવતા રહેજો. હું ન્યુ જર્સીમાં છું. આપને મળતાં મને પણ આનંદ થશે.
નમસ્કાર આતાજી. માનું છું કે જ્યારે તમે કાર ચલાવવાની શરૂ કરી હશે તે દિવસે તમારા સ્ટેટના ગવર્નરે ઈમર્જન્સી ડિકલેર કરી હશે કે ‘સલામતી માટે કોઈએ પણ ઘરની બહાર રસ્તા પર નીકળવું નહી. કારણકે એક સોરઠી ભાયડો. રસ્તા પર નજર રાખવાને બદલે એની ડ્રાઈવિંગ ગુરુના મોટા સ્તન પર જ નજર રાખીને ડ્રાઈવિગ શીખી રહ્યો છે.’
મારી વાત સાચી છે ને?
પ્રિય પ્રવીણ કાન્ત શાસ્ત્રી ભાઈ
એક વખત હું કાર ચલાવતો હતો મારો ભાઈ મારી પાસે બેઠો હતો હું કાર બહુ ધીમી ગતિએ ચલાવતો હતો રોડ સાંકડો હતો .કોઈ સાઈડ કાપીને આગળ નીકળી શકે એમ નોતું એટલે મારી કારની પાછળ જબરી કારોની લાઈન લાગી ગઈ કોઈકે પોલીસને ફોન કર્યો , એટલે પોલીસ જેમ તેમ કરીને મારી કાર પાસે આવી , અને મને કીધું આ તમારું સોરઠ નથી . આજે તો તમને જવા દઉં છું . હવેથી બધા જે સ્પીડે કાર ચલાવતા હોય એવી રીતે ચલાવવી . સમજ્યા ?
હું અમદાવાદમાં પોલીસ મેન હતો ત્યારે કોઈ આવી રીતે કાર ચલાવે તો એવું સંભળાવું કે એય આ તમારા બાપાનો બગીચો નથી .અને ઉપરથી નામ લખીને કોર્ટમાં દંડ પણ કરાવું
આતાજી હવે તમે ઈન્ડિયા જાવ તો ત્યાનાં પોલિસને શું સલાહ આપો?
હું ભારતના પોલીસને એવી સલાહ આપું કે . કોઈ ભૂલ કરે એની સામે કદી તોછડાઈથી વર્તવું નહિ .અને એની કસુર માટે માફી આપીને એવું કહેવું કે ભાઈ કાર ચલાવતી વખતે અન્ય વ્યક્તિનો પણ ખ્યાલ રાખવો .
અમેરિકામાં આ અભણ આતા…
યાદ
લાગણીના મામલામાં છે અભણ,
શહેરને કાગળ લખીશું ક્યાં સુધી ?
અપૂર્વ મૌલિકતાસંપન્ન કવિ શેક્સપિયર કોઈ મહાશાળામાં ભણેલો ન હતો. તો પછી એની કવિતામાં જે શક્તિ છે, તે આવી ક્યાંથી ? કોલરિજ કહે છે : ‘એવા મોટા શેક્સપિયરે પણ પહેલાં ધીરજપૂર્વક અભ્યાસ કરેલો, ચિંતન કરેલું અને સૂક્ષ્મતાથી જગતને સમજવા પ્રયત્ન કરેલો. અને તે ક્યાં સુધી ? એ જ્ઞાન પોતાની સમગ્ર સ્વાભાવિક લાગણીઓ સાથે ગૂંથાઈ ગયું અને પરિણામે ગંજાવર શક્તિને જન્મ આપી શક્યું ત્યાં સુધી.’ મેથ્યુ આર્નોલ્ડે શેક્સપિયરને સ્વયંશિક્ષિત કવિ કહ્યો છે. કવિ નામને પાત્ર સહુ કોઈ સ્વયંશિક્ષિત હોય છે.
અભણ ગણાતાં માણસો જીવનમાં કવિતા વિના ચલાવી લેતાં નથી, પણ ભણેલા વર્ગે કવિતા વગર જીવવાની કળા હસ્તગત કરી હોય એવું દેખાય છે. ઉપરાંત, ભણેલાં માણસો એકબાજુ જૂના શિષ્ટ સાહિત્યથી અને લોકસાહિત્યથી દૂર પડી ગયાં છે, તો બીજી બાજુ પોતાના જમાનાની સાચી સર્જક કવિતા કરતાંય વધુ તો કવિતાનો લેબાસ ધારણ કરેલી કૃતિઓનો એમને જ્યાં ને ત્યાં ભેટો થતો હોય છે. વારંવાર કાને અથડાતાં સિનેમાગીતો અને એને મળતી રચનાઓનો જેની રુચિ ઉપર પ્રભાવ પડતો હોય, અને છાપાં જેની ભાષા ઉપર છાપ પાડતાં હોય, તેવા વર્ગ સામે કવિતા કરવાની હોય ત્યારે કવિને માટે પણ કવિતાની ખોજ વધુ કપરી બને છે. કવિતા માટે ઉપરથી અનુકૂળ લાગતી, પણ વસ્તુતઃ એવી ન હોય એ જાતની પરિસ્થિતિમાં સમકાલીન કવિતા રચાઈ છે.
તો કાર ખરીદી અને કાર ચલાવી…
એની શું વિસાદ છે ?
પ્રિય પ્રજ્ઞા બેન
તમારી વાત સાચી છે .શેકસપિયર જેવા કે જે કોલેજમાં નહિ ભણેલા એવા પોતાના જાત અનુભવથી કેટલું વિશાલ કાવ્ય સાહિત્ય રચી ગયા એની સામે મેં કાર ખરીદી અને કાર ચલાવી એની શું વિસાત છે ?
આતા
તમને કાર ચલાવતા આવડે છે ; એ વાત હું ના માનું . એક દિ પણ તમારી કારમાં બેસાડ્યો છે ખરો? ખેર, આ તો જોકમાં કહ્યું. બાકી મારો ધરમ – તમને ફેરવવાનો.
——–
જોક્સ બાજુએ મુકીએ તો ત્યાંના અધિકારીઓની સાદાઈ આપણા દેશી સાહેબોને સમજાય જ નૈ.
મારો અમેરિકાનો આ અનુભવ મમળાવજો.
https://gadyasoor.wordpress.com/2008/07/09/meet_bill/
પ્રિય સુરેશભાઈ ઘણા વખત થી કાર ચલાવતો નથી .એમાં એરિઝોના માં આવ્યાપછી સ્ટીરીગવિલ ને હાથ અડાડ્યો નથી . મારા ભાઈ અને દીકરાઓનો હું કાર ચલાવું એનો સખત વિરોધ છે .તમે અહી આવ્યા ત્યારે તમારે મને પોતાની કારમાં ફેરવીને જલસો કરાવવો હતો . એટલે મારી પાસે કાર હોત તોપણ તમે મને ચલાવવા નો દેત .
હજી મારી પાસે લાયસન્સ છે . પણ તેનો ઉપયોગ ઓળખ પત્ર તરીકે કરું છું .
આપણા ઓફીસરોતો પોતે કોણ છે એની બહુ રુવાબ થી આપે . મારા પ્રિન્ટીંગ પ્રેસના માલિક ની સાદાયની નમૃતાની વાત લખવાની રહી ગએલી જે હવે લખું છું . હું જયારે શેઠને ઓળખાતો નોતો કે આ શેઠ છે . ત્યારે હું તેમને ઓડર કરતો કે એય તું સોડા મશીન તરફ જાય છે તો મારા માટે એક રસનું ડબલું લેતો આવજેને પ્લીઝ તો એ કહે પૈસા ભલે તમારી પાસે હોય કોઈ વખત તમે મારા માટે લઇ આવજો . શેઠ અને મેનેજર ડેવિડ હેનરીનો પ્રેમ મારાથી ભૂલાતો નથી . શેઠ હવે સ્વર્ગમાં છે . અ હા હા એના પ્રેમની વાતો જેટલી કરું એટલી ઓછી પડે એમ છે અને ન માની શકાય એવી છે , મારી જે શરૂઆતની સખત મહેનતની નોકરી હતી એ બદલીને મને પ્લેટ મેકિંગ મા મુક્યો ત્યાં બાબ હેમિલ્ટન નામનો માણસ કામ કરતો હતો એને શેઠે કીધું કે હિંમતને તારી પાસે મુક્યો છે . એ તુને કંપની આપવા માટે છે . એને કંઈ આવડતું નથી . એક વખત બાબે મને કીધું કે તારા ભાઈને કહીદે કે તુને તેડવા નો આવે હું મૂકી જઈશ . એક વખત મને થયું કે બાબને હું થોડા પૈસા આપું . એક દિવસ મેં એને પૈસા આપ્યા .એ બોલ્યો શાના પૈસા આપેછે . મેં કીધું તે મારા ભાઈનો મને તેડવા આવવાનો ધક્કો બચાવ્યો . એટલે તુને કોઈ વખત દારુ પીવામાં કામ લાગશે . બાબ બોલ્યો હું તારો ડ્રાઈવર નથી દોસ્ત છું .અને ધમકી ઉચ્ચારી કે હવે તે પૈસા આપવાની વાત કરી તો તુને અધ વચ્ચે ઉતારી દઈશ , એમ હસતાં હસતાં બોલ્યો .
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
From: આતાવાણી To: hemataata2001@yahoo.com Sent: Friday, November 28, 2014 4:02 PM Subject: [આતાવાણી] Comment: “અમેરિકામાં આ અભણ આતાએ કાર ખરીદી અને કાર ચલાવી” #yiv9034929073 a:hover {color:red;}#yiv9034929073 a {text-decoration:none;color:#0088cc;}#yiv9034929073 a.yiv9034929073primaryactionlink:link, #yiv9034929073 a.yiv9034929073primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv9034929073 a.yiv9034929073primaryactionlink:hover, #yiv9034929073 a.yiv9034929073primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv9034929073 WordPress.com | | |
આદરણીય વડિલ શ્રી આતાજી
હવે અમેરિકા ભ્રમણે નિકળી પડો. બાપા
પ્રિય ગોવિંદ ભાઈ
હા તમારી વાત કાઢી નાખવા જેવી નથી અને મને પણ પ્રવાસ કરવો ગમે છે . હજી જ્યાં સુધી મારી જાન્ગુમાં જોર છે ત્યાં સુધી ફરી શકું એમ છું . બાકી હવે પહેલાની શક્તિ નથી રહી
ગોવિંદ અમે ગલઢા થયા જાંગે તૂટ્યાં જોર
ગોરીયું ભેગા નાચતા તેદિ નળિયું હતિયું નકોર