ભાગ્ય માણસને ક્યાં નો ક્યાં મૂકી દ્દ્યે છે.#2

મને મારા ભાઈ પ્રભાશંકરે  અને એની વાઈફ એલિઝાબેથે વિઝીટર વિસા ઉપર અમેરિકા તેડાવ્યો એ વાત હું કહી ચુક્યો છું  .
મારો ભાઈ અને એની વાઈફે મને અમેરિકા  ફરવા આવવા તેડાવતા પહેલાં તેઓ  ભારત ફરવા આવેલા આ વખતે મેં  મારાથી બને એટલું અને તેઓને ગમે એવું સ્વાગત કરેલું  .એલિઝાબેથને ભેંસ ઉપર સવારી કરવી ઊંટ ગાડીમાં બેસાડી  મારા એક ખેડૂત સગાની ઝુલુથી શણગારેલી બળદ ગાડામાં બેસાડી એકાદ માઈલની રાઈડ આપી  .બસની ભીડોમાં બેસાડીને અનુભવ કરાવ્યો  .પણ ગામડાના માણસો  સીટ ઉપરથી ઉભો થઇ જાય અને એલિઝાબેથને બેસાડે  . આ વખતે  ગામડાઓમાં શોચ ક્રિયા  માટે ખુલ્લામાં ઉકરડે અથવા સીમમાં દુર જવું પડતું ટોઇલેટ પેપરને બદલે પાણીનો ઉપયોગ કરવો પડતો  .ખોરાક પચે નહિ ઝાડા ઉલટી થઇ જાય  . આવી બધી તકલીફો એલિઝાબેથે હસ્તે મોઢે સહન કરી અને પોતાના પતિના સગા વહાલાના અને સબંધીઓના  ઉછળતા પ્રેમનો અનુભવ  કર્યો  . તે છતાં તેણે અને  મારા ભાઈએ  ભારતનો સાડા ચાર મહિના  પ્રવાસ કર્યો  .એલીઝાબેથતો ગામડીયાના પ્રેમથી એટલી અંજાઈ ગએલી કે  હજી સુધી યાદ કરે છે  .ભારતના જે ચોરી છેતર પીંડી  ભિખારી વૃતિનો  જરા સરખો અનુભવ થવા  નહી  દીધેલો  , દિલ્હીમાં એક ટેક્ષી ડ્રાઈવર જરાક દાદાગીરી  કરીને વધુ પૈસા પડાવવાની કોશિશ કરી જોઈ  આ વખતે મારો ભાઈ ગુજરાત સમાજમાં ગએલો  એટલે ટેક્ષીવાળો   ગુજરાતી અને તેની સાથે ગોરી જોઇને  થોડી દાદાગીરી કરીને  પૈસા પડાવવાની  કોશિશ કરી જોઈ અને 6 ફીટના ઊંચા અને મજબુત ભાઈ સામે સાડા પાંચ  ફૂટયા અને   દુબળા  પાતળા અને સફેદ દાઢી વાળા  ટેક્ષી વાળાએ બાયો ચડાવી અને પછી જ્યારે ભાઈએ  ભાઈએ બાયો ચડાવી અને મુક્કો ઉગામ્યો એટલા  ભાગ્યો।  બસ આ એલીઝાબેથ માટે  થોડો કડવો અનુભવ  હતો   .
પણ મારા ભાઈ કરતાં એલિઝાબેથને મને અમેરિકા તેડાવવાની ખુબ  ઈચ્છા થએલી મારા ભાઈની એવી ઈચ્છા હતી કે મારે  અમેરિકા રોકાઈ રહેવું  અને પછી  અલીગલને લીગલ  થવાનું જાહેર નામું  બહાર પડે ત્યારે લીગલ થઇ જવાનું   . જયારે  ત્રીજી વખત  વધુ વિસા મળવા માટે અરજી કરેલી  ત્યારે એનો કશો જવાબ આવ્યો નહિ  . આ વખતે મને કોઈને ન કહેવાય એવી ચિંતામાં ઘેરાઈ ગએલો  .  હું ચિંતા મુક્ત થવા  મારા મનને  બીજે વાળવા કોશિશ કરતો  પણ મારી કોઈ કારી ફાવી નહિ  . લોકો અમેરિકા ફરવા આવે છે એનું વજન વધી જાય છે  . જયારે મારું વજન  36  શેર ઘટી ગએલું  હું સાવ દુબળો પડી ગએલો  .અમેરિકા માં મને બે વરસ થવા આવ્યાં  ,એવામાં મને મારા ખાતા મારફત કાગળ આવ્યોકે  જો તમે બે વરસ સુધી નોકરી ઉપર નહિ ચડો  તો  તમે તમારી નોકરી ગુમાવશો કેમકે કાયદો એવો છે કે કોઈ બી સરકારી નોકર  ગમેતેવા કારણસર  બે વરસ સુધી  નોકરી ઉપર હાજર ન થાય  તેમને  નોકરી ઉપરથી છુટ્ટા ગણી લેવામાં આવે છે  . આ વખતે મારા ભાઈએ  અને દીકરાએ કહેલું કે  હવે તમે નોકરી નહિ કરતા  તમે હાડમારી ભરેલી અને જોખમી નોકરી  ઘણી કરી હવે તમને અમે તમારા પગારથી ડબલ પગાર આપીશું અને રહેવા માટે તમને એક  ઘર ખરીદી આપીશું અમદાવાદમાં કે તમને ગમે તે ગામમાં  . પછી મારો દેશ ભેગા થવાનો મારો નિર્ણય જોઈ મને  મારા ભાઈએ   પ્લેનની ટીકીટ લઇ આપી એક નવા દેશનો અનુભવ થાય એ માટે  મને અઈસ્લાંડ અને ઇંગ્લેન્ડ થઈને  ભારત જવું એવી ટીકીટ લઇ આપી  અને મને રોકડા પૈસાના બદલે ટ્રાવેલ ચેક આપ્યા  .સૌ ને એવો ક્યાલ હતો કે આ ચેક રેલ્વેની ટીકીટ લેવા રેસ્ટોરામાં જમવા ટેક્ષી ભાડા માં બધે  ચાલશે અને દુનિયાના  કોઈ પણ દેશમાં ચાલશે  . પણ આ ખ્યાલ ખોટો હતો  . હું  ન્યુ યોર્ક  કેનેડી એરપોર્ટથી  અઈસ્લાંડ આવ્યો અહીંથી મારે પ્લેન બદલવાનું હતું  . નામ અઈસ્લાંડ પણ મેં ક્યાય અઈસનું તલ્કું જોયું નહિ  ક્યાય ઝાડ પાન પણ જોવામાં આવ્યું નહિ સુસવાટા  મારતો ઠંડો પવન હતો  . હું ઇંગ્લેન્ડ  જતા પ્લ્રેનમાં બેઠો  જોરદાર ધુમ્મસ હતો  નીચે કશું દેખાય નહિ કોઈ વખત  થોડો સમુદ્ર દેખાય  પ્લેન ઈંગ્લેન્ડના ગ્લાસગો  શહેરના એરપોર્ટ ઉપર  થોડી વાર ઉભું રહ્યું  . પેસેન્જરોની ચડ ઉતર થઇ  અને પ્લેન લંડનના   હિથ્રો કે ગેટવિક   એર પોર્ટ ઉપર ઉભું રહ્યું  .અહીંથી  બીજા એર પોર્ટ  ઉપર જવાનું અને એ બીજા એર પોર્ટ ઉપર જવા માટે  લંડન  શહેર અંદરથી પસાર થવું પડે  , ઇંગ્લેન્ડ માં અનેક તરકીબો કરીને ઘુસતા હોય છે  . મારા માટે   ઈંગ્લેન્ડના  ઈમીગ્રેશન વાળાએ  એવું અનુમાન કર્યું કે હું  ઘુસણ ખોર છું  . એટલે  મારી બહુ પૂછ પરછ કરી  અને મને ટેક્ષી દ્વારા  આ ટેક્ષી વાળો મને બીજા એરપોર્ટ ઉપર મૂકી જાય   અને સત્તાવાળાઓની  સહી લ્યે કે આ માણસને  સહી સલામત એર પોર્ટ ઉપર મૂકી આવ્યો છે  .મને ટેક્ષીનું  ભાડું આપવા માટે   ડોલરના પાઉન્ડ કરવા માટે ડોલર માગ્યા મેં કીધું મારી પાસે  ડોલર  નથી પણ ટ્રાવેલ ચેક છે  . તો એ નહિ ચાલે એવું કીધું  એટલે મને ઇમિગ્રેશનનો  કર્મચારી  પોતાની કારમાં બેસાડીને   એર પોર્ટ ઉપર મૂકી ગયો   . મફતમાં   અહી  પણ  મફતલાલની મફત ગીરી ચાલી  . હું મનમાં એટલો રાજી થયો કે  એક અમદાવાદના પોલીસ વાળાને  ઇંગ્લેન્ડનો ગોરો સરકારી માણસ પોતાની કારમાં  માનસર   કારનું બારણું ખોલીને  બેસાડ્યો  .

8 responses to “ભાગ્ય માણસને ક્યાં નો ક્યાં મૂકી દ્દ્યે છે.#2

  1. pragnaju નવેમ્બર 26, 2014 પર 7:14 એ એમ (am)

    ભાગ્ય યાદ રહસ્યોની ગુફામાં

    રહસ્યોની ગુફામાં જઈ નીસરવું યાદ આવ્યું નહિ,
    સમયસર ખૂલજા સિમસિમ ઉચ્ચરવું યાદ આવ્યું નહિ

    અમે જે બાળપણમાં ભીંત પર દોર્યું સરળતાથી
    ઘણા યત્નો છતાં પાછું ચીતરવું યાદ આવ્યું નહિ

    હતું એ હાથમાં ને રહી ગયું એ હાથમાં એમ જ
    ખરે ટાણે હુકમ પાનું ઊતરવું યાદ આવ્યું નહિ

    કલમથી શાહી બદલે દર્દ છંટકોર્યું છે કાગળ પર
    બીજી કોઈ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહિ

  2. pravinshastri નવેમ્બર 26, 2014 પર 8:38 એ એમ (am)

    આતાજી, આપનો પહેલો લેખ પણ વાંચ્યો અને બીજો પણ વાંચ્યો. તમે અમેરિકામાં ૬૯માં આવ્યા અને હું ૭૦માં આવ્યો. મારા કરતાં તમારો અનુભવ ખુબ જ રસિક છે. તમારી શૈલી પણ ખૂબ જ સરળ અને સરસ છે. બસ લખતા જ રહો. તમારો પરિવાર પણ વિવિધ સંસ્કૃતિનું સરસ સંયોજન છે.

  3. ગોદડિયો ચોરો… નવેમ્બર 29, 2014 પર 9:21 પી એમ(pm)

    આદરણીય વડિલ શ્રી આતાજી

    વાહ વાહ આત્તા કેટલા દેશ ફર્યા છો ?

  4. aataawaani નવેમ્બર 30, 2014 પર 7:25 એ એમ (am)

    પ્રિય ગોદડીયા ચોરાની સભા ભરનારા અને દુનિયાની અવનવી વાતો લાવનારા અને મારા જેવાના જ્ઞાન માં વધારો કરનારા ગોવિંદ ભાઈ તમારી કોમેન્ટ મને ઘણી ગમી ,
    તમારે ત્યાં જમરાજા ખોવાઈ ગએલા ત્યારે માશીયાલાં તલવારના મ્યાન જેવા શીંગડા વાળો પાડો લાવેલા અને મને લેવા આવેલા ત્યારે કુંઢલા શિગડા વાળો પાડો લઈને આવેલા પણ તમારા જેવા મિત્રોએ તેમને પાછા કાઢેલા અને ઉપરથી ચેતવણી આપી કે જો સો વરસની આતાની ઉમર થયા પહેલા જો આવ્યા તો તમારી ખૈર નથી .

  5. Vinod R. Patel ડિસેમ્બર 4, 2014 પર 11:03 પી એમ(pm)

    આતાજી તમે ભૂતકાળનાં તમારી અમેરિકાની યાત્રાનાં સંસ્મરણો નું સરસ વર્ણન કર્યું છે.
    તમારાં ભાભી એલિઝાબેથને ભેંસ ઉપર સવારી કરાવી, ઊંટ ગાડીમાં બેસાડયા ની વાત બહુ ગમી .
    જૂની બધી વિગતો એરપોર્ટના નામ સાથેની તમને હજુ યાદ રહી છે એ બતાવે છે કે ૯૪ વરસે પણ
    તમારી યાદ શક્તિ ઘણી સારી કહેવાય .આવી બધી જૂની યાદોની વાતો લખતા રહો ,રસ પડે એવી હોય છે.

    • aataawaani ડિસેમ્બર 5, 2014 પર 7:21 એ એમ (am)

      પ્રિય વિનોદભાઈ
      આવી મારી જૂની વાતો મને યાદ કરાવવા માટે તમારા જેવા મિત્રો અને મારો દીકરો કહેતો હોય છે। અને હું બ્લોગમાં મુકતો જાઉં છે . એક બ્લોગમાં મુકવા જેવી વાત ગોવિંદભાઈ પટેલના કોમેન્ટમાં મૂકી છે . મિત્રોને એના ઈ મેલ ઉપર પણ મૂકી છે
      आताका ब्लॉग रह जायगा आता गुजर जाएगा

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: