ભાગ્ય માણસને ક્યાં નો ક્યાં મૂકી દ્યે છે .

. હું મારા  ભાઈના બોલાવવાથી  અમેરિકા જવા માટે       મેં તે વખતના ડી એસ પી  ડેબુ (પારસી)  સાહેબ પાસે બે વરસની  રજા માગી   તેણે મને પૂછ્યું  આટલી લાંબી રજા શા માટે  જોઈએ છીએ મેં કીધું  સાહેબ મારે અમેરિકા જવું છે  . ત્યાં તમારું કોણ છે   ત્યાં મારો ભાઈ અને દીકરો છે  એ મને ત્યાં ફરવા માટે બોલાવે છે  . તેઓ બોલ્યા મેં સાંભળીયુ છે કે એક પોલીસનો દીકરો અમેરિકા છે એ તમારો દીકરો હશે  બરાબર મેં હા પાડી પછી તેઓ બોલ્યા  બે વરસની રજામાં તમને  થોડો પુરતો પગાર મળશે થોડો અર્ધો મળશે અને બાકીની રજા તમને વગર પગારે મળશે સમજ્યા ? મેં કીધું હા
મને ત્રણ મહિનાનો વિજીટર  વિસા મળ્યો   હું કુવેત થઈને અમેરિકા  ન્યુ યોર્કના  કેનેડી એર પોર્ટ ઉપર ઉતર્યો  1969 માર્ચની 19  તારીખ હતી    .અહીંથી મને માંરોભાઈ અને તેની વાઈફ એલીઝાબેથ  પોતાને ઘરે   ન્યુ યોર્ક શહેરથી 90 માઈ દુર  પોતાના ગામ મહોપેક લઇ ગયાં  ,મારા ભાઈનું ઘર સવાબે એકરની પ્રોપર્ટીમાં છે  . ઘરની આસપાસ  ઘાસનું  થોડું મેદાન છે  બાકીની જગ્યામાં  ઘાટું જંગલ છે  . ઝવેરચંદ  વાર્તા નાં વર્ણન  પ્રમાણે સસો ખાલ મેલે  એવી    ઘાટી ઝાડી  આ સમયે  કેનેડાના  મોન્ટ્રીયલ  શહેરમાં વિશ્વ મેળો હતો મને ઈંગ્લીશ જરા  પણ  બોલતા કે સમજતા નો આવડે  તેમજ અહીના રીવાજ થી સાવ અજાણ      મારા ભાઈના સસરા  પક્ષ ના  માણસો બધા અમેરિકાનો   હું જ્યાં મેમાન થાઉં  ત્યાં બધા મને પ્રેમથી આવકારે  સ્ત્રીઓ ભેટે બકીયું ભરે હું કોઈ સ્ત્રી મને ભેટવા આવે તો  ભડકીને આઘો જતો રહું   . મને સમજાવ્યો કે  આ દેશમાં  સ્ત્રીઓ પુરુષોને ભેટે છે એને બકીયું  ભરે છે  એ અહીની પ્રથા છે  . સ્ત્રી તમને બકી ભરે અને તમે ભાગો એ સ્ત્રીનું અપમાન તમે કરો છો એવું મનાય માટે તમારે  તમને બાથે વળગે  તો તમારે પણ બાથ ભીડવી  બાકી ભરેતો તમારે પણ સામી બાકી ભરવી  . પછી હું  બરાબર રિવાજનો જાણીતો થઇ ગયો  . તે લોકોની મદિરાની પ્યાલીઓને હું સફરજનના  રસની પ્યાલી અડાડીને  રસ પીવા માંડ્યો  .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: