ભાનુમતીના જોક

   આ છબી પર 'ક્લિક' કરી સ્વ.ભાનુબાની ખુમારીને અંજલીરૂપ સત્યકથા વાંચો

     એક ભાઈ પણ બહુ જોક કહે પણ એની વાઈફનું નામ ન દે. એક બોલકા બેને તે ભાઈને કીધું  આ હિંમત કાકા  ભાનુબેનના બહુ જોક કહે છે  .પણ તમે તમારી વાઈફના જોક કદી કેતા નથી   .પછી અમને એમ લાગે કે તમે તમારી વાઈફથી  ગભરાતા હશો  .
તે ભાઈ કહે, “ના! ના! એવું નથી. મારી વાઈફ પણ ભાનુબેનની જેમ સાંભળી લ્યે. પણ કશું મારી સામે બોલે નહિ.  આવતી વખતે હું એના જોક કહીશ.”

     ઘરે ગયા પછી એની વાઈફને કરગરીને કીધું કે, “આ ગુરુવારે સેન્ટરમાં  મને તારા જોક કહેવા દેજે.  તારા ધણીની કોઈ વાહ વાહ કહે એ તુને નથી ગમતું.? “

     બહુ હાથે પગે લાગીને સમજાવી  ત્યારે એ માની પણ શરત મુકી કે,  “ફક્ત એક જોક કહેજે.”

     ધણી કહે, “સાવ એક જોક કહેવો યોગ્ય ન કહેવાય.”

     પછી એની વહુ કહે, “તો બે જોક કહેજે.  પણ આથી  વધુ અર્ધો જોક પણ કહેતો નહિ .”

     ભાઈ કબુલ થયા  ગુરુવારે  એ જોક કહેવા બેઠા  અને તાનમાં   ને તાનમાં  બે જોક વાળું વચન યાદ નો રહ્યું; અને ત્રીજો જોક કહેવાઈ ગયો. એમના વાઈફ  ઉભા   થઇ  ગયા  અને  મંચ ઉપર જઈને  ભાઈ નો કાંઠલો  પકડ્યો અને બરાડીને બોલ્યાં,” મેર મુઆ !તને  બે જોક કહેવાનું કીધું હતું ને આ ત્રીજો કહેવા બેઠો ? ઘરે આવ્ય પછી તારી વાત છે.” આ ભાઈ ગયા એ ગયા પાછા સેન્ટરમાં આવ્યા નથી   .
મેં ભાનુમતીને  મારા જોક કહેવાનું કહ્યું . એ હવે તમે સાંભળો  .
ભાનુબેન કહે, “એક વખત આ તમારા કાકા  મને ચિત્રનું  પ્રદર્શન જોવા તેડી ગયા .  પ્રદર્શનના દરવાજામાં પ્રવેશ કર્યો, અને બોલ્યા  ” અહી નક્કામાં પૈસા બગડ્યા. આ જો તો ખરી  કેવું ગન્ધારું  અગ્લી ચિત્તર છે ?”

     હું ગઈ અને કીધું, ” એ ચિત્ર નથી. એ અરીસો છે અને એમાં તમારું મોઢું દેખાય છે!”

———-

ભાગ – ૨ 

       જયારે ભાનુંમતીએ મને કીધું કે, “એ  અરીસો  છે અને એમાં તમારું મોઢું  દેખાય છે; ચિત્ર નથી.” મેં કીધું  હું આવો કદરૂપો છું; એતો મને હવે ખબર પડી.”

    સાંભળ્યા પછી ભાનુ મતિ બોલી,” તમને તો એમ કે હું દેવાનંદ જેવો રૂપાળો હોઈશ. ઈ તો  દુવા દ્યો મારા માબાપને કે, તમારી હારે મને પરણાવી;  નહીતર તમે વાંઢા રહી જવાના હતા. કોઈ છોકરી તમારા મોઢા ઉપર થૂંકત  પણ નહિ.”

    પછી મેં કીધું, “એક દિ આપણે મોલમાં હતા અને તું મારાથી  આઘી હતી; ત્યારે એક છોકરીએ મને બકી ભરી અને તું જોઈ ગઈ ત્યારે તું  બોલી હતી કે, તમને તો રેઢા મુકવા જેવા નથી. રંડકયું   હડી કાઢીને   મારું મોઢું  ચાટવા આવેસ  (આવેછે) ને હવે કે છ કે તમે કદરૂપા છો ? “

12 responses to “ભાનુમતીના જોક

 1. Pingback: ભાનુમતીના જોક | હાસ્ય દરબાર

 2. દિનેશના વંદન નવેમ્બર 18, 2014 પર 2:50 પી એમ(pm)

  હવે તો ઘેર બેઠે રોટલો ને બક્કી બેય ખાવ છ. ભારે નસીબના બળિયા.

 3. Vinod R. Patel નવેમ્બર 18, 2014 પર 4:20 પી એમ(pm)

  આતાજી અને ભાનુબેનની જોક વાંચીને મજા આવી ગઈ , પ્રસન્ન દામ્પત્યમાં આવી એક બીજા માટેની જોક

  ની છૂટ હોય તો સંસાર અસાર નથી બનતો , હળવાશથી જીવાય છે.

  • aataawaani નવેમ્બર 18, 2014 પર 6:52 પી એમ(pm)

   વાહ ભાનુમતી વાહ તુંતો સ્વર્ગમાં બેઠી બેઠી એ જોક સંભળાવે છે અને મિત્રોને રાજી કરે છે .હવે મને તારો જોક કહેવા દે .
   એક વખત હું રેશ્નીન્ગની દુકાને કેરો સીન લેવા લાઈનમાં ઉભો હતો અને મારી સાળી અને મારી ભાભી ઘરે આવતાં હતાં . એ મને જોઈ ગયાં મારી સાળી બોલી તમે આ ભાવેસરના બાવા નાં જેવી દાઢી મુછ રાખી છે ભૂંડા નથી લાગતા .જવાદ્યો મને ઘરે મારી બેનને કહું કે બેન તમે મારા બનેવીને કંઈ કેતાં નથી .કેટલા ભૂંડા લાગે છે .
   એ ઘરે ગયાં અને હું નજીકની વાણંદ ની પેઢીએ ગયો અને લાખા વાણંદ કીધું લાકા શું કયો છો કાકા આ દાઢી નાંખ્ય કાઢી નહીતર આજે બે વીજળીઓ મારા ઉપર ખબકવાની છે લાખો અસ્ત્રો સજાવવા માંડ્યો મેં કીધું એલા ભાઈ ખાલી મશીનજ ફેરવી દે કે જેથી અઠવાડિયાથી દાઢી નો કરી હોય એવું લાગે . હું તો આવીને કેરોસીનનું ડબલું લઈને લાઈનમાં ઉભો રહ્યો એટલામાં ઘરવાળી .સાળી અને ભાભી આવીયું . મને જોઇને ઘરવાળી એની બેનને કહે . ક્યા દાઢી ઇતો આલ્સુના પીર છે એટલે અઠવાડિયાથી દાઢી નથી કરી એટલે એવા દેખાય બાકી મને પૂછ્યા વિના દાઢી નો રાખે . મારી સાળી અને ભાભી બંને જનીયું ઝાંખી ઝપટ થઇ ગયું .ઘરે આવ્યા પછી મારી ભાભી હું એકલો મળ્યો ત્યારે બોલી આ તમે ખરી મારી દેરાણીને શીશામાં ઉતારી છે મેં કીધું ભાભી ત્રણ વરસ થયા તમારી દેરાણીએ મારા મોઢા સામું જોયું હોય તો ખબર પડેને કે દાઢી છેકે નથી .
   મિત્રો મેં એક લેખ વર્ષો અગાઉ ગુજરાત ટાઈમ્સમાં લખેલો “પ્રસન્ન દામ્પત્યનાં મધુરાં રમુજી સ્મરણો ” જે દર્પણમાં પણ પસિદ્ધ થએલો જો યાદ હોય તો વિજય શાહને ખબર હશે ,

 4. pragnaju નવેમ્બર 18, 2014 પર 6:43 પી એમ(pm)

  ‘પ્રસન્ન દામ્પત્ય’ના સંદર્ભમાં પરંપરાગત વિચારોને ઝાઝું મહત્ત્વ ન અપાય. કોઈ પણ સ્ત્રી કે કોઈ પણ પુરુષ પૂર્ણ ન હોઈ શકે, પણ પ્રસન્ન દામ્પત્ય માટે પાયાની વસ્તુને પરસ્પર પ્રત્યેની વિશુદ્ધ પ્રીતિ, નિર્મળ લાગણી, સુખી થવા માટે થોડુંક જતું કરવાની તૈયારી, ક્ષમાભાવ, અહંકારનો ત્યાગ, અધિકાર પ્રિયતાને બદલે અનુકૂલન.જીવન જીવવું એ પણ એક મહાન કલા છે અને દામ્પત્યને મધુરતા બક્ષવી એ પણ એક અનુપમ કલા છે.તે આતાજીના જીવનના આવા રમુજ દ્વારા માણી શકાય

 5. sharad shah નવેમ્બર 19, 2014 પર 4:10 એ એમ (am)

  મારા ગુરુ કહેતા, “જ્યારે ”હિન્દુ મુસ્લીમ ભાઈ ભાઈના નારા લગાવવામાં આવે ત્યારે સમજવું કે હિન્દુ મુસલમાનો વચ્ચે સંબંધો સારા નથી અને એટલે જ નારા લગાવવામાં આવે છે. નહીંતો નારા લગાવવાની કોઈ જરુર નથી.” ક્યાંક આ મધુર દાંપત્યજીવનના નારા પણ…..?
  જો કે અહીં આતાજીની વાત જુદી છે. પત્નીનો વિયોગ લાંબો થાય ત્યારે કડવી યાદો પણ મીઠી લાગે. જેમ બહુ સમયથી પાણીપુરી ખાધી ન હોય ત્યારે પાછું ખાવાનુ મન થાય તે સ્વાભાવિક છે.

  • સુરેશ જાની નવેમ્બર 19, 2014 પર 5:45 એ એમ (am)

   ઓ, શરદ બાપુ!
   એ પાણી પુરીની યાદ કાં દેવડાવી? ૨૦૦૦ પહેલાં રસ્તાની બાજુમાં ઊભા રહી; સાવ નાની રકાબી હાથમાં ઝાલી, પેટ ભરીને આરોગવાની બધીય મઝાઓ હવે ગઈ, તે ગઈ જ.
   હવે તો આ અમેરિકન બની ગયેલા ખોળિયામાંથી બધી ઇમ્યુનિટીયું ભાગી ગઈ છે! સદગત ઇમ્યુનિટીયું !!

   • sharad shah નવેમ્બર 19, 2014 પર 6:43 એ એમ (am)

    આ વખતે અહી આવો ત્યારે પાછી પાણીપુરી ખવડાવીશ. આપણે મિનરલ વોટરમાંથી પાણી બનાવશું.જોઈએ બગડેલી ઈમ્યુનિટી શું બગાડી લે છે? બહુ બહુ તો અહીં માધોપુરમાં મોત આવશે. તો એવું સદભાગ્ય ક્યાં કે જે ભુમિ પર ૨૦-૨૫ સતગુરુઓ આવી ચુક્યા હોય અને એક જીવંત સતગુરુની હાજરી હોય તે સમયે તે ભુમિપર મૃત્યુ આવે? અહીં આશ્રમમાં કોઈ મૃત્યુને વરે તો અમે તેના દેહને અહીં ત્રણ કિલોમીટર દુર મધુબંતી નદી છે જ્યાં ત્રિવેણી સંગમ ઓજત અને ભાદર નદી સાથે થાય છે ત્યાં લઈ જઈને તેના દેહને અગ્નિદાહ આપીએ છીએ જેથી આત્મા સીધો સ્વર્ગે જાય. બોલો પાણીપુરી તમારા સ્વર્ગ મેળવવાનુ કારણ પણ બની શકે છે. મફત પાણીપુરી ખાવો અને મફત સ્વર્ગનો લ્હાવો ઊઠાવો/ બોલો અમદાવાદી જીવને ગમે તેવી વાત છે ને?

    • સુરેશ જાની નવેમ્બર 19, 2014 પર 6:50 એ એમ (am)

     એ ભાઈ! ( જરા દેખકે ચલો !!)
     એવી પાણી પુરી તો મારી વ્હાલી મને અહીં પણ ખવડાવે જ છે – બહુ પ્રેમથી.
     પણ રસ્તાની બાજુમાં .. આપનારના પસીના સાથેની એ અમદાવાદી લિજ્જતની વાત છે !!!

  • aataawaani નવેમ્બર 19, 2014 પર 9:17 એ એમ (am)

   શરદભાઈની વાત ખરી છે કે લાંબા વિયોગ પછી કડવાશ પણ મીઠાશમાં ફેરવાય જતી હોય છે .અને હાલ હું એની યાદો યાદ કરીને મારી શક્તિ ટકાવી રાખું છું .
   એ માનતા માને એ પણ ભગવાન રાજી થઇ જાય એવી હોય છે . હું કંઈક ગોતવા ઘરમાં ફાંફાં મારતો હોય તો તે પૂછે શું ગોતો છો? હું કહું પેન્સિલ ક્યાંક આડા અવળી મૂકી ગઈ છે તે હાથ આવતી નથી . એ તુર્ત અમારાં કુળદેવી(ખરેખર તો એ મારાં ગ્રેટ ગ્રાન્ડ મધર હતાં)ની માનતા કરે જોડ નાળીયેર અને જોડ દીવાની અને થોડી વારમાં પેન્સિલ મળી જાય એટલે ભાનુમતી બોલે જોયો ચમત્કાર ?( કુળદેવીને અમે બા માવડી કહીએ છીએ ) બા માવડી તો હાજરા હજૂર છે . બા માવડીએ દાતણ કર્યા પછી સૂર્ય દેવને પ્રાર્થના કરી કે હે સૂર્ય નારાયણ મને આ દુ :ખ માંથી મુક્તિ અપાવ્ય . અને જેવા ઘરમાં પ્રવેશ્યા કે તુર્ત સર્પે દંશ દીધો . એમના દીકરાની માથાભારે વહુ નો (મારી ગ્રાન્ડ મધર ) ત્રાસ હતો .

 6. mdgandhi21, U.S.A. નવેમ્બર 25, 2014 પર 9:46 પી એમ(pm)

  આવા જોક્સ વાંચવાની બહુ મજા આવી….

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: