એક દિ ભાઈ ચારો વધી જાશે .

એવું ભારતનાં પ્રાચીન ગ્રંથો કહે છે કે અત્યારે ચોથો યુગ કલિયુગ ચાલે છે  જેમાં મનુષ્યો સુખ શાંતિથી ભાઈ ચારાથી નહિ રહે  .
યહૂદી, ક્રિશ્ચિયન , ઇસ્લામ વગેરે કેટલાક ધર્મોના કહેવા પ્રમાણે એક શયતાન  નામનો એક શક્તિ શાળી અસંસારી પ્રાણી છે એ  બહુ શક્તિશાળી છે  .જે  સ્વર્ગ , માં પણ આવ જા કરી શકે છે  . તે માણસોને ઉંધા ચીતું સમજાવીને ધર્મ ચ્યુત  કરે છે ભારતીય સંસ્કૃતિની માન્યતા પ્રમાણે  શયતાન જેવું કોઈ પ્રાણી નથી  .પણ આખો એક યુગજ એવો હોય છે કે  જે યુગમાં અનીતિ અન્યાય બહુ હોય છે  . ક્રિશ્ચિયન ના એક સંપ્રદાય પ્રમાણે અત્યારે દુનિયામાં શયતાન નું રાજ્ય ચાલે છે  .એટલે અધર્મ અનીતિ અન્યાય  ,ખુબ છે  .હજી પણ આવું બધું ખુબજ ચાલશે  .પછી  ગોડ નું રાજ્ય આવશે એટલે  તે શયતાનને   પકડીને પૂરી દેશે અને અનીતિ આચરનારા માણસોનો પણ નાશ કરશે  .અને બધે શાંતિ શાંતિ પ્રસરી જશે  . તે વખતે  કોઈ માણસ  મરશે અને જે મૃત્યુ પામ્યા છે એ પણ સજીવન થઇ જશે    .તેને વૃધ્વસ્થા પણ નહિ આવે એ કદી બીમાર પણ નહિ પડે  અને કોઈ જાતની એને તકલીફ નહિ પડે   . અને પૃથ્વી ઉપર  સ્વર્ગ જેવી  સુખ સગવડો  થઇ જશે એમાં પણ જે ઉચ્ચકોટીના  મનુષ્યો હશે  એ  જે આકાશમાં સ્વર્ગ છે  ત્યાં વસવાટ કરશે .
એક ગુજરાતીમાં ભજન છે કે
ઉત્તર ખંડેથી સાયબો આવશે  ભેળા અર્જુનને ભીમ  કળજુગ ઉથાપી સતજુગ સ્થાપશે  .
હઝરત આદમ પહેલા સ્વર્ગમાં  ગોડના  ખાસ સેવક હતા  .પણ એને શયતાને લલચાવ્યા   શયતાન નાગનું રૂપ લઈને આવેલો  .
સ્વર્ગમાં અદન  નામે બગીચો  છે  .એમાં અનેક પ્રકારના સ્વાદિષ્ટ  ફળો વાળાં  વ્રુક્ષો છે  .એમાં એક ઝાડ  છે તેનાં  ફળો ખાવાની   ગોડે   મનાઈ ફરમાવેલી   એક દિવસ શયતાન  નાગનું રૂપ લઇ અને આદમ પાસે આવ્યો  .અને ગોડના હુકુમનું ઉલલ્ઘન કરવા લલચાવ્યો અને આદમ ને કીધું કે તું જો આ  ઝાડનું  ફળ  ખાતો તારામાં   અદ્ભુત  દિવ્યતા આવશે  .આદમ શયતાનના  બહેકાવવામાં  આવ્યો અને ફળ ખાધું   પછી ગોડે  એને સ્વર્ગમાંથી  કાઢી મુક્યો અને પૃથ્વી ઉપર મોકલી આપ્યો  .પણ એટલી ગોડે  દયા કરી  કે  આદમને  મનુષ્યો ઉત્પન્ન કરવાની છૂટ આપી  .   આપણે  સહુ  આદમના વંશજ છીએ એટલે આપણે  આદમી  અથવા આદમ જાદ  કહેવાઈએ છીએ  .
દરેક માણસો શાંતિ ઈચ્છે છે  . નિર્દોષ મનુષ્યો  સ્ત્રી બાળકો પુરુષો વગેરેને  ઠંડે કલેજે  નિર્દય રીતે મારી નાખનારાઓને પણ તમે પૂછો કે આવું ઘોર કૃત્ય  તમે શા માટે કરો છો તો તેઓ જવાબ આપશે કે શાંતિ માટે  .
હવે ગોડ  જે અત્યારે ચાલે છે એ શયતાનના રાજ્યને  ઉથલાવીને પોતાનું રાજ્ય સ્થાપશે ત્યારે  શું થશે  એ જાણવા માટે નીચે લખેલું ભજન સાંભળો  .
ભાઈ ચારો વધી જાશે એ ભાયું બેનું  ભાઈ ચારો વધી જાશે  જગતમાં ભાઈ ચારો વધી જાશે
હાઁ  નાત જાત ધર્મ ભેદ ભૂલી જઈને માનવી એકઠાં  થાશે હે ભાયું બેનું માનવી એકત્ર થશે  .એકત્ર થએલાં  માનવીના પછી નવાં  નવાં  શાસ્ત્રો લખાશે  એ ભાયું બેનું  ભાઈ ચારો વધી જાશે  .
હાઁ વાઘ બકરી બેય હાથ પકડીને પાણી પીવા  જાશે  ,સિહણનાં  બચ્લાં  કાકડી ખાશે  . ચિત્તાનાં  બચ્લાં માંડવી ખાશે
હેજી પડ બકરાનો ભોગ તજી ભવાની કેળાં  પપૈયાં  ખાશે આ જગમાં ભાઈ ચારો વધી જાશે
હવે ભગવાનને  જન્મ લેવા માટે સંસારમાં કોઈ  કોશલ્યા કે દેવકી જેવી માતા  નજરે ચડતી નથી    . એટલે
ધરતી ફાડી પ્રભુ પ્રગટ થાય તો આવા દિવસો દેખાશે
જગતમાં ભાઈચારો  વધી જાશે  .
હાઁ ” આતા “કહે આવા દિવસો આવવાની વાટડી  જોયા કરશે
એ ભાયું બેનું  ભાઈ ચારો વધી જાશે

4 responses to “એક દિ ભાઈ ચારો વધી જાશે .

  1. pravinshastri નવેમ્બર 19, 2014 પર 6:55 એ એમ (am)

    ગાયચારા તો ચરી ગયા બિહારી કલયુગીલલવા લાલુ પ્રસાદ.

    • aataawaani નવેમ્બર 19, 2014 પર 10:20 એ એમ (am)

      પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રી ભાઈ
      શ્રી કૃષ્ણ યાદવ હતા તેઓ ગાયો ચારીને ગાયોનું પેટ ભરતા ,
      આ કલયુગી યાદવ લલ્લુ ગાયોનો ચારો પોતે ખાઈ ગયા અને પોતાનું પેટ ભર્યું .
      પણ લલ્લુને એટલા સારા કહેવા પડે કે ગાયોને નથી ખાય ગયા .

  2. સુરેશ જાની નવેમ્બર 19, 2014 પર 9:26 એ એમ (am)

    વો દિન કહાં? !
    અમારા ગ્રેટ ગ્રાન્ડ સન પણ નૈ દેખે !!

    • aataawaani નવેમ્બર 19, 2014 પર 9:54 એ એમ (am)

      પ્રિય સુરેશ ભાઈ હવે ભગવાન અવતાર લ્યે તો એ મનુષ્ય જેવો વર્તાવ વર્તીને લોકોને નહિ શીખવે એવી લીલા નહિ કરે પણ આકાશમાં વાદલાઓથી દેવતાઈ અક્ષરો લખશે જે દરેક માણસને પોતાની ભાષામાં વાંચવા મળશે . અને એમાં બધો ઉપદેશ હશે . અને રાત્રીના વખતે તારાઓની અક્ષરોમાં રચના કરશે . એટલે કથાકારોને કથા કરી કરીને લોકોનું માથું પકાવવાનું નહિ રહે . અને મારા જેવા ને એવું કહેવાનો વારો નહિ આવે કે
      બહુ કથાઓ સાંભળ્યા પછી બેડ મારી ગઇ મતિ
      સાચી વાતો કમ હતી પણ ખોટી વાતો બહુ હતી

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: