ગુણી ધનીયાની અધુરી વાર્તા હવે શરુ થશે અને અહીંજ પૂર્ણ થશે .

ગુણીએ  ધનિયાને પોતાને  ન કાઢી મુકવા બાબત ઘણી વિનંતી કરી  .છેલ્લે છેલ્લે પોતાના  શરીરની  ચામડી ઉતારડાવી   .એમાંથી  મોજડી  બનાવી  તુને પહેરવા આપું પણ મને ધક્કો મારી હડસેલીને  ઘરમાંથી  કાઢી ન મુક   , ભલીયા સાથેનો મારો વર્તાવ  તદ્દન નિર્દોષ હતો  .પણ જેના ઉપર વહેમનું ભૂત સવાર છે એવો  ધનીયો  પોતાની વાત ઉપર મક્કમ રહ્યો   .અને ગુણીને કાઢીજ મૂકી   , ગુણી ઉપર જાણે આભ તૂટી પડ્યો  . ક્યાં જવું  શું  કરવું  ,એની કોઈ દશ  ગુણીને સુઝતી નથી  . રૂપ રૂપનો અંબાર જુવાની જેને આંટો  લઇ ગઈ છે  .એવી ગુણી કાળી  અર્ધી રાતે ઘર છોડીને એકલી હાલી નીકળી  .
વહેતી મેગળ નદીમાં  માંડ  ગોઠણ  બૂડે એટલું પાણી છે   .ગુણી નદી પાર કરીને સામે કાંઠે  જતી રહી અને ચાલવાજ માંડી   . ક્યારેક શિયાળ્યાની કિકિયારી તો ક્યારેક  ધુળનો ઘૂઘવાટ  ,ક્યારેક  જરખનો  ભૂતાવળના   હસવા જેવો અવાજ સંભળાય છે   આ સિવાય વગડો  સુનકાર છે  એવામાં  ગુણીએ  એક ઝાડ નીચે  ભગવાં. વસ્ત્ર ધારી માણસને પોતાને ઓશીકે  તાનપુરો મુકીને સૂતેલો જોયો  .ગુણીના  ચાલવાના અવાજથી  એ સાધુ જેવો માણસ  સફાળો  ઉઠ્યો અને ગુણી   પાસે ગયો  . અને ગુણીને  પૂછ્યું  ,આવી કાળી  મધરાતની રાતે એકલી જંગલમાં ક્યાં  જાય છે  ?  ગુણી  બોલી  હું ક્યા જાઉં છું  ,શા માટે જાઉં છું એની મને કંઈ ખબર નથી  . ભગવાધારીએ  ગુણીને ખાવા  માટે  થોડું કોપરું આપ્યું  અને પીવા પાણી આપ્યું  . પછી ભગવાં  ધારી  એ એક  પગદંડી દેખાડી અને કહ્યું કે આ રસ્તે  તું જા  ખાસ્સું ચાલ્યા પછી  એક  સરખડીયુ  ગામ આવશે  ત્યાં  તું જા  ભગવાન બધાં  સારાં  વાના કરશે  . એટલું કહી   ભગવાં  ધારી જતો રહ્યો  . ગુણી  એનો આભાર માનવા અને ચરણ સ્પર્શ  કરવા ગઈ  ,  પણ તે દેખાણો નહિ અલોપ થઇ ગએલો  . ધાર્મિક વૃતિની   ગુણીએ  માન્યું કે  મને માર્ગ બતાવવા  સાક્ષાત  નારદ મુની આવ્યા હશે  , ગુણીએ અંતરિયાળ  એક ખેતરમાં થોડી  લીધી અને પછી ચાલવા માંડી   , થોડી વારે  સરખડીયું  ગામ આવ્યું અને ચોરામાં જઈને બેઠી   . થોડી વારે પુજારી આવ્યો  , એણે  પ્રાત: પૂજાની  તૈયારી શરુ કરી  પૂજારીએ  ગુણીને જોઈ  પણ એ વિષે  કંઈ જાણવાની   કોશિશ કરી નહિ  किसीको क्या है  कोई आबाद के बर्बाद रहे  ,પણ વલ્લુ  આઈ  તરીકે ઓળખાતાં  ગામનાં  માનીતાં  ડોશીમાં  ગૂણી પાસે આવયાં  અને ગુણીના  ખબર અંતર પૂછ્યા અને પોતાને ઘરે લઇ ગયાં  અને  ગુણીને આશ્વાસન આપતાં બોલ્યાં દીકરી  તું અમારે ઘરે શાંતિથી રહેજે  કોઈ વાતે મુન્જાતી નહિ  . ભગવાને દીધી અમારા ઘરમાં  ગોઠણે ગોઠણે   જુવાર છે  ,  તું નાહી લે  ત્યાં સુધીમાં મારો દીકરો  અને તેની વહુ    તારા સારું પહેરવાનાં કપડાં લઇ આવશે  .કેવા રંગના લૂગડાં  તુને ગમે ? આઈ મારામાં હવે ગમા અ ગમા જેવું  કંઈ રહ્યું નથી  .  પણ હવે મારા સારુ  ધોરાં  વસ્ત્ર લઇ આવજો  .  થોડા વખતમાં   ગુણી વિશેની વાત  આખા  ગામમાં અને  આજુબાજુના ગામ  કડાયું  ,જુથાર   ,જાનડી  .  ઘૂંઘ ટી  , વાંદર વડ   , ચુલડી  ,   વગેરે ગામોમાં ફેલાઈ ગઈ   .  લોકો ગુણીને કોઈ દેવીનો અવતાર સમજવા લાગયાં   અને ગુણીનો ચરણ સ્પર્શ કરી  ચરણ માં  પૈસા ધરવા લાગ્યા  . ગુણીએ અને વલ્લુ  આઇએ  પૈસા સ્વીકારવાની ના  પાડી દીધી   અને  ખડકી ઉપર બોર્ડ લગાવ્યું અને એમાં  મોટા અક્ષરે  લખ્યું કે કોઈએ પૈસા કે કોઈ જાતની  વસ્તુ ભેટ આપવાની   , નથી   .
આ બાજુ  ધનીયો  ગુણીના  વિયોગમાં જુરવા લાગ્યો  .એને હવે એમ લાગવા માંડ્યું કે  ગુણી  કોઈ પુરુષ સાથે યોગ્ય વહેવાર કરે એવી નથી  . અને ભલીયો  મિત્ર   તો મારો ગાઢ  મિત્ર એની સાથે તે કદી  અઘટિત સબંધ બાંધે નહિ  .અને એવી રીતે   ભલીયો  પણ ગુણી  સાથે  દુર વ્યહવાર કરે નહિ  . તે છતાં તે ભલીયાને  મળ્યો  . અને તેને પગે પડીને  વિનંતી  કરી કે   તું મારે ઘરે રાત રોકાણો  ત્યારે  તારી સાથે  ગુણીએ  કેવો વહેવાર  રાખ્યો એ મને એક તારા ગાઢ  મિત્ર તરીકે સત્ય વાત કહી દે  ભલીયો  બોલ્યો  તે દેવીજેવી ગુણીને  ઓળખવામાં થાપ ખાધી   , ગુણીએ  મારું એક પ્રેમાળ બેન કરે એવું સ્વાગત કર્યું  હતું   પછી ધનીયો  ગુણીને ગોતવા નીકળ્યો  .  કોઈએ એને વાવડ દીધાકે  એક સાધ્વી બાઈ  સરખડીયા  ગામમાં આવી છે  . એ થયું  થવું  અને થશે એ બધું સચોટ કહે છે  . તું એને મળ   તે  ગુણી  ક્યા છે એ કહી દેશે  અને તે  પૈસા કે એવી બીજી કોઈ ભેટ  સ્વીકારતી નથી  , ધનીયો  સરખડીયા  ગયો  . દેવી માતા તરીકે  સાધ્વીને મળ્યો  . અને ચમત્કાર થયો  ,એ સાધ્વી એજ  ગુણી  હતી  .  હવે ધનિયાને સંસાર ઉપર વૈરાગ્ય આવી ગયો  , એની  ગુણી  પ્રત્યેની  દૃષ્ટિ બદલાઈ ગઈ   ગુણીમાં   હવે એને જગદંબા નું રૂપ  દેખાણું   અને તે  ગુણીના  સતત  સંપર્કમાં રહેવા માટે  વલ્લુ  આઈનો ખેતી કામનો નોકર બનીને  તેને ઘરે રહેવા લાગ્યો  ,
શિખામણ એ લેવાની કે કોઈ પણ જાતનું પગલું ભરતાં  પહેલાં  ખુબ વિચાર કરવો  ,  બોલો ગુણી  આઈનો  જય ,,AC

14 responses to “ગુણી ધનીયાની અધુરી વાર્તા હવે શરુ થશે અને અહીંજ પૂર્ણ થશે .

  1. pragnaju નવેમ્બર 16, 2014 પર 3:33 પી એમ(pm)

    વગર વિચાર્યું જે કરે પાછળથી તે પસ્તાય
    દેખો એવાં કામથી જાન ઘણાંના જાય
    1અમરેલી જીલ્લામાં આવેલું ખીજડીયા જંકશન નામનું સાવ નાનું એવું ગામ. આ ગામના જંકશન પર રેલ્વેનું ક્રોસીંગ થતુ હતું આથી રેલ્વેમાં મુસાફરી કરતા લોકો સિવાય બહુ ઓછા આ ગામને ઓળખતા હશે. અમરેલીમાં શિક્ષક તરીકે નોકરી કરતા બે મિત્રો શિવરાત્રીનો મેળો કરવા માટે રેલ્વેમાં જુનાગઢ જઇ રહ્યા હતા.

    અમરેલીથી જુનાગઢ જતા વચ્ચે આ ખીજડીયા જંકશન આવે. અહીં રેલ્વેનું ક્રોસીંગ હોવાથી લગભગ અડધો કલાક ટ્રેન ઉભી રહે. બંને શિક્ષકો પ્લેટફોર્મ પર ચા પીવા માટે એક લારી પર ગયા. ચાની લારી પર 12 વર્ષનો એક છોકરો કપ રકાબી સાફ કરી રહ્યો હતો. શિક્ષકે ચાની લારી વાળાને આ છોકરા વિષે પુછ્યુ એટલે એમણે કહ્યુ , ” સાહેબ, મારો જ દિકરો છે પણ એને ભણવાનું નથી ગમતુ એટલે અહીંયા મને મદદ કરે છે.”

    ચા પીધા પછી આ શિક્ષકે છોકરાને બોલાવીને પુછ્યુ , ” બેટા , તને ભણવાનું નથી ગમતુ તો પછી શું ગમે છે ?” છોકરાએ કહ્યુ , “સાહેબ , મને ચિત્રો દોરવા ખુબ ગમે. જુઓ મારા દોરેલા આ ચિત્રો.” સિગારેટના ખાલી બોક્સ પર દોરેલા ચિત્રો જોઇને શિક્ષકો દંગ રહી ગયા. એમણે ચાની લારી વાળા ભાઇને કહ્યુ , ” આ છોકરો તો ખુબ આગળ વધી શકે તેમ છે અમે એને જુનાગઢથી પાછા આવીએ ત્યારે અમારી સાથે લઇ જઇએ અને અમારા ખર્ચે ભણાવીએ. છોકરાના પિતાએ આ માટે મંજુરી આપી અને શિવરાત્રીનો મેળો કરીને આવેલા આ શિક્ષકો કપ-રકાબી સાફ કરતા છોકરાને પોતાની સાથે લઇ ગયા.

    છોકરાને એના મનગમતા ક્ષેત્રમાં આગળ વધવા માટે તમામ પ્રકારની મદદ કરી. એ છોકરાએ વડોદરાથી ફાઇન આર્ટસનો કોર્સ કર્યો. મુંબઇમાં જઇને પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો. આર.કે.લક્ષ્મણ સાથે રહીને કાર્ટુન સીરીઝ ‘વાગલે કી દુનિયા’ બનાવી. પછી તો એની પ્રતિભા ભારત પુરતી મર્યાદીત ન રહેતા ભારત બહાર પહોંચી. ફિલ્મ બનાવવા માટેના સપના જોતો એ છોકરો આંતરરાષ્ટ્રીય ફિલ્મ નિર્માતા-નિર્દેશક તરીકે પ્રખ્યાત થયો. મહાનાયક અમિતાભ બચ્ચન પણ જેની સાથે કામ કરવાની મહેચ્છા રાખે છે એ ખીજડીયાના નલીનકુમાર પંડ્યા તરીકે ઓળખાતા અને હાલ ફાંસમાં રહેતા , છોકરાને આજે દુનિયા “પાન નલીન” ( Pan Nalin ) ના નામથી ઓળખે છે. અને પેલા અમરેલીના શિક્ષક એટલે ડો.વસંતભાઇ પરિખ.

    મિત્રો , આપની શ્રેષ્ઠ કારકીર્દીનું ઘડતર આપના મનપસંદ ક્ષેત્રમાં જ કરી શકશો અને જો ઇરાદો પાકો હશે અને મનોબળ બજબુત હશે તો સફળતા તમારા કદમોમાં આળોટશે.
    ……………………………………………………………………………………………….
    2 ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે.
    ઉજ્જૈન નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એ સ્વભાવનો ઉતાવળીયો હતો અને નાની નાની વાતમાં ગુસ્સો કરવાની અને ધમાલ મચાવવાની એને ટેવ હતી. એની પત્ની એને ઘણી વખત સમજાવે પણ તેના સ્વભાવમાં ફરક પડતો ન હતો.
    એક વખત તેની પત્ની નદી પર પાણી ભરવા ગઈ. તે જતાં જતાં તેના પતિને કહેતી ગઈ કે આપણું બાળક પારણાંમાં સૂતું છે તેનું તમે ધ્યાન રાખજો અને હું ન આવું ત્યાં સુધી તમે દૂર ખસતા નહિ.
    બન્યું એવું કે જેવી બ્રાહ્મણી ગઈ કે તરત બ્રાહ્મણને તેના યજમાનનું એક તેડું આવ્યું. યજમાનને ઘરે કોઈ સારો પ્રસંગ હતો અને તે નિમિત્તે તેણે બધા બ્રાહ્મણોને સીધું-સામાન અને દાન-દક્ષિણા લેવા બોલાવ્યાં હતાં. બ્રાહ્મણને થયું કે જો હું જવામાં મોડું કરીશ તો મારાં દાન-દક્ષિણા પણ અન્ય બ્રાહ્મણો લઈ જશે અને મને કંઈ નહિ મળે. આજુબાજુ જોયું તો તેણે પોતાનો પાળેલો નોળિયો દેખાયો.
    બ્રાહ્મણના ઘરની આજુબાજુ ઘણી વખત સાપ નીકળતા હતા અને સાપના ઉપદ્રવથી બચવા માટે બ્રાહ્મણ-બ્રાહ્મણીએ નોળિયો પાળ્યો હતો. બ્રાહ્મણે નોળિયાને બાળકની બાજુમાં બેસવાનું અને તેનું બરાબર ધ્યાન રાખવાનું કહ્યું અને તે યજમાનના ઘરે ગયો.
    બ્રાહ્મણના ગયા પછી નોળિયાએ એક મોટા કાળા સાપને બાળક તરફ આવતા જોયો. નોળિયા તો સાપના જન્મજાત દુશ્મન એટલે એ સાપના ટૂકડેટૂકડાં કરી ખાઈ ગયો. ત્યાં તેણે બ્રાહ્મણને આવતાં જોયો એટલે તે દોડીને તેના પગમાં આટોળવા લાગ્યો.
    બ્રાહ્મણે જોયું તો નોળિયાનું મોઢું લોહીવાળું હતું. તેને થયું કે નકી આ નોળિયો મારા બાળકને મારીને ખાઈ ગયો લાગે છે. ગુસ્સે ભરાઈને તેણે પોતાની લાકડી વીંઝી નોળિયાને ત્યાં ને ત્યાં મારી નાખ્યો અને ઝટઝટ અંદર જઈને જુએ તો બાળક પારણાંમાં ઘસઘસાટ ઊંઘી રહ્યું હતું અને પારણાની આસપાસ મરેલા સાપના ટુકડાં વેરણછેરણ પડ્યાં હતાં.
    આ જોઈને એને ખ્યાલ આવ્યો કે તેના વફાદાર પાળેલા નોળિયાએ તો તેના બાળકને મોતનાં મોંમાંથી ઉગાર્યો હતો અને પોતે તે ભલાં પ્રાણીની કોઈ કદર કરવાના બદલે વગર વિચાર્યે તેને જ મારી નાખ્યો હતો.
    બ્રાહ્મણી પાણી ભરીને પાછી આવી તો તેને પણ પોતાના પાળેલા નોળિયાને મરેલો જોઈ ખૂબજ દુઃખ થયું. પછી તેણે બ્રાહ્મણ પાસેથી વચન લીધું કે હવે પછી તે ખોટી ઉતાવળ કરી વગર વિચાર્યું કામ કદી નહિ કરે.
    ………………………………………………………………………………………..
    3દરેક વ્યક્તિના શરીરમાં બન્ને આઇબ્રોના મધ્યના સ્થાનને ત્રીજૂ નેત્ર અથવા આજ્ઞા ચક્ર કહેવામાં આવ છે. અને તેથી જ હિન્દુ ધર્મ અનુસાર બન્ને આઇબ્રો વચ્ચે તિલક કરવામાં આવે છે. તેનું એક કારણ એ પણ છે કે નેત્ર જાગૃત થઇ શકે. જ્યારે કોઇ ગુરૂ પોતાના શિષ્યને દીક્ષા આપે છે તો તે પણ આ ત્રીજા નેત્ર પર પોતાનો અંગુઠો રાખે છે. એવુ માનવામાં આવે છે તેનાથી પ્રકૃતિમાં ઉપસ્થિત દિવ્ય શક્તિઓ અથવા અન્ય કોઇપણ પ્રકારની સકારાત્મક ઉર્જાઓનું કોઇ વ્યક્તિમાં પ્રવેશ થઇ જાય અને તેથી સકારાત્મક ઉર્જાઓના પ્રવેશ દ્વ્રારને ખોલવામાં આવે છે. એક સામાન્ય અભ્યાસમાં કોઇ પણ પોતાના ત્રીજા નેત્રને જાગૃત કરી શકે છે. અને કોઇપણ વ્યક્તિ પાસે કોઇપણ કામ કરવા મનની અંદર જ વિચારશે તો તમે જોશો કે થોડા દિવસ પછી એ વ્યક્તિ તમારુ કામ કહ્યાં વગર જ કરવા તૈયાર થઇ જશે. એક સામાન્ય અભ્યાસ તમે પણ કરી શકો છો. – આ માટે સવારે વહેલા ઉઠીને અવાજ થતો ન હોય તેવા સ્થળ પર સીધા બેસીને બન્ને આંખોના આઇબ્રો વચ્ચે ધ્યાન લગાવો. -કોઇ દૂર બેસેલી વ્યક્તિના મનમાં ચિંતન કરો અથવા દૂર સુધીની નાનામાનાના અવાજને સાંભળવાનો પ્રયાસ કરો. – આ અભ્યાસ રોજ નિયમિત રીતે 40 દિવસ સુધી કરો. 40 દિવસ પૂર્ણ થયા પછી તમને આ ત્રીજા નેત્રની શક્તિનો ધીરે-ધીરે આભાસ થશે. -આ દરમિયાન તમે જે વ્યક્તિના સંદર્ભમાં પોતાના મનમાં વિચારી રહ્યાં હશો. તેની સાથે ઘટનારી કોઇપણ ઘટનાનો આભાસ તમને થઇ શકે છે. ત્યાર બાદ તમે જોઇ શકશો કે થોડા દિવસ પછી એ વ્યક્તિ કે જે અંગે તમે વિચારી રહ્યાં હતા તે તમારા કહ્યાં વગર જ તમારું કામ કરવા તૈયાર થઇ જશે.
    4 સવાર ફાટી પડી, આ શી ઘડબડાટી છે ?
    નિયત આ રાતની શા માટે આજે ખાટી છે ?

    યુગો પછી આ પુંકેસરની છાતી ફાટી છે,
    નિતાંત પાનખરે શેની આ ગુલાંટી છે ?

    ઉષરભૂમિને શું જુએ છે ? હા, એ હું જ છું પણ
    તું આવ, ત્યાં જો કઈ શક્યતાઓ દાટી છે ?

    એ લાગણીનું બીજું નામ આપવું શું, કહો
    ડૂબો જ્યાં તળ સુધી પણ થાય કે સપાટી છે.

    પસાર થઈ ગઈ છે ટ્રેન હડબડાટીમાં,
    ને પ્લેટફૉર્મે હજી એ જ ધણધણાટી છે !

    મને લૂંટી જ લે છે, જ્યારે જ્યારે આવે છે
    આ તારી યાદ છે કે ગામનો તલાટી છે ?

    ગઝલમાં તું જ તું, તારા વિચાર, તારી વાત,
    અમે મફતમાં છતાં પણ પ્રસિદ્ધિ ખાટી છે.

    ચકિત ન થા તું, પ્રલાપોથી કોરા કાગળના,
    ગઝલ ! તું હોય નહીં એ જ સનસનાટી છે…

    વકી છે, આજે પ્રથમવાર એ નજર ફેંકે,
    ગઝલની આખીય કાયામાં ઝણઝણાટી છે.

    – વિવેક મનહર ટેલર

    • aataawaani નવેમ્બર 16, 2014 પર 6:39 પી એમ(pm)

      પ્રિય પ્રજ્ઞાબેન
      તમારી વાર્તાઓ વાંચી અને મનહર ટેલરની ગજલ પણ વાંચી બધું બહુ જાણવા જેવું હતું .
      કહેવત છે કે” ભોળાં ના ભગવાન ” પણ મારા ભૂલકણાના પણ ભગવાન છે હું મારા છોડવાઓને પાણી પીવડાવતો હતો . ક્યારામાં પાઈપ ને નજીક ખુરસી રાખીને બેસું ક્યારો ભરાય જાય એટલે પાઈપ બંધ કરી દઉં . આજે હું ટેલીફોન સંભાળવા ઘરમાં આવ્યો .મારા પડોશીનો હતો તેમને પુછતો હતોકે હું માસ પોટેટો અને સૂપ લીઆવું મેં હા પડી અને કમ્પ્યુટર પાસે બેસી ગયો .નળ બંધ કરવાનું ભૂલી ગયો .ભૂલી ગયો એટલે સાવ ભૂલીજ ગયો . થોડી વાર પછી દોસ્ત માસ પોટેટો લઈને આવ્યો પાણી જી રહ્યું હતું એને કીધું કે મેં પાણીનો નળ બંધ કરી દીધો છે . જો એ માણસ ઘરે નો આવ્યો હોત તો પાણી રેલમ છેલમ થઇ જાત કેમકે હું તો બીજે દિવસે બપોરે 12 વાગ્યે ઘર બહાર નિકળત ,
      મારી વાઈફમાં હજુ થોડી શક્તિ હતી ત્યારની આ વાત છે . હું એના કહ્યા પ્રમાણે એના નાહવા માટે પાણી ત્યાર કરી દઉં ભગવાનને દીવા બત્તી કરી દઉં પછી હું સેન્ટરમાં જાઉં (સીનીયર સિટીજન સેન્ટર ) અને ત્યાંથી સીધો બસમાં બેસીને શહેરમાં જાઉં . અને કશીક ખરીદી કરીને ઘરે આવું આ માટે ખાસ્સા સાતેક કલાક થઇ જાય .એક દિ મને જરાક અસુખ જેવું હતું એટલે સેન્ટરમાં પણ હું રોકાયો નહિ અને સીધો ઘરે આવ્યો જોયું તો ભાનુ એની પથારીમાં નોતી હું બેક યાર્ડમાં ગયો જોયું તો ભાનુ મતિ કાંકરા પાથરેલી જમીન ઉપર ચત્તી પાટ પડી હતી . અને બેઠી નોતી થઇ શક્તિ ઉનાળાના દિવસો હતા તે કપડા સૂકવવા બેક યાર્ડ માં ગઈ હતી . કઈ કામ કરવાની મેં સખત ના પડી હતી મેં લોન્ડ્રી નાખી પણ કપડાં સુકાવ્વાનું ભૂલી ગએલો કપડા બાસ્કેટમાં નાખી સૂકવવા માટે તૈયાર રાખેલા જે દોરી નીચે બહાર મૂકેલાં .

      • pragnaju નવેમ્બર 16, 2014 પર 6:58 પી એમ(pm)

        સહજ પીડા વગર મોતની ઇચ્છા હોય પણ કોકને કર્મયોગીને જ મળે
        થોડૂ સંકલન
        મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઇ ગઇ,

        આંગળી જળમાંથી નીકળી

        અને એ જગા પૂરાઇ ગઇ !

        – ઓજસ પાલનપુરી .

        આપણા શાસ્ત્રોમાં માનવદેહની ચાર અવસ્થા બતાવી છે –બાળપણ, યૌવન, ઘડપણ અને મરણ; બાલપણથી મરણ સૂધી માણસની જીવનયાત્રા ચાલતી રહે છે. ત્યાર પછીની યાત્રા છે –અનંતની યાત્રા. જીવન એ ભૂમિ પર ચાલનાર યાત્રી છે ; મરણ એ આકાશમાં ઉડતું પંખી છે !

        જનમ અને મરણ એ પ્રકૃતિનાં અફર નિયમ છે. ઇચ્છા હોય કે ના હોય દરેક માણસે મરણનો મુકાબલો કરવો જ પડે છે

        ભાગેડુ થઇને માણસ સમાજ અને જીવનથી ભાગી શકે પણ મરણથી કદાપિ નહીં. મૃત્યુ નિસ્ચિત છે પણ તેનું આગમન

        અનિસ્ચિત છે; આ વરસે ,આ મહિને ,આ કલાકે અરે આ મિનિટે પણ એ આવી શકે છે !

        આજે નહીં તો કાલે

        કાલે નહીં તો ક્યારેક

        ક્યારેક,ક્યારેક, ક્યારેક

        બને, બને અને બને જ

        આવી એક મૃત્યુ નામની ઘટના છે .

        જેના જીવનમાં કશું નથી બનતું એના જીવનમાં પણ આ ઘટના તો બને છે

        મૃત્યુ ક્યારેક બહારવટિયાની જેમ ધીંગાણું મચાવે છે અને

        માણસની આસપાસ ગોળ

        ગોળ ફર્યા કરે છે .

        કાયર મિત્રની જેમ મૃત્યુ ક્યારેક

        પોતાનાં પગલાં પોતાને પણ ન સંભળાય એમ ચોર પગલે ચાલતું આવે છે

        અને કોઇકને ઉપાડીને લઇ જાય છે !

        વાસ્તવિકતા એ છે કે માંદગીનું નિમિત્ત લઇને મૃત્યુ આવે છે તો અકસ્માતનું નિમિત્ત લઇને પણ એ આવી શકે છે. મૃત્યુ તો અ-તિથિ છે – તે તિથિ ,વાર કે સમય બતાવીને ક્યારે પણ આવતું નથી પરંતુ તેનું આગમન નક્કી છે.સ્વામી વિવેકાનંદે કહ્યું છે – જ્યાં પણ જીવન છે ત્યાં મૃત્યુ છે જ કારણકે બન્ને એકબીજા સાથે જોડાયલા છે.જેમ સુખ પછી દુખ આવે છે તેમ મૃત્યુ પછી એક નવું જીવન હોઇ શકે છે.કવિશ્રી ઉમાશંકર જોષીએ લખ્યું છે કે માણસના જીવનરુપી વૃક્ષની કોઇ ન કોઇ શાખા પર મરણરુપી ફૂલ લટકતું હોય છે !મરણની ગતિવિધિની કોઇને ખબર હોતી નથી તો પછી એની ચિંતા કરવાનો શું અર્થ છે ?

        અકાળ મૃત્યુ આ શબ્દ જ નકામો છે કારણ કે કાળ આવતાં મૃત્યુ થાય છે.કાળ કોઇનો સગો નથી , આથી કાળને કોઇ દિવસ કોઇનું પણ સૂતક લાગતું નથી ! જાણીતા કવિ ડો. સુરેશ દલાલ લખે છે –

        જીવતા માણસને લોથપોથ કરવાનું કામ કાળનું , કરી મૂકે ઉછળતા ફુવારાને પણ નીરસ; સમુદ્રને પણ મૂઠ મારીને એ સાવ સૂકવી નાખે અને આકાશને પણ કરી મૂકે સ્તબ્ધ.કાળ બધી જ કળા જાણે, એમાંય થીજવવાની કળામાં એના જેવું પાવરધું બીજું કોઇ નહીં !એક જ ફૂંકે કરમાવી નાખે ગુલાબનાં વન ઉપવન અને મુરઝાવી નાખે મનુષ્યનાં તન અને મન.પારણાથી તે સ્મશાનનાં બારણાં સુધી એની હકુમત,

        જુલ્મી જાલીમ કોઇ સત્તાધીશ જેવી .આખી

        સૃષ્ટિ જાણે કે સ્મશાન ભૂમિ હોય એમ એ ચિતા પર લાકડા ગોઠવ્યા જ કરે , ગોઠવ્યા જ કરે. કાળને કોઇ દિવસ કોઇનું સૂતક લાગતું નથી !

        ઘણી વાર યમરાજાનું વર્તન આપણી સમજની બહાર હોય છે – અમીર હોય કે ગરીબ, નાની ઉમરનું હોય કે મોટું જેને પણ મૃત્યુદેવ પસંદ કરે છે તેને એ ગમે ત્યારે ઓચિંતા ઉપાડી જાય છે ! મૃત્યુ એ ડરવા જેવી નહીં કે શોક કરવા જેવી નહીં પણ સ્વીકારી લેવા જેવી હકીકત છે .

        મૃત્યુ સાથે એક છૂપો અજ્ઞાત ભય સંકળાયલો છે – તદ્દન અજાણ્યા પ્રદેશમાં એકલા જવાનો ભય. આપણને બધાને શરીર સાથે જીવવાની ટેવ પડી ગઇ છે એ શરીરને છોડવાનો ભય અને સ્વજનો તથા પરિચિત વાતાવરણથી છૂટા પડવાની પારાવાર વેદના !

        સામાન્ય રીતે આપણે કોઇને પૂછીએ કે તમને કેવું મોત ગમે ? તો ઘણાબધા ઝટ દઇને જવાબ આપશે કે હાલતાં ચાલતાં ઢબ દઇને પડી જઇએ એવું પીડા વગરનું મોત. કોઇ રસિક જન કહેશે કે મૃત્યુ સમયે પોતાની પ્રિય વ્યક્તિનો હાથ માથા અને કપાળ પર ફરતો હોય તો મને ચાલ્યા જવાનું ગમે , તો ખ્યાતનામ શાયર મરીઝ જેવાને ઓશિયાળું મરણ ગમતું નથી –

        મોત વેળાની ઐયાશી નથી ગમતી મરીઝ,

        હું પથારી પર રહું ને ઘર આખું જાગ્યા કરે!

        ઘણા લોકો મરણને અશુભ માને છે, આપણા પૂર્વજોએ મૃત્યુદિન માટે એક સરસ શબ્દ પ્રયોજ્યો છે – પુણ્ય-તિથિ ; શું પુણ્ય એ અશુભ હોઇ શકે ?મૃત્યુથી કાયાના બંધનમાંથી આત્માની મુક્તિ થાય છે; આ તો મોટું પુણ્ય કાર્ય કહેવાય તો પછી મરણને અશુભ કેવી રીતે માની શકાય? મૃત્યુ તો માણસનાં જીવનનું અંતિમ પર્વ છે તો આપણે પૂરી ખેલદિલીથી એનો સ્વીકાર કરવો જોઇએ.જેમ વરસનાં અંતિમ દિવસ દિવાળીને આપણે શોક ના કરતાં પૂરા ઉમંગ અને ઉલ્લાસથી ઉજવીએ છીએ

        તેમ મરણ એટલે આત્માની એક યાત્રા પૂરી થઇ એમ સમજીને એનો આપણે શા માટે રંજ મનાવવો જોઇએ ?મરણના વિષય પરની એક રચના સાથે મારી વાત હવે પૂરી કરું છું –

        સ્મશાનમાં વૃક્ષોનો રાખોડી રંગ , જાણે કાળી રાતે જ્વાળાઓનાં ઉડતા વિહંગ ;

        સુરજની પણ અત્યારે અહીં પ્રવેશવાની તાકાત નથી ,

        પળભરમાં જ પૂરો થાય છે જીવન સાથેનો

        બધો જ સંબંધ .

        મરણ તો જાણે એક ભિખારી જેવું
        કોઇના પણ બારણે કારણ અકારણ
        આવીને ઉભું રહે અને
        કહ્યા વિના કોણ જાણે કેટલું ય કહે
        કરી મૂકે બધાને સ્તબ્ધ નિસ્તબ્ધ .
        કોઇ આંખો રાતીચોળ અંગારા જેવી
        તો કોઇની આંખોમાં અષાઢ અને શ્રાવણ
        રડવાથી કોઇ પાછું ના વળે
        ભડભડ ગરમ ગરમ ચિતા બળે;
        રૂની પથારી થઇ જાય ઉની સૂની લાકડાની ચિતા,
        પછી ભલે તમે બેસાડો ગરુડ પુરાણ
        કે વાંચો તમે બધા ગીતા .

  2. pravinshastri નવેમ્બર 16, 2014 પર 6:10 પી એમ(pm)

    આતાજી તમારો સરળ ભાષામાં લખાયલી વાતો તો બધાને ગમે જ પણ મને તો પ્રજ્ઞાબહેનની વાતો પણ વાંચવાની ખુબ મજા આવે છે.

    • aataawaani નવેમ્બર 16, 2014 પર 6:53 પી એમ(pm)

      પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રી ભાઈ
      પ્રજ્ઞા બેનના લખાણો મને પણ ખુબ ગમે છે એની કોમેન્ટ અદ્ભુત હોય છે અને મારી વાર્તા જેવડી લાંબી . તેઓ ઉર્દુ ભાષાના પણ ખાં છે . મારા એક ઉર્દુ વાક્યનો જવાબ એક આખી ગઝલના રૂપે આપે છે . એમનો પરિચય જયારે મને પહેલ વહેલો થયો . ત્યારે એના ઉર્દુ કાવ્યથી થએલો હું બહુજ રાજી થએલો મને એમ થયું કે મારી સામાન્ય ઉર્દુ જ્ઞાન ની હવે કદર થશે ખરી .AC

  3. Dinesh નવેમ્બર 16, 2014 પર 10:27 પી એમ(pm)

    મુ.વ. આતા, આ વાતે “આતાવાણી” ને વેંત એક ઉંચી કરી છ કારણ કે વાત તમે દિલથી માંડી છ અને દિલે પોગાડી છ. મેં જાજા વરસો મેંદરડામાં ગાળ્યાં છ ને તમે કીધેલ ઘણા ગામડાઓની કડાણ ખુંદી છ. ગુણીઆઈની સર્ખેડીયામાં કદાચ ડેરી પણ છે. બાપ, કલમ ને કોરી ન પાડવા દેતા, ભલે ઘેર બેઠે કોક ગાડાના પૈડા જેવડો રોટલો ને ગળ-ઘી દઈ જાય. અમારાં આવી વાતું હારું ભૂખ્યાં હૈય્ડાને ચારો ને નિણ નાખતા રે’જો.

    • aataawaani નવેમ્બર 17, 2014 પર 5:52 એ એમ (am)

      પ્રિય દિનેશભાઈ
      તમારી કોમેન્ટ આપવાની શૈલી મને ખુબ ગમે છે .અને એવીજ કોમેન્ટો મને લખવામાં કંટાળો આવવા નથી દેતી .
      જયારે ભાખરા નાંગલ ડેમ નો જન્મ નોતો થયો . ત્યારે પંજાબમાં ચોખાતો કોક દિવસજ રંધાતા બાકી બંને ટાઇમ તમે કહો છો એમ ગાડાના પૈડા જેવડા ઘઉંના રોટલા ખાવા મળતા . હું તો મારી જવાનીમાં પંજાબમાં ખુબ ઘૂમ્યો છું અને પંજાબી માતાઓના હાથની कणक दी रोटी छोलेदी दाल ખુબ ખાધી છે . શાક ,દાળ ઘીથી વઘારેલી અને વઘારમાં પણ લસણ ને બદલે ડુંગળી(गंडा) લોકો બહુ પ્રેમથી જમાડે રાત્રે વાળું કર્યા પછી સુતી વખતે મોટો ગ્લાસ ભરીને દૂધ પીવા આપે .
      હું જયારે આર્મીનો કસાએલ ખડતલ જુવાન હતો . ત્યારે મારું પેટ વાંસાને ચોટી ગએલું પણ આ પેટમાં ટોપલો એક પૂરી અને મોટું તપેલું એક શાક ગોઠવાઈ જતું . હો
      ઘણા વખત પહેલા મેં આ વાત “આતાવાણી” માં લખી છે આ વાત વાંચ્યા પછી અશોક મોઢવાડીયાએ
      લખ્યું કે જો આતા આપના મેમાન બને તો આપણે ઘરને તાળું મારીને ભાગી જાવું પડે આટલું બધું ખાવાનું ક્યાંથી કાઢવું .

    • aataawaani નવેમ્બર 17, 2014 પર 6:16 એ એમ (am)

      પ્રિય દિનેશભાઈ
      સેન્ટરમાં જવાનું બંધ કરવાથી મારી પાસે સમય ઘણો બચે છે .
      જમવાનું કાલથી રૂમ જુમ કરતી ગોરી લલના ઘેર બેઠા આપી જશે ,

  4. yuvrajjadeja નવેમ્બર 17, 2014 પર 12:03 એ એમ (am)

    ગુણી ધુનીયાની વાર્તા ગમી આતા…. તમારી વાતોમાં એવું ઘણું હોય છે જે આજના જુવાનીયાઓએ ખાસ જાણવું જોઈએ.

    • aataawaani નવેમ્બર 17, 2014 પર 5:08 એ એમ (am)

      પ્રિય યુવરાજ
      મારા વ્હાલા યુવરાજ કુમાર જાડેજાની કોમેન્ટ મને બહુ ગમે છે . કારણ ! એના વચનો મારા ઉપર જાદુઈ અસર કરે છે ,
      અગાઉ નું એક વચન કે મને હજી યાદ રહી ગયું છે .”આતા મસ્ત આતાની ગજલ જબરદસ્ત ”
      કેટલાક સ્નેહીઓ કોમેન્ટ આપે છે . જે ઇંગ્લીશમાં હોવાથી હું સમજી નથી શકતો . કે મારે આનો પ્રત્યુતર કેવી રીતે પાઠવવો ?
      એ ઇંગ્લીશમાં હોવાથી હું આ પછીના ઈ મેલ ઉપર લખું છું .

  5. સુરેશ નવેમ્બર 17, 2014 પર 8:38 એ એમ (am)

    બહુ જ સરસ વર્ણન અને સરસ વાર્તા.
    ઝવેરચંદ મેઘાણીએ ગામે ગામ ફરીને આવી લોકવાણી ભેગી કરી હતી. પછી તો એવું કરનાર ખાસ કોઈ જોવા મળતું નથી.

    આતાએ એ ખોટ પુરી પાડી છે.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: