એક ખોબા જેવડું પણ રળીયામણું મેંદરડા પાસેના બાબરતીરથ જેવું ગામ ઈ ગામમાં એકજ નાતના બે કુટુંબ બાજુ બાજુમાં રહે એ લોકો સગોત્રી ન હોવાથી બંને વચ્ચે કન્યાની લેવડ દેવડનો વહે વાર થઇ શકે ,એક શિવો કરીને હતો .તેને એક ધનો કરીને દીકરો હતો જે દસેક મહિનાનો બાળક હતો .અને બીજો બીજો જે હઠીયો કરીને હતો એને એક ગુણી નામની દીકરી હતી ,જેની ઉમર છ મહિનાની હતી . બંને કુટુંબ બહુ સંપીલું હતું .કઈ કામ કાજ માટે બહાર જવાનું થાય તો એક બીજાં બાળકોનું ધ્યાન પણ રાખે , ક્યારેક ક્યારેક બાળકોને એક પથારીમાં સાથે મુકે , જયારે એક પથારીમાં બાળકો હોય ત્યારે પોતાના હાથ પગ હલાવીને એક બીજાને સ્પર્શ કરે ,સમય જતાં બાળકો આઠેક વરસની ઉમરના થઇ ગયાં , ઘર ઘોલકા કરીને રમવા મંડી ગયાં . વર્ષો વિત્યાં અને બંને છોકરાં જુવાની તરફ આગળ વધવા લાગ્યાં અને જ્ઞાન ગોષ્ટી પણ કરવા મંડી ગ્યાં . પછી બંનેનાં માબાપે સુરેશ જાની જેવા જ્ઞાની ગોર બાપા પાસે લગનનું મુરત કઢાવ્યું અને લગ્ન લેવાણાં બાપુ ત્રણ ત્રણ ડી લગી જાન રોકાણી અને જમણની રોગી બઘડાટી બોલી .
” ગીતો ગવાવા લાગ્યાં કે ધૂપ પડે ધરતી તપેરે પડેરે ઢોલડીયા કેરી દાંડી ભમ્મર તારી જાનમાં રે “અને જાનનું વાજતે ગાજતે સામૈયું થયું અને લાડો લાડી લઇને ઘેર આવ્યો .લગ્ન થયાંને વરસ વીત્યું હશે . એકદિવસ ધનીયે પોતાની પ્રેમાળ ઘરવાળી પત્ની ને વાત કરી કે જો આપણે કોઈ શેર પાટણ રેવા જઈએ તો આપણને મજુરીના બે કાવડિયા વધુ મળે .
ડાહી ,સમજદાર અને પ્રેમાળ ,ગુણવાન ગુણીએ ધનાની વાતને ટેકો આપ્યો . અને પછી જોઈતી ઘર વખરી , વીખણ,ચુથણ લઈ હાટીને માળીયે રહવા ગયાં . ત્યાં કાથળ આપા હાટી દરબારે આશરો આપ્યો . આતો મેગળ કાંઠે માળિયું ગોલણ હાટિનુંગામ .કુંવારી જણે સોકરાં ઈને પરણ્યાનું શું કામ .
વખત જતાં આપાએ એક વિધવા ડોશીમાનું અવાવરું ઘર ધનાને રહેવા માટે ગોતી આપ્યું . ધનાએ જયારે ડોશીમાને પૂછ્યું કે આઈ તમને એટલું ભાડું આપું ?
ડોશીમાએ ધનાને કીધું દીકરા મારે ભાડું નથી જોતું પણ તું ગુણીને કહે કે ઈ મારું દરણું દરી અને બે બેડાં પાણી ભરી આપે બસ આટલું મારું કામ મને કરી આપે .ડોશીમાંની વાત સાંભળી ગુણી બોલી આઈ હું તો તમારી રસોઈ પણ કરી આપીશ . ડોશીમા બોલ્યાં દીકરી હું તારી લાગણીને વખાણું છું .અને તારો પાડ (ઉપકાર ) માનું છું . પણ જો તું મારું બધુંય કામ કરી દે તો પછી હું આળસુડી થઇ જાઉં .
ગામડે જયારે ધનો રહેતો હતો ત્યારે એ જે ખેડૂતનો સાથી એ ખેડૂતનો શેઢા પાડોશી હતો તેનો એક ભલીયો કરીને દીકરો હતો .તે ધનાની ઉમરનો હતો અને ધનાનો પાકો ભાઈબંધ હતો , ગુણી પણ ભલીયાને સારી રીતે ઓળખાતી હતી .
હાટીના માળીયે ધનો રહેવા ગયા પછી ધનાના અને ગુણીના ગાઢ પ્રેમની ઘણા લોકોને ઈર્ષા થવા લાગી એટલે એણે બંનેના સુખી ઘર સંસાર માં આગ લગાડવાના ઘણા પેતરા નકારી જોયા પણ ફાવતા નોતા કેમકે ધનો એની વાતો ઉપર લક્ષ આપતો નહિ . કેટલીક ડોશીમાયું માલા ફેરવતી ફેરવતી ધના પાસે આવે અને કહે દીકરા ધનિયા આ ગુણી છેને ઈ ઓલા રેઢીયાર મકના હારે હસી હસીને અને તાળિયું પાડી પાડીને વાતું કરતી હતી . ધનીયો જવાબ આપેકે આઈ ઈ જરાક વાત વાર (વાતુડી )અને ગાલાવેલી છે ‘ ઈ વા ( પવન ) .. હારે પણ વાતું કરે એવી છે . વેવલી એવું બોલી એ ડોશીયુની વાતોને કાપી નાખતો .એક વખત ધનાને બે દિવસ માટે બહાર ગામ જવાનું થયું . એ બહાર ગામ હતો ત્યારે એનો ગાઢ મિત્ર ભલીયો એને ઘરે આવ્યો , ભલીયો બહાર ગામ જતો હતો ત્યારે વચ્ચે હાટીનું માળિયું આવ્યું એટલે એને વિચાર આવ્યો કે હું અહિ સુધી આવ્યો છું તો ભેગા ભેગો ધનિયાને મળતો જાઉં .
ભલીયો ધનિયાને ઘરે આવ્યો , ખડ્કીનું બારણું ભાભડાવ્યું એટલે ગુણી ઘરમાંથી આવી અને ખડકી ખોલી તો તેણે ભલીયાને જોયો .ભલિયો બહાર ગામ જતો હોવાથી નવાં બગલાની પાંખ જેવાં સફેદ આંગડી ચોરડો અને માથે આંટીયાળી પાઘડી ખંભે ખેસ અને ભેઠાઈ વાળેલી , આતાના કાળા ભમ્મર વીંછીના આંકડા જેવા મૂછોના આંકડા કાચી કેરીના ફાડિયા જેવી સોયરૂ આંજેલી આંખો રાંગમાં અબલખ ઘોડો અત્યારે તો ભલીયો શંકરના ગણ વીર ભદ્ર જેવો દેખાતો હતો , ભલીયે ગુણીને પુચ્છ્યું ધનીયો ક્યા છે ? ઈતો બહાર ગામ ગયો છે કાલે આવી જશે . સાંભળીને ભલીયે ઘોડો પાછો વાળ્યો . એટલે ગુણી બોલી ઈ કંઈ ઘર બાંધીને નથી લઇ ગયો . ભલીયે રોકાઈ જવા ઘણી આના કાની કરી પણ ગુણી ના પ્રેમાળ આગ્રહ ને વશ થવું પડ્યું .અને ભલીયો રાત રોકાણો . ગુણીએ વાળું કરવા માટે પાટલે બેસાડ્યો , ઢીચનીયું આપ્યું .જમવા માટે કાંસાની થાળીમાં ખીચડી પીરસી ઉપર ત્રામ્બડી ની ધારે ઘી પીરસ્યું .ઘી ચોપડેલો જારનો રોટલો અને રીંગણાં નું શાક તલનું તેલ નાખીને લસણ ની ચટણી મૂકી .તાંસળી ભરીને ભગરી ભેંસનું દૂધ આપ્યું .અને ગુણીએ આગ્રહ કરી કરીને ભલીયાને વાળું કરાવ્યું . જમી પરવાર્યા પછી ગુણીએ ઓસરીમાં ખાટલો ઢાળી દીધો . ઉપર સવા મણ રૂ ની તળાય પાથરી દીધી એટલે ભલીયો સુતો .અને સવારે મોસૂઝણ ટાણે ઉઠ્યો .અને ઘોડો પલાણ્યો અને રવાના થયો .અને શિરામણ કરવા પણ ન રોકાણો . પણ પોતાની જવાનીની ભવ્યતાની ગુણીના ઉપર ગહરી અસર પાડી .ભલીયાના ગયા પછી ગુણી પોતાના મનમાં બોલી ભલ ઘોડો ભલ અસવાર તારી જવાનીને ઘણી ખમ્મા મારા બાપ .
ઈર્ષાળુ લોકો રાતભર જાગીને બધી હિલચાલ જોયા કરતા હતા .પણ એને યોગ્ય કશું દેખાણું નહિ . છતાં ખોટું બોલીને ધનિયા આગળ વાત કરીકે તારી ગેર હાજરીમાં ગુણીએ એક જુવાન સાથે આખી રાત રંગ રેલીયા રમી . ધનીયે લોકોની વાત ઉપર કશું ધ્યાન આપ્યું નહિ . ગુણીએ ધનિયા આગળ ભલીયાની રાત રોકયાની વાત કરી . ધનીયે કીધું મારા આવતા સુધી રાત રોકાવાનું કહેવું હતુંને ?ગુણીએ કિચુ કે મેં બહુ આગ્રહ કર્યો પણ રોકાણો નહિ . પછી જમી પર વારી બન્ને જણાં સુતાં રાતના ઊંઘમાં સ્વપ્નમાં ગુણી બકી “ભલ ઘોડો ભલ અસવાર ” સાંભળીને ધનીયો સફાળો જાગ્યો . ગુણીને કીધું ખાટલો ત્રણ માણસનો ભાર નહિ ખમી શકે હવે તું અહીંથી જતી રહે એવું બોલી ગુણીને ધનીયે ગુણીને ધક્કો માર્યો .
ગુણી બોલી
ધનિયા ધક્કો ન માર ધક્કે કાઢેલી કેવાઈશ
ગામના દેશે ગારુ (ગાળો ) ઈ વસમી લાગશે વાલમા
મોજડિયું માના કેતો ઇડરગઢથી આણીએ
ઈથી સુવાળી જોયે સગા તો મારી ચામડિયું ચીરાવીએ ,
Like this:
Like Loading...
Related
ઈર્ષાળુ લોકો…………………………………………..
વડલો કહે છે વનરાયું સળગી ને મેલી દીયોને જૂનાં માળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી
આભે ચડીયાં સેન અગનનાં ધસીયા અમ દશઢાળા
આ ઘડીયે ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી
બોલ તમારાં હૈયે બેઠાં, રૂડાં ને રસવાળા
કો’ક દિ આવીને ટહૂકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી
પ્રેમી પંખીડા પાછાં નહીં રે મળીએ, વન મારે વિગ્તાળા
પડદાં આડા મોતનાં પડીયા, તે પર જડીયાં તાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી
આશરે તમારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળા
મરવા વખતે સાથ છોડી દે તો મોઢાં થાયે મશવાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી
ભેળાં મરશું, ભેળાં જનમશું, માથે કરશું માળા
‘કાગ’ કે આપણે ભેળાં બળીશું, ભેળાં ભરીશું ઉચાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી
फल खाए इस ब्रिक्सके गंदे किने पान Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
From: આતાવાણી To: hemataata2001@yahoo.com Sent: Saturday, November 15, 2014 3:43 PM Subject: [આતાવાણી] Comment: “ઈર્ષાની જ્વાળા જેના દિલમાં પ્રગટે ત્યારે ઈતો બળે પણ સામેનાને પણ બાળે .” #yiv0640377427 a:hover {color:red;}#yiv0640377427 a {text-decoration:none;color:#0088cc;}#yiv0640377427 a.yiv0640377427primaryactionlink:link, #yiv0640377427 a.yiv0640377427primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv0640377427 a.yiv0640377427primaryactionlink:hover, #yiv0640377427 a.yiv0640377427primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv0640377427 WordPress.com | | |
આતા તમારો આ લેખ વિચારતા કરી દે તેવો છે. ઈર્ષાના કેવા ભયાનક પરિણામો આવી શકે એ આજે સમજાયું. ધન્યવાદ 🙂
પ્રિય યુવરાજ
મેં થોડા દિવસ પહેલાં એક કોમેન્ટ તને લખેલી પણ અધુરી મોકલવી પડી .એ બાબત ધ્યાન ગયું ?
આ કોમેન્ટ બાબત ખુલાસો કરું .હું લખતાં લખતાં સખ્ત અશક્ત થઇ ગયો હું બેભાન થવાની તૈયારીમાં હતો ,એટલે હું ટેલીફોન પાસે ગયો અને મિત્રને માંડ ફોન કરીશક્યો .
મેં કીધું જલ્દી આવ આવખતે અવાજ મારો માંદલા શિયાળ જેવો હતો . સાવઝ જેવી ગર્જના નોતી હું બારણું ખોલવા જઈ શકું એમ ન હતો . સદ નસીબે મેં એને ઘરની ચાવી આપી રાખી છે . પણ હું એ ન કહી શક્યો કે ઘરની ચાવી લેતો આવજે . એટલે ઘરે આવ્યા પછી ફરીથી ચાવી લેવા ધક્કો ખાવો પડ્યો ,
થોડી વારમાં હું સારો થઇ ગયો ,ડોકટરના દર્શન કર્યા સિવાય . આ વાત કોઈને કરી નથી .પણ તારી અધુરી કોમેન્ટ રહી ગએલી એટલે ખુલાસો કરવા લખવું પડ્યું . આ વાત તારા સિવાય અને મારા એક મિત્ર સિવાય કોઈને નથી કીધી .
ઇર્ષાની વાત અધુરી છે . જે આજે હું પૂરી કરીશ . એનું હું શીર્ષક “ગુણી ધનીયાની અધુરી વાત શરુ ” રાખીશ .
સાવજ માંદો થાય ત્યારેય સાવજ જ રહે છે. 🙂 મને અંગત અનુભવ વહેંચી શકાય એટલો અંગત ગણ્યો એ ગમ્યું.
પ્રિય યુવરાજ
એક રાત્રે આ સાવઝ અર્ધી કલાક માટે માંદલા શિયાળિયા જેવો અશક્ત થઇ ગએલો . ગળામાંથી અવાજ પણ ન નીકળે . પણ હવે આ શાદુળો ડણક દેવા માંડી ગયો .
થેંક યુ જાડેજા જુવાન