રામ રાખે એને કોણ મારી શકે .

આ છબી પર 'ક્લિક' કરી સ્વ.ભાનુબાની ખુમારીને અંજલીરૂપ સત્યકથા વાંચો

આ છબી પર ‘ક્લિક’ કરી સ્વ.ભાનુબાની ખુમારીને અંજલીરૂપ સત્યકથા વાંચો

આ મારી પ્રેમાળ પત્ની ભાનુમતી કે જેણે મને  મારી ગરીબી સામેના  ધિંગાણાંમાં  ખભે ખભો  મિલાવીને સાથ  આપ્યો   . અને અમેરિકા  આવ્યા પછી  મને  જલસા કરવામાં પણ   ખુબ   સાથ આપ્યો  .

img075 img074

મારાં પુ. માતુશ્રી  કે જેના ઉપદેશ થી  મને  મિલ્ટ્રીનાં   કુસંગની અસર  ન થઇ શકી  .

મારા પુ  .પિતાશ્રી  કે જેઓ મને  ડોક્ટર  ધોળકિયાની  ઓફિસે લઇ જવા  માટે મદદ કરેલી

હું જ્યારે મિલ્ટ્રીમાંથી  છૂટો થઈને ઘરે આવ્યો  . પછી  એકાદ વરસ પછી હું સખ્ત  બિમાર પડી ગયો  .બિમારીના કારણમાં મને એવો વહેમ પડેલોકે મારા ફેફસામાં રજકણ   ભરાઈ ગઈ  છે  .   અને એ કાઢવા  માટે  શ્વાસ  જોર જોરથી    ચાલે છે  , શ્વાસની  સાથે ક્યારેક ઉધરસ પણ આવતી  .આ બધું  સખત  ચાલતું હોવાથી  મારામાં નબળાઈ આવી ગએલી  એટલી હદે કે  મને કોઈક મદદ કરે તોજ હું પાણી  પેશાબ કરવા માટે જઈ શકું   ,આ વખતે મારા માબાપ  રાજકોટ રહેતાં તાં   ,રામકૃષ્ણ મિશનના  અમે પરિચિત હતાં  ,ત્યાના અધ્યક્ષ   સ્વામી ભુતેશાનંદ અને બ્રહ્મચારી વિભૂતિ મહારાજ  અમારા ખાસ પરિચિત હતા  જેમ સુરેશ જાની  મારા દીકરા છે   .એવો પરિચય  ઘણાને આપે છે  . એમ  વિભૂતિ મહારાજ  રાજકોટમાં  મારા  બાપાના દીકરા છે એવો પોતાનો પરિચય આપે   , રાજકોટમાં  એક બાવીસી  કરીને  એન્જીનીયર હતા  ,એમના નોકરને રહેવાની ઓરડીમાં  મારા માબાપને  રહેવાનો બંદોબસ્ત  વિભૂતિ મહારાજે કરી આપેલો  .
મને દેશીંગા(જ્યાં  અમે રહેતા  જ્યાં મારો જન્મ થએલો ,  ) માં   વ્યક્તિ દીઠ  પોત પોતાની આવડત મુજબ  દવા બતાવવા લાગ્યા  , એક માણસે  દારુ પીવાની સલાહ આપી  , અને મેં દારૂ પણ પીધો  , જીવવા  માટે માણસ  ગમે તે કરવા તૈયાર હોય છે  .દારૂ પીધા પછી પણ મારી શ્વાસની  તકલીફમાં  તલ માત્ર ફેર પડ્યો નહિ   . હું મારા માબાપ પાસે રાજકોટ ગયો  . મેં બાપાને કીધું  , વાલી  જણસ  વેંચીને પણ  મારી સારવાર કરો  , નહીતર હું મરી    જવાનો છું  .  બાપા  મને  એક પ્રસિદ્ધ  ડોક્ટર પાસે મને  લઇ ગયા   .  ડોક્ટરનું નામ હું આપવા માંગતો નથી   .ડોકટરે મારી નાડ   , છાતી  તપાસી  એક્સરે લઈને કે એવી   કોઈ બીજી  તપાસ કરેલી નહિ  . અને બાપાને કીધું  .આને ટિ  બી  છે  .  એ જમાનામાં  ટી  બી  એટલે  મૃત્યુનો સંદેશ   , આ સાંભળી  હું   એવું માનવા લાગ્યો કે   હું  હવે  ચોક્કસ મરી  જવાનો છું  .    ડોકટરે દવા લખી દીધી   ,બાપાએ  તુર્ત  દવા ખરીદી લીધી  . મેં ખાવાની શરુ કરી  દવા ખાધા પછી  મારો શ્વાસ પણ વધ્યો  , અને અશક્તિ પણ વધી  , બાપાએ  સ્વામી  ભુતેશાનંદને  મારી બીમારી વધી ગઈ એવી વાત કરી   . ભુતેશાનંદે   એક ધોળકિયા  ડોક્ટરનું નામ આપ્યું  .અને એને મને દેખાડવા ની વાત  કરી  , અને  સાથે સાથે એવી પણ વાત કરીકે  એ પૈસા વધુ લેશે  .પણ તમારા દીકરાને સારું થઇ જશે  . ખર્ચના પૈસા  અમે આપવા લાગશું   , બાપા મને  ઘોડા ગાડીમાં બેસાડીને  ધોળકિયાની  ઓફિસે લઇ ગયા   . એની ઓફીસના પગથીયાં  ચડવામાં  મારે કેટલાય  પોરા ખાવા પડેલા  .  ધોળકિયાએ  મને તપાસ્યો    બાપાએ  તેના પ્રશ્નોના  જવાબમાં  કીધું કે  મોટા ડોકટરે   આને  ટી  બી  છે  . એવું  કીધું  . ધોળકિયાએ  મને તપાસ્યા  પછી  કીધું કે  આને  ટી  બી  કહેનારો  ડોક્ટર  નથી પણ  ગધેડો છે.   ભાઈ ભાઈ   ડોકટરના આ વાક્યે  મારા   બુજાતા    જીવન  દીપમા પ્રકાશ   વધ્યો  . ડોકટરે અમને  કૃષ્ણ કનૈયાના  રંગનું  કાળું  પ્રવાહી દવા તરીકે આપ્યું   .અને  અમુક માત્રામાં  દરરોજ  પીવાનું કીધું  .અને એક અઠવાડિયા  પછી  પોતાને  મળવા  આવવાનું  કીધું  . મેં દવાનું સેવન ચાલુ કર્યું  . અઠવાડિયામાં  તો મને   ઘણો ફેર પડી ગયો હોય એવું લાગ્યું  .  હું ધોળકિયા ને મળ્યો  . મેં કીધું  હું તંદુરસ્તીની દિશામાં  આગળ વધતો હોઉં એવું લાગ્યું  . મારી વાત સાંભળી  ડોક્ટર બહુ ખુશ થયો   . એણે  બાપાને  કીધું  બાપા  હવે  આણે  મોતને ભગાડી દીધું   છે  .એટલે  તમે જરાય  નહિ કરતા   બાપાએ કીધું  એ શું ભગાડશે  ,  તમારી  દવાના  રામ બાણે   મૃત્યુ ને  ભગાડી દીધું  ,
થોડા મહિના  દવા ખાધા પછી  આ “હિંમત ” પાતાળ  માંથી  પાટુ  મારીને  પાણી  કાઢે એવો  જવાન થઇ ગયો  .અને  ધોલકિયો  અમારા કુટુંબ માટે  ધોરી ધજા વારો  દ્વારકાનો  નાથ થઇ ગયો  . આ વાતને  ઘણા વર્ષો વીતી ગયાં  મારા બાપા બીમાર  પડી ગયા  . બાપાએ કીધું  મને ધોળકિયા  પાસે લઇ જાઓ  .
शास्त्रो  तो  डॉक्टरोंको    देव अंश  कहते है  .
कोई कोई डॉक्टरों  बे मोत मार देते है  .
किसी  विद्वानने  कहा है की
वैद्य राज नमस्तुभ्यं  यम ज्येष्ठ  सहोदर
यमस्तु  हरते प्राणं त्वं तो प्राणाम धनानि च
खुदा  बचाए  हकीमोसे  वकिलोसे हमें
बचादे  बे वफाओंकी  ज़फाओंसे हमे      खुदा हाफ़िज़

Advertisements

8 responses to “રામ રાખે એને કોણ મારી શકે .

 1. pragnaju November 11, 2014 at 6:10 am

  Radio Ceylon 28-08-2014~Thursday Morning … – YouTube
  Video for youtube kaun bigad sake► 14:24► 14:24
  http://www.youtube.com/watch?v=9QCDaQju7hw
  Sep 22, 2014 – Uploaded by eraksoldies
  Non-film bhajan – Pt.D.V.Paluskar – Jab Janki Nath Sahay Kare tab kaun bigad sake mero……….. 3. Non-film bhajan – Juthika Roy – mei.n to

  • aataawaani November 11, 2014 at 10:29 am

   પ્રિય પ્રજ્ઞા બેન
   તમે આખું ભજન મોકલ્યું હોત તો મને વાંચવાની મજા આવત .

 2. સુરેશ જાની November 11, 2014 at 6:12 am

  થોડા મહિના દવા ખાધા પછી આ “હિંમત ” પાતાળ માંથી પાટુ મારીને પાણી કાઢે એવો જવાન થઇ ગયો
  ———
  હજુ એ તાકાત હાજર છે !

  • aataawaani November 11, 2014 at 9:09 am

   પ્રિય સુરેશ ભાઈ
   હવેતો નળમાંથી પાણી કાઢવાની તાકાત ઘટતી જાય છે . છતાં સવારે એકાદ કલાક ખોદવાની , વાળવાની, અને સાંજે કારેલી ,રીંગણી, મરચી ,દાડમી , ટામેટી કે જેણે એક ફળ આપ્યું નથી ,અને આપવાની પણ નથી . છતાં પાણી પીવડાવું છું .
   ખજૂરના ઠળિયાનાં બ્રેસલેટ બનાવું છું .અને પથારીમાં આડો પડ્યો પડ્યો સાચા ખોટા વિચારો કરીને મગજને કસરત કરાવીને મગજને તાજગી બક્ષતો જાઉં છું .
   जब तक रहे तू ज़िंदा कुछ काम करते रहना
   काम तुझको मार डाले इतना ज्यादा न करना અને
   हसीनोसे साहब सलाम दुरकी अच्छी
   न उनसे दोस्ती अच्छी न ंउनसे दुश्मनी अच्छी . એવો ગોરી લલનાઓ સાથે વર્તાવ રાખું છું . એ… આતાનાં sitaram .

 3. pragnaju November 11, 2014 at 1:23 pm

  आताजी
  हमारे पिताश्रीकी याद आयी
  उन्होंने हार्मोनियम पर संत तुलसीदास रचित वह सुंदर गीत छेडा ।

  ‘जानकीनाथ सहाय करे जब, कौन बिगाड सके नर तेरो ?
  सूरज मंगल सोम भृगुसुत बुध अरु गुरु वरदायक तेरो ।
  राहु केतु की नहीं गम्यता, संग शनिचर होत उचेरो,
  जानकीनाथ सहाय करे जब, कौन बिगाड सके नर तेरो ?’

  गीत के सुमधुर स्वर सुनकर सब दंग रह गये । गीत का लय और सूर तो सुंदर था ही, उतना ही सुंदर था गानेवाला का कंठ । ईश्वर ने उसे अति अदभुत एवं अमृतमय कंठ दिया था । इस कंठ से अदभुत सुधासमान शब्द का आस्वाद लेकर श्रोताजन आनंदविभोर हो गये । सब के दिलों से अभिनंदन निकल पडे ।
  और मुझे यह भजन पसंद
  एरी मैं तो प्रेम दीवानी , मेरो दर्द न जाने कोई ।
  घायल की गति घायल जाने , की जिन घायल होई ।।
  जौहरी की गति जौहरी जाने , की जित जौहर होई ।।
  सूली ऊपर सेज हमारी , सोवना किस विध होई ।।
  गगनमंडल पे सेज पिया की , किस विध मिलना होई ।।

  • aataawaani November 11, 2014 at 6:15 pm

   પ્રિય પ્રજ્ઞા બેન
   તમારી કોમેન્ટે મને આનંદ વિભોર કરી દીધો .
   બીજું કાવ્ય ए भी बहुत अच्छा था “घायलकी गत घायल जाने ”
   पानीको जंतु कहा पहिचानत ग्रीष्म के तपकी गर्दिकी
   केसरकी करिये कहा कीमत है न परिख जहाँ हरदीकी
   कायरको न कछु परिसे कल शूरनको सुध है मार्दिकी
   बे दरदी न “प्रवीण” लहे वोतो जानत है दरदी दरदीकी

 4. pravinshastri November 12, 2014 at 8:41 pm

  वैद्य राज नमस्तुभ्यं यम ज्येष्ठ सहोदर
  यमस्तु हरते प्राणं त्वं तो प्राणाम धनानि च
  खुदा बचाए हकीमोसे वकिलोसे हमें
  बचादे बे वफाओंकी ज़फाओंसे हमे
  માત્ર આ ચાર લાઈનમાં કેટલી બધી અને કેટલી મોટી વાત સમજાવી દીધી !!!!
  બસ કોઈ પણ વાર્તા કે ડહાપણ ભર્યા લેખ કરતાં તમારી, અને તમારા જીવન ની વાતો વધુ રસપ્રદ હોય છે. બસ લખતા જ રહો.

  • aataawaani November 13, 2014 at 2:53 am

   પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રીભાઈ
   તમારો ઉત્સાહ મારા મગજ કમ્પ્યુટર નું મારા અનુભવ વાળું ખાનું ખોલીને મારા અનુભવો લખવા માટે વિવશ કરે છે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: