સ્વ. ભાનુમતી જોશી

મારી ધર્મપત્નીને આ બ્લોગ સમર્પિત છે.
આતામંત્ર
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला हो नहीं सकता।
————
Teachers open door,
But you must enter by yourself.
મુલાકાતીઓની સંખ્યા
- 149,291 મહેમાનો
ગુજરાતી પ્રતિભા પરિચય – નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી ફેબ્રુવારી 23, 2023
- અનુરાધા ભગવતી ઓગસ્ટ 8, 2022
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker જુલાઇ 29, 2022
Join 144 other subscribers
નવી આતાવાણી
- આતાની ૯૮ મી વર્ષગાંઠ
- દીવાદાંડી સમ દેશિંગા
- બાળ વાર્તાઓ
- ઈ-વિદ્યાલય – નવો દેખાવ
- આજે રામનવમી 2072.અમેરિકાનો ઇન્કમટેક્ષ ડે 2016 અને મારો બર્થ ડે
- પ્રાણભર્યો પ્રારંભ શ્રી ડો.કનક રાવળની કલમે
- આતાવાણી એટલે સાચે સાચ આત્માની વાણી
- આતાવાણી – નવા ક્ષિતિજમાં
- સ્વ. આતાને અંતિમ અંજલિ – દેવ જોશી
- આતાને સચિત્ર સ્મરણાંજલિ
મહિનાવાર સામગ્રી
- એપ્રિલ 2019
- નવેમ્બર 2018
- જુલાઇ 2018
- જૂન 2018
- એપ્રિલ 2017
- માર્ચ 2017
- ફેબ્રુવારી 2017
- જાન્યુઆરી 2017
- ડિસેમ્બર 2016
- નવેમ્બર 2016
- ઓક્ટોબર 2016
- સપ્ટેમ્બર 2016
- ઓગસ્ટ 2016
- જુલાઇ 2016
- જૂન 2016
- મે 2016
- એપ્રિલ 2016
- માર્ચ 2016
- ફેબ્રુવારી 2016
- જાન્યુઆરી 2016
- ડિસેમ્બર 2015
- નવેમ્બર 2015
- સપ્ટેમ્બર 2015
- ઓગસ્ટ 2015
- જુલાઇ 2015
- મે 2015
- એપ્રિલ 2015
- માર્ચ 2015
- ફેબ્રુવારી 2015
- જાન્યુઆરી 2015
- ડિસેમ્બર 2014
- નવેમ્બર 2014
- ઓક્ટોબર 2014
- સપ્ટેમ્બર 2014
- ઓગસ્ટ 2014
- જુલાઇ 2014
- જૂન 2014
- મે 2014
- એપ્રિલ 2014
- ફેબ્રુવારી 2014
- જાન્યુઆરી 2014
- ડિસેમ્બર 2013
- નવેમ્બર 2013
- ઓક્ટોબર 2013
- સપ્ટેમ્બર 2013
- ઓગસ્ટ 2013
- જુલાઇ 2013
- જૂન 2013
- મે 2013
- એપ્રિલ 2013
- માર્ચ 2013
- ફેબ્રુવારી 2013
- જાન્યુઆરી 2013
- ડિસેમ્બર 2012
- નવેમ્બર 2012
- ઓક્ટોબર 2012
- સપ્ટેમ્બર 2012
- ઓગસ્ટ 2012
- જુલાઇ 2012
- જૂન 2012
- મે 2012
- એપ્રિલ 2012
- માર્ચ 2012
- ફેબ્રુવારી 2012
- જાન્યુઆરી 2012
- ડિસેમ્બર 2011
- નવેમ્બર 2011
આતા…
માળું આ જણ આવ્યો ત્યારે ફિજમાં બદામનું દૂધ સંતાડી દીધેલું કે, મને ચશ્મા આયા તિં નો દેખાણું !! હવે ફરી પાછા ગોરિયુંના ખર્ચે (!) હોટલમાં જવાનું શરૂ કરી દેશો ; તો ઘર ફરી રાસડા લેવા લાગશે; અને આ માંણહને ફરી આંટો મારી જવો પડશે!
———–
જોક બાજુએ મુકું તો એ મુલાકાતના સાત દિવસ જિંદગીભરની યાદ બની ગયા છે.
પ્રિય સુરેશ ભાઈ
તેદી મને બદામના કે કોકોનટ મિલ્કની ખબર નોતી . એટલે ઘરમાં હતુંજ નહિ નહીતર મારા લાડલા દીકરાથી છૂપું રખાતું હશે કોઈદી ? હું ખજુર પણ ખાઉં છું અને એના ઠળિયાની માળા ,બ્રેસલેટ કમર પટા , બનાવું છું . એતો બ્લોગમાં લખવાનું હું ભૂલીજ ગએલો .
યાદ આવે
મને શબ્દો મળે છે ફૂલની કટોરીમાંથી,
મને શબ્દો મળે છે ભોજનની થાળીમાંથી,
મને શબ્દો મળે છે વરસાદની હેલીમાંથી,
મને શબ્દો મળે છે રેતી અને પથ્થરમાંથી,
મને શબ્દો મળે છે લોહી અને આંસુમાથી,
મને શબ્દો મળે છે…. બધેથી….
પણ એ લોકો આવ્યા.
એમણે અમારા પ્રદેશ પર હુમલો કર્યો.
અમારું બધુંજ લૂંટી ગયા.
પણ…..
પણ એમેને ખબર નથી કે તેઓ એક મોટી દોલત પછળ મૂકતા ગયા છે.
એમનાં શીરસ્ત્રાણમાંથી,
એમના પગરખામાંથી,
એમની ફરફરતી દાઢીમાંથી,
એમના ઘોડાની ખરીઓમાંથી,
એમનાં હથિયારમાંથી,
એમનાં પ્રહારોમાંથી,
એમની ગાળોમાંથી,
એમનાં હોંકારા-પડકારામાંથી
અમને શબ્દો આવી મળ્યાં છે.
જે આક્રમણકારો આવ્યા એમનાં શબ્દો એટલી મોટી દોલત છે કે
એમાંથી બની અમારી ભાષા.
પ્રિય પ્રજ્ઞા બેન
એ તમારી વાત કાઢી નાખવા જેવી નથી . આપણી ગુજરાતીમાં ફારસી અરબી ઈંગ્લીશ શબ્દો બહુજ છે .અમારા ગામનો હાથિયો સવદાસ પણ અપભ્રુષ થેલી ઈંગ્લીશ બોલતો તું કંઈ ” નંબર” વન જાટલીમેંટ નથી .
નામો પણ મેર , રબારી, આયર ,વગેરે જાતિઓમાં અરબી ભાષાના નામો હોય છે . મસરી , અરશી , વગેરે
ભગત બાપુનો જ દુવો:
“કાંવ જાજાં કાગોલીયાં ને કાંવ કપૂત
હકડી સી મયણ ભલી ને હકડો ભલો સપૂત”
ડાયરે ડાયરે ભીખુદાન કે’છ ને કે “માં ખોડીયાર કાં એક દીકરો દેજે કે જે નવખંડમાં નામ ઉજાળે ને કાં એક દીકરી દેજે કે જે ત્રણ કુળ ને તારે.” સુરેશભાઈ ઈ નવખંડી ઉજાગરો આદમી છે.
દિનેશ
Atithi Rakshasho Bhava ??
DEV atithi bhava !
Date: Sun, 9 Nov 2014 11:41:45 +0000
To: bharatdarshan@hotmail.com
દેવ આ સૂત્ર મને બહુ ગમ્યું .
अतिथि राक्षसो ंभव
સફરા પેરે સુત ઓઢે પણ આલે નહિ
ઈ તનડાં નૈ તાબૂત સાચું સોરઠીઓ ભણે
મતલબકે જે માણસ સારાં કીમતી કપડાં પહેરતો ઓઢ્તો હોય પણ કોઈને આપે નહિ . એનું શરીર એ શરીર નથી પણ તાબૂત (તાજિયા) છે .
આતા, તમારી વાત અને બધી કોમેન્ટ વાંચ્યા પછી મારે લખવાનું રહેતું જ નથી. પણ મક્કમ પણે માનું છું કે જેઓ આપને રૂબરૂ મળ્યા છે એમને દેવસ્થાનની યાત્રાનું પૂણ્ય મળશે.
પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રીભાઈ
તમારી કોમેન્ટની એકજ લીટી અસર કારક હોય છે મને ગમે એવી હોય છે ,
મેં એક અનુભવ્યું કે લોકોને કોકનું વાંચવા કરતાં પોતાનું કોઈક વાંચે એમાં રસ હોય છે .
મને આવો અનુભવ મારી અણ આવડતની લીધે થયો છે .
હું શીખાડું માણસ ઘણી વખત હું વાર્તાનું શીર્ષક લખું છું , પણ વાર્તા બ્લોગમાં ગોઠવી નથી શકતો .અને પબ્લીશ કરી દઉં છું .એટલે ફક્ત ટાઈટલ પબ્લીશ થઇ જાય . એટલે પોતાનું લખાણ વન્ચાવવાના ઉત્સાહી મિત્રો ઇંગ્લીશમાં ફક્ત એટલુંજ લખે કે તમારી વાર્તા બહુ સરસ હતી .હવે મારી વાર્તા વાંચો .એ પણ તમને તમારી વાર્તા જેવીજ ગમશે .એ પણ બ્લુ અક્ષરમાં લખેલું તૈયાર હોય હું ક્લિક કરીને વાંચું તો એ હું વાંચી ચુક્યો હોઉં અને કોમેન્ટ પણ આપેલી હોય . હું એમના ખિસ્સામાં બિલાડીનો પગ ઘાલું એટલે એ મારા ખિસ્સામાં ઘોડાનો પાછલો દોઢ વાંભનો પગ ઘાલી દ્યે .
હવે કોકદી તમે પ્રવીન્કાન્તભાઈ મને મળીને દેવસ્થાન ની યાત્રાનું પુણ્ય કમાઈ લ્યોને ?
શ્રી સુરેશભાઈ જાની મને મળવા આવવાના હતા ,ત્યારે મેં તેમને કીધેલું કે હું ઘરમાં મીઠું ,મરચું , તેલ , ઘી , ચા . નથી રાખતો પણ એનો અર્થ એ નથી કે મેમાનોને હું ખાઉં છું એ ખાવા માટે વિવશ કરું .
मेरी चमदिया जूतियाँ बणावे सोई जेडा मेनू मिलण आवुंगा .