મારા પરમ સ્નેહી બ્લોગર ભાઈઓ અને બહેનો ,ગઈકાલે મારાથી વધુ પડતી કસરત થઇ ગઈ ,કસરતમાં મેં મારા બેક યાર્ડમાં એક સુકાઈ ગએલી લીંબુડીના ઝાડને મૂળથી ઉખેડી નાખ્યું .પણ તમે ધારશો એટલી સખત મહેનત નોતી કરવી પડી .પણ એનાં મૂળિયાં અર્ધાં પર્ધાં સડેલાં હતાં .એટલે કોદાળીથી ખોદવામાં બહુ મહેનત નોતી પડી .બીજું એક નડતા લીલા ઝાડની ડાળીયો કાપવી પડી .પણ આ બધું કામ કરતાં મને ત્રણ કલાક જેટલો સમય સહેજે થઇ ગએલો .તમને એમ થશે કે મેં કામ કરતાં પહેલાં હેલ્થી નાસ્તો કર્યો હશે , ના ના કામે વળગતાં પહેલાં મેં ફક્ત એક કપ મોસંબીનો રસ પીધેલો .
પણ પછી આખું શરીર દુ :ખતું હતું . અને रातेँ जो हमने काटी करवट बदल बदल के એટલે આજે બહુ મહેનત કરવાની હિંમતને હિંમત નથી થતી એટલે આ લખાણ બ્લોગ માટે લખું છું . कॉमेंट दे उसका भी भला ना दे उसका भी भला દેશીંગામાં રૂખડ ભારથી બાવો પોતાની પત્ની અને દીકરાઓને નજીવી વાત માટે લાકડી થી મારતો ઓલી કહેવત છે કે “નબળો માટી બાયડી પર શૂરો “આ રૂખડ ભાઈ મને અને મારા મિત્ર રુઘાને વહેલી સવારે કાતિલ ઠંડીમાં ધ્રુવની જેમ તપ કરવા જતા અટકાવીને ઘર ભેગા કરેલા .
મારી માની ધ્રુવની તપ કરવાની ધાર્મિક વાતો સાંભળી મને તપ કરવાની પ્રેરણા થએલી ,
રૂખડ ભાઈને પ્રથમની સ્ત્રીથી એક કરણ નામે દીકરો થએલો પછી રૂખડ ભાઈએ બીજી પત્ની કરેલી જે ભૂરા નામના દીકરાને આંગળીયાત તરીકે લાવેલી .આંગળીયાત નો અર્થ કેટલાક ભાઈઓ અને બહેનો કદાચ નહિ સમજ્યા હોય ,અકબર બાદશાહ પણ આનો અર્થ નહિ સમજેલો એની જરા ભેગા ભેગી તમને વાત કરી દઉં અકબર એક વખત ઉદાર ,પ્રેમાળ , નિખાલસ ,ભોળિયા ,નીડર , પટેલો ઉપર બહુ ખુશ થઇ ગએલો ,એને વિચાર આવ્યો કે જો પટેલો સખત મહેનત કરીને અનાજ નો ઉગાડતા હોત તો પ્રજાને ભૂખે મારવાનો વારો આવત કહેવત છે કે “કણબી વાહે કરોડ પણ કણબી કોઈ વાહે નઈ” એટલે પટેલની ખેતી મહેનત ના પ્રતાપમાં કરોડો માણસો નભે પણ પટેલનો દીકરો ભગવાન સિવાય કોઈ થી ડરે નહિ .
એટલે અકબરને પટેલોની કદર કરવાની ઈચ્છા થઇ, અને એ માટે એણે એક પટેલને તેડાવ્યો . પટેલ ગયો સાથે એક છોકરાને પણ લેતો ગયો .અકબરે છોકરાને જોઇને પટેલને પુચ્છ્યું આ છોકરો તમારો દીકરો છે .પટેલ કહે મારો દીકરો નથી પણ મારો આંગળીયાત છે . હું આંગળીયાત એટલે શું એ હું સમજ્યો નથી . એટલે મને તમે વિગત થી સમજાવો . નિખાલસ અને સ્પષ્ટ ભાષી પટેલે દાખલો આપ્યો અને બોલ્યા .કે તમારો બાપ હુમાયુ મરી જાય પછી તમારી મા મને ઘર્ઘે એટલેકે મારી સાથે લગન કરે અને તમને સાથે લઇ આવે એટલે તમે મારા આંગળીયાત કહેવાવ ,પછી અકબરે પટેલને જલ્દીથી વિદાય આપી .
રૂખડ ભાઈ કરણને ખુબ મારે કરણ સરળ સ્વભાવનો કહ્યાગરો દીકરો હતો .પણ નજીવી વાત માટે એને રૂખડ ભાઈના ક્રોધના ભો બનવું પડતું .”જેમ આંતર્યું બિલાડું વાઘ થાય ” એમ કરણને એક દિવસ ગુસ્સો ચડ્યો ,અને સત્તર વરસના કરણે રૂખડ ભાઈ પાસેથી લાકડી આંચકી લીધી અને તેની ગરદન પકડી દુર હડસેલી દીધા . કરણને એટલો સારો કહેવો પડે કે એણે રૂખડ ભાઈને માર્યા નહિ . પણ એટલી ચેતવણી આપી કે હવેથી ઘરમાં મારી માને (નવીમા )કે કોઈને મારવાના નહિ . જો કોઈને મારશો તો હું તમને લાકડીનો માર મારીશ . રૂખડ ભાઈ સીધા દોર થઇ ગયા . બોલવામાં પણ નરમાશ આવી ગઈ . હવે મારાં સ્વર્ગસ્થ મા બાપને પણ થોડા યાદ કરી લઉં અને આપ સહુને મારા એક પ્રકારના સ્વભાવની પણ જાણ કરી દઉં .મારા બાપા મને ખુબ મારતા અને ગુન્હેગારને પણ ખુબ મારતા . જયારે મારી માને કદી ટાપલી પણ અડાલેલી નહિ એવું મારી મા ઘણી વખત કહેતી .
એક વખત મારા કાકાએ મને મારી મા સમાણી ગાળો આપી મને ભયંકર ગુસ્સો આવ્યો .પણ હું તાત્કાલિક ઉશ્કેરાયો નહિ , પણ મનમાં નક્કી કર્યું કે આવા માણસ ને જીવવા દેવાય નહિ . આ વખતે મારી ઉમર 16 વરસની હતી . હું અર્ધી રાતે હથિયાર લઈને ઉપાડ્યો .હળવેકથી કાકાના ઘરની ખડકીનું બારણું ખોલી અંદર ગયો ,કાકા ભર ઊંઘમાં પડખા ભર સુતા હતા . મેં મારા સુતેલા કાકા ઉપર એક ઘા કર્યો કાકા મુખમાંથી ભગવાનનું નામ નીકળ્યું અને મને મારી માનો ઉપદેશ કામ કરી ગયો .અને હું વધુ ઘા મારતા અટકી ગયો .હું ઘરે ગયો હથિયારને ધોઈને સંતાડી દીધું . થોડી વારે મારા બાપા મારા કાકાને લઈને ઘરે આવ્યા મારી માએ કાકાના જખમમાં ધૂહ ને મીઠું ભર્યું . અને પાટો બાંધ્યો .અને પોતાના ભાન વગરનું બોલનાર દિયરની સારવાર આદરી અને મારનાર ઉપર ગાળોનો વરસાદ વરસાવવાનું શરુ કર્યું . અને મારા બાપાએ પ્રતિજ્ઞા કરીકે મારા ભાઈના મારનારની ઓળખ થશે તો હું એને મારી જાતે મારી નાખીશ . થોડા દિવસ પછી મેં મા આગળ સાચી વાત કરી દીધી . અને માએ ભયંકર ગાળો દેવાનું બંધ કર્યું .અને હળવી ગાળો દેવાનું ચાલુ રાખ્યું .પછી માએ બાપાને ભાઈના મારનાર વિષે સત્ય વાત કરી સાંભળીને બાપા ધ્રુજી ઉઠ્યા . બાપની પ્રતિજ્ઞા વાળું પાણી સુકાઈ ગયું . તે દિવસથી બાપા મારી સાથે માર મારવાનું તો ભૂલી ગયા ,પણ તાણી ને બોલવાનું પણ ભૂલી ગયા . આ વાતની કાકા મરી ગયા ત્યાં સુધી એને ખબર નોતી પાડવા દીધી અને કોઈને પણ મા અને બાપા સિવાય કોઈને વાત નોતી કરી અને હવે આ વાત બ્લોગમાં પુગી ગઈ , પણ આને કારણે મિત્રોને મારા ઉપર અભાવો આવશે .પણ દોસ્તો અત્યારે મારામાં બહુ ફેરફાર થઇ ગયો છે . થઇ રહ્યો છે वो हालते सर गुजस्त .
Like this:
Like Loading...
Related
આતાજી નમસ્કાર. આતાજીની અનુભવવાણીના પાઠો હંમેશાં ગર્ભિત સંદેશાઓ આપતા હોય છે. અને દિનપ્રતિદિન વાચકોનો આદરભાવ વધતો જ જાય છે. આજનું શિર્ષક મને ખૂબ જ ગમ્યું. હું એની કોપી કરી ફેસબૂક પર મુકીશ.
પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રીભાઈ
તમારા જેવા મીત્રોજ મારામાં શક્તિ ટકાવી રાખે .એ મારી માન્યતા ખોટી નથી પડવા દેતા તમારા જેવા ઉત્સાહ પ્રેરક મિત્રો
આતાજી, સાદર વંદન
મેં આપના લેખનું શિર્ષક ફેસબુક પર મુક્યું. લોકોને ખૂબ ગમ્યું.
શ્રી મહેન્દ્રભાઈ શાહ જાણીતા ગુજરાતી કાર્ટુનિસ્ટ છે. એમણે લખ્યું કે સીધી વાત લખો તો સમજાય. મે તેમના જવાબમાં નીચે પ્રમાણે લખ્યું. વાંચો…
વાંકો નફ્ફટ જગ જીતે.
ડાહ્યો કાદવમાં પથરો ના નાખે
નાગાના કપડાંની કોઈથી ટીકા ના થાય.
સીધું લખનારની સૌ કોઈ પત્તર ફાડે.
વાંકા કાર્ટુનથી સૌ ગભરાય….
જય હો મહોબત્તે મહેન્દ્રભાઈ..
હિંસક થવાના ફાયદા !!!બધા સુધરી ગયા !!
પ્રિય સુરેશભાઈ
એક મારા મિત્ર મૂળ રહીશ પોરબંદર બાજુના ગામડાના આફ્રિકામાં ખુબ કમાઈને એમના દીકરા સાથે અહી આવેલા એને એક પોતાના જીવન ચરિત્ર જેવી બુક છપાવી છે .એની બુકના વિમોચન વખતે એક સીનીયર ભાઈઓને પાર્ટી આપવાનો વિચાર એણે મને દર્શાવ્યો .એ અરસામાં મારો જન્મ દિવસ આવતો હતો . એટલે એ બોલ્યા તો તો આપણે જબરી પાર્ટી રાખીશું એ પાર્ટી માટેનો વહીવટ મને સોંપ્યો . મેં એને કીધું આ આપણા બધાજ સિનિયરોને તેડાવ્વાની જરૂર નથી . પણ આપણે જેની સાથે સારા સબંધો હોય એવાનેજ તેડાવીએ અને કોઈને ઘરે પાર્ટી રાખીએ . આ લોકોને બોલાવીને ઘણો ખર્ચ કરવો એ “ક્વલી દોઈને કૂતરાં ધર્વવા ” જેવી વાત છે . પણ એનો મોટી પાર્ટી રાખવાનો બહુ ઉત્સાહ હતો . પછી મેં સીનીયરો માટે મોટા ભા થઈને ફરતા હોય એવા એક ભાઈને વાત કરી એણે મોટો ભા થવા ઢંઢેરો પીટાવ્યો અને આગ્રહ પૂર્વક બધાને કીધું .એક ભજન ગાવા વાળો હતો .એ માટે મેં એનું કીધેલું .એને ન બોલાવતાં એક બીજાજ ભાઈને બોલવ વાનું નક્કી કરી નાખ્યું .અને પહેલા ભજન કીર્તન થાય અને પછી પાર્ટીને લગતી વાત થાય પછી બધા ખાઈ ખાઈને જતારહે પાર્ટી માટે કોણ ઉભારહે ? પછી મેં એક ભાઈને વાત કરીકે જો આવું થતું હોય તો હું પાર્ટી કેન્સલ કરું છું .અને પછી આ મોટા ભા મુંજાણાં અને મારે ઘરે આવીને મારા પગમાં પડ્યા .અને બોલ્યા તમારી પાર્ટીનું કામ પહેલું પછી બીજી વાત આમાં કઈ ફેર પડે તો તમે મને લાકડી લઈને મારજો પછી બરાબરની પાર્ટી જામી મારો દીકરો ન્યુ જર્સીથી કુટુંબ સાથે આવ્યો .એની દીકરીએ નૃત્ય કર્યું .મુવી લીધી .
આ મોટા ભા કે જેનાં બાળકોને તમે ઓરી ગામી થી રમકડા બનાવી દીધેલા
સાચે જ વાંકાનો મહીમા અપાર
કૃષ્ણપક્ષની આઠમના ચદ્રની જેમ એક પગ પર ઉભા થઈને, એક પગ વાંકો રાખીને, શરીરને થોડુંક વાળીને આ મુરલીધરે જે દિવસે સંસારમાં પહેલીવાર પ્રાણ ફૂક્યા, તે દિવસ ઈતિહાસમાં અમર થઈ
મચકાતી મસ્ત હવા લચકાતી લ્હેર
એનાં મુજરામાં રંગ છલોછલ – હો મારા વાલમા
વાંકી ચૂંકી વાંકી ચૂંકી રમતી રે વાલમા
મીઠું મીઠું ઘેન મારા ચિત્તડાની ચાલમાં
તારી વાંકી રે પાઘલડીનુ ફુમતુ રે, મને ગમતુ રે, આતો અમથી કહુ છુ રે પાતળીયા!
લાંબો ડગલો, મૂંછ વાંકડી, શિરે પાઘડી રાતી, ભલે લાગતો ભોળો, પણ હું છેલ છબીલો ગુજરાતી
આખી દુનિયામાં ગુજરાતીની ઓળખાણ
અને આ
ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળાં ભુંડાં,
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે…
બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી,
કુતરાની પુંછડીનો વાંકો વિસ્તાર છે…
વારણની સુંઢ વાંકી વાધના છે નખ વાકાં,
ભેંશને તો શીર વાંકાં શીંગડાંનો ભાર છે…
સાંભળી શિયાળ બોલ્યો દાખે દલપતરામઃ
અન્યનું તો એક વાંકું આપનાં અઢાર છે…- દલપતરામ
પ્રિય પ્રજ્ઞા બેન
તમારી કોમેન્ટ મને બહુ ગમે છે .ખૂબી એ છે કે મારા લખાણને લગતી હોય છે . તમારા લખાણો ધ્યાનમાં રાખવા જેવા હોય છે .શીખવા જેવા હોય છે .