વર્ષો પહેલાં મારો લેખ ગુજરાત ટાઈમ્સમાં તે હું આતાવાણીમાં મુકું છું .એમાં થોડોક ફેરફાર કરીશ .
સૌ પ્રથમ હું ગુજરાત ટાઈમ્સના સંપાદક મંડળને ધન્યવાદ આપું છું કે તેઓ નીડરતાથી લેખો છાપે છે .
ગુજરાત ટાઈમ્સમાં છપાએલો શ્રી હસમુખ દોશીનો પત્ર વાંચ્યો .એ લખાણની ઘણી વાતો મને ગમી ,ફક્ત એક વાત ન ગમી કે તેઓ વડીલોએ વિધવા વિવાહ ન કરવાનો કાયદો ઘડ્યો એને વ્યાજબી ઠેરાવે છે .
પુરુષ વિધુર બને તો કે જે કાયદો હિન્દુઓની અમુક જ્ઞાતિઓમાં છે ,પુરુષ વિધુર બને તો ફરીથી પરણે કંઈ વાંધો નહિ ,એ સુંદર વસ્ત્રો પહેરી ઠાઠ માઠથી ફરે કંઈ વાંધો નહિ ,એવો વિધુર પુરુષ શુભ કાર્યો કરવા જનારાઓને મળે કંઈ અપશુકન નો થાય ,
વિધવા સ્ત્રીથી સારાં કપડાં પહેરાય નહિ ,કપાળમાં ચાંદલો પણ નો કરાય ,કોઈ શુભ કાર્ય કરવા જતી વખતે વિધવાને સાથે નો રખાય કોઈ શુભ કાર્ય કરવા જતી વખતે વિધવા સ્ત્રી સામી મળે તો અપશુકન થાય, વાહ આવા કાયદા ? जलाके खाक करदो ऐसे कायदाઓકો. સ્ત્રીને બાળક નો થાય તો સ્ત્રીમાં ખામી છે એવું મનાય ,દેશીંગામાં વર્ષો પહેલા એક ભાઈ વિધુર બન્યો ,એને સંતાનો હતાં પણ એને ઘર સંભાળનાર સ્ત્રીની જરૂર હતી .એક સ્ત્રી કે જેને બાળકો નોતાં થતાં એવા કારણ સર એના ધણીએ છુટ્ટા છેડા કરેલા . આ સ્ત્રીને દેશીંગા વાળો વિધુર ઘરઘ્યો (પુનર્લગ્ન ) અને એ વિધુરને ઘરે આવ્યા પછી બાળકો થયાં ખ્રિસ્તીઓના એક સંપ્રદાયમાં સ્ત્રીથી મંચ ઉપર જઈને ધાર્મિક ભાષણ આપી નો શકાય .જુના વખતમાં હિન્દુઓની કેટલીક જાતી ઓમાં દીકરી જન્મે તો તેને દૂધથી ભરેલા વાસણમાં ડુબાડીને મારી નાખવામાં આવતી .આ ક્રૂર ક્રિયા માટે રૂપાળો શબ્દ દીકરીને દૂધ પીતી કરવામાં આવી શબ્દ વપરાતો દીકરીને ડૂબાડનાર વ્યક્તિ શબ્દ બોલે કે દીકરી આ ઘરે દીકરો થઈને અવતરજે
હદથી વધુ પ્રેમ ધરાવતી સ્ત્રી શક્તિની ઉપેક્ષા કરવામાં આવે છે , અમદાવાદમાં એક પંચમહાલ જીલ્લાનો માણસ કે જે મારી સાથે પોલીસ ખાતામાં હતો .કે મારા ગામમાં કોઈ જાન પરણવા આવી હોય એવું કોઈને યાદ નથી .વડીલોને પણ યાદ નથી .
એક વખત મેં છાપામાં વાંચેલું કે રાજસ્થાનમાં સ્ત્રીને પ્રસુતિ આવવાની હોય ત્યારે ઘરના વડીલ પુરુષો ઓસરીમાં બેઠા બેઠા હોકો ગુડગુડાવતા હોય આ વખતે દાયણ દીકરીનો જન્મ થાય ત્યારે વડીલોને સમાચાર આપેકે बापू बारात आइहे आने दू के विदा करदु અને વડીલ બોલે કે વિદાય કર દો તો દાયણ ((સુયાણી ) બાળકીને ગળે ટુંપો આપી મારી નાખે
હમણાં મેં એક છાપામાં વાંચ્યું કે એક ચાર વરસની બાળકીને તેના માબાપે જૈન સાધ્વીની દિક્ષા અપાવી
દક્ષિણ ભારતમાં દીકરીઓને દેવ દાસી તરીકે મંદિરોમાં આપવામાં આવે છે . આ કાર્ય વ્યાજબી લાગે છે ? નેપાળમાં ગામે ગામ એક બાળકીને દેવી બનાવી દેવામાં આવે છે .આવી દેવીને જમીન ઉપર ચલાય નહિ ,એને પુરુષ તેડીને જ્યાં જવું હોય ત્યાં લઇ જતો હોય છે . સિંધમાં કોઈ કોઈ જાતિના લોકોમાં દીકરીને કુરાને શરીફ સાથે લગ્ન કરવામાં આવે છે . કુરાન સાથે પરણેલી છોકરી કોઈ પુરુષ સાથે લગ્ન નજ કરી શકે ને ?સોરઠમાં આહેર જેવી જાતિઓમાં જ્ઞાતિના મુખીને નાત ઘલઢેરો કહેવામાં આવે છે એમ સિંધમાં નાતના વડીલોને વડેરો કહેવામાં આવે છે કુરાન સાથે જયારે છોકરીના લગ્ન થતાં હોય ત્યારે વડેરા ઉત્સવ માનવતા હોય છે .
ગોતમ બુદ્ધના ઘણા સિદ્ધાંતો મને બહુ ગમે છે .પણ પોતાના એક વરસના નાના દીકરાને અને પોતાની પત્નીને સુતાં મૂકી લોક કલ્યાણ કરવા હાલી નીકળ્યા એ મારા જેવા અજ્ઞાનીને નથી ગમ્યું .રામના ભાઈ લક્ષ્મણ પોતાની પત્નીને પોતાની માની સેવા કરવા મુકીને પોતે પોતાના ભાઈની જંગલમાં સેવા કરવા ગયા આ વાત મને નથી ગમી
જંગલમાં એને રાવણની બેન સુર્પણખા મળી એણે લક્ષમણ પાસે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુક્યો . લક્ષ્મણે એના નાક કાન કાપી નાખ્યા . એ અભાગણી અભાગણી સાથે સ્વપ્નમાં આતાએ લગ્ન કર્યાં એ વાત આપ આતાવાણીમાં વાંચી ગયા છો .
શ્રી મહેશ વોરા નામના એક ભાઈએ વિગતથી લખેલું કે ગૌતમબુદ્ધનું પગલું વ્યાજબી હતું એવું વિગતથી ગુજરાત ટાઈમ્સ માં લખેલું
મિત્રો આ મારું લખાણ ગુજરાત ટાઈમ્સ ના સૌજન્યથી
Like this:
Like Loading...
Related
સપ્ટેમ્બર ૨૦૧૧ માં વી.વી. બ્લોગ શરુ કર્યો એ પહેલાં હું પણ ગુજરાત ટાઈમ્સમાં વાચકોના પત્રોમાં મારા
વિચારો દર્શાવતા લેખો લખતો હતો. એ વખતે મેં પ્રથમવાર હિંમતલાલ જોશીનું નામ આ કોલમમાં વાંચ્યું હતું . આતાએ ગુજરાત ટાઈમ્સમાં એમના એક લેખમાં આંગણામાં મોર પાળ્યો હતો એ વિષે લખ્યું હતું એ વાંચીને મને કુતુહલ થયું હતું કે અમેરિકામાં આવીને મોર પાળનાર આ માણસ ખરો કહેવાય !
પછી તો આતા સાથે મૈત્રીનો નાતો બંધાયા પછી એમને બરાબર નજીકથી ઓળખવાનું થયું.
આ લેખમાં આતાજીએ સ્ત્રી સન્માન વિષે નિખાલસતાથી અને નીડરતાથી એમના સ્પષ્ટ વિચારો જણાવ્યા છે એ વિચાર કરવા જેવા છે.
પ્રિય વિનોદ ભાઈ તમેતો મને ઘણા વખતથી ઓળખો છો એમ કહેવાય પણ આજ હિમતલાલ બ્લોગમાં આતા તરીખે ઓળખાય છે એજ હિંમતલાલ ગુજરાત ટાઈમ્સમાં લેખો લખે છે એવી ખબર હવે પડી હશે ,
મોરલા વિશેની થોડી નવાઈ લાગે એવી વાત કહું . જેની પાસેથી મોર અને ઢેલ ખરીદ્યા એ એવું કહેતો હતો કે ઢેલ ઈંડા મુકશે પણ સેવીને બચ્ચાં ઉત્પન્ન નહિ કરે .અમે કૂકડી પાસે મોરના ઈંડા સેવડાવીએ છીએ .પણ મારે ઘરે ઢેલે ઈંડાં સેવેલાં .અને ચાર બચ્ચાં ઉત્પન્ન કરેલાં .
વાહ આતાજી
ખૂબ સુંદર લેખ
બહુ જૂના જમાનાની વાત. હવે તો ઘણી વિધવાઓ લગ્ન કરે છે. અમારા એક સંબંધીનો જુવાન દીકરો રસ્તા પરના અકસ્માતમાં ગુજરી ગયો. એની વહુનું લગ્ન સસરાએ જાતે કરાવી આપ્યું ; અને જાતે કન્યાદાન કર્યું.
આવા લોકો પણ હોય છે.
આતાજીનો ઉત્તમ લેખ. સુરેશભાઈની વાત સાચી છે. મારા સંબધીમા પણ આવું જ બન્યું હતું. મારી નવલકથા “શ્વેતા” માં પણ સસરાજી વિધવા પુત્રવધૂને દીકરી માનીને પરણાવે છે. છતાં શહેર અને ગ્રામ્યસંસ્કૃતિમાં ફેર છે એ કબુલ કરવું જ રહ્યું. ચરોતર અને સૌરાસ્ટ્રમાં ઘણી જગ્યારે આજે પણ આતાજીએ દર્શાવેલી પરિસ્થિતિ છે જ.
પ્રિય પ્રવીન્કાંત શાસ્ત્રી ભાઈ
આપણે સહુ જાણીએ છીએ કે પરમેશ્વરે સ્થાપેલા ધર્મમાં કોઈ ફેરફાર કરી શકે એમ નથી .માણસોએ ઘડેલા કાયદા એવા છે કે આપણી જ્ઞાતિની છોકરી બીજી જ્ઞાતિમાં નો જઈ શકે .પણ પરમેશ્વરે સ્ત્રી અને પુરુષ એનું પરસ્પરનું આકર્ષણ જે કર્યું છે .એમાં કોઈ વાડાઓના કાયદા કામ આવતા નથી .આપણે સાંભળીએ છીએ કે ભાઈ બેન વચ્ચે પતિ પત્ની જેવો સબંધ બંધાઈ જતો હોય છે .અમેરિકામાં થોડા વખત પહેલા મેં જાણેલું કે સગી માએ પોતાના જુવાન દીકરા સાથે સેક્ષ માણ્યો .
મારા એક દુરના સગા ના દીકરાનો તેના મામાની દીકરી સાથે પ્રેમ થઇ ગયો .દીકરા દીકરીના માબાપો ઉપર જાણે આભ ફાટ્યો . પરિણામ એ આવ્યું કે બંનેએ રેલેના પાટા નીચે કચડાઈને પ્રાણ છોડી દીધો .
અમારી બાજુ આયર, મેર , વગેરે જ્ઞાતિઓમાં મામાની દીકરી સાથે કાયદેસરના લગ્ન થતા હોય છે .
સુરેશ જાનીને કદાચ ખબર હશે કે ઘીકાંટા રોડ ઉપર એક કહેવાતી હલકી જાતિના હિન્દુને એક મુસલમાન ધર્મીની ખુબ કંટ્રોલમાં રાખેલી જુવાન દીકરીએ પ્રેમ કર્યો .દીકરી માબાપ સાથે ઉપરના માળે રહેતી હતી અને રોડની સામેની બાજુ આ હલકી હિંદુ જાતિનો બેછોકરાં નો બાપ રહેતો હતો .
ફક્ત આંખોથી વાર્તાલાપ થયો અને દોસ્તી થઇ ગઈ ‘ અને બંને જણાં મોકો જોઇને ભાગી છૂટ્યાં દીકરી 23 વરસની કુંવારી હતી . તે સગીર વયની નોતી કે તેના ઉપર પોલીસ કેસ થઇ શકે .છોકરી બંધનમાંથી મુક્ત થએલી વાઘણ હતી . છોકરો પણ હિંમત વાળો હતો .બંને મદ્રાસ પહોંચી ગયાં .છડે ચોક મિત્રોમાં વાત જાહેર કરી દીધી મદ્રાસનું પોતાનું સરનામું આપ્યું .દીકરીના બાપે બંને ઉપર ચોરીનો આરોપ મુકીને પોલીસમાં ફરિયાદ નોંધાવી . પોલીસ બન્ને ને મદ્રાસથી પકડી લાવી બંને જણાં રેલ્વેમાં પોલીસ કષ્ટડીમાં હસી મઝાક કરીને ગુલતાન કરતાં હતાં પછી શું બન્યું એ રામ જાણે પણ બંને જણાં ઝેર પીવાના કારણે મરી ગયાં પોલીસ કષ્ટડી માં ઝેર ક્યાંથી આવ્યું .એ એક કોયડો છે .
મારા એક નજીકના સંબંધમાં પણ આવો જ બનાવ બન્યો હતો. મામાની દીકરી સાથે નાસી કઈને લગ્ન કરી લીધા. છોકરાના માંબાપે સમજીને સ્વીકારી લીધા. છોકરીના માંબાપે મરતાં સૂધી દીકરી અને ભાણેજનું મોં પણ ન જોયું, માં બાપ મર્યા ત્યારે દીકરીએ ઘરની બહારથી નનામીના દર્શન કર્યા. મુસ્લિમ સમાજ અને કેટલાક દક્ષણી બ્રાહ્મણ જ્ઞાતિમાં મામાની દીકરી પર ભાણેજનો પહેલો હક્ક ગણાય છે.