ડાહ્યા લોકો કહી ગયા છે કે થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ

એક નડિયાદ આણંદ જેવા શહેરમાં વેદનાથ અને સોમનાથ બે મિત્રો રહે બંને વચ્ચે ખુબ ગાઢી મિત્રતા હતી
વેદનાથ ગર્ભ શ્રીમંત હતો જયારે સોમનાથ ગરીબ બાપનો પુત્ર હતો .હાઈસ્કુલ સુધી બંને સાથે ભણ્યા .પણ હાઇસ્કુલમાં ભણી લીધા પછી સોમનાથ સારા ટકાએ પાસ થયો હોવા છતાં .પિતાની ગરીબીએ તેને આગળ ભણતો અટકાવ્યો , ,એટલે સોમનાથે સાઈડ વોક ઉપર બેસી સાઈકલના પંચર સાંધવાનો ધંધો ચાલુ કરી દીધો .વેદનાથ આગળ ભણ્યો .અને એણે સિવિલ એન્જીનીયરની ડીગ્રી મેળવી .અને તે અમદાવાદ ગયો .તેને સારી નોકરી મળી . થોડો વખત નોકરી કર્યા પછી એણે પોતાનો સ્વતંત્ર ધંધો ચાલુ કર્યો એમાં એ ઘણું કમાયો .આ સમયમાં એને પોતાનો મિત્ર સોમનાથ યાદ આવ્યો .બંનેના સોમ નાથ અને વેદનાથના લગ્ન થઇ ચૂક્યાં હતાં .વેદ્નાથના સસરા મોટી ખેતીવાડીની જમીન ધરાવતા હતા .તેને ચાર દીકરા હતા જેમાં બે દીકરા પાસે પોત પોતાની કારો હતી . એક વખત મોટા દીકરાએ એક ગુંડાને એક નિર્દોષ માણસને મારી નાખતાં નજરે જોયો . બીજા ઘણા માણસોએ પણ આ દૃશ્ય નજરે જોયું પોલીસે ગુંડાને પકડ્યો પણ ખરો કેસ કર્યો પણ ખરો પણ ગુંડાના ભયથી કોઈ સાક્ષી આપવા તૈયાર ન થયું .વેદ્નાથનો સાળો કે જેણે ખૂન કરતા ગુંડાને નજરે જોએલો એણે સાક્ષી આપવાનો વિચાર કર્યો ,પણ એને વિચાર કર્યો કે કદાચ મારી સાક્ષી કામ ન આવે કેમકે પૈસાના જોરે કેસ પાંગળો થઇ જાય અને ગુંડો છૂટી જાય તો મારે ગુંડા અને એના સાગરીતો સાથે વેર બંધાય અને મારા માટે જીવનનું જોખમ પણ ઉભું થાય . એના કરતા મોકો મળ્યે હુંજ ગુંડાને મોતને ઘાટ ઉતારી દઉં તો કેવું ? ગુંડાએ સોપારી લઈને મારી નાખેલો .મરનાર અને તેના હરીફ વચ્ચે ઈર્ષાની આગ ભભૂકતી હતી .મરનાર નીતિથી પોતાનો ધંધો કરતો હતો તેની ઈલેક્ટ્રોનિક વસ્તુ વેચવાનો ધંધો હતો .જેની વસ્તુનો ભાવ વ્યાજબી હોવાથી તેનો ધીકતો ધંધો હતો .જયારે તેના હરીફ નો ધંધો અપ્રમાણિક હતો .એટલે બહુ ચાલતો નહિ .આ ધંધા ખારના લીધે તેણે હરીફનું સોપારી આપી ખુન કરાવેલું . ગુંડા વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલ્યો .માજીસ્ત્રેટે પુરાવાના અભાવે ગુંડાને છોડી મુક્યો ,ગુંડો મૂછો આમ્ળતો કોર્ટની બહાર નીકળ્યો . વેદ્નાથના મોટા સાળાએ ગુંડાને જોયો અને પોતાને જનુંન વ્યાપ્યું . તેણે આવા ગુંડા તત્વોનો નાશ કરવાનો મનોમન નિર્ણય લીધો .પણ ધીરજ રાખી .
આ વાત એણે પોતાના બીજા ભાઈઓને વાત કરી .અને તેમનો સહકાર માગ્યો .ભાઈઓએ પૂરો સહકાર આપવાનું કીધું .અને સહુ ભાઈઓએ કાયદો હાથમાં લીધો .
અને જે કામ પોલીસ અને જજ ન કરી શકે એ કામ આપણે કરવું .
જયારે વેદનાથને સોમનાથ યાદ આવ્યો ત્યારે એને એણે અમદાવાદ બોલાવી લીધો અને સોમનાથ અને એની વહુને પોતાના ઘરમાં સાથે રાખ્યા અને થોડા પૈસા કરિયાણાની દુકાન ખરીદવા આપ્યા .સોમનાથે દુકાન ખરીદી લીધી .અને પોતાની બહોશીથી સરસ ધંધો ચલાવવા માંડ્યો .અને વેદ્નાથે તેને આપેલા પૈસા આછા આપી દીધા . એટલે વેદનાથ બહુ ખુશ થયો .
વેદનાથ પોતાના મુખ્ય ધંધાની સાથે સાથે થોડો વ્યાજ વટાનો . પણ ધંધો કરતો હતો .સોમનાથે જયારે વેદ્નાથને પૂછ્યું કે વ્યાજના કેટલા પૈસા આપું ? ત્યારે વેદ નાથ બોલ્યો અરે ગાંડા મિત્ર પાસેથી તે પૈસા કોઈદી લેવાતા હશે ? ,અને વધુમાં કીધું કે તારે જયારે પૈસાની જરૂર પડે ત્યારે નિ: સંકોચ મારી પાસેથી તું પૈસા લેતો જજે . પછીતો સોમનાથ મોટે પાયે ધંધો કરવા લાગ્યો .વેદનાથની નજીક એક ઘર પણ ખરીદી લીધું .
વેદનાથને એ વારે વારે કહે કે હાલ જે કંઈ હું છું એ પ્રતાપ તારો છે . વેદ્નાથે સોમનાથને કહી રાખેલું કે પૈસા એ એક એવી વસ્તુ છે કે ઘણી વખત એ વહાલાઓમાં વેર પણ કરાવી દ્યે માટે મારી એક તુને વિનંતી છે કે તુને હું પૈસા આપું એ નક્કી કરેલી દિવસે પુરેપુરા પૈસા આપી દેવાના કટકે કટકે નહિ આપવા .
એક વખત સોમનાથને પાંચ હજાર રૂપિયાની જરૂર પડી એ પૈસા લેવા વેદનાથ પાસે ગયો .વેદ્નાથે તુર્તજ પાંચ હજાર રૂપિયા આપ્યા . કઈ તારીખે પાછા આપીશ એમ વેદ્નાથે પૂછ્યું , સોમનાથે કીધું કે હું આ આવતી પહેલી તારીખે તુને પૈસા આપી દઈશ . વેદનાથ કહે જા પહેલીએ નહિ પણ દસમી તારીખે આપજે .
એક બે દિવસમાં દસમી તારીખ આવવાની હતી પણ સોમનાથને પૈસાની સગવડ થઇ નહિ .એટલે એ ચિંતાતુર હતો .આવો ઉદાસ સોમનાથને જોઈ એની વાઈફે પૂછ્યું કેમ ઉદાસ છો .સોમનાથે જબાબ આપ્યો કે પરમ દિવસે વેદ્નાથને પૈસા આપવાના છે પણ પૈસાનો મેળ પડ્યો નથી . વાઈફ બોલી અરે એમાં એટલા બધા મુન્જાઓ છો શા માટે હું એનો રસ્તો કાઢું છું .એમ બોલી એ વેદ્નાથને ઘરે ગઈ અને વેદ્નાથને બોલાવ્યો .એ વેદનાથ ભાઈ જરાક અહી આવો તો ? એટલે વેદનાથ એની નજીક ગયો એટલે સોમનાથની વાઈફ બોલી તમે સોમનાથને પૈસા આપ્યા છે ? વેદનાથ કહે હા , ફરી પ્રશ્ન કર્યો એની પરત આપવાની બે દિવસ પછી મુદ્દત છે ખરું ? વેદનાથ કહે હા
સાંભળીને સોમનાથની વાઈફ બોલી જાઓ પૈસા નથી આપવા તમારાથી થાય તે કરી લ્યો . આવું સાંભળી વેદ ડઘાઈ ગયો ,તે ચુપ ચાપ ઘરની અંદર જતો રહ્યો . એનો દુ:ખિત ચેહરો જોઈ તેની વાઈફે ઉદાસીનતાનું કારણ . . પૂછ્યું .વેદ્નાથે જવાબ આપ્યોકે સોમનાથની વાઈફે આપણે માંગીએ છીએ એ પૈસા આપવાની સાફ નાં પાડી દીધી . બસ આજ તમારી ઉદાસીનતાનું કારણ છે ,? તો હું એના આખા કુટુંબને હૈરાન ન કરી મુકું તો તમારી મૂછો મુંડી નાખું અને મારા મોઢા ઉપર એ મૂછોને મૂકી દઉં .
વેદ્નાથની વાઈફે તુર્ત એના ભાઈને ફોન કર્યો અને બનાવની જાણ કરી એટલે ભાઈએ સોમનાથની વહુના કુટુંબની માહિતી મેળવી .સોમનાથનો સાળો કોલેજમાં પ્રોફેસર છે .અને ખુબ ટ્યુશનો કરે છે અને ખુબ કમાય છે .અને સાઈકલ ઉપર આવ જા કરે છે , અને બહુ કંજૂસ છે .લાગ જોઇને વેદ્નાથના સાળાએ સોમનાથના સાળાને ગોત્યો તે પોતાની સાઈકલ કોકની દુકાન પાસે મૂકી વાતો કરી રહ્યો હતો .વેદનાથના સાળાએ તેને કહ્યું સાહેબ અમારે ટ્યુશન રાખવું છે .જરાક મારી સાથે મારે ઘરે આવો તો વાત ચિત કરીએ તે તૈયાર થયો એટલે વેદ્નાથના સાળાએ કીધું કે સાઈકલ અહી ભલે પડી તમે આપણી કારમાં બેસી જાઓ હમણાજ દસેક મીનીટમાં પાછા આવી જઈશું .એવું બોલી ફોસલાવી ફોસલાવી ને પોતાની કારમાં બેસાડી લીધો ,અને પોતાની જંગલમાં અંતરિયાળ ઓરડી હતી એમાં બેસાડી દીધો .અને તેને કીધું કે તમે નિશ્ચિંત રહેજો તમે અમારા માનવંતા મહેમાન છો પણ અમારે પંદર હજાર રૂપિયાની ખાસ જરૂર એટલે તને અહી લાવ્યા છીએ। અમે ધારીએ તો તમારી પાસેથી અમે બે લાખ રૂપિયા કઢાવી શકીએ એમ છીએ કેમકે તમારી પાસે સગવડ છે .પણ અમારે વધુ નથી જોઈતા ,ફક્ત પંદર હજાર રૂપિયાની જરૂર છે માટે તમે તમારા ઘરનાઓને ખબર આપોકે રૂપિયા પંદર હજાર લઈને તાત્કાલિક અમુક ઠેકાણે અમારા માણસને આપી જાય જો 24 કલાકમાં પૈસા અમને નહિ મળે તો તમારા શરીર ના નાના ટુકડા કરીને કોથળામાં ભરીને તમારે ઘરે પહોંચાડી દઈશું .
પૈસા મળી જશે તો તમને સાંગોપાંગ તમારે ઘરે પહોંચાડી દઈશું . વાત સાંભળી બધા દુ :ખી દુ:ખી થઇ ગયા અને તુર્ત પૈસા પહોંચતા કરી દીધા . અને ભાઈને છોડાવી આવ્યા .પંદર હજાર રૂપિયા પડાવ્યા એમાં પાંચ હજાર વેદ્નાથને આપ્યા .અને એવું કીધું કે હવે સોમનાથ તારા માંગતા પૈસા આપવા આવે તો કહી દેજે કે એ તુને મારા તરફથી ભેટ છે .

4 responses to “ડાહ્યા લોકો કહી ગયા છે કે થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ

  1. pragnaju ઓક્ટોબર 31, 2014 પર 10:01 એ એમ (am)

    આવી વાતોમા કોઇ ગામ કે વ્યક્તીનું નામ હોય તો કોઇને ખોટું લાગે તેથી એનીમલ ફાર્મની જેમ આપણે પણ પશુપંખી મા વાત કરીએ
    ઊંટ અને શિયાળ બે ભાઈબંધ હતા. એક દિવસ ઊંટ બોલ્યુ કે ‘ શિયાળ ભાઈ, આજે તો શેરડી ખાવાની ઈચ્છા છે’
    શિયાળ બોલ્યુ ‘ હા, ચાલો નદીની પેલે પાર એક શેરડીનુ ખેતર છે, પણ હું તો પાણીમાં તરી શકતો નથી તો પછી હુ કેવી રીતે શેરડી ખાવા આવી શકુ.’
    ‘તુ ચિંતા ન કર, હું છુ ને તને લઈ જઈશ નદીની પેલે પાર’ ઊંટ ભોળા ભાવથી બોલ્યુ.
    આમ શિયાળ ઊંટના પીઠ પર સવાર થઈને નદી પાર કરવા માંડ્યું, રસ્તામાં શિયાળ બોલ્યુ’ મને તો ડર લાગે છે, હુ પડી જઈશ તો?
    ઊંટ કહે’ ચિંતા ન કર, હું તને પડવા નહિ દઉ’
    નદી પાર કરતાજ બંને ખેતરમાં ઘીરેથી જઈને જોયુ તો ખેતરનો માલિક આરામથી ઉંઘી રહ્યો હતો.
    ચાલો છાનામાના શેરડી ખાઈ લઈએ ‘ બંને બોલ્યા.
    ઊંટ શેરડી ખાતુ હતુ ત્યાં તો શિયાળ બોલ્યુ ‘ મારુ તો પેટ ભરાઈ ગયુ છે, હવે મને ગીત ગાવાનુ મન થાય છે. ઊંટે તેને આમ કરવાની ના પાડી, પણ શિયાળ માન્યુ નકિ અને તેને ગાવા માંડ્યુ, તેનો અવાજ સાંભળી ખેતરનો માલિક જાગી ગયો અને બંનેની પાછળ લાકડી લઈને ભાગ્યો. શિયાળ તો જીવ લઈને ભાંગ્યુ, પણ ઊંટ ભાગી ન શક્યુ તેથી કરીને તેને ખેડૂતનો માર ખાવો પડ્યો. માર ખાઈને પરત ફરેલા ઊંટને જોતાજ શિયાળ બોલ્યુ ‘સોરી , ઊંટભાઈ ખાઘા પછી મને ગાવાની આદત છે.’
    ઊંટભાઈ તો કશુ ન બોલ્યા, તેમને ચુપચાપ શિયાળ ને પોતાના પીઠ પર બેસાડી લીઘુ અને નદી પાર કરવા માંડ્યુ. નદીની વચ્ચે આવીને ઊંટ બોલ્યુ ” મને તો આળોટવાની ઈચ્છા થાય છે.’
    શિયાળ બોલ્યુ કે ‘ એવુ ન કરતા નહિ તો મેં ડૂબી જઈશ.’ પણ ઊંટભાઈએ તો ઘ્યાન આપ્યુ નહિ અને પાણીમાં આળોટવા માંડ્યા જેથી શિયાળભાઈ તો ડુબવા માંડ્યા. તેમને ડૂબતા જોઈ ઊંટ બોલ્યુ ‘ સૉરી, શિયાળભાઈ , મને ખાઘા પછી આળોટવાની આદત છે.
    આમ, ઊંટે બદલો લઈ લીધો
    થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ

  2. pravinshastri ઓક્ટોબર 31, 2014 પર 11:31 એ એમ (am)

    આતાજી આ બોધપાઠ સાચો જ છે. થાય તેવા થઈએ; તો જ સમાજમાં જીવાય…પ્રજ્ઞાબેનની વાર્તા પણ મજાની…હવેતો ઈન્ડિયન આર્મિએ પણ પાકિસ્તાન સાથે થાય તેવા થઈએ ની નીતિ અપનાવવા માંડી છે. કેટલીક વાર સીધી આંગળીએ ઘી ન નીકળે એ પણ સમજવું પડે.

    • aataawaani ઓક્ટોબર 31, 2014 પર 9:59 પી એમ(pm)

      અને શાસ્ત્રી ભાઈ
      મોદી એવું વચન બોલ્યા હતા કે પાકિસ્તાનમાં સામે આવીને લડવાની તાકાત નથી . એટલે છમકલાં કરીને ચીતોળીએ વેર વાળે છે . એ પણ મોદીએ પાકિસ્તાનને લલકાર્યું કહેવાય .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: