મેં અગાઉ મારી પ્રેમાળ પત્ની ભાનુમતીના બારામાં ઘણી વખત કીધું છે .આજે એનો વધુ પ્રેમ કિસ્સો કહું છું .
બ્રિટીશ રાજ્ય વખતે રાજાઓના બેફામ ખર્ચાને કંટ્રોલમાં લાવવા સરકાર એના રાજ્ય ઉપર જપ્તી બેસાડતા ,રાજાઓને ફક્ત વપરાશ પૂરતા સર સામાન સાથે લઈને ઘર છોડીને બીજે રહેવા જતું રહેવું પડતું .તેઓને માસિક અમુક નક્કી કરેલી રકમ સરકાર તરફથી મળતી .બાકી જે જાગીરની આવક હોય એ સરકાર જમા કરતી .અને જ્યારે જપ્તી ઉઠે ત્યારે જમા થએલી બધી રકમ સરકારનો વહીવટી ખર્ચ કાઢતા દરબારોને ,રાજાઓને મળી જતી .આવા જપ્તી બેસાડેલા રાજ્યનો વહીવટ કરવા સરકાર તરફથી મેનેજર મુકવામાં આવતો .
એક વખત દેશીંગા દરબાર ઉપર જપ્તી બેઠી .અને તેનો વહીવટ કરવા સરકારી મેનેજર મુકાણો ,આ મેનેજરને એક ચારેક વરસનો દીકરો હતો ,એ ભાનુમતીનો બહુજ હેવાયો થઇ ગયો , એટલે સુધી કે એ દીકરો એની મા પાસે લાડ ન કરે એવું લાડ ભાનુમતી પાસે કરે .દાદા ગીરી કરીને ખાવાનું પોતાને ગમે એવું ભાનુમતી પાસે બનાવડાવે હું બહારગામ ગયો હોય ત્યારે જ્યારે પાછો ઘરે આવું ત્યારે
બાળકો માટે મારા દીકરા માટે અને મેનેજરના દીકરા માટે ગાંઠીયા પેંડા જેવું કશુંક ખાવાનું લઇ આવું , ભાનુમતિ કરકસર કરીને મારા અને મેનેજરના દીકરા રણછોડને થોડું થોડું આપે અને વધ્યું ઘટ્યું રણછોડની બીકે સંતાડી રાખે અને જરૂર પ્રમાણે થોડું થોડું આપે .ભાનુમતી અમારી બાજુની તોછડી પણ પ્રેમ નીતરતી ભાષામાં રણછોડીયો કહે ,
રણછોડ આવીને ભાનુમતી પાસે કંઈક ખાવાની માગણી મુકે ભાનુમતી કહે હવે નથી તું બધુંય કાલે ખાઈ ગયો .રણછોડ કહે તું ખોટું બોલછ તે સંતાડ્યું છે . એવું બોલી ખાંખા ખોળા કરીને ગોતી કાઢે અને પછી દેખાડે બા તું કેતી તીને કે હવે નથી .જો આશું છે? પછી ભાનુમતી બબડે આ કારવેલીયો સાતમે પાતાળ સંતાડ્યું હોય તોય ગોતી કાઢેછ .
વખત જ્તાં જપ્તી ઉઠી ગઈ મેનેજર જતા રહ્યા . આ વાતને વર્ષો વીતી ગયાં હવેતો ભાનુંમતીનો રણછોડીયો ડોક્ટર થઇ ગયો હતો .અને અમેરિકા પણ આવી ગયો હતો .રણછોડનીજ જ્ઞાતિના મુંબઈના એક ધનાઢ્યના પોતાની દીકરી માટે રણછોડ ધ્યાનમાં આવ્યો .જો આ દીકરીના રણછોડ સાથે લગન થઇ જાય તો દીકરી અમેરિકા જાય અને કારે કરાદે અમે પણ અમેરિકા જઈ શકીએ ,અને એ માટે સગાઓની લાગવગ અને પૈસાના જોરે દીકરીના સગપણનો પ્રયાસ આદર્યો . ધનાઢ્ય માબાપની દીકરી નાપાસ થતાં થતાં માંડ બી ,એ કરેલું બાપને ત્યાં રસોયા ઘાટી વગેરે કામવાળા એટલે દીકરીને રસોઈ વગેરે ઘરકામ આવડે નહિ ,અને આવું કામ કરવું પણ ગમે નહિ . રણછોડ ને ભારતીય ખોરાક ખાવો ગમે એને પિઝ્ઝા વગેરે અમેરિકી ખોરાક ખાવો ગમે નહિ .રણછોડ એક ગુજરાતી બેનને થોડા પૈસા આપે એટલે એ બેન રણછોડ માટે એને ભાવતું ભોજન બનાવી આપે ,દીકરી વાળાએ રણછોડના મામાને પકડ્યો એને મામાને વાત કરી કે જો તું મારી દીકરીનું સગપણ તારા ભાણેજ સાથે કરાવી આપે તો હું તુને બે લાખ રૂપિયા આપું .
પૈસાની લાલચમાં મામાએ રણછોડના માભાપ
આગળ દીકરીના વખાણ આદર્યાં રણછોડ વિષે મામા બધું જાણતા હોય કે રણછોડ ચુસ્ત શાકાહારી છે .ગુજરાતી ખોરાક ખાવાનો આગ્રહી છે . મામાએ રણછોડના માબાપને વાત કરીકે જો રણછોડ માટે એક માલદારની દીકરી મારા ધ્યાનમાં છે . એ તમારા ઘર માટે અને રણછોડ માટે યોગ્ય છે .દીકરીના માબાપ ખુબ પૈસાદાર છે .એને ત્યાં ઘણા નોકરો કામ કરનારા છે પણ દીકરીના માબાપે દીકરીને રસોઈની અને વાસણો સાફ કરવાની ઘરમાં કચરા પોતું કરવા વગેરેની ટ્રેનીંગ આપી રાખી છે એટલે દરેક કામમાં દીકરી પાવરધી છે .
બે લાખ રૂપિયાની લાલચમાં પોતાના ભાણેજ ને ભાઠે ભરવી દીધો .દીકરીના માબાપને રણછોડની નબળી કડીની વાત કહી રાખી .
રણછોડનાં માબાપ કન્યાને જોવા માટે મુબઈ ગયાં .કન્યાના માબાપે અગાઉથી કંદોઈ બોલાવીને અનેક જાતની મીઠાઈ ફરસાણ બનાવી રાખેલી .રણછોડના માબાપ કન્યાના ઘરે પહોંચ્યાં બરાબર તેજ સમયે કન્યાના માબાપે કન્યાના હાથમાં તાવેથો પકડાવીને તૈયાર દૂધપાક ના બકડિયા પાસે બેસાડી દીધી કન્યા દૂધપાકમાં તવેથો હલાવ હલાવ કરે .કન્યાની માએ રણછોડની માને બધી રસોઈ દેખાડીને કીધું કે આ બધી રસોઈ મારી દીકરીએ જાતેજ કરી છે .રસોયા કે મને હાથ અડાડવા પણ દીકરીએ દીધો નથી .
પછીતો રણછોડ અમેરિકાથી આવ્યો ઘડિયા લગન લેવાણા દીકરી અમેરિકા પહોંચી .અને દિકરીનાં માબાપે હાશકારો અનુભવ્યો .
રણછોડ રાજી થયો અને એને એમ થયું કે હવેતો પત્નીના હાથનું બનાવેલું ભાવતું ભોજન ખાવા મળશે પણ રણછોડની એ આશા ઠગારી નીવડી .કહેવતમાં કીધું છે કે
નભ તારા અને ભ્રામક જળાં આશાને અનુમાન
એ છ ન હોય આપણાં છુટેલ તીર કમાન
રણછોડ કહે તારી રસોઈ કળા મને ક્યારે દેખાડીશ હું જે બેનના હાથનું ખાવાનું ખાતો હતો એજ તું આવી તોય ખાવું પડે છે .પત્ની બોલી તું ધીરો ખોભર હું તુને બધુંજ ખવડાવીશ હમણાં મારે અમેરિકન ખોરાક ખાવાનો અનુભવ કરવો છે .તું તારે બેનનું પહેલાની માફક ખાતો તો એવું ખાધા કર હું તો અમેરિકન ભોજન થોડા દિવસ ખાઇશ .પછી તુને તારું મનગમતું ભોજન બનાવી આપીશ .
ડુંગરે ડુંગર ભેળા ન થાય પણ માણસે માણસ તો ભેગા થાય પછી અમને ખબર પડી કે રણછોડ અમેરિકામાં છે .અને એવી રીતે રણછોડને અમે અમેરિકામાં છીએ એ પણ ખબર પડી ગએલી .રણછોડે એની વાઈફ એલચીને ભાનુમતીના પ્રેમની એની રસોઈની અને પોતે ભાનુમતીને બાળ પણમાં પજવતો એ બધી વાત કરેલી .એકદી એલચી બોલી ચાલને આપણે બા ની મેમાન ગતિ માણવા એને ઘરે જઈએ . સાંભળીને રણછોડ બોલ્યો જો આપણે બાને ઘરે જઈએ તો રસોઈ તારે બનાવવી પડશે કેમકે બાને એની આઉમ્રે આપણાથી એને રસોઈ કરીને આપણને જમાડે એવું આપણાથી નો કહેવાય .એલચી બોલી એતો હું બાને થોડાં ફૂલાવીશને કે બા રણછોડ તમારી રસોઈના બહુ વખાણ કરતો હોય છે એટલે બા ફુલાઈ જશે અને રસોઈ કરવા માંડી પડશે . રણછોડ થોડું ઉંચે સાદે બોલ્યો કે તું બાને બનાવવાની વાત કરે છે એ મારાથી જરાય સહન થાય એમ નથી ,
એક દિ રણછોડનો અમારે ઘરે આવવાનો કાગળ આવ્યો . મેં એને જવાબ કાવ્યના રૂપમાં આપ્યો .
વાલા કોકદી મારે ઘેર આવજો જાઉં વારી રે
થાજો મોંઘેરા મારા મેમાન વિનંતી અમારી રે
ઢોહા શેકીને કરજો લાડવા જાઉં વારીરે
રાંધી રાખજો અડદની ડાળ વિનંતી અમારી રે
ખાજો પીજો અને ખવડાવજો જાઉં વારીરે
પછી વાસણ નાખજો ધોઈ વિનંતી અમારી રે
કાગળ વાંચીને એલચી બોલી રાંધવાનું વાસણ સાફ કરવાનું બધું આપણેજ કરવાનું ? નાં લખી નાખ કે હમણાં મને રજા મળે એમ નથી એટલે નહિ અવાય નહીતર એલચીને તમને સહુને મળવાની અને ફર ફરતી રસોઈ કરીને તમને સહુને જમાડીને પોતાની રસોઈ કળા દેખાડવાની બહુ ઈચ્છા હતી .એલચીની વાત સાંભળી રણછોડ બોલ્યો . મને આવું અસત્ય બોલવાનું મારા માબાપે નથી શીખવ્યું .
Like this:
Like Loading...
Related
બાને પ્રણામ. તમારો સંગ પાંચેક વરસ પહેલાં થયો હોત તો તેમનાં દરશન થાત.
પ્રિય પ્રજ્ઞા બેન
અગાઉનો મારો ઈ મેલ તમને મળી ગયો છે એટલે ભાઈ સુરેશ જાનીને નથી મોકલતો .
મારા કમ્પ્યુટર ગોટલા કરતુ હશે .મારા દીકરાને મેં ઈ મેલ મોકલેલો એપણ એને નથી મળ્યો .
પ્રિય સુરેશ ભાઈ
આજથી નવેક વરસ પહેલા તમે તમારા બા અને મારાં પત્ની ને મળ્યા હોત તો તમને એના નિખાલસ ની:સ્વાર્થ પ્રેમની ખબર પડત .
તમને એ સમ દઈ દઈને આગ્રહ કરીને જમાડત .
તમારે એને કહેવું પડત કે બા તમે મને તાણ કરી કરીને ધરાર ખવડાવશો તો પાછો આવીશ ત્યારે ખાવાનું નહિ રાખું ફક્ત તમારા આશીર્વાદ લઈશ અને તમારી પાસે બેસીને વાતો કરીશ અને તમારી વાતો સાંભળીશ
બા કહેશે મને આવું નહી પોસાય મારા હાથની રસોઈ તમને નો જમાડું ત્યાં સુધી મને હખ (સુખ ) નો વળે . હવે તમને આગ્રહ કરીને નહિ ખવડાવું રાજી ?
મારા ભાઈના મિત્ર એક જયંતી લાલ વ્યાસ કરીને છે .જે બહુ પ્રસિદ્ધિ પામેલા ગીત “એકજ દે ચિનગારી ” ના કરતા હરિહર ભટ્ટના જમાઈ છે .
અમદાવાદ આવે ત્યારે અમારે ઘરે જરૂર આવે અને જમવાનું પણ રાખે ભાનુમતી એના માટે દૂધપાક પૂરી બનાવે .જયંતી ભાઈ કહે ભાભી તમને દૂધપાક પુરીજ આવડે છે કે બીજું કંઈ ?
બા કહે આ વખતે આવશો ત્યારે તમને રાબ ખવડાવીશ તમે એજ લગ્ન છો .
યાદ
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય
હુ તુ તુ તુની હડિયાપાટીમાં
માનો શબદ સંભળાય
મા જાણે હિંચકોરતી વઈ ગઈ
હાલાંના સૂર થોડા વેરતી ગઈ
મા મને કોઈ દી સાંભરે નૈ….
શ્રાવણની કોક કોક વે’લી સવારમાં
સાંભરી આવે બા
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા
દેવને પૂજતી ફૂલ લૈ લૈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ
મા મને કોઈ દી સાંભરે નૈ…
સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું
માની આંખો જ જાણે
જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લૈ
ગગનમાં એ જ દ્દગ ચોડતી ગૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
ત્યારે કોકને
મારી કબર પર લીલું ઘાસ જોઇને કહે છે લોકો,
બાગમા ફરી, હિચકે ઝુલી, વહેલા વહેલા ઘેર આવજો.
બેનને સાથે લાવજો…છમ લીલી છમ લીલી ,,
પ્રિય પ્રજ્ઞા બેન
તમને મારા ઈમેલ નથી મળતા એનો મને અફસોસ છે .આ કાગળ તમારા નાનાભાઈ સમાં સુરેશ જાની ને પણ મોકલીશ .
ભાનુમતીના પરિચયમાં જે જે બાળક આવ્યું છે .એને ભાનુમતીએ માતા જેવોજ પ્રેમ આપ્યો છે .
ખાજો પીજો અને ખવડાવજો જાઉં વારીરે
પછી વાસણ નાખજો ધોઈ વિનંતી અમારી રે
એલચીએ એના પતિ રણછોડને કીધું રણછોડ? આતા વાસણ પણ આપણા પાસે સાફ કરાવવા માગે છે .આપણને એ મેમાન સમજે છે કે ઘાટી ?
અમેરિકામાં તો પુરુષો વાસણો સાફ કરતા હોય છે .
રણછોડ કહે આતા અનેક જાતની શાકભાજી પોતાના યાર્ડમાં વાવે છે .એ જયારે ખંભે કોદાળી લઈને યાર્ડમાં પ્રવેશ કરે છે .ત્યારે ધરતી માતા ધ્રુજવા માંડે છે . આતા સખત મહેનતનું કામ કરી શકે છે . જ્યારે વાસણ ધોવામાં કંઈ બહુ મહેનત નથી કરવી પડતી .પણ આતાને આવું કામ કરવામાં પોતાનું માનભંગ થતું હોય એવું લાગે છે .
માનનીય આતાજી, નવા વર્ષના સાદર પ્રણામ. આ મહિનામાં જ બન્ને આંખમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું. જરૂર ન હતી તો પણ ઘરમાંથી નાના મોટાએ સર્વાનુમતે કાયદો પસાર કરી કોમ્પ્યુટરને અડકવાની બંધી ફરમાવી. કોઈના બ્લોગ વંચાયા નહીં. આજ થી વાંચવાનું શરૂ કર્યું છે. હુંતો ઢંગઢડા વગરની કાલ્પનિક વાતો લખું છું પણ તમારી સત્ય કથાઓ તમે ખુબ જ સરસ રીતે આલેખો છો. સાથે સાથે સુરેશભાઈ અને પ્રજ્ઞાબહેનની કોમેન્ટ પણ વાંચવાની ખૂબ ગમે છે.
પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
તમારી બંને આંખોના મોતિયા ઉતરી ગયા .એ સારા સમાચાર છે .
બીજા તમે હવે કમ્પ્યુટર પાસે જવા માંડ્યા એ વધુ સારા સમાચાર છે .,
તમને મારી કાલી ઘેલી ભાષામાં લખેલું લખાણ તમારા જેવા ઉત્તમ લખાણ લખવા વાળા માણસને ગમે છે એને હું મારું ગૌરવ સમજુ છું . આતા