મારો પોલીસ ખાતાનો રમુજી અનુભવ

હું પોલીસ ખાતાના એવા અનુભવો લખવા માગતો નથી કે જેમાં પોલીસ ખાતું વગોવાય ,
आखर इक ज़माने में मैंभी तो पुलिस था ? રુસ્તમી વાળો અનુભવ , मैंने लाइन मास्तरकु फुसला फुसलाके .એવા અનુભવ હું પોલીસમાં હતો ત્યારનાજ છે ને ? એવા અનુભવ લખવામાં મને સકોચ નથી થતો .
હું અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં હતો ત્યારની આ વાત છે , હું હતો ત્યારે એક એવો રીવાજ હતો કે જે હેડ કોન્સ્ટેબલ બદલાઇને બીજા પોલીસ સ્ટેશનમાં જાય એણે પહેલાના પોલીસસ્ટેશનના નાના કેસો વાળા કાગળો પોલીસ સ્ટેશનમાં રીટર્ન કરવાના રહેતા નાના કેસો જેવાકે રસ્તા ઉપર તોફાન કરતા લોકો ,ફૂટપાથ ઉપર અડચણ કરતા ,કે જાહેર જગ્યામાં જુગાર રમતા લોકો ઉપર ના કેસો .એક વખત મને , ધુળાજી ને , અને સતુજીને આવા કેસોના કાગળો ઈન્સ્પેક્ટરે આપ્યા . હું અને ધુળાજી પોલીસ ટ્રેનીંગ સ્કુલમાં પાસ થઈને હેડ કોન્સ્ટેબલ બનેલા જ્યારે સતુજી ઇન્સ્પેકટરની ભલામણ થી હેડકોન્સ્ટેબલ બનેલા . અઠવાડીએ ઇન્સ્પેકટર ચુડાસમાએ અમને ત્રણેયને બોલાવ્યા , અને દરેકને પૂછ્યું .ધુળાજીને પૂછ્યું .તારી પાસે કેટલા કાગળો છે . ધુળાજી કહે મારી પાસે 8 છે .સતુજી ને પૂછ્યું તારી પાસે સતુજી કહે 8 ધુળાજી અને સતુજીને કીધું કાગળોના જલ્દીથી નિકાલ કરજો . મને પૂછ્યું .તારી પાસે કેટલા કાગળો છે ? મેં જવાબ આપ્યો .મને ખબર નથી . અને ચુડાસમા ગરમ થયા .અને બોલ્યા તું કેટલો લાપરવાર માણસ છો તુને એટલી પણ ખબર નથી કે તારી પાસે કેટલા કેસોના કાગળો છે ,આવતે અઠવાડીએ મને બધા કાગળોનો નિકાલ જોઈએ સમજ્યો ?એવું બોલી બધાને જવા દીધા , અઠવાડીએ અમને પાછા બોલાવ્યા .અને પૂછ્યું ધુળાજી કહે મેં બેનો નિકાલ કર્યો .સતુજી કહે મેં ચારનો ,મને પૂછ્યું , તેં ? મેં કીધું હું એકેયનો નિકાલ નથી કરી શક્યો . કેમ હરામનો પગાર ખાય છે .? હું તારી ફીતડી આંચકી લઈશ , મેં મારા મનમાં કીધું આ ફિત પરિક્ષામા પાસ થઈને લીધી છે .કોઈની દયાથી નથી મેળવી આ ફિત લેવાનું તમારું ગજું નથી , દરેકને ચેતવણી આપીને જવા દીધા .આવા જુગારિયા રખડું હોય એ હાથ આવવા મુશ્કિલ હોય છે ,જેણે કેસ કર્યો હોય એ ઓળખાતો તો ગમે ત્યાંથી પકડી લાવીને કેસનો નિકાલ કરાવી નાખે પણ બીજાઓ માટે ઘણું અઘરું હોય છે . સતુજી બિચારો હેડ કોન્સ્ટેબલ તરીકે ટકી રહેવા પોતાના ઓળખીતા પારખિતા ઓને કોર્ટમાં મોકલી પોતાના ઘરના પૈસા આપી દંડ ભરાવી કેસનો નિકાલ કરાવે ,અઠવાડીએ વળી પાછા અમને ભેગા કર્યા , અને પૂછ્યું , ધુળાજી તેં ? ધુળાજી કહે સાબ એકજ કેસ બાકી છે . સારું આવતે અઠવાડીએ નિકાલ કરી નાખજે . સતુજી તેં ? સતુજી છાતી ફુલાવીને બોલ્યો .સાબ મેં બધાજ કેસોનો નિકાલ કરાવી નાખ્યો . ઇન્સ્પેકટર બોલ્યા શાબાશ . મને પૂછ્યું તેં ? જોકે તારી પાસે તો મોકાણ જેવા સમાચાર હશે , મેં કીધું હું એકેય કેસનો નિકાલ નથી કરાવી શક્યો .કેમકે .માણસો મળતાજ નથી . મારા સામે ડોળા કાઢીને બોલ્યા હું તુને હેરાન પરેશાન કરી મુકીશ . મેં મારા મનમાં કીધું . તમારા ડોળા આંખમાંથી નીકળીને જમીન ઉપર પડી જશે તોય મારા પેટનું પાણી હાલે એમ નથી . પછી સાબ બોલ્યા એકલો હિંમતલાલ અહી ઉભોરહે .તમે બંને જણા જાઓ , પછી ઓફિસની બહાર નીકળીને ધુળાજી અને સતુજી ગુસ પુસ વાતો કરવા માંડ્યા કે આજ હિંમતલાલની ખેર નથી . પછી ક્રાઈમના હેડ ક્લાર્ક ને બોલાવ્યો . ભાવનાણી … ભાવનાણી દલપત રામની જેમ સિંધથી આવેલો . ભાવનાણી આવ્યો . સબ બોલ્યા આ હિંમતલાલ તુને અને મને બેય ને ઘધેડે બેસાડશે .એના પાસેથી કાગળો લઈલે અને સતુજીને આપી દે . મેં ઇન્સ્પેકટર ના નામે રીવાજ પ્રમાણે લખીને કાગળો સોંપી દીધા . મને સતુજી ભેગા થયા ત્યારે બોલ્યા ગુરુ તમે કાગળિયાં મારા પુંછડા નીચે ઘાલ્યા મેં કીધું કાગળ બરાબર વાંચો મેં ઇન્સ્પેકટર ના પુંછડા નીચે ખોસ્યા છે .એણે તમારા પુન્છ્ડા નીચે ખોસ્યા છે .

3 responses to “મારો પોલીસ ખાતાનો રમુજી અનુભવ

  1. pragnaju ઓક્ટોબર 17, 2014 પર 10:48 એ એમ (am)

    તે જમાનો હતો હવે
    પોલીસના સારા સ્વાસ્થ્ય માટે પોલીસ …
    Video for પોલીસ► 2:12► 2:12
    http://www.youtube.com/watch?v=65Bv0nADa90
    Aug 21, 2013 – Uploaded by newsofgujarat
    અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનો માટે વ્યાયામ અને કસરત થઇ શકે તે માટેના સાધનો લાવવામાં આવ્યા છે.જેના કારણે તેઓ કસરત કરી શકે
    અને
    ણંદ જીલ્‍લા પોલીસ – સુરક્ષા સેતુ … – YouTube
    Video for પોલીસ► 7:28► 7:28
    http://www.youtube.com/watch?v=jcqsxdwaDAo
    Nov 2, 2013 – Uploaded by Suraksha Setu
    આણંદ જીલ્‍લા પોલીસ – સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નવરાત્રી ગરબા વર્ષ-૨૦૧૩. Suraksha Setu. SubscribeSubscribedUnsubscribe 7. Subscription preferences. Loading… Loading .
    અને પંખીનો પોલીસ પોલીસદાદાનું નામ પડતાં જ ખાખી વર્દીધારી મજબૂત શરીર, ભરાવદાર ચહેરો અને મોટી મોટી મૂછો ધરાવતી એક મનુષ્યાકૃતિનું દૃશ્ય આપણા મન-મસ્તિકપટ પર ખડું થાય તે સ્વાભાવિક છે. પરંતુ આપણે અહીં આપણા રક્ષક એટલે કે માનવજાતના પોલીસમેનની નહીં, પણ પંખીજગતના પોલીસમેનની વાત કરવાના છીએ. તમને થશે કે પંખીઓનો તો વળી પોલીસ હોતો હશે ? પરંતુ વ્હાલા વાચકમિત્રો ! સૃષ્ટિના સર્જક-જગતનિયંતા ઇશ્વરે નોખી નોખી રીતભાત ધરાવતાં હજારો પંખીઓનું સર્જન કર્યું છે. આમાંનાં કોઈ ચોરપંખી તરીકે ઓળખાય છે, તો ગરુડના કુળનાં પક્ષીઓ રાજવીપંખી તરીકે પંકાય છે. કલકલિયો માછીમાર તરીકે જગમશહૂર છે, તો બાજ અને સમડી જેવાં પક્ષીઓએ લૂંટારા અને બહારવટિયા તરીકે કુખ્યાતિ કે બદનામી મેળવેલ છે. આવી જ રીતે “કાળો કોશી” નામનું પક્ષી, પક્ષીજગતના પોલીસ તરીકે જાણીતું છે.

  2. Vinod R. Patel ઓક્ટોબર 17, 2014 પર 11:09 એ એમ (am)

    તમારા ડોળા આંખમાંથી નીકળીને જમીન ઉપર પડી જશે તોય મારા પેટનું પાણી હાલે એમ નથી .

    વાહ , કેટલી સરસ વાક્ય રચના !

    ટાઢા કાળજાના આતાજી નો પોલીસ ખાતાનો આ અનુભવ મજાનો છે . એમાં એમની હિંમત પણ

    જણાઈ આવે છે .

    • aataawaani ઓક્ટોબર 17, 2014 પર 3:21 પી એમ(pm)

      પ્રિય વિનોદભાઈ
      મેં કેસનો નિકાલ ન કર્યો એટલે મને સજા શું કરી ખબર છે ? મને ગામડા બીટમાં નોકરી આપી .એ વખતમાં કેટલાક ગામડાં અમદાવાદ મ્યુનીસીપાલીતી હદમાં નોતાં ગણાતાં પણ પોલીસ સ્ટેશનોની હદમાં ગણાતાં . મેમનગર , શોલા , અને ભાડજ આ ગામોમાં મારી નોકરી આવી , ત્યાના મુખીને મળવાનું આપણી નોટબુકમાં તેની સહી લેવાની .
      મેં તો સજાને મજામાં ફેરવી નાખી . શોલા અને ભાડજ આ બે ગામોમાં બહુ મજા આવતી .લોકો મારા મિત્ર જેવા થઇ ગએલા . મારોતો જમવાનો પણ બંદોબસ્ત થઇ ગયો . બહુ મજા કરી .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: