भिंडा भादो मासका वडकु कहे ज़रूर

भिंडा भादो मासका वडकु कहे ज़रूर
मोतन इत आवे नहीं जगा करो तुम दूर
जगा करो तुम दूर वड़े तब अर्जी किनी
वर्षा रुत एक मास आस भिंडेकु दिनी
“कथे सु कविया कान ” मुद्दत नहीं रही एक उंडा
आया आसो मास भूखे सुकाया भिंडा
તોછડા ,ઉદ્ધત , ઘમંડી .માણસો કેવા હોય અને નિરાભિમાની , સરળ , વિવેકી માણસો કેવા હોય .એ સમજાવવા કવિએ આ છંદમાં પ્રયાસ કર્યો છે .
વડલાએ ભીંડાને એમ ન કીધું કે મારી નીચે તારી હજારો પેઢી નીકળી ગઈ છે ,અને તુને વાવનારની સેંકડો પેઢીઓ પસાર થઇ ચુકી છે પણ હું એનો એજ અહી ઉભો છું . માટે તું મૂંગો રહે . પણ વડલાએ બહુ નમૃતાથી કીધું ભાઈ આ વરસાદની ઋતુમાં મને ફેરવણી કરતા તકલીફ બહુ પડશે માટે તું મારા ઉપર કૃપા કરીને મને એક મહિનાની મુદ્દત આપ એક મહિનાની અંદર હું આ જગ્યા ખાલી કરીને બીજે જતો રહીશ ,

4 responses to “भिंडा भादो मासका वडकु कहे ज़रूर

  1. Suresh Jani ઓક્ટોબર 16, 2014 પર 7:41 એ એમ (am)

    ગજબની શાયરી લઈ આવ્યા. નમ્રતાની પરાકાષ્ટા.

    • aataawaani ઓક્ટોબર 16, 2014 પર 2:47 પી એમ(pm)

      અરે ભાઈ આ મારો માસ્તર મને નિશાળમાંથી કાઢી ન મુકે એટલા માટે મારે અજબ ગજબની શાયરી એના ચરણમાં મુકવી પડે મને એણે ઘણું શીખવ્યું . છતાં હું ભૂલી જાઉં તો તો પછી નિશાળમાંથી કાઢી મુકવાની ધમકી મળે કે બીજું કાંઈ ? એટલે મેં કાનની બુટ પકડી અને એનું શીખવેલું યાદ રાખ્યું .અને એ ખુશ થાય એવું લખાણ આતાવાણીમાં વેતું કર્યું .

  2. pragnaju ઓક્ટોબર 16, 2014 પર 5:28 પી એમ(pm)

    યાદ
    દલપતરામ ની કવિતા
    ભીંડો ભાદરવા તણો, વડને કહે : “સુણ વીર,
    સમાઉં નહિ હું સર્વથા, તું જા સરવરતીર.”
    “તું જા સરવરતીર”, સુણી વડ ઊચર્યો વાણી,
    “વીત્યે વર્ષાકાળ, જઈશ હું બીજે જાણી.”
    દાખે દલપતરામ, વીત્યો અવસર વર્ષાનો,
    ગયો સુકાઈ સમૂળ, ભીંડો તે ભાદરવાનો. આપણે સહુ જાણીએ છીએ એમ પ્રાથમિક કક્ષામાં આપણ ને આ કવિતા ભણવામાં આવતી અને મોઢે કરીને ગાતાં પણ.ભાદરવા મહિનાના ભીંડા વખણાય,અને તેનું મહત્વ ભાદરવા મહિના પુરતું જ હોય.આ ભીંડો અભિમાનમાં ફુલાઈને વડ ને ખસવાનું કહે છે,પોતાને વિકસવા માટે.પણ તે જાણતો નથી પોતાની ક્ષણ ભંગુરતા.અને તે જાણતો નથી વડની મહત્તા.અને તેથી જ તે આવી મુર્ખ અજ્ઞાની ની જેમ વાત કરે છે.અને વડ !ગોળ અને ગંભીર વડ સઘળું જાણે છે,માટે ભીંડાના અહંકારના જવાબમાં હું આ સમયે ખસી જઈશ કહીને તેને વાસ્તવિકતાનું ભાન બહુ સરસ રીતે કરાવે છે.આજે આટલા વર્ષે પણ આ કવિતા વાંચીને બાળપણમાં ડોકિયું કરી લીધું.
    ‘કાસે મંદાનલે વાતે પીનસેષુ વિનિંદિતમ્’ એમ કહીને ‘નિઘંટુસંગ્રહ’ નામના ગ્રંથમાં ઉધરસ, મંદાગ્નિ, વાયુના રોગો, જૂની શરદી (પીનસ-સાઈનસ)ના દરદી માટે ભીંડો વિશેષ નિંદિત હોવાથી તેવા દરદીએ ન ખાવો તેવું કહ્યું છે.
    ટૂંકમાં, ભીંડો સદા પથ્ય શાક ન હોવા છતાં, જેનો જઠરાગ્નિ પ્રદીપ્ત હોય તેવા અને વાયુપ્રકૃતિવાળા, પરણેલાં, શ્રમજીવી ગરીબ યુવાનો માટે અવારનવાર ખાવા જેવા ખરા, જેથી તે શ્રમહર, બલ્ય, પૌષ્ટિક અને પરં વૃષ્યતાનો ગુણ ઓછા ખર્ચે મેળવી શકે.

    • aataawaani ઓક્ટોબર 16, 2014 પર 6:39 પી એમ(pm)

      પ્રિય પ્રજ્ઞાબેન
      હવેતો નદીયુંના પટમાં ભીંડા વગેરે શાકભાજી શિયાળા અને ઉનાળામાં પણ મળે છે .
      બારાડીમાં શિવા અને કાટ્કોરા ગામ છે .ત્યાની નદીયુંના પટમાં ભીંડા ઉનાળામાં થાય છે . ત્યાના ભીંડા ટ્રકો ભરાય ભરાયને અમદાવાદમાં વેચાવા આવતા હજી પણ આવતા હશે ,
      હું તમારી કવિતાઓ મને ગમીજાય તો લખી રાખું છું . લખી લઉં છું આ દલપત રામ વાળી ભીંડા કવિતા મેં ભૂસી ન નાખી હોય તો સારું નહીતર તમને ફરીથી મોકલવાનું કહેવું પડશે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: