अब जंगे युरुप ख़त्म हुवा अब जपान बाकी है उसको हम मिन्टोमे कुचल देंगे .

મિલ્ટ્રીમાં   મને સખત મહેનતનું કામ સોંપ્યું હતું એ વાત  હું લખી ચુક્યો છું  .પથ્થરિયા કોલસા તોડવાનું કામ  તો કેટલુંક  હોય  ,એ બંધ કર્યા પછી  મને ફક્ત સખત મહેનત કરાવવાના હેતુથી  તીકમ થી જમીનમાં  ઊંડો ખાડો ખોદવાનું કામ સોંપ્યું  . તેઓના કહ્યા પ્રમાણેનો  ખાડો ખોદાય જાય એટલે  એ ખાડો પૂરી દેવાનો અને એના ઉપર પાણી છાંટી ગોઠણ ભેર થઈને  લાકડાના ચોરસાથી ખાડો દબાવવાનો  અને પછી બીજો ખાડો ખોદવાનો  અને એને પૂરીને એના ઉપર પાણી છાંટીને દબાવવાનો  પછી પ્રથમનો ખાડો જે પાણી નાખીને દાબીને  તૈયાર કર્યો હોય  . અને સુકાઈ ગયો હોય  ,એને ફરી ખોદવાનો  આમ ગધા મજુરી કર્યા કરવાની  .આમ  બે મહિના જેટલો સમય કામ કર્યું હશે  . હું ન થાક્યો પણ ઓફિસરો થાક્યા  ,એટલે મને જે હું પ્રથમ કામ કરતો  સ્કુલે જવાનું વગેરે  કરતો હતો  ,એ કામ સોંપ્યું  . અને માસ્તરોને કીધું કે એ ભણે તો ભલે ન ભણે તોપણ ભલે એની સાથે તમારે લમણાઝીક  કરવાની નથી  . પણ પરિણામ એ આવ્યું કે  મને કોઈ બોલાવે પણ  નહી  માસ્તરતો ઠીક પણ   સાથી મિત્રો પણ ન બોલાવે  .મેતો મારે નહિ અને ભણાવે પણ નહિ  .એવી મારી દશા થઇ  . હું સખત મહેનતથી  નોતો  કંટાળ્યો  એટલો આ પરીસ્થિતિથી  કંટાળી ગયો  . આ વખતે મને ગાલિબનો શેર  યાદ આવ્યો  . એ એની માશુકને કહે છે કે
बोसा न दिजे न दीजिये  दुशनाम ही  सही
आखिर जुबां तो रखते हो गर दहा नहीं 
મતલબકે  તું મને ચુંબન  ન કર તો કંઈ નહિ  છેલ્લી બાકી ગાળો  દે  આમ મારી તું ઉપેક્ષ કરે છે  એ મને નથી  ગમતું  મોઢું ન હોય તો  કંઈ  નહિ  ,તારા ડાચામાં  જીભ તો છેને  ગાળો દે પણ મારી ઉપેક્ષા ન કર  .
આવું આવું થોડા દિવસ ચાલ્યું  ,અને સમાચાર મળ્યા  કે  જર્મનીના  જુવાનોને  રશિયાનો બરફ ભરખી ગયો  ,પછીતો ઉત્સવ મનાવ્યો રજા  પડી
ખાવા પીવાના  જલસા થયા   , એક જમાદાર તરીકે ઓળખાતો ડોગરા રાજપૂત હતો  . તેને ભાષણ કર્યું કે   ,
अब जंगे युरुप ख़त्म हुवा  अब हमारी सामने  जपान है  उसको तो हम  मिनटोंमे  कुचल देंगे  . એક વાત રમુજી જેવી કરી દઉં   એક જવાને એક ઓફિસરને મારી  તરફ  આંગળી  ચીંધીને  પૂછ્યું  . साब इसका नाम  सिकन्दरलाल  जटाशंकर  जोशी है  ऐसा नाम कभी हो सकता है ? હવે ઓફિસર કહે કે તારી વાત સાચી છે  .એવા નામ હોય એ નવાઈ કહેવાય  .એમ કહેવામાં પોતાની મોટાઈને આંચ આવે  એટલે પોતે બહુ જાણકાર છે  .અનુભવી છે  . એવું દેખાડવા  એ બોલ્યો  . हां ए  लोक की  जातिमे ऐसे नाम होते है  .પછી આપણે  સહુ જાણીએ છીએ એમ જાપાનના  નાગાસાકી અને  હિરોશીમા  શહેર ઉપર  અણુ  બોમ્બ ઝીકાણાં  અને જાપાને ધોળો વાવટો  ફરકાવી  શરણાગતિ  સ્વીકારી અને  બીજું વિશ્વ યુદ્ધ સમાપ્ત થયું  .પછી  મારા જેવા નકામાં લાગતા  જવાનોને  પાણીચું આપ્યું  .અને રેલ્વે વારંટ  આપી  .  અને છુટા કર્યાનું સર્ટિ ફિકેટ  આપી  વિદાય કર્યા  . મારા વોરંટમાં  પોરબંદરની ટીકીટનું  લખી આપ્યું  .કેમકે મેં મારું ખોટું સરનામું પોર બંદર   આપેલુ   . હું જેતલસરથી  પોર બંદરની  ગાડીમાં ન બેસ્તાં  સરાડીયા જતી ગાડીમાં બેસી ગયો  . હું ઘરે આવું છું એવા ઘરે સમાચાર આપવાનો મને ટાઈમ  નોતો  મળી શક્યો  .એટલે હું ઓચિંતો  મિલ્ટ્રી ના યુનિફોર્મ માં   ઘરે પહોંચ્યો  . અને  ઘરનાં  સહુ હરખાઈ ગયાં  મારી વાઈફ સૌથી   વધુ હરખાણી  એના માટે તો  घर आया मेरा परदेशी  प्यास बुझी मेरी अखियाँ की  .અને પછી લાપશીના  આંધણ દેવાણા  મારી માએ  ભાનુંમાંતીને કીધું  તું તારા ધણી પાસે બેસ   હું રસોઈ કરું છું   . માએ  ફૂંક મારો તો ઉડી  જાય એવી લાપશી બનાવી  ,  લાપશી    બનાવવી  એ પણ એક કળા છે  . પાપડની ખીચી  જેવી લોચા જેવી ન હોય  . ખુબ  ત્રામ્બડીની  ધારે ઘી પીરસ્યું  .અને  જમી પરવાર્યા પછી  भानुमतीने नई  चादर बिछा दिया
शादीकी पहली रातका  एहसास करा दिया  .અને પછી  .પહેલો પહોરો  રૈન રો  દીવડા ઝાકમ ઝોળ
પીયુ કાંટાળો  કેવડો  અને ધણય   કંકુની  લોળ
બીજો પહોરો રૈનરો   વાધ્યા  હેત સનેહ
ધણ  ત્યાં ધરતી થઇ રહી  અને પીયુ અષાઢો  મેહ  .
ત્રીજો પહોરો રૈનરો  ઊંઘાણાં   સોણલાં  સાથ  વાલમને     વળગી જઇ  ધણએ   ભીડાવી બાથ
ચોથો પહોરો રૈનરો  બોલ્યા  કૂકડ કાગ
 ધણ  સંભારે  પોલકું અને પીયુ સંભારે  પાઘ  ..
ભાનુમતી બોલી તમે મને છોકરું કરી દીધું  .  અને પછી નવ  દસ મહિના થયા ,    એક દિ  ભાનુમતી પાણીનું   બેડું કે એવું કોઈ વજન  ઉપાડીને  ઘરે આવી  અને માને  વાત કરી કે    મા  મને પેટમાં દુ :ખે છે  . માએ  કીધું તુને  પ્રસુતિની પીડા થતી હશે  .   એમ કહી માએ  ખાટલો  ઢાળી  દીધો  . અને કીધું કે જા તું આરામ કર  અને માએ  ડેલીએ  મારા બાપાને ખબર આપ્યા કે  સુયાનીને લઈને જલ્દી ઘરે આવો  બાપા સુયાણી  મલીમાં  ભાટુને   લઇ આવ્યા  .   ઘરે આવ્યા ત્યાં તો  દીકરાનો જન્મ થઇ ગયેલો  અને તે “કુંવા  કુંવા ” કરતો ભાનુમતીના  પડખામાં પડ્યો તો  . અને
અષાઢે  માંડી એલીયું  વાદળ  ચમકી  વીજ   , ભાનુમતી એ  દીકરો જન્મયો આવી અષાઢી બીજ   . આ  દીકરો  અષાઢી બીજ અને જુલાઈની  પહેલી તારીખે જન્મ્યો છે  .અને હાલ  ન્યુ જર્સીના રટગર   યુની વર સીટીથી ઇન્ટર નેટ ઉપર  ભારતીય સંગીત પીરસે છે  અને દેવ  જોશી નાં નામે જાણીતો છે  .   

2 responses to “अब जंगे युरुप ख़त्म हुवा अब जपान बाकी है उसको हम मिन्टोमे कुचल देंगे .

 1. pragnaju ઓક્ટોબર 8, 2014 પર 6:48 પી એમ(pm)

  ‘हां ए लोक की जातिमे ऐसे नाम होते है …’ बरसात वैसी ही है,लेकिन वो जु्म्बिश नहीं रही। दुगना खतरा बढ गया है। ये नहीं आसां,जब याद आए, मिलने की दुआ करना, मिलने की दुआ करना…….!

  • aataawaani ઓક્ટોબર 8, 2014 પર 9:35 પી એમ(pm)

   પ્રિય દીપકભાઈ ધોળકિયા
   ઇસુ ખ્રસ્ત યહુદીજ હતા .પણ એને આંગળીનો કોઈ ખોદો મારી જાય એનું કાંડું કાપી નાખવું .એવા ક્રૂર સિદ્ધાંતો ગમ્યા નહિ .
   જેમ પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞો થતા એમાં પશુઓના બલિદાન અપાતા એનો સૌ પ્રથમ વિરોધ બૃહસ્પતિએ કર્યો . (ઈ સ્વીસન પૂર્વે 600 )) અને પછી બોધ અને જૈનાચાર્યોએ કર્યો . એ આપણે સહુ જાણીએ છીએ . ઈસુએ એવું કીધું કે કોઈ એક ગાલ ઉપર તમાચો મારી જાય તો એની આગળ બીજો તમાચો મારવા માટે બીજો ગાલ ધરવો .
   બૃહસ્પતિનું બહુ ચાલ્યું નહિ . કેમકે તે પુનર્જન્મ , સ્વર્ગ નર્ક મોક્ષ માં જરાય માનતો નહિ .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: