

મારી પૂજ્ય માતુશ્રી કે જેનીએ મને મિલ્ટ્રી માંથી છૂટો થઇ જવા માટે વિવશ કર્યો .
આ મારા પૂજ્ય પિતાશ્રી કે જેણે મારી માની વાતને ટેકો આપ્યો .
જો હું મારા માબાપના આગ્રહને વશ ન થયો હોત . તો હું નોકરીનો પૂરો લાભ લઇ શક્યો હોત . કેમકે બહુ થોડાજ વખતમાં યુદ્ધ પૂરું થવાનું હતું પણ એની થોડી ખબર પડે .
સખરમાં ગરમી તો સખત હતી .ફક્ત સિંધુ નદીમાં નાહવા પડો , ત્યારે ઠંડક અનુભવાય કેમકે સિંધુનું પાણી ઠંડુ હોય છે .પણ તમારું માથું તડકામાં ગરમ થઇ જાય , એટલે ઘડી ઘડી ડૂબકી મારી લેવી પડે . સમય મળ્યે હું સિંધુમાં નાહવા પડતો .હું આનંદમાં હતો .પણ મા બાપના કાગલોએ મને બે ચેન બનાવી દીધેલો , જલ્દી ઘરે આવીજા , જલ્દી ઘરે આવીજા ,એવા શબ્દોજ કાગળમાં હોય ,તમે માનશો હું કાગળ જોઈનેજ ખુશી થવાને બદલે નિરાશ થઇ જતો .મારે છૂટવું હતું , પણ હું કોઈ સંજોગોમાં છૂટી શકું એમ ન હતો . હું મિલ્ટ્રીના કાયદાની મર્યાદામાં રહી . ડાંડોળાય કરતો કેમેય કર્યો મને કાઢી મુકે છે ? પણ અસંભવ . હું મશીનની બાબતોનું ભણવા જતો ,અગાઉ કીધું એમ મારો માસ્તર સિવિલિયન શીખ હતો .એ જ્યારે ભણાવતો હોય .ત્યારે હું એની વાતોમાં ધ્યાન ના આપું અને બીજા રમત રાડા કરું એટલે એ મનેજ બુમો પાડીને શીખવ શીખવ કરે , મને બહુજ કંટાળો અપાવે .આવી કંટાળા જનક પરિસ્થિતિથી બચવા મેં વિચાર કર્યો કે આ માસ્તર પાસે ચિત્ત છોડીને ભણવું ,પણ જ્યારે પરીક્ષક અધિકારી પરિક્ષા લેવા આવે ત્યારે નાપાસ થઇ જવું ,પાસ થવું એ હાથની વાત નથી . પણ નાપાસ થવું એતો હાથની વાત છે . પછી હું બરાબર ધ્યાનથી ભણું અને માસ્તરની શાબાશી મેળવતો રહું ,હું 48 રૂપિયા પગાર મેળવતો હતો . જો હું આ પરિક્ષામાં પાસ થઇ જાઉં તો મારો પગાર ઘણો બધો વધી જાય . પણ મારાં માબાપના ઉપાડે ખાસ કરીનેતો મારી માના ઉપાડાએ મારી મઝા મારી ગઈ .
આમ દિવસો વિતતા જતા હતા ,અને પરિક્ષા આપવાનો સમય આવી પહોંચ્યો .અને ગોરો અધિકારી કે જે આર્મીનો માણસ હતો .એનું નામ લેલર હતું . આ સજ્જનને હું હજી સુધી નથી ભૂલી શક્યો .એ આવ્યો .અને પરિક્ષા લેવાની શરુ કરી ,પરિક્ષા માં કંઈ ખાસ આકરું નોતું પરિક્ષા મોખિક આપવાની હતી . ઓઝારોના નામ અને તેનું કામ પૂછવામાં આવતું .લોઢાનો પીસ કરવતથી કાપી બતાવવો ,લોઢામાં ડ્રીલથી વીંધા પાડવા .વગેરે કામ કરવાનું ,લેલર મારી પાસે આવ્યો .મને હથોડી બતાવીને પૂછ્યું . इसका नाम क्या है ? मैंने कहा ड्रिल . सवाल तू समझा नहीं ? उसने दूसरा औज़ार दिखा कर पूछा इसका नाम क्या ? मैंने उल्टाही जवाब दिया .
અંગ્રેજો આખી દુનિયામાં રાજ કરી ગએલા કેમકે એની પાસે સામ ,દામ ,દંડ .અને ભેદની આવડત હતી .લેલરને હું ઉલટા જવાબ આપવા માંડ્યો .એટલે લેલર બોલ્યો . तेरा मास्तरतो तेरी तारीफ़ करता है की तू बहुत हुशियार लड़का है . और मुझे तू क्यों सही जवाब नहीं देता ?ले ये दस रूपया એમ કહીને એણે મને દસ રૂપિયા આપ્યા અને કીધું કે अब तू मुझे सही जवाब देना . મેં એ દસ રૂપિયા મારા ખિસ્સામાં મુક્યા અને પાછા એવાને એવા ખોટા જવાબ આપવા લાગ્યો . અત્યારે મને અફસોસ થાય છેકે મારે એના પૈસા લેવાની જરૂર નોતી જો લીધા તો પછી સાચા જવાબો આપીને પાસ થવું હતું .આટલી બે ઈમાની કરી એ વાત હું યાદ કરું છું ત્યારે મને ઘણું દુ:ખ થાય છે . લેલર જરાય ઉશ્કેરાયો નહિ .બહુ શાંત ચિત્તે એક લંબ ચોરસ પાટિયું મગાવ્યું .અને એના ઉપર લખ્યું કે लेलरका दस रूपया ये सिकंदर हज़म कर गया .આવા લખાણ વાળું પાટિયું મારા હાથમાં પકડાવીને બધા જવાનો અને ઓફિસરો વચ્ચે ફેરવ્યો .બધા એકી અવાજે આંગળીયો ઉંચી કરીને બોલવા લાગ્યા . मकार ईमान આ બનાવ પછી મારી કમ બખ્તી બેઠી સુબેદાર એકદમ ગરમ થઇ ગયો . અને બોલ્યો ,સુબેદાર દેશી હતો . તે પોરબંદર આવેલો હતો .અને મેં ભરતી થયો ત્યારે ગામના નામ તરીકે પોરબંદર લખાવેલું हम तुझे रेस्का घोडा समझते थे लेकिन तू बोज़ उठाने वाला गद्दा निकला . में तेरा पोरबंदरका घी निकाल डालूँगा . પછી મારી પાસે નક્કામી મહેનત કરાવવા માંડી મોટા લોઢાના ગઠ્ઠા છીણી હથોડીથી છોલાવવા લાગ્યો ,પથ્થરીયા કોલસાના ટુકડા કરાવવા .જમીન ખોદાવવી .ધોમ તડકામાં આવું કામ કરાવવા માંડ્યા . પરેડ કરવાની .જમવા જવું ,અને રાતે સમય સર ઊંઘવું આ સિવાય સખત મહેનતાજ કરવાની મારી જેમ બે સિંધી છોકરાને પણ છુટું થઇ જવું હતું એટલે એ કામમાં દાન્ડોડાઈ કરવા લાગ્યા ,એને પણ મારી જેમ સખત કામ કરવાનું થયું .એ ફક્ત બે દિવસમાં કંટાળી ગયા અને સીધી રીતે પોતાની નોકરી કરવા માંડ્યા .ફક્ત હુંજ આકરા કામથી ડગ્યો નહિ અને વળગી રહ્યો .
Like this:
Like Loading...
Related
ફક્ત હુંજ આકરા કામથી ડગ્યો નહિ અને વળગી રહ્યો
दिल की दुनिया टूटने के बाद सब रोते थे,
हम थे की पागलों की तरह हँसते थे,
यह हल-ऐ-दिल हम कैसे सुनाते सबको कि,
तकलीफ न हो उनको इस लिए अकेले रोते थे।
मेरी प्यारी प्रज्ञा बहन
ज़िन्दगीमे गम नहो अगर जिन्दगीको मज़ा नहीं मिलता
राह आसान हो तो राह गिरोको गुम राहका मज़ा नहीं मिलता
લાંબુ જીવવું છે? આતાવાણીનું રહસ્ય : ફક્ત હુંજ આકરા કામથી ડગ્યો નહિ અને વળગી રહ્યો.
મારી પાસે સખત કામ કરાવતા હતા .એ સજા નોતી કામ બદલાવ્યું હતું . હું મારા મુખ્ય કામમાં નાપાસ થયો .એટલે એ કામને લાયક હું નોતો એટલે આ કામ સોપેલું . એવું એ લોકોનું કહેવાનું હતું .