આર્મીમાં મને ખુબ મજા આવતી હતી . હું ખુબ ખુશ હતો .મારા ઘણા મિત્રો હતા વધુ સિંધી મુસલમાન હતા . થોડા પંજાબી હિંદુ અને મુસલમાન હતા ગુજરાતી એકપણ નોતો થોડા મારવાડી હતા .એક છોકરો મારવાડી વેપારીનો દીકરો હતો .એનો જન્મ સિંધમાં થએલો અને તે સિંધી સ્કુલમાં ભણેલો હોવાથી સરસ સિંધી ભાષા બોલતો હતો . તે શોખનો માર્યો મિલ્ટ્રીમાં ભરતી થએલો હતો .સખર ગામમાં ગુજરાતી વાણંદ અને ગુજરાતી ફૂટપાથ ઉપર બેસીને જોડા સાંધવા વાળા હતા .તેઓ ગુઈરતી અને સિંધી ભાષા સરસ બોલતા હતા . ગરમી સખત હોવા છતાં ફૂટપાથ ઉપર બેસી કામ કરતા હતા .ઠંડક જો તમારે જોતી હોય તો સિંધુ નદીમાં નાવા પડવાનું પાણી ઠંડુ હોય છે .પણ ઘડી ઘડી ડૂબકી મારવી પડે કેમકે માથામાં ગરમી લાગી જતી હોય છે .
મિલ્ટ્રીમાં सबसे ज़रूरी है हुकुमको मानना कोई बातकी दलील कर नहीं सकते .એક બનાવ એવો બન્યો કે ઈબ્રાહીમ નામનો જવાન બીમાર થઇ જવાથી એને હૈદરાબાદની હોસ્પીટલમાં દાખલ કરવો પડેલો . થોડા વખતમાં એ સારો થઇ ગએલો એટલે એ પાછો આવી ગએલો . .એકાદ મહિના પછી ફરી તપાસવા માટે ડોકટરે હૈદરાબાદ હોસ્પીટલે બોલાવેલો . એક બીજો ઈબ્રાહીમ કરીને જવાન હતો તેનું નામ અને તેના બાપનું નામ જે હોસ્પીટલમાં દાખલ થએલો તેનું સરખુંજ હતું એટલે ભૂલમાં જેને ડોક્ટરોએ બોલાવેલો કે જે હોસ્પીટલમાં દાખલ થએલો હતો એને બદલે આ સાજા સારા ઈબ્રાહિમને મોકલી આપ્યો .તે જમાનામાં એક રેલવેનો ડબો મિલ્ટ્રીના માણસો માટે ખાસ રહેતો .આ ઈબ્રાહીમ ડબામાં બેસવાને બદલે ડબાની બહાર લટકીને જતો હતો .એક હાથે દબાણો સળીયો પકડ્યો અને ત્રાન્સો લટકીને બીજો હાથ હલાવતો મુસાફરી કરી રહ્યો હતો . અચાનક એનો હાથ કે જે ડબાના સળિયાને પકડેલો હતો એ છૂટી ગયો .ઈબ્રાહીમ નીચે પટકાઈ પડ્યો અને પડતાની સાથે એનું પ્રાણ પંખેરું ઉડી ગયું ..
ખોટા નામ ઠેકાણા આપીને ભરતી થવું અને બે ત્રણ મહિના નોકરી કરીને ભગોડા થવું , વળી પાછા ભરતી થવું .એવી ખુબ રખડ પટી કર્યા પછી ચિત્ત છોડીને નોકરીમાં વળગી રહેવું .એવું નક્કી કર્યું . કેમકે મને સખર માં મજા આવતી હતી , જોકે અહી પણ મેં મારું ખોટું નામ ઠેકાણું આપેલું હતું .
એક વખત કેટલાક મિલ્ટ્રી વાળા સખર શહેરમાં લટાર મારવા ગએલા એમાં પોલીસ વાળા સાથે કૈંક વાંધો પડ્યો એમાં પોલીસ વાળાને ખેંચીને લઇ આવ્યા . અને પોતાની આર્મીની લોક અપ માં મૂકી દીધો .પોલીસના અધિકારીએ મિલ્ટ્રીના સુબેદારને તમારા માણસો અમારા પોલીસને પકડી ગયા છે .એને છોડી મુકવા આજીજી કરી , એટલે સુબેદારે પોલીસને છોડી મુક્યો . સુબેદારે મિલ્ટ્રી વાળાઓને પૂછ્યું પણ નહિ કે શા માટે તમે પોલીસને લઇ આવેલા .
એક વખત મિલ્ટ્રી વાળાઓને મુવી જોવા લઇ ગયા . મુવી પંજાબી ભાષામાં હતી , જેનું નામ હતું ,”મન્ગતી ” જે મૂવીનું અત્યારે અસ્તત્વ નથી .એના ગીતની એકાદ લીટી મને યાદ છે .
“ભોલીયા પંછીયા તું અપણી જાન બચા .ઇથું ઘર ઘર પાયાં રત્તીયા .”
ઉપરથી કોઈ ઓર્ડર આવ્યો હશે એટલે દરેક જવાનને નંબરો આપવા . એટલે બેરેકમાં આવીને નંબરો લખવા માંડ્યા .કેવળ અમારા સિવ ,મિલ ,યુનિટ વાળા નાજ નંબરો આપવાના નોતા જનરલ નંબરો આપવાના હતા .અમારા નંબરો પંચાસી લાખથી શરુ થતા હતા . મારો નંબર લખવાનો વારો આવ્યો . ત્યારે લખનારે ભૂલથી એક મીંડું વધારે ઘુસાડી દીધું . એટલે મારો નંબર આઠ કરોડ પચ્ચાસ લાખ દસ હજાર સાતસો પંદર થઇ ગયો .કોઈનું આ ભૂલ તરફ ધ્યાન ગયું નહિ .ફક્ત મને ભૂલ દેખાણી , મેં અધિકારીનું મારા નંબરમાં ભૂલ છે , એ તરફ દ્ય્યાન દોર્યું . અધિકારી બોલ્યો . તુમ બહુત હુશિયાર હૈ વો મુજે માલુમ હૈ ચુપ રહો .
મારા બાપના પગાર કરતાં મારો પગાર ચાર ગણો વધુ હતો ,મારા બાપને પોતાના પગારમાં ઘર વહેવાર ચલાવવો પડતો .જયારે મારો પગારતો એમને એમ પડી રહે . ક્યારેક મીઠુંડી લીલુડી અંગુર ખાવા માટે આઠ બાર આના ખર્ચું એ ભલે . હું દર મહીને અથવા દર બે મહીને ઘરે પૈસાનું મની ઓર્ડર કરી દેતો .વિશ્વ યુદ્ધ ધમ ધમાટ ચાલી રહ્યું હતું .છાપામાં સૈનિકો મરવાના કેદ પકડાયાના સાચા ખોટા સમાચારો આવતા રહેતા હોય . મારાં મા બાપ મારી ચિંતા કરવા લાગ્યાં . મને વારે વારે કાગળ લખે કે તું હવે ઘરે ગમે તેમ કરીને આવતો રહે , હું ભગોડો થઈને ઘરે આવી શકું એમ હતો .કેમકે મારું નામ સરનામું ખોટું હતું .પણ હું કાયદેસર છુટ્ટો થવા ઇચ્છતો હતો ,
મિલ્ટ્રીમાં મારે ખાસતો લોખંડ ને લગતુ કામ શીખવાનું હતું .આ કામ માટે જે શિક્ષકો હતા તે સિવિલિયન હતા . એમાં એક શીખ હતો તે મને યાદ રહી ગયો છે .પ્રથમ તે ઓઝારોનાં નામ શીખવતો બોલ પેઈન હેમર ક્રોસ પિએન હેમર ,ચીઝલ ,એક ડ્રીલ નું નામ બહુ લાંબુ હતું જે મને હજી યાદ છે .ઉચ્ચારો સ્પષ્ટ નહિ હોય એનું નાં હતું મોરીસ ટેમ્પર સેન્ખ ટ્યુ સ ડ્રીલ પછી એ વિગત સમજાવે મોરીસ એ જેણે આ ડ્રીલ બનાવી એનું નામ એવી રીતે બધા શબ્દોના અર્થ સમજાવે .
ચીઝલ થી લોઢું કાપતી વખતે કઈ જગ્યાએ ધ્યાન રાખવું ,કરવત કેવી રીતે ચલાવવી કાનસ કેવી રીતે ચલાવવી લોઢામાં વિંધા કેવી રીતે પાડવાં વગેરે .હું કાનસ (ફાઈલ ) કરવત ચલાવવાની શિખામણ મને હજી યાદ છે .
એક સિંધી હિંદુ શિક્ષક ભણાવવા આવતો , એ કઈ જાતના ઉઠાં ભણાવતો એ મને યાદ નથી પણ એ જે ભૂતની વાતો કરતો એમાની કેટલીક વાતો યાદ છે એ સિંધી મિશ્રિત હિન્દી કે ઉર્દુ બોલતો . જે અમને ભણાવવા આવતો .એ ભણાવી લીધા પછી ભૂતના પોતાના અનુભવોની વાતો કરતો .એક સિંધી છોકરો એને ભૂતની વાતો કહેવા માટે યાદ પણ અપાવતો . કહેતો કે સાઈ હાણે ભુતજી ગાલ બુધાય . એટલેકે હવે ભૂતની વાતો સંભળાવો .
હવે તું જલ્દી ઘરે આવીજા તારી માએ ખાવાનું છોડી દીધું છે .એવા મારા બાપાના કાગળો આવવા માંડ્યા . મારી મા પણ લખતી કે જો તું વેળાસર નહિ આવે તો પછી હું તારું મોઢું નહિ જોઈ શકું , અને તું મારું મોઢું નહિ જોઈ શકે .
જે મા મને હું મિલ્ટ્રીમાં ભરતી થયો ત્યારે મને વળાવવા આવી હતી . તેજ માનો જીવ હવે તલ પાપડ થઇ ગયો હતો .અને મારો કોઈ હિસાબે છુટકારો થાય એમ ન હતો .