સખરમાં જીણી જીણી અંગુર 4 આનામાં પાકો શેર મળતી હતી

આ કાળા કપડા વાળી  મહિલા  હેડીમ્બાની માસીની સૌથી નાની અને પાતળી દીકરી છે  .કુંવારી છે  .   બીજો  નવો આતા   એ મારાથી  ઉમરમાં  નાનો છે કે મોટો  કેટલા વરસનો તફાવત છે   .કૃપા કરીને મને જણાવી આભારી કરશો  . મેં શરત કરી છે  .
હેડીમ્બાની બેનને   મેં  મારી બેડરૂમના પલંગ  ઉપર બેસાડી  ..એના છ છ મણ વજનના કુલાએ મારા પલંગની  સ્પ્રિંગ  તોડી નાખી  .

DSCN0943 DSCN0942

DSCN0940 DSCN0941

સખર (સિંધ )માં હું મારાં ફેફસામાં  સુકી હવા ભરીને ફેફસાં મજબુત બનાવ્યે જતો હતો  .અને લહેર કરતો હતો ગરમી સખત હોવાથી પાણી ખુબ પીવું પડતું  .શરીરે અળાયું થતી એક વખત  મટી જાય તો બીજી વખત ઉત્પન્ન થાય  .ઉપર ઉપરી બે વખત અળાયું મારી જિંદગીમાં આ સખરમાજ  મને   થએલી જેમ દોજખમાં ફિરસ્તાઓ શરીર ઉપર ગરમ પાણી રેડે એટલે ફોલ્લાઓ થાય   એ મટી જાય  એટલે બીજી વખત ગરમ પાણી  રેડે  એમ કરતાં માણસ  મરીજાય  તો તેને જીવતો કરવામાં આવે  અને ફરીથી ગરમ પાણી માથા ઉપર રેડવાનું ચાલુ  આવી કાયમની  દોજખમાં  પીડા ભોગવવાની રહે આરો વારો આવેજ નહિ  .અહી  જવાનો જવાનો વચ્ચે નજીવી  બાબતે  ઝઘડા  થતાજ રહેતા  . એમાય સીધા સાદા માણસ ઉપર દાદા ગીરી કરવાનું  લોકોને બહુ મન થાય  . હું બધાને સીધો સાદો  લાગુ  એટલે કોક માણસને  મને દબાવવાનું બહુ મન થાય પણ પછી મારા સ્વભાવનો ખરો  અનુભવ થાય પછી  મારી સાથે અથડામણ માં  ઉતરતા  પહેલા સો વખત વિચાર કરે
એક વખત  ફજલ મસીહ  નામનો   પંજાબી  ક્રિશ્ચયન  મારે ભાઠે ભરાણો  મારી સાથે ઝઘડો  કર્યો  . મેં એના પેટમાં એકજ ઘૂસતો માર્યો  એ બેવડો વળી ગયો અને ભાગ્યો  .અને દુરથી મને પત્થરનો  છુટ્ટો ઘા માર્યો  જે મને મારા પગમાં વાગ્યો  ગોઠણ  પાસે મને લોહી નીકાક્યું અને ઊંડો ઘા પડ્યો  જેની નિશાની મારા પગમાં  હજી દેખાય છે  .
અઠવાડિયામાં એક વખત  ડોક્ટર ચેક કરવા આવે  અંગ ઉપાંગ બરાબર તપાસે  આર્મીના જુવાનને  વૈશ્યા ગમન કરવાની સખ્ત  મનાઈ હોય છે  .એટલે વૈશ્યા વાડા પાસે  મારા જેવા  નિષ્ઠાવાન  જવાનને  ડયુટી આપે  એક વખત મારી ડ્યુટી આવી   .વૈશ્યાઓ  ઉપરને માળે  રહેતી હતી  હું નીચે  ઉભો રહું  વૈશ્યા  ચેન ચાળા  કરે મારા ઉપર ચાર પાંચ રૂપિયાની નોટો ફેંકે   પણ “બદલે બીજા લોક  આ  બરડ  બદલે નહિ ”

 સખરમાં કેટલેક ઠેકાણે કોપરું વજન કરીને વેચાતું મળે   .સીજન હોય ત્યારે લીલી દ્રાક્ષ ઠેકાણે ઠેકાણે વેચાતી હોય  ,બહુ નાની વટાણા જેવડી દ્રાક્ષ પણ મળે  ,ચાર આનામાં પાકો શેર એટલે ગુજરાતી બશેર,એટલી બધી સ્વાદિષ્ટ  હોય કે ખાતાં ધરાવજ  નહિ  .
ગરમીમાં સિંધી લોકો માથાના ઉપરના ભાગે વાળ કપાવીને લંબ ચોરસ આકૃતિ કરે અને એના ઉપર મેંદીનો લોચો મૂકી રાખે  .શહેરમાં  ઠેક ઠેકાણે પાણીના બે મટકા એક હિન્દુને પાણી પીવા માટે  અને બીજું મુસલમાન ભાઈઓ માટે મુસલમાનના મટકા પાસે પાણી પીવા માટે એકજ  પ્યાલો હોય એલ્યુમિનીયમનો  જે સાંકળી થી બાંધી રાખ્યો હોય  ,જયારે હિન્દુના મટકા પાસે  સાંકલીથી બાંધેલો પ્યાલો હોય અને મટકામાં લાકડીની દાંડી વાળી કાચલી  ઘાલી રાખી હોય  ,એ કાચલીથી પાણી કાઢીને પ્યાલામાં રેડીને પીવાનું  હોય  .
ગરમી વધારે હોય અને વરસાદનું એક ટીપું પણ પડતું ન હોય  ,એટલે મકાનો માટીના બનાવેલાં  હોય આ માટી ઉપર સિમેન્ટનું  આછું  પ્લાસ્ટર  કરીને એના ઉપર રંગ કરીને સફેદ કે બીજા રંગથી   સુશોભિત કર્યું હોય  ,મુતારણીઓ સિમેન્ટની પાકી હોય એટલે ગરમ તપી  ગએલી હોય  , જો તમને  મુત્રતાં વધુ વાર લાગે તો  , તમારું મુતર ઊંચું ચડી જાય  હો  .ઘરોમાં ક્યાંય  એ સી  મેં જોઈ નથી કે સાંભળી  નથી  ,માલદાર લોકોએ ઘરની આજુ બાજુ ખસની ટટ્ટી  રાખી હોય અને એના ઉપર વારે ઘડીએ પાણી છાંટવામાં આવતું હોય ,
એક વખત હું સિંધુ નદીના રેલ્વે બ્રીજ ઉપર ઉભો હતો  ,અને  ધસ મસ્તી   નદીનું પાણી   જોતો હતો  .આ વખતે મારા ગામ દેશીંગાની  ભૂમિ યાદ કરતો હતો  ,કે ક્યાં  હું  કારા બાપાની અને પુની મોહિની   ભેંસો ચરાવતો  અને આજે આર્મીમાં લેફ રાઈટ  કરતો  હું  .આ વખતે મને સંત તુલસીદાસનો  દોહરો  યાદ આવ્યો  .તુલસીદાસ જયારે પર્યટન  કરી રહ્યા  હતા  ,ત્યારે  એને દોહરો સુજેલોકે  ” કહાં  કાશી  કહાં કાશ્મીર  ,ખુરાસાન  , ગુજરાત  .
તુલસી ઐસે જીવકો  પ્રારબ્ધ  કહીં  લે જાત

6 responses to “સખરમાં જીણી જીણી અંગુર 4 આનામાં પાકો શેર મળતી હતી

 1. pragnaju સપ્ટેમ્બર 14, 2014 પર 7:31 એ એમ (am)

  વાહ
  એકલદોકલ હોવાનો અસબાબ કાયમી,
  આંખો મીંચી અંદરનો આધાર બની જા !
  યાદ આવી અમારા સુરતના મુ શ્રી ભગવતીકુમાર શર્માની…
  અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
  પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

  ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
  અમે વારસાગત સમસ્યાના માણસ.

  ‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ;
  પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.

  અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
  સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.

  શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
  ‘ટુ બી-નૉટ ટુ બી’ની ‘હા-ના’ના માણસ.

  ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું;
  અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.

  મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
  હતા આપણે મૂળ તડકાના માણસ. અહીં પાનખરમા પણ સ્નો પડે તેવા પ્રદેશમા આવી ચઢ્યા ત્યારે આ પંક્તી યાદ આવી હતી !

  • aataawaani સપ્ટેમ્બર 14, 2014 પર 11:32 એ એમ (am)

   પ્રિય પ્રજ્ઞા બેન
   તમારી કોમેન્ટ મને ખુબજ ગમે છે .
   તમારા જેવા પ્રેમાળ સ્નેહીઓજ મને મારી જૂની યાદ દ્દાસ્ત તાજી કરાવે છે .તમારો ઘણો આભાર
   તમારો ઉત્સાહ મારી આ ઉમરની ઋતુમાં લખવા અને બોલવા ઉત્સાહિત કરે છે ,આ શનિ વારે 20 સપ્ટેમ્બરે એક મિત્રે મુશાયરો રાખ્યો છે .65 માણસોને આમંત્રણ આપ્યું છે .બહુ દુર રહે છે .મને ખાસ બોલાવ્યો છે .મેં એને કીધું કે હું 3 મિનીટનો સમય લઈશ કેમકે બીજા પણ ગાવા વાળાં હશે . મને એણે કીધું કે તમારે 10 મિનીટ બોલવાનું છે . હું મારી બનાવેલી ગઝલો ગાઈશ .

 2. pravinshastri સપ્ટેમ્બર 15, 2014 પર 9:13 પી એમ(pm)

  આતાજી બસ લખતા જ રહો. ઉપરવાળી એ પાંચની નોટ ફેંકેલી તે તમારે માટે જ હતી. જો તે જમાનામાં એ નોટ લઈને બેંકમાં મુકી હોત તો તમે આજે મલ્ટીમિલિયોનર હોત! હવે કોઈ નોટ ફેંકે તો વણીને મને મોકલી આપજો. બસ આવી સરસ વાતો લખતાં રહેજો.

  • aataawaani સપ્ટેમ્બર 16, 2014 પર 4:58 એ એમ (am)

   પ્રિય પ્રવીણભાઈ શાસ્ત્રી
   તમને તમારા 75 ના શુભ જન્મ દિવસની હું શુભેચ્છા પાઠવું છું .
   તમારો ઉત્સાહ મને મારી વહી ગએલી વાતો લખવા માટે પ્રેરણા આપે છે .

   • aataawaani સપ્ટેમ્બર 16, 2014 પર 5:28 એ એમ (am)

    અરે શાસ્ત્રીજી આજતો તમે તમારા જન્મ દિવસે મયખાનાની સફર કરાવી .મને બહુ ગમ્યું .ગણિકા પ્રવીણ શાસ્ત્રીને કહે છે કે મારી સાથેના પ્રેમને લીધે તમે એકલાજ બદનામ નથી થઇ ગયા મારા પ્રત્યેના પ્રેમને લીધે આતા જેવા હજારો ગાંડા થઇ ગયા છે .
    મને બહુ ગમતીલા બે ગીતો આશા ભોસળેના અવાજમાં રેખાએ સંભળાવ્યાં મને બહુ મજા આવી .

   • pravinshastri સપ્ટેમ્બર 17, 2014 પર 7:22 એ એમ (am)

    આતાજી, આપને મારા સાદર પ્રણામ. આપના આશિષ વર્ષો વર્ષ મેળવતો રહું એજ પ્રભુ પ્રાર્થના.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: