Daily Archives: સપ્ટેમ્બર 13, 2014

સખરમાં જીણી જીણી અંગુર 4 આનામાં પાકો શેર મળતી હતી

આ કાળા કપડા વાળી  મહિલા  હેડીમ્બાની માસીની સૌથી નાની અને પાતળી દીકરી છે  .કુંવારી છે  .   બીજો  નવો આતા   એ મારાથી  ઉમરમાં  નાનો છે કે મોટો  કેટલા વરસનો તફાવત છે   .કૃપા કરીને મને જણાવી આભારી કરશો  . મેં શરત કરી છે  .
હેડીમ્બાની બેનને   મેં  મારી બેડરૂમના પલંગ  ઉપર બેસાડી  ..એના છ છ મણ વજનના કુલાએ મારા પલંગની  સ્પ્રિંગ  તોડી નાખી  .

DSCN0943 DSCN0942

DSCN0940 DSCN0941

સખર (સિંધ )માં હું મારાં ફેફસામાં  સુકી હવા ભરીને ફેફસાં મજબુત બનાવ્યે જતો હતો  .અને લહેર કરતો હતો ગરમી સખત હોવાથી પાણી ખુબ પીવું પડતું  .શરીરે અળાયું થતી એક વખત  મટી જાય તો બીજી વખત ઉત્પન્ન થાય  .ઉપર ઉપરી બે વખત અળાયું મારી જિંદગીમાં આ સખરમાજ  મને   થએલી જેમ દોજખમાં ફિરસ્તાઓ શરીર ઉપર ગરમ પાણી રેડે એટલે ફોલ્લાઓ થાય   એ મટી જાય  એટલે બીજી વખત ગરમ પાણી  રેડે  એમ કરતાં માણસ  મરીજાય  તો તેને જીવતો કરવામાં આવે  અને ફરીથી ગરમ પાણી માથા ઉપર રેડવાનું ચાલુ  આવી કાયમની  દોજખમાં  પીડા ભોગવવાની રહે આરો વારો આવેજ નહિ  .અહી  જવાનો જવાનો વચ્ચે નજીવી  બાબતે  ઝઘડા  થતાજ રહેતા  . એમાય સીધા સાદા માણસ ઉપર દાદા ગીરી કરવાનું  લોકોને બહુ મન થાય  . હું બધાને સીધો સાદો  લાગુ  એટલે કોક માણસને  મને દબાવવાનું બહુ મન થાય પણ પછી મારા સ્વભાવનો ખરો  અનુભવ થાય પછી  મારી સાથે અથડામણ માં  ઉતરતા  પહેલા સો વખત વિચાર કરે
એક વખત  ફજલ મસીહ  નામનો   પંજાબી  ક્રિશ્ચયન  મારે ભાઠે ભરાણો  મારી સાથે ઝઘડો  કર્યો  . મેં એના પેટમાં એકજ ઘૂસતો માર્યો  એ બેવડો વળી ગયો અને ભાગ્યો  .અને દુરથી મને પત્થરનો  છુટ્ટો ઘા માર્યો  જે મને મારા પગમાં વાગ્યો  ગોઠણ  પાસે મને લોહી નીકાક્યું અને ઊંડો ઘા પડ્યો  જેની નિશાની મારા પગમાં  હજી દેખાય છે  .
અઠવાડિયામાં એક વખત  ડોક્ટર ચેક કરવા આવે  અંગ ઉપાંગ બરાબર તપાસે  આર્મીના જુવાનને  વૈશ્યા ગમન કરવાની સખ્ત  મનાઈ હોય છે  .એટલે વૈશ્યા વાડા પાસે  મારા જેવા  નિષ્ઠાવાન  જવાનને  ડયુટી આપે  એક વખત મારી ડ્યુટી આવી   .વૈશ્યાઓ  ઉપરને માળે  રહેતી હતી  હું નીચે  ઉભો રહું  વૈશ્યા  ચેન ચાળા  કરે મારા ઉપર ચાર પાંચ રૂપિયાની નોટો ફેંકે   પણ “બદલે બીજા લોક  આ  બરડ  બદલે નહિ ”

 સખરમાં કેટલેક ઠેકાણે કોપરું વજન કરીને વેચાતું મળે   .સીજન હોય ત્યારે લીલી દ્રાક્ષ ઠેકાણે ઠેકાણે વેચાતી હોય  ,બહુ નાની વટાણા જેવડી દ્રાક્ષ પણ મળે  ,ચાર આનામાં પાકો શેર એટલે ગુજરાતી બશેર,એટલી બધી સ્વાદિષ્ટ  હોય કે ખાતાં ધરાવજ  નહિ  .
ગરમીમાં સિંધી લોકો માથાના ઉપરના ભાગે વાળ કપાવીને લંબ ચોરસ આકૃતિ કરે અને એના ઉપર મેંદીનો લોચો મૂકી રાખે  .શહેરમાં  ઠેક ઠેકાણે પાણીના બે મટકા એક હિન્દુને પાણી પીવા માટે  અને બીજું મુસલમાન ભાઈઓ માટે મુસલમાનના મટકા પાસે પાણી પીવા માટે એકજ  પ્યાલો હોય એલ્યુમિનીયમનો  જે સાંકળી થી બાંધી રાખ્યો હોય  ,જયારે હિન્દુના મટકા પાસે  સાંકલીથી બાંધેલો પ્યાલો હોય અને મટકામાં લાકડીની દાંડી વાળી કાચલી  ઘાલી રાખી હોય  ,એ કાચલીથી પાણી કાઢીને પ્યાલામાં રેડીને પીવાનું  હોય  .
ગરમી વધારે હોય અને વરસાદનું એક ટીપું પણ પડતું ન હોય  ,એટલે મકાનો માટીના બનાવેલાં  હોય આ માટી ઉપર સિમેન્ટનું  આછું  પ્લાસ્ટર  કરીને એના ઉપર રંગ કરીને સફેદ કે બીજા રંગથી   સુશોભિત કર્યું હોય  ,મુતારણીઓ સિમેન્ટની પાકી હોય એટલે ગરમ તપી  ગએલી હોય  , જો તમને  મુત્રતાં વધુ વાર લાગે તો  , તમારું મુતર ઊંચું ચડી જાય  હો  .ઘરોમાં ક્યાંય  એ સી  મેં જોઈ નથી કે સાંભળી  નથી  ,માલદાર લોકોએ ઘરની આજુ બાજુ ખસની ટટ્ટી  રાખી હોય અને એના ઉપર વારે ઘડીએ પાણી છાંટવામાં આવતું હોય ,
એક વખત હું સિંધુ નદીના રેલ્વે બ્રીજ ઉપર ઉભો હતો  ,અને  ધસ મસ્તી   નદીનું પાણી   જોતો હતો  .આ વખતે મારા ગામ દેશીંગાની  ભૂમિ યાદ કરતો હતો  ,કે ક્યાં  હું  કારા બાપાની અને પુની મોહિની   ભેંસો ચરાવતો  અને આજે આર્મીમાં લેફ રાઈટ  કરતો  હું  .આ વખતે મને સંત તુલસીદાસનો  દોહરો  યાદ આવ્યો  .તુલસીદાસ જયારે પર્યટન  કરી રહ્યા  હતા  ,ત્યારે  એને દોહરો સુજેલોકે  ” કહાં  કાશી  કહાં કાશ્મીર  ,ખુરાસાન  , ગુજરાત  .
તુલસી ઐસે જીવકો  પ્રારબ્ધ  કહીં  લે જાત