Daily Archives: ઓગસ્ટ 23, 2014

ખોટા નામ ઠેકાણા લખાવીને મિલ્ટ્રીમાં ભરતી થયો .

img071DSCN0925 DSCN0911

ફોટો #1 મારો પોત્ર રાજીવ  જયારે હું મિલ્ટ્રીમાં દાખલ થયો ત્યારે આવો હતો ફોટો #2 સેન્ટરના કમ્પ્યુટર પાસે ફોટો #3 સેન્ટર માં  લઇ જનાર  ટેક્ષી  ડ્રાઈવર

 

હું વડોદરાથી મિલ્ટ્રીમાંથી  કાયદેસર રીતે છૂટો થઈને ઘરે આવ્યો  .હવે નોકરી માટે શું કરવું  એવી ગડમથલમાં મહિનાઓ કાઢી નાખ્યા  .ચોમાસું બરાબરનું  થયું હતું  .પશુઓ માટે ઘાસ ચારો પુષ્કળ થઇ પડ્યો હતો  .ખેડૂતો અને બીજા લોકો ખુબ ખુશ હતા  .
એકવખત  મારી પુની મોહીએ(માસી) પુની મોહી એ વાઘબાપા કન્ડોરીયા શાખાના આહેર નાં વાઈફ હતાં  . મારી મા અને પુની મોહીનો જન્મ એકજ ગામમાં  થએલો  હોવાથી  ગામ સગપણે મારી માના એ બેન થતાં  .એક વખત પુની મોહીએ મારી માને  કીધું કે  હિંમતરામ(  બ્લોગર વાળો આતા )મારા નામનો ઈતિહાસ પણ જાણવા જેવો છે જે હું આપને કહું છું  .મારો જન્મ  દરબારે રહેવા માટે આપેલા કામ ચલાવ ઘરમાં થએલો  .(હાલ આ ઘર અંબાવી દેવજી મણવર ના પરિવારની માલિકીનું છે  .)ઘરની બાજુમાં આતા પટેલની ડેલી હતી  .આતા પટેલ  એ કણબી પટેલ નહિ પણ દરબારે નીમેલા ગામના મુખી પટેલ  હતા  જે બારૈયા  શાખાના આહેર હતા  .આ ડેલીમાં દરબારના દાયરામાં  વાર્તા કરવા માટે આવેલા  મેઘાણંદ ખેંગાર  બારોટ ઉતરેલા  હતા   .જયારે મારો જન્મ થએલો અને અમારે ઘરે  મારા બાપાના કાકાના દીકરા  નરભેરામ બાપા  મેમાન  હતા  મારો જન્મ રામ નવમીના  દિવસે થએલો એટલે નરભેરામ બાપાએ મારું નામ  હીંમતરામ  રાખેલું પણ મારી માને  એવા  રામના જન્મ દિવસ જેવા મહાન દિવસે  મારા દીકરાના જન્મની  વાત કોક જાણે તો મારા દીકરાને નજર લાગી જાય એટલે એક દિવસ આગળ કરીને ચૈત્ર સુદ આઠમ કરી નાખ્યો  .અને એ રીતે એપ્રિલની 15 તારીખ આવી  પછી  વરસો પછી દરબારને ત્યાં ઉતરેલા  પેશાવરના  દરવેશે  હિંમતલાલ કરી નાખ્યું  .જે આજની ઘડી સુધી ચાલુ છે  .
  .એ જમાનામાં  નામની પાછળ  ભાઈનો કે  જી નો પ્રત્યય લગાડવાનો રીવાજ નોતો  મેઘાણદ ભાઈ  ખેંગાર ભાઈ  એવા નામ નોતાં   .
પુની મોહીએ મારી માને કીધું કે  હિમતરામ બાવરુમાં(બાવળ ની ઝાડી )બલાન્ગુ મારે છે અને સરપ પકડવાના  ધંધા કરે છે  .(બલાંગુ મારવી એટલે રખડપતી કરવી ) ઇના કરતાં મારી  ભીહું (ભેંસો )ને ચારતો હોય તો હું  થોડાંક કાવડીયાં પણ  આપું  . મારી માએ કીધું કે કાવડીયાં આપવાની જરૂર નથી  .પણ  તમારી ભેંસો  ભેગી અમારી  ભેંસો પણ તમારા બીડ માં  ચારે   પુની મોહી  કબુલ થયાં  .અને હિમત રામ ભાઈ ભેંસો માંડ્યા ચારવા શણગાને કાંઠે પુની મોહીના  બીડમાં  આ વાતને પણ મહિનાઓ વીત્યા  .હવે હિંમતરામ ભાઈ  રામ નામકી  ટીકીટ લઈને રેલ્વેમાં કેમ મુસાફરી કરવી  .કેમ મિલ્ટ્રી માંથી   ભગોડા થવું  વગેરે બાબતના અનુભવી થઇ ગયા હતા  .મન ચકડોળે ચડ્યું  .અને દેશાટન કરવાની અને મિલ્ટ્રીમાં નોકરી કરવાની ઈચ્છા થઇ  ,

 દેશીંગામાં  ભેંસો ચરાવ્યું એને મહિનાઓ વીત્યા  પછી  દેશાટન કરવા જવાની ધૂન ઉપડી
 વગર ટિકીટે રેલ્વેમાં મુસાફરી કરવાની  અને મિલ્ટ્રીમાં   ભરતી થવું અને ભગોડા થવું એ રીત શીખી લીધી હતી  .વાપરવા પૂરતા  થોડાક પૈસા  ખિસ્સામાં રાખવાના અને મોટી રકમની નોટો  પાટલુન ના  પાયસામાં નીચે  ખિસ્સું બનાવી  એમાં  મુકીને સાંધી લેવાની  થોડો સોય દોરો પણ ખિસ્સામાં  રાખવાનો  એક જોડી વધારાના કપડા થેલીમાં રાખવા  આટલું કરીને  ગાડી પકડવી  ભગવાન હવે આવા દિવસો કોઈને નો દેખાડે  . 
મેં  દેશીંગા નજીકના સરાડીયા  રેલ્વે સ્ટેશનથીજ    राम नामकी  टिकिट લઈને  ગાડી પકડી અને શાપુર જંકશન  પહોંચ્યો  .અહી ગાડી બદલીને   વિરામ ગામ પહોંચ્યો ( હવે સરાડીયાથી શાપુર સુધીનો  જે રેલવેનો ફાંટો હતો એ કાઢી નાખ્યો છે  .) વિરમગામથી  ગાડી બદલી અમદાવાદ પહોચ્યો  .અમદાવાદથી  સિંધમાં  જવા વિચાર કર્યો  . એટલે મારવાડ જંકશન  ગયો મારવાડ જંકશન ની નજીક સોજત અને ખારચી નામનાં બે ગામો છે  .અમદાવાદથી મારવાડ જંકશન  સુધીમાં ચારેક વખત  ગાડીમાંથી ઉતરી જવું પડેલું  .ટી ટી એ  ધક્કા મારીને  ગાડીમાંથી  ઉતારી મુકેલો  એ શબ્દ વાપરવા કરતા  ઉતરી જવું પડેલું  એ શબ્દ વાપરવો મને યોગ્ય  લાગ્યો છે  . મારવાડ જંકશન પાસે  મને  દૂધપાક પૂરી ખાવા મળેલી એક બ્રાહમણ મને જમવા લઇ ગએલો  .મારવાડ જંકશન થી  ગાડી બદલીને  હૈદરાબાદ  સિંધ  તરફ જતી ગાડી પકડી ગાડીમાં બેસવા હું જતો હતો  એટલામાં  ટી ટી   આવી પહોંચ્યો  મને તેણે ખેંચીને બહાર કાઢ્યો  અને ઉપર  થી  એક લાફો માર્યો  . જે પ્રસંગ   ટી ટી ને એની બાયડી  પાસે ડંફાસ મારવા કામ લાગ્યો હશે  . અહી એક યાદગાર પ્રસંગ  

એવો બન્યો કે  હું સ્ટેશનમાં આંટા ફેરા કરતો હતો  ત્યાં એક છોકરો મળ્યો  .લોકો સાંભળે એમ બોલ્યો  .
जैलमेसे   छूट गया क्या ?ये मेरी साथ जेलमे था   , મેં બહુ નમૃતાથી કીધું તારી ભૂલ  થતી હશે  ,હું જેલમાં ગયોજ નથી  क़ोइ दूसरेको बनाना  मुझे नहीं  ,मै अभी  पुलिसको  बुलाता हुँ  .મને ફાળ પડી  કે પોલીસ મને પોતાની કામગીરી બતાવવા ખોટે ખોટો જેઈલમાં  મોકલી દ્યે તો  હું  ક્યાયનો નો રહું  .હું તો બાપુ  ત્યાંથી ભાગ્યો અને જ્યાં ત્યાં  ભૂખે  દુ:ખે રાત કાઢી  ,અને સવારે ગાડીમાં  બેસવા  આવ્યો  .અને ગાડીમાં બેસી પણ ગયો  .ગાડી બહુ દુર ગયા પછી  એક ઉજ્જડ જેવા સ્ટેશન ઉપર ટી ટી એ મને ઉતારી મુક્યો  .આ થર પારકર રણ નું કોઈ સ્ટેશન હશે  ,સ્ટેશન થી થોડે દુર બે નેસ જેવા ઘરો જોયાં એક  વિભાગમાં  હિંદુ વસ્તી અને બીજા ભાગમાં મુસલમાન  વસ્તી  હતી  .કોઈ પીરનો તહેવાર હતો  .એનો ઉત્સવ લોકો ઉજવતા હતા  .દરેકને  ત્યાં  સરખું ખાવાનું હતું  .હું હિન્દુને ઘરે ગયો  .સૌ જમવાની તૈયારી કરતા હતા મને કકડીને ભૂખ લાગી હતી  .બકરાનું માંસ નાખીને રાંધેલા  ચોખા પીરસવામાં આવ્યા  .બીજું ખાવાનું પણ હતું  . મેં માંસ કાઢી નાખીને   ભાત અને બીજું ખાવાનું ખાધું  . આ વખતે મને  દેશીંગા ના  અભણ  ડોસા બાપા પાસેથી સાંભળેલો દોહરો યાદ આવ્યો  .
 કામી  કળ (કુળ)ન ઓળખે  ,લોભી ન ગણે લાજ
મરણ વેળા ન ઓળખે  ભૂખ ન ગણે  અખાજ
આવી રીતે  चला जाता हु हँसता खेलता  मोज़े हवादस से
               अगर आसानिया हो ज़िंदगी दुश्वार  हो जाए
પછી વિચાર કર્યોકે  હવે ક્યાંક  આર્મીમાં  જોડાઈ જાઉં અને રખડતા ભટકતા  ભૂખ્યા દુખ્યા  મુસાફરી કરી રહ્યો હતો એટલામાં મીરપુર ખાસ  સ્ટેશને મને ગાડીમાંથી ઉતારી મુક્યો  .હું ગામમાં ગયો  .કોઈક અતિથી ઉપર પ્રેમ ધરાવનારને ત્યાં ખાધું  .અહી મેં એક ઠેકાણે માટીમાંથી  બનાવેલી બુદ્ધ ભગવાનની  મૂર્તિ જોઈ જે ઇસવી સનના સાતમાં સૈકામાં બનેલીનું મૂર્તિ નીચે લખાણ  હતું  .
હું  હૈદરાબાદ (સિંધ )ના સ્ટેશને  ઉતરી ગયો અને ટીકીટ ચેકરને  થાપ આપી સ્ટેશન બારો નીકળી ગયો  .અહી મને આર્મીમાં  ભરતી  કરનારો માણસ મળ્યો  .એને મારી ઉંચાઈ માપી  છાતીનું માપ કર્યું  અને  મને ઓફિસે લઇ ગયો  .ડોકટરે મારા અંગ ઉપાન્ગની તપાસ કરી અને હું  મિલ્ટ્રી માટે યોગ્ય છું એવું જાહેર કર્યું એટલે મારું નામ ઠામ લખ્યું  . મેં મારું નામ  સિકંદર લાલ  જટાશંકર  જોશી  હિંદુ બ્રાહ્મણ  રહેવાસી પોરબંદર  સુદામા મંદિર પાસે પોરબંદર  ગુજરાત  લખાવ્યું  .અને વોર ટેકનીકલ ફિટર તરીકે મને પસંદ કર્યો  જે કામ હું વડોદરામાં  શીખતો હતો  .એવું કામ શીખવવાનું  ચાલુ કર્યું પણ વડોદરામાં આ કામમાં પાસ થયા પછી લુહારી કામ કરવાની નોકરી હતી  .પણ અહી  આવા પ્રકારનું કામ કરવાનું હતું   મને  સિવ મિલ યુનિટ  સખર સિંધ મોકલી આપ્યો  .