પુની મોહીના બીડમાં ભેંસો ચરાવી

_DSC0162 _DSC0128 _DSC0192

ફોટો #1મારો પરમ સ્નેહી મિત્ર ક્રિશ અને ગર્વ લેવા જેવો પાડોશી ફોટો #2ક્રિશ ના બીજા નંબરના  દીકરાના  દીકરા રાયલી સાથે 

ફોટો #3 ક્રિશની  દીકરી કૃષિનાના   દીકરા બ્રાઈટ સાથે  .હું સીનીયર સેન્ટરમાં જાઉં  છું ત્યાં બાળકોને પણ રમત ગમત કરવાની સગવડ હોય છે ,એટલે ઘણા બાળકોને લઈને એની મા આવતી હોય છે  .બાળક મારી સામું કુતુહલ વૃતિથી જુવે  કેમકે મારા જેવું વિચિત્ર એને જોયું ન હોય  .હું એને બોલાવવાની કોશિશ કરું તો એ રોવા માંડે અથવાતો  આંખો આડા હાથ કરી જાય  .  ક્રિશના   નાનકડી પાર્ટી હતી એટલે ક્રિશના  દીકરો દીકરી  પણ આવેલા  મને પણ આમંત્રણ હતું  . કૃષિના  એના  દીકરાને તેડીને આવતી હતી   . દીકરો બ્રાઈટ  મને જોઇને  એની માની  કાંખ માંથી  ઉતરીને  મને ભેટી પડ્યો  . અને મારા ખોળામાં  બેસવા માટે  પોતાના બંને હાથ ઊંચા કર્યા પણ હું એને ઉચકી શક્યો નહિ  .એટલે એની માએ  મારા ખોળામાં બેસાડી દીધો  . આ પ્રેમની ક્ષણ    મારાથી જીંદગી ભર નહિ ભૂલાય

હું વડોદરાથી મિલ્ટ્રીમાંથી  કાયદેસર રીતે છૂટો થઈને ઘરે આવ્યો  .હવે નોકરી માટે શું કરવું  એવી ગડમથલમાં મહિનાઓ કાઢી નાખ્યા  .ચોમાસું બરાબરનું  થયું હતું  .પશુઓ માટે ઘાસ ચારો પુષ્કળ થઇ પડ્યો હતો  .ખેડૂતો અને બીજા લોકો ખુબ ખુશ હતા  .
એકવખત  મારી પુની મોહીએ(માસી) પુની મોહી એ વાઘબાપા કન્ડોરીયા શાખાના આહેર નાં વાઈફ હતાં  . મારી મા અને પુની મોહીનો જન્મ એકજ ગામમાં  થએલો  હોવાથી  ગામ સગપણે મારી માના એ બેન થતાં  .એક વખત પુની મોહીએ મારી માને  કીધું કે  હિંમતરામ(  બ્લોગર વાળો આતા )મારા નામનો ઈતિહાસ પણ જાણવા જેવો છે જે હું આપને કહું છું  .મારો જન્મ  દરબારે રહેવા માટે આપેલા કામ ચલાવ ઘરમાં થએલો  .(હાલ આ ઘર અંબાવી દેવજી મણવર ના પરિવારની માલિકીનું છે  .)ઘરની બાજુમાં આતા પટેલની ડેલી હતી  .આતા પટેલ  એ કણબી પટેલ નહિ પણ દરબારે નીમેલા ગામના મુખી પટેલ  હતા  જે બારૈયા  શાખાના આહેર હતા  .આ ડેલીમાં દરબારના દાયરામાં  વાર્તા કરવા માટે આવેલા  મેઘાણંદ ખેંગાર  બારોટ ઉતરેલા  હતા   .જયારે મારો જન્મ થએલો અને અમારે ઘરે  મારા બાપાના કાકાના દીકરા  નરભેરામ બાપા  મેમાન  હતા  મારો જન્મ રામ નવમીના  દિવસે થએલો એટલે નરભેરામ બાપાએ મારું નામ  હીંમતરામ  રાખેલું પણ મારી માને  એવા  રામના જન્મ દિવસ જેવા મહાન દિવસે  મારા દીકરાના જન્મની  વાત કોક જાણે તો મારા દીકરાને નજર લાગી જાય એટલે એક દિવસ આગળ કરીને ચૈત્ર સુદ આઠમ કરી નાખ્યો  .અને એ રીતે એપ્રિલની 15 તારીખ આવી  પછી  વરસો પછી દરબારને ત્યાં ઉતરેલા  પેશાવરના  દરવેશે  હિંમતલાલ કરી નાખ્યું  .જે આજની ઘડી સુધી ચાલુ છે  .
  .એ જમાનામાં  નામની પાછળ  ભાઈનો કે  જી નો પ્રત્યય લગાડવાનો રીવાજ નોતો  મેઘાણદ ભાઈ  ખેંગાર ભાઈ  એવા નામ નોતાં   .
પુની મોહીએ મારી માને કીધું કે  હિમતરામ બાવરુમાં(બાવળ ની ઝાડી )બલાન્ગુ મારે છે અને સરપ પકડવાના  ધંધા કરે છે  .(બલાંગુ મારવી એટલે રખડપતી કરવી ) ઇના કરતાં મારી  ભીહું (ભેંસો )ને ચારતો હોય તો હું  થોડાંક કાવડીયાં પણ  આપું  . મારી માએ કીધું કે કાવડીયાં આપવાની જરૂર નથી  .પણ  તમારી ભેંસો  ભેગી અમારી  ભેંસો પણ તમારા બીડ માં  ચારે   પુની મોહી  કબુલ થયાં  .અને હિમત રામ ભાઈ ભેંસો માંડ્યા ચારવા શણગાને કાંઠે પુની મોહીના  બીડમાં  આ વાતને પણ મહિનાઓ વીત્યા  .હવે હિંમતરામ ભાઈ  રામ નામકી  ટીકીટ લઈને રેલ્વેમાં કેમ મુસાફરી કરવી  .કેમ મિલ્ટ્રી માંથી   ભગોડા થવું  વગેરે બાબતના અનુભવી થઇ ગયા હતા  .મન ચકડોળે ચડ્યું  .અને દેશાટન કરવાની અને મિલ્ટ્રીમાં નોકરી કરવાની ઈચ્છા થઇ  ,

7 responses to “પુની મોહીના બીડમાં ભેંસો ચરાવી

  1. pragnaju ઓગસ્ટ 19, 2014 પર 5:22 એ એમ (am)

    હિમત રામ ભાઈ ભેંસો માંડ્યા ચારવા શણગાને કાંઠે…!
    વાહ અમારું બાળપણ યાદ કરાવ્યું ! એકવાર અમારા પડોશી સાથે અમે ભેંસ ચરાવવા ગયા અને થાકી જતા દાદાએ મને ભેંસ પર બેસાડી સવારી કરાવી હતી.નીકળતી વખતે ભેંસ પોદળો કરે તો ટોપલીમા ઝીલી લેવાનો અને બીજા જમીન પર પડેલા પોદળામા ડીગલી ખોસી આપણો હક્ક નક્કી કરવાનો !
    અમારા ડૉ. કિશોર મોદી કહે..
    આપળે જીવવું ને મરવું ગામમાં,
    ભેંહ જેવું તેથી માંડણ કરવું છે

    • himmatlal ઓગસ્ટ 19, 2014 પર 9:42 એ એમ (am)

      પ્રિય પ્રજ્ઞા બેન
      તમે પણ ભેંસો ચરવવાનો આનંદ માણેલો તમારા કોમેન્ટ વાંચવાથી મારા ઉત્સાહમાં વધારો થાય છે .પણ હવે वो हालते सर गुजस्त હવે તમારો અને મારો એ સમય વીતી ચુક્યો .

  2. mehul ઓગસ્ટ 19, 2014 પર 9:28 એ એમ (am)

    Very interesting history of you.i read it.my great dada.thank you.

  3. yuglu ઓગસ્ટ 19, 2014 પર 9:31 એ એમ (am)

    Dada tamari a story pan vanchi.vanchi ne khub anand thayo.dada krish sathe
    mail contact chalu karavone dada.hu ane english ma mail moklis

  4. dave joshi ઓગસ્ટ 20, 2014 પર 4:31 પી એમ(pm)

    Nice pictures and Aata-itihaas !

    Date: Tue, 19 Aug 2014 03:56:45 +0000
    To: bharatdarshan@hotmail.com

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: