Daily Archives: ઓગસ્ટ 15, 2014

માએ દીકરાને ભણાવવા ગાજ બટન ની દરજણને મદદ કરી મરચા ખાંડ્યા

img075 img074

મારી મા અને મારો ભાઈ માણાવદર રહેવા લાગ્યાં  .જે જગ્યાએ મકાન ભાડે રાખ્યું હતું  .તે વિસ્તાર સારો નહિ  .બહુ ઘોંઘાટ  વાળો  .મારા ભાઈને ફરીથી પાંચમાં ધોરણમાં ઈંગ્લીશ  ભણવા માટે  સ્કુલમાં દાખલ કરવો પડ્યો  .થોડા દિવસોમાં માને એક અજવાળીબા  નામે શેઠાણીની ઓળખાણ થઇ  ,તેના પતિની કાપડની દુકાન જે એનો દીકરો પણ ચલાવતો,
તેઓને રહેવા માટે વિશાલ ડેલીબંધ મકાન હતું ડેલીમાં એક ખાલી ઓરડી પણ હતી  . એક વખત માને અજવાલીબાએ કીધું કે તમે અમારે ત્યાં રહેવા આવો  ,અમારે એક ઓરડી છે એ ખાલી પડી છે  .ભાડું થોડું વધારે છે પણ ભાડું હું તમને માથે નહિ પાડવા દઉં. આ લોકો વૈષ્ણવ દર એકાદશીએ  સીધું આપે  ,જેમાં ઘી ગોળ વગેરે ઘણી વસ્તુ હોય થોડા વખતમાં  માને એક વિધવા દરજણ બાઈ સાથે   ઓળખાણ થઇ  ,મા તેને  ગાજ બટન કરવા લાગે  અને કામ કરતાં કરતાં  મા ભજન ગાય ધાર્મિક વાર્તાઓ કરે  ,દરજણ  બાઈને  માની કંપની ખુબ ગમતી તે માને પોતાને મદદ કરવા બાબત  થોડા પૈસા પણ આપે  .એક વખત મારા ભાઈના શિક્ષકે  ભાઈને પુચ્છ્યું કે મરચાં ખાંડીને ચટણી બનાવી આપે એવું કોઈ માણસ  તારા ધ્યાનમાં છે હોયતો કહેજે  .ભાઈએ માને વાત કરી  માએ મરચાં ખાંડી આપવા ખુશી બતાવી  ,અને માએ અર્ધા દિવસમાં માએ સૂકાં મરચાની બેગને ખાંડી નાખી મા છીંકો ખાતાં જાય નાકે રુમાંલીયો  વીંટતા જાય અને મરચાં ખાંડતા જાય  ,લોટ ચાળવાની ચારણીથી  ચાળતા જાય અને  માસ્તરને મરચાંનો  બારીક લોટ જેવો ભૂકો     કરી આપ્યો  .    માસ્તર  બહુ ખુશ થયો  અને માને વ્યાજબી કરતાં વધુ પૈસા આપ્યા  .માએ  મારા ભાઈને પૈસા પાછા આપતાં  કીધું કે તારા માસ્તરના પૈસા લેવાતા હશે  કોઈદી ?પણ માસ્તરના અતિ આગ્રહથી  માએ પૈસા રાખ્યા  .દેશીન્ગામાં  બાવળની  જબરી ઝાડી  ,દરબારની એવી ધાક કે  કોઈની મઝાલ નથી કે એક દાતણ પણ કોઈ દેશીંગાના   માનસ સિવાય  કાપી શકે ? મારો ભાઈ  રજાના   દિવસોમાં  દેશીંગા આવે ત્યારે થોડાંક દાતણ   લેતો જાય  . થોડાંક  અજવાળી બાને પણ આપે અજવાળીબા  થોડા પૈસા પણ આપે  .પછીતો  અજવાળીબા એ  દાતણનાં  ઘરાક પણ ગોતી આપ્યાં ;   કોઈ વખત હું પણ માણાવદર  જાઉં  ત્યારે બળતણ અને દાતણના   થેલા ભરતો જાઉં   .
સામાન્ય રીતે રસોઈમાં  દાળ  શાક પહેલાં રાંધવામાં આવે અને પછી રોટલા રોટલી કરવામાં આવે  ,પણ મારા ભાઈએ રોટલી  પહેલાં બનાવવાની માને  સુચના કરી  અને  શાક છેલ્લે  રાંધવું  , આમ કરવાથી બળતણનો  ઘણો બચાવ થાય  .  

 મારા ભાઈને ભણાવવા માટે  મારી મા માણાવદર રહેતા હતાં એ વાત આપે આગળના મારા બ્લોગ “આતાવાણી”માં આપે વાંચી લીધી  છે (જો તમને વાંચવાનો સમય મળ્યો હશે તો )
એક દિવસ હું  માણાવદર ગયો  .ભાઈ અને માને મળવા  સાથે દાતણ અને રસોઈ કરવા માટે થોડા બળતણ પણ લઇ ગયેલો  . .અજવાળી બા મને જોઇને બોલ્યાં દાતણ લાવ્યો છો   મેં હા પાડી એટલે થોડાં દાતણ  ભાઈ અને મા માટે રહેવા દઈ બધાંજ  લઇ ગયા અને જેને જોતાં હતાં  એને આપી આવ્યા અને પૈસા લઇ આવ્યાં અને મારી માને પૈસા આપ્યા  .
બીજે દિવસે સવારે હું  શહેરમાં  લટાર મારવા નીકળ્યો   ઠેક ઠેક ઠેકાણે  પોસ્ટર મારેલાં જોયાં , એમાં લખ્યું હતું આર્મીના એન્જી  .માટે મદદગાર ની જરૂર છે  .  કોઈ આવડતની જરૂર નથી  તેઓને  બધુજ શીખવાડવામાં  આવશે  મ્યુઝ્ઝીયમ  નો  ડબો રેલ્વે સ્ટેશન ઉપર છે  .જે જોવા માટે કોઈ ચાર્જ નથી  .
હું રેલ્વે સ્ટેશને  ગયો  જોયું તો ભારખાનાના ડબામાં કરવત ,કાનસ, હથોડી  . વગેરે ઓઝારો હતાં અને  ત્રણ ચાર માણસો  લશ્કરી  યુંનીફોરમાં  હતા  તેને મળ્યો  .બધા દેશી ભાઈઓ હતા  .મારા પૂછ પરછ્ના  જવાબમાં  બોલ્યાકે    આર્મીના એન્જી  .ને મદદ માટે માણસોની  ભરતી કરવા અમે આવ્યા છીએ  ખાવું પીવું કપડાં લત્તાં રહેવાની સગવડ  ઉપરાંત 18 રૂપિયા  માસિક પગાર આપવામાં આવશે  .અને  કામ શીખવવામાં આવશે
આ લોકોને  યુદ્ધ મોરચે  લઇ જવામાં આવે ? ઓફિસર બોલ્યો  નાના  આવા લોકોને તો ભારત બહાર જવાનુજ નહિ  ફક્ત અહી બેઠા કામ કરવાનું  . મેં કીધું  મારે એવી નોકરી જોઈએ છીએ કે જેમાં યુદ્ધ મોરચે  જવાનું હોય અને  લડવાનું હોય  . મારી વાત સંભાળીને ઓફિસર બોલ્યો  આ લશ્કરી સીપાહીનીજ નોકરી છે  .એની વાત સાંભળી યા  પછી  હું બોલ્યો તમેતો કહેતા હતા કે  લડાઈ સાથે આને કોઈ નિસ્બત  નથી  . તો એમાં મારે સાચી વાત કઈ  માનવી ? એ બોલ્યો  જો અમે એવું ખોટું ન બોલીએ તો લોકો ભરતી નો થાય  . બસ પછી મારું નામ ઠામ લખી લીધું  .અને  બોલ્યો સાંજે ગાડી ઉપડશે એમાં બેસવાનું છે  . મેં કીધું ભલે  હવે હું મારા ઘરનાં માણસોને  જાણ કરતો આવું  તો તે કહે હવે જવાય નહિ  .મેં કીધું તો તો ગજબ થઇ જાય ને  ?મારાં માબાપ  વ્યાધિમાં પડી જાય એ મને ગોતા ગોત કરે  .પછી એક માણસ બોલ્યો  જે માણસ રાજી ખુશીથી  લશ્કરમાં  જોડાવવા માગે છે એ ભાગી નહિ જાય  .પછી મને ઘરે જ્વાદીધો  અને કીધું કે કાલે સાંજની ગાડીમાં જવા માટે રેલ્વે સ્ટેશન ઉપર આવી જજો  મેં કીધું ભલે એમ કહી હું ઘરે ગયો  અને માને  નોકરીની વાત કરી મારી વાત સાંભળી  માને ધ્રાસકો  પડ્યો   .તે બોલી  દીકરા લડાઈમાં નથી જવું  તે જમાનામાં લશ્કરમાં જોડવાની  નોકરીને  લડાઈમાં  જવાની નોકરી લોકો  કહેતા   મેં મને કીધું  કે મા તુજ કહેતી  હોય છે કે  મોત વગર મરાતું નથી અને મૃત્યુ માટે  પંચમ ની તિથી લખાણી હોય તો  છઠ થતી નથી  અને સંત તુલસીદાસ  પણ કહી ગયા છે કે  
તુલસી ભરોસે રામકે  નિર્ભય હોયકે  સોય
હોની અનહોની  નહિ  હોની હોય  સો હોય   . 
બીજે દિવસે સાંજે ટાઇમ પ્રમાણે  હું રેલ્વે સ્ટેશન ઉપર હાજર થયો  .આર્મીનો એક માણસ મારી સાથે આવ્યો  .અને અમે ગાડીમાં બેઠા  વચ્ચે  વિરમગામ  એક કોઈ બ્રાહ્મણ  ઓફિસરને  સપેતરું  આપવા ગયા  . બ્રાહ્મણ ઓફિસરે એકાંતમાં  બોલાવીને  મને કીધું કે  તું  આવી નોકરીમાં ક્યાં દાખલ થયો  .ત્યાં તો  બધી  ભ્રષ્ટતા  હોય   હજી તારે ઘરે જતું રહેવું હોય  તો તુને  ટીકીટ ભાડું આપવામાં આવશે  મને  તુને છોડી મુકવાની સત્તા  છે એટલે તુને કઈ  વાંધો નહી આવે  પણ હું અડગ રહ્યો એટલે મને વધુ કઈ  કીધું નહિ   .અમો સવારે અમદાવાદ  પહોંચ્યા   પાંચ કુવા દરવાજા પાસે  એની ઓફીસ હતી ત્યાં  મારા જેવા કેટલાય  નવા ભરતી થનારા આવેલા હતા  .અહી ગોરે ઓફિસરે મારો ઈન્ટરવ્યું લીધો  તે હિન્દી બોલતો હતો  .દરેકને પૂછતો હતો કે  તમે રાજી ખુશીથી આવ્યા છોકે  કોઈના દબાણ થી આવ્યા છો ? મારા એક પ્રશ્ન નાં જવાબમાં એણે કીધું  કે તમે આર્મીનાજ માણસ છો  તમે પાકા સિપાહી થઇ જશો એટલે  આર્મીના તમામ હક્ક મળશે। તમારે ટેકનીશયનો  ને મદદ ઉપરાંત જરૂર પડ્યે  રાઈફલ મેન તરીકે પણ જવાબદારી નિભાવવી પડશે  અને લડવું પણ પડશે  .મને  એની વાત ની સ્પષ્ટતા  જાણી મને એના ઉપર માં થયો  .મને લાગ્યું કે  આવી નીતિ અને કુશળતાને  લીધે  અંગ્રેજો  વિશ્વમાં   રાજ્ય  કરી રહ્યા  છે  .પછી બધા રીક્રુંતોને  વડોદરા  લાવવામાં આવ્યા  .અહી  ગાયકવાડ સરકારે ઘોડાનો તબેલો ખાલી કરી રાખેલો એમાં  દરેક માટે  મચ્છરદાની  સાથેના ખાટલા તૈયાર હતા એમાં ઉતારો આપ્યો   બિસ્તરો  અને પહેરવાના  કપડા આપ્યાં   સવારે પરેડ કરવાની થોડો  નાસ્તો કરવાનો અને પછી કલાભુવનમાં   શીખવા જવાનું  અહી કરવતથી  લોઢું  કેવી રીતે કાપવાનું છીણીથી  કેવીરીતે  છોલવાનું  હથોડી કાનસ કેવી રીતે વાપરવી  ઇલેક્ટ્રિક  ડ્રીલ થી કેવીરીતે  લોઢા માં વિંધા  પાડવા  વગેરે  શીખવાડ્યું  . એક ગોરો એક શીખ  અને બીજા  મહારાષ્ટ્રીયન  ગુજરાતી વગેરે હતા

 આપે આગળના બ્લોગમાં વાંચ્યું છે   .હું વડોદરા આવી ગયો અને કલાભુવનમાં શીખવા મંડી  એક ગુજરાતી અમને રોમન ઉર્દુ શીખવતો હતો  .આ બધા શિક્ષકો આર્મીના નોતા પણ ખાનગી લોકો નોકરી કરતા હતા  .રોમન ઉર્દુ એટલે અક્ષરો ઈંગ્લીશ અને ભાષા ઉર્દુ   હું બરાબર ખંતથી શીખવા મંડ્યો  .અહી કેલાક મારા જેવા રીક્રુટ ખોટા નામ અને ખોટા સરનામાં આપ[ઈને ભરતી થએલા હતા એક મહારાષ્ટ્રીયન  મહાર જાતિનો  છોકરો પોતે મુસલમાન છે એ વું કહીને દાખલ થએલો એની પાડોશના ખાટલા વાળો પંજાબી મુસલમાન હતો  .એક વખત અમે  “મનોરમા “નામે મુવી જોવા ગયા જે મુવીનું  હાલ અસ્તિત્વ નથી  .આ મુવીમાં એક જોની વોકર જેવો  નુરમામદ હતો જે ચાર્લી તરીકે ઓળખાતો  .
અહી મને  એવા માણસોની સંગતી  થઇ  કે જેલોકો ખોટા નામે ભરતી થએલા  હતા  .એના પાસેથી જાણવા મળ્યું કે  એક ઠેકાણે ત્રણ મહિનાથી વધુ નોકરી નકરવી  કેમકે આપના ઠામ  ઠેકાણાની  તપાસ ત્રણ મહિના પછી થતી હોય છે  .બે ત્રણ મહિના નોકરી કરી પછી ભાગી જવાનું અને પછી બીજી જગ્યાએ ભરતી થઇ જવાનું મિલ્ટ્રી માંથી  નાસી જાય એના માટે ભગોડો શબ્દ વપરાય છે  . ફલાના આદમી દિખતા નહિ  વો કહાઁ ગયા  વોટો ભગોડા હો ગયા  .આપને જરાય માનવામાં ન આવે એવી વાત હું કહીશ  જે તદ્દન સત્ય છે
વાત એમ છેકે અહી ખાવાનું બહુ ખરાબ મળતું  ઘઉંના લોટમાં ધનેડાં ચોખામાં ઈયળ  મરચાના ભૂકામાં  ઈયળો  . રોટલીમાં ધનેડાં શેકાઈ ગયા હોય  .ખાવામાં મને સુગ ચડતું એટલે હું રોટલી ન ખાતો પણ ભાત ખાઈને પેટ ભરતો  એક અધિકારીએ  મને કેવળ ભાત દાળ ખાતો જોઈ પુચ્છયુ  તું મદ્રાસી હૈ  .એક પ્રમોદ કરીને છોકરો અમદાવાદનો હતો તે ખોટા નામે ભરતી થએલો તેનું મૂળ નામ કાંતિ હતું  . એ મને કહે  જો તું નહિ ખાતો ભૂખે મરી જઈશ  અહી તારી માસી બેઠી છે કે તુને  સરસ મજાના ફૂલકા ખવડાવે ?ચોખામાં પણ ઈયળો  છે જે  ચોખા જેવી હોવાથી  ઓળખાતી નથી  .
સખત પરેડ કરવી  સખત ભૂખ લાગે   ક્યા જવું   મેં વિચાર કર્યો કે  જો હું અચકાતો રહીશ તો આગળ નહિ વધી શકું  આ બધા  ધનેડાં વાળી રોટલીયો ખાયજ છેને  ? પછીતો બાપુ હું   બધું  ઝાપટવા માંડ્યો  . .એક કોર્સ પૂરો કર્યા પછી  મારે  લુહારનું કામ કરવાનું હતું  .અહી કોલસાનો ધુમાડો હું ખામી શકું એમ ન હતો  જેમ દિલ્હીના દાળના કારખાના ની ઝીણી રજકણ  હું સહન નોતી કરી શકતો  એટલે મને આ નોકરી છોડી દેવાનો વિચાર આવ્યો  પણ હું સાચા નામ ઠામથી  ભરતી થએલો હોવાથી   ભગોડો થઇ શકું એમ ન હતો  .અમારો જે  ગોરો  કેપ્ટન હતો તે ફ્રાન્સનો હતો એવી લોકો વાતો કરતા  .એક  છોકરો  યુ પીનો હતો તે બહુ ચળવળ યો    અને  તોફાની હતો  તેણે  મારા જેવાને ભેગા કરીને કીધું કે  આપણે આ ઈયળો  વાળો  ખોરાક લઈને કેપ્ટનને દેખાડીએ અને ફરિયાદ કરીએ  અમે મરચાનો ઈયળો 
વાળો ભૂકો લઈને  કેપ્ટનને  દેખાડ્યો  અને કીધું કે  આવો ખોરાક અમારે ખાવો પડે છે  . કેપ્ટને  મરચાનો ઈયળો વાળો ભૂકો હાથમાં લઈને પોતાના મોઢામાં  મૂકી ગયો અને ચાવી  ગયો અને ઉપર પાણી પી ગયો અને બોલ્યો કે  ઇસમેં કોઈ ઝહર  નહિ હૈ  ..આપના દેશી ભાઈઓએ  ગોરાઓને પણ લાંચિયા કરી મુકેલા   કેપ્ટનની વાત સાંભળી અમો વિલે મોઢે પાછા ફર્યા  .પણ મને ખાતરી થઇ કે  ગમેતેવી પરિસ્થિતિનો   સામનો કરી શકે છે એજ આગળ વધી શકે છે  .ગોરા લોકો અમસ્તા  દુનિયામાં રાજ નથી કરતા  . અહીનો અનુભવ લઇ હું ઘણી મહેનતને અંતે  કાયદેસર છૂટો થયો અને માટે છુટ્ટો થયાનું સર્ટીફીકેટ આપ્યું  .
છૂટો થયા પછી હું ઘરે ગયો   અને  પછી મેં વિચાર કર્યો કે  હવે ખોટા નામ ઠામ ઠેકાનાથી  ભરતી થતું રહેવું  . હવે વધારે આ આતાના અનુભવ વાંચવા માટે થોડી  રાહ જુવો  .