रखिये बंधावो भैया सावन आयारे तुम सूरज चंदासे तुम राम लछमन जैसे प्यारे हमारे भैया जुग जुग जीवोरे

DSCN0913

——————————————–
મારા પ્રિય મિત્રો
રક્ષા બંધનનું પર્વ વરસોથી ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમને યાદ 
કરવાનું પર્વ છે . બહેન ભાઈના હાથે પ્રેમથી એની રક્ષા માટે રાખડી 
બાંધે છે અને ભાઈ યથાશક્તિ એને ભેટ આપે છે . આવા પવિત્ર પ્રસંગે 
મને મારી બહેનનું સ્મરણ થાય છે અને એક બનેલો સત્ય
પ્રસંગ યાદ આવે છે એ  હું તમોને  કહું છું . એમાં એક ભાઈ -બહેનનો
પ્રેમ અને એક માની દીકરા પ્રત્યેની મમતા કેવી હોય છે એ જોવા મળશે.
મારા બેન બનેવીને એના દીકરા અને વહુ સાથે બહુ ફાવ્યું નહી એટલે મને મારી બેનની દીકરી શારદાએ જણાવ્યું કે મામા તમે જો મારી બા ને માસિક ફક્ત બે હજાર રૂપિયા આપો તો એ સ્વતંત્ર રહી શકે .
હું કબુલ થયો અને મારી બેનનું બેન્કમાં ખાતું ખોલાવ્યું  . મારી બેનને  વાયરમનીથી   મેં બે લાખ કરતા થોડા વધુ રૂપિયા મોકલી આપ્યા.
બેન બનેવી રાણાવાવ ગામમાં કે જે ગામમાં શારદા રહેતી હતી  તે ગામમાં એક સવદાસ ઓડેદરા  નામના મેરના  ઘરમાં  માસિક  400 રૂપિયા ભાડું આપીને રહ્યા. સવદાસ બહુ પ્રેમાળ માણસ .એ મારા બેન બનેવીનું  પોતાના માબાપની જેમ કાળજી રાખતો  .
મેં મારી બેનને કહેલું કે આ પૈસામાંથી તારે શારદાએ મને કહ્યું હતું એ પ્રમાણે બે હજાર રૂપિયા જ ઉપાડવાના છે.તારા પોતાના ખર્ચ માટે  વધુ રૂપિયાની જરૂર જણાય તો મને પૂછીને રૂપિયા લેવાના, આ સિવાય તારે કોઈને પૈસા આપવા નહિ  .
ભગવાનની એવી મરજી હશે કે તેના દીકરાની વહુ મરી ગઈ એટલે મારી બેન  તેના દીકરા અને તેના દીકરા અને તેની વહુ અને બાળક સાથે રહેવા ગઈ  .
મારી બેન એના દીકરા ની વહુના બહુ વખાણ કરતી  તે એવું કહેતી કે વહુ એવું કહે છે કે તમો અમારી સાથે જ રહેજો તમારે ક્યાય જવાની જરૂર નથી  . એક દિવસ મારા બનેવી મરી ગયા  .મારીબેનને ભાર દઈને મેં કીધેલું કે  મેં જે પૈસા આપ્યા છે એમાંથી એક પીસો પણ કોઈને તારે આપવાનો નથી  .એક વખત મારીબેનના દીકરાની  દીકરીના  લગ્ન કરવા હતા  એટલે એણે મારી પાસે એક લાખ રૂપિયા માગ્યા.   મેં એને એક લાખ અને 19 હજાર રૂપિયા મોકલી આપ્યા અને તેને કીધું કે  તારી માગણી પ્રમાણે એક લાખ રૂપિયા તારા અને વધારાના 19 હજાર રૂપિયા  મારા માટે તારે સાચવી રાખવાના .
એક વખત મારીબેનના દીકરાનો દીકરો કટુ વચન બોલ્યો  હશે એટલે મારી બેન એની નાની દીકરી નૂતનને ઘરે તમિલનાડુ રહેવા જતી રહી . આ બનાવ પહેલા  મારી બેનના દીકરાએ બધા પૈસા  મારી બેન પાસેથી  લઇ લીધા હતા અને એનું બેન્કનું ખાતું બંધ કરાવી દીધું હતું  . આ બાબત મારી બેને દીકરા પ્રત્યેના  પ્રેમને લીધે મારી સખ્ત મનાઈ હોવા છતાં મારું કહેવાનું પડતું મુકીને બધાજ પૈસા તેના દીકરાને આપી દીધા હતા   .
તામીલનાડુ નૂતનને ઘરે ગયા પછી મારી બેન સખત માંદી પડી ગઈ . આપણા દેશમાં પણ  ડોકટરોનો ખર્ચો ખુબ હોય છે  .નુતને પોતાની પાસે પૈસા હતા એ  ડોક્ટરોના બીલ અને દવાના ખર્ચમાં વપરાઈ ગયા  .નૂતને એના ભાઈ પાસે માની દવા માટે પૈસા માગ્યા.  ભાઈએ નન્નો ભણ્યો  એટલે મારી પાસે નુતને પૈસા માગ્યા. બેનની ખરાબ દશા જોઈ મને દુખ થયું અને  મેં પિસા મોકલી આપ્યા .
 આવી છે  એક ભાઈ અને બહેના પવિત્ર પ્રેમ સંબંધની અને એક  માની  દીકરા પ્રત્યેની મમતા અને પ્રેમ ની વાત કે જે દીકરો  બીમાર માની ખબર અંતર પણ ન પૂછવાની પણ દરકાર નાં કરતો હોય !
આનું નામ હળાહળ કળજુગ .ઘણીવાર માણસો પ્રેમનાં નહી પણ પૈસાનાં ભૂખ્યા હોય છે . ભગવાન સૌનું ભલું કરે .
આ રક્ષા બંધન ના પવિત્ર શુભ પ્રસંગે સૌ વ્હાલા ભાઈ-બહેનોને આ આતા તરફથી અભિનંદન અને આતાના સૌને આશીર્વાદ . ભાઈ-બહેન વચ્ચેનો સદીઓ પુરાણો પવિત્ર પ્રેમ અમર રહે.અસ્તુ.

7 responses to “रखिये बंधावो भैया सावन आयारे तुम सूरज चंदासे तुम राम लछमन जैसे प्यारे हमारे भैया जुग जुग जीवोरे

  1. pravinshastri ઓગસ્ટ 10, 2014 પર 4:27 એ એમ (am)

    આંખમાં પાણી આવે એવી વાત. મારી મોટી બહેન આજે આ દુનિયામાં નથી. મારે માટે એ માતૃતુલ્ય હતી. આજે મારા ભાણેજો મારે માટે પુત્ર સમાન છે અને મને પિતા સમાન માન અને પ્રેમ મળે છે. અન્ય કઝીન બહેનોની લાગણી પણ મારા પર ઘણી વરસી છે. એ બાબતમાં હું નશીબદાર છું.

  2. kanakraval ઓગસ્ટ 10, 2014 પર 5:58 એ એમ (am)

    જુવો હિમ્મતભાઈ:

    આ તમેજ અનુભવ કર્યો

       “આવી છે  એક ભાઈ અને બહેના પવિત્ર પ્રેમ સંબંધની અને એક  માની  દીકરા પ્રત્યેની મમતા અને પ્રેમ ની વાત કે જે દીકરો  બીમાર માની ખબર અંતર પણ ન પૂછવાની પણ દરકાર નાં કરતો હોય ! આનું નામ હળાહળ કળજુગ .ઘણીવાર માણસો પ્રેમનાં નહી પણ પૈસાનાં ભૂખ્યા હોય છે . ભગવાન સૌનું ભલું કરે .”

    આટલા માટેજ તમને ચેતવ્યા હતા કે ઘરની બાબતમાં વકિલની સલાહ મુજબ વ્યવસ્થા કરજો.જોકે તે પછી તમારો કોઈ પ્રતિભાવ જોયો નહી.   -કનક્ભાઈ

        Visit  my father Kalaguru Ravishankar Raval’s   web site: http://ravishankarmraval.org/  

     

  3. pragnaju ઓગસ્ટ 10, 2014 પર 6:55 એ એમ (am)

    રક્ષા બંધન આજે
    જનોઈ બદલવાનો દિવસ,સમુદ્રપૂજનનો દિવસ
    અને
    બહેનો માટે પોતાના ભાઈને રાખડી બાંધવાનો દિવસ
    येन बद्धो बलि राजा दानवेंद्रो महाबली।
    तेन त्वामभिबध्नामि रक्षे मा चल मा चल।।
    આતા તરફથી અભિનંદન અને આતાના સૌને આશીર્વાદ
    અમને પ્રેરણા આપશે

    • aataawaani ઓગસ્ટ 10, 2014 પર 7:57 એ એમ (am)

      પ્રિય વહાલી પ્રજ્ઞા બેન તમારી કોમેન્ટ મને બહુ ગમી શાસ્ત્રી ભાઈને પણ મેં ભાગ્યશાળી કીધા  છે  .કેમકે તેઓને બહેનો ભાનેજ્ડાઓ ની જબરી હૂફ છે  .હું પણ ભાગ્યશાળી છું કેમકે મારી સગી બેન એકજ છે  .પણ બે હદ હેત મારા ઉપર વરસાવે છે  . બાકી તમારા જેવિયું અનેક બેનોની મને હૂફ છે  .એલિઝાબેથે (મારા ભાઈની  ગોરી પત્ની )મારા ઉપર અને મારી મા ઉપર  ખુબ પ્રેમ વરસાવ્યો છે  .મારી મા એની સાથે સાત વરસ  રહ્યા પછી સ્વર્ગે ગયા છે  .એલીઝાબેથ  મારીમાના સત્સંગથી  ભલ  ભલા  જૈન થી વધી જાય એવી શાકાહારી છે  .દૂધ કે એમાંથી બનતી કોઈ વસ્તુ ખાતી નથી  .

        Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

  4. Vinod R. Patel ઓગસ્ટ 10, 2014 પર 9:51 એ એમ (am)

    એક ભાઈ અને બહેન ના પવિત્ર પ્રેમ સંબંધની અને એક માની દીકરા પ્રત્યેની મમતા અને પ્રેમ ની આતાજીના

    જીવનમાં બનેલી આ સત્ય ઘટના બે ઘડી વિચાર કરતા કરી મૂકે એવી છે અને સૌને માટે બોધ લેવા જેવી પણ છે .

    રક્ષા બંધન ના પવિત્ર દિવસે એમણે જે આ પ્રસંગ કહ્યો છે એમાં આતાજીની એકની એક બહેન ઉપરનો પ્રેમ

    વ્યક્ત થાય છે .

    આતાજી કઈ બહુ માલદાર માણસ નથી . મહેનત મજુરી કરીને ભેગી કરેલી બચતમાંથી બહેનના દુઃખમાં

    ભાગીદાર થવા માટે મોટી રકમો મોકલવી એમાં એમની દરિયાદિલીનાં દર્શન થાય છે . બાકી અત્યારે આ

    કળીયુગમાં તો સૌ સ્વાર્થનાં સગા હોય છે .ચમડી તૂટે પણ દમડી નાં છૂટે એ રીતનો વર્તાવ રાખતા હોય છે .

    આતાજીને ધન્ય્વાદ ઘટે છે એમણે દર્શાવેલા નિસ્વાર્થ અને પવિત્ર ભગીની પ્રેમ માટે અને એમની દરિયાદિલી માટે .

    • aataawaani ઓગસ્ટ 10, 2014 પર 9:10 પી એમ(pm)

      પ્રિય વિનોદભાઈ
      મેં મારી દીકરીના દીકરા જયદીપને ઘણા વખત પહેલા સુરતમાં 12 લાખ રૂપિયાનું મકાન લઇ દીધું ,આજે એની કીમત 80 લાખથી વધુ બોલાય છે .જયદીપની બેન વંદનાને ગાંધી નગરમાં મકાન લેવા માટે 9 લાખ રૂપિયા આપ્યા . મારી બેનની દીકરી ઉમાને વર્ષો પહેલા 1 લાખથી થોડા ઓછા રૂપિયા ઘર લેવા માટે આપ્યા .એનું ઘર કોઇમ્બતુરમાં લેવાઈ ગયું .બેનના બીજા દીકરાને 50 હજાર રૂપિયા આપ્યા દીકરી નૂતનને વસ્તુ ખરીદવા 50 હજાર રૂપિયા આપ્યા . અને અહી લાખો ડોલરના હિસાબે પૈસા આપ્યા .દાન કર્યું એ કહેવું ન જોઈએ પણ લોકો પ્રેરણા લ્યે એના માટે કીધું હાલ મારી પાસે પૈસા બહુ નથી .પણ રહેવા માટે પોતાની માલિકીનું મકાન છે .

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: