
ગ્રુપ ફોટો પાડવાનું ફોટો ગ્રાફરે કીધું એટલે છોકરીઓએ મને કીધું કે તમે અમારી પાછળ ઊભા રહેજો હું જાઉં એ પહેલા એક માણસ એની પાછળ ઉભવા ઉતાવળે ચાલીને છોકરીયું પાછળ ઉભો રહી ગયો . એટલે નીચે બેઠો છે .એ છોકરાએ તેને કીધું કે તું કેમ છોકરીયું પાછળ ઉભો રહી ગયો .એની પાછળ એનો જુવાન જુવાન બોય ફ્રેન્ડ આવી રહ્યો છે .એટલે એ માણસ ખસી ગયો અને મને હસીને બોલ્યો કે પધારો સાહેબ એમ કહીને પોતાનો હાથ લાંબો કર્યો જે એની છાતી ઉપર દેખાય છે .

કૃઝ્માંથી ઉતરીને ટાપુ ઉપર જઈએ ત્યારે ફોટો પડાવવા આવા માણસો ઉભા હોય છે ‘આ છોકરી અમેરિકન આદિ વાસી ઇન્ડિયન છે .

મેં ફોટો ગ્રાફરને કીધું કે હાળા કોક જુવાન છોકરીને મારી પાસે ઉભી રાખીને ફોટો પાડને ?ત્યારે ફોટામાં મારી ડાબી બાજુએ છે એણે કીધું કે હું તમારી સાથે ફોટો પડાવીશ .ફોટો ગ્રાફરે મારી સામે કેમેરો ધર્યો એટલે તુર્ત એ છોકરી આવી ગઈ અને પછી દોડતી મારી જમણી બાજુ છે એ આવી ગઈ મનેતો ખબરજ મોડી પડી .
54
એક ટાપુ ઉપર મારી સાથે મારો ગ્રાન્ડ સન ડેવિડ ઉભો છે .
પ્રિય મિત્રો .એકવાત હું લખવા જઈ રહ્યો છું .એનો થોડોક ભાગ કદાચ મેં લખ્યો હશે .પણ સંપૂર્ણ નહિ લખ્યો હોય .તો આજે હું ફરીથી લખું છું કેટલાક ભાઈ બહેનોને કે જેઓ નવા છે તેમને વાંચવું ગમશે એવી આશા છે . ફોટામાં મારી સાથે જુવાન ઉભો છે તે લેબનોનના ખ્રિસ્તી અરબ માતાથી જન્મેલ મારો ગ્રાન્ડ સન ડેવિડ છે .પ્રસિદ્ધ ખલીલ જિબ્રાન લેબનોનના અરબ ખ્રિસ્તી હતા .
મારી પત્નીના સ્વર્ગ વાસ થયા પછી હું બહુ ઉદાસ રહેતો હતો .મને ક્યાય ચૈન પડતું નોતું .મારો જીવનમાં રસ ઉડી ગયો હતો .કેમકે મારી પત્નીના મૃત્યુ બાદ હું એકલો થઇ ગયો હતો .પરમેશ્વરે પ્રેરણા કરી હશે એટલે ડેવિડે મને કહ્યું કે દાદા તમે અહી મારી પાસે ફ્લોરીડા આવી જાઓ મારાં દીકરો દીકરી તમારી ઉદાસીનતા દુર કરી દેશે .કેમકે તેઓ બહુ પ્રેમાળ છે . હું મારા ઘર એરિઝોનાથી ડેવિડને ઘરે ફ્લોરીડા ગયો . .દીકરો દીકરી મને વળગી પડ્યા .નાનકડી દીકરી મને રમકડાના કપરકાબી મારી આગળ મુક્યા અને બોલી દાદા આ કોફી પી લો મેં કીધું આમાં કશું છે નહિ તદ્દન ખાલી છે તો તે બોલી તમારાં ચશ્માં સાફ કરીને જુવો એટલે દેખાશે મેં . જરા ટીખળ કર્યું કોફી બહુ ગરમ છે .મારા હોઠ દાજી ગયા તો તે બોલી ઉતાવળ શા માટે કરો છો ઠરવા દ્યોને ?
એક વખત મેં ડેવિડને કીધું તું ક્રુઝની તપાસ કર આપણે ક્રુઝમાં દરિયાઈ સફર કરીએ . હું એક વખત ક્રુઝ દ્વારા સમુદ્ર યાત્રાએ ગએલો .એટલે મને ક્રુઝના આનંદ ની ખબર હતી .ડેવિડે ક્રુઝની તપાસ કરી અને ક્રુઝમાં જવાની બધી તૈયારી કરી લીધી .ફ્લોરીડાના ટેમ્પા બંદરેથી ક્રુઝ ઉપડી હું અને ડેવિડ ક્રુઝમાં દાખલ થયા કે તુરત ક્રુઝના ફોટો ગ્રફરે અમારો ફોટો લીધો જે આપ જોઈ શકો છો .ફોટા તૈયાર થાય એટલે આપણે જો જોઈતા હોય તો પૈસા આપવા પડે .ક્રુઝમાં નક્કી કરેલા ટેબલ ઉપર રાત્રે વાળું કરવા સૌ એ બેસવાનું હોય છે .અમારા ગોળ ટેબલ ઉપર અમે દસ માણસો બેસતાં ડેવિડ અને બીજો એક છોકરો જુવાન હતા એવી રીતે બે છોકરીયું પણ જુવાન હતી .બાકીનાં આધેડ ઉમરના હતાં બે છોકારીયું મારી સન્મુખ બેસતી ડેવિડ મારી પાસે બેસતો .ટેબલ ઉપર સાથે જમ્નારોમાં હું સૌ થી મોટી ઉમરનો હતો . મારી સામે બેઠેલી છોકરીયું મારી સામું જોઇને હસે અને ગુસ પુસ વાતો પણ કરે મને થયું કે આ છોકરીયું મારી મશ્કરી કરે છે . હું એમને મારી દાઢી મૂછોના લીધે કોઈ વિચિત્ર પ્રાણી લાગતો હઈશ . વખત જતાં મને ખબર પડી કે આ મારી મશ્કરી નથી કરતી પણ મારા ઉપર ભલી લાગણી ધરાવે છે .
એક વખત ફોટો ગ્રાફર આવ્યો અને મારો અને ડેવિડનો ફોટો પાડ્યો . મેં મજાકમાં ફોટો ગ્રાફરની કીધું કે એલા કોઈ વખત મારી સાથે જવાન છોકરીનો ફોટો પાડને ? મારી વાત સાંભળી ફોટો ગ્રાફર હસતો હસતો જતો રહ્યો . ફોટામાં જે મારી ડાબી બાજુ છે .તેણે મને કીધું કે હવે કોઈ ફોટો ગ્રાફર આવશે તો હું તમારી સાથે ફોટો પડાવીશ બીજે દિવસે રાત્રે અમે વાળું કરતાતા ત્યારે બાયડી ફોટો ગ્રાફર આવી એને મારી સામે કેમેરો ધર્યો કે દોડતી મારી ડાબી બાજુ છે એ છોકરી આવી એજ ક્ષ ણે ફોટામાં મારી જમણી બાજુ છે એ છોકરી આવી એ ક્યારે આવી એની તો મને ખબરજ નો રહી . ફોટો તો પડી ગયો . જયારે ડાબી વાળી છોકરીએ કીધું કે હું તમારી સાથે ફોટો પડાવીશ ત્યારે હું એટલો બધો રાજી થયો કે મારા ગામના વીહલા વાઘરીને દરબાર કહો અને રાજી થાય . મેં ડેવિડને કીધું કે કાલે તું આપણો કેમેરો લઇ લેજે અને એને મારી સાથે ફોટો પડાવવાનું યાદ કરજે ઘણી છોકરીયુંના
પરિચયમાં આવેલો ડેવિડ બોલ્યો .એમ છોકરીયુંને સામે ચડીને કહેવા નો જવાય એમાં આપણી શોભા નહિ . એણે તમારી સાથે ફોટો પડાવવાનું કીધું છે એટલે એ જરૂર આવશે બોલ્યું ફરી જાય એવી એ લાગતી નથી . જયારે ક્રુઝની સફરનો એક દિવસ બાકી હતો ત્યારે ફોટો ગ્રાફર આવ્યો અને બોલ્યો કે તમારો મારે ગ્રુપ ફોટો પાડવો છે એટલે બધા એક તરફ થઇ જાઓ એટલે છોકરીયું એ મને કીધું કે તમે અમારી બંનેની વચ્ચે ઉભા રહી જાઓ . હું તેની વચ્ચે ઉભો રહેવા જતો હતો એટલામાં એક આધેડે છોકરીયું વચ્ચે ઉભો રહેવાનો પ્રયાસ કર્યો એટલે એક જણ બોલ્યો તું ક્યા એની પાછળ ઘુસવા જાય છે .એમની પાછળ ઉભાવા વાળો એનો જુવાન બોય ફ્રેન્ડ આવી રહ્યો છે એટલે પાછળ ઘુસવા વાળો કટાક્ષમાં બોલ્યો પધારો સાહેબ એમ બોલીને પોતાનો હાથ લાંબો લાંબો કર્યો . જે ફોટામાં દેખાય છે .મારી જમણી બાજુ દેખાય છે તેણે આજદી સુધી મારી સાથે સબંધ ટકાવી રાખ્યો છે . કનક ભાઈ રાવલ પાસે મેં ઇંગ્લીશમાં કાગળ લખાવીને એને પૂછાવેલું કે મારા વિષે તું નિખાલસ સાચો અભિપ્રાય આપ તેણે લખ્યું કે મારી આટલી ઉમરમાં હું ઘણા પુરુષોના પરિચય માં આવી ચુકેલી છું પણ આતાઈ ( મેં એને મારું નામ આતાઈ આપ્યું છે )થી બધા હેઠા .
પછી જયારે સૌ જુદા પડવાના હતા ત્યારે પોત પોતાના કેમેરાથી ફોટા પાડ્યા .મારી પાસે કેમેરો હતો નહિ .એટલે આ બે છોકરીયુંને કીધું તમે મારી રૂમ ઉપર આવો હું ત્યાં ફોટા તમારા બંનેના પાડું તેઓ મારી રૂમ ઉપર આવી પહોંચી .મેં રૂમ ખોલી કેમેરો લીધો પણ એમાં રોલ પૂરો થઇ ગયો હતો .એટલે હું ફોટા પાડી નો શક્યો .એ નિરાશ થઇ પછિ મેં તેમને કીધું કે મારી પાસે મુવી કેમેરો છે એનાથી હું મુવી લઉં મેં મુવી લીધી .પછી ફોટામાં જે મારી ડાબી બાજુ છે તે કહે હવે મને કેમેરો આપો એણે પોતાના હાથમાં . કેમેરો લીધો .અને કેમેરાનું મુખ પોતાના તરફ રાખી બંને એ મારા એક એક ગાલ ઉપર ચુંબન કર્યાં .પછી મેં કેમેરાની સ્ક્રીન ફેરવીને એના હાથમાં કેમેરો આપ્યો . અને એણે મને જોરદાર ચુંબન કર્યા .આ ક્ષણ મારા જીવનની અમુલ્ય હું ગણું છું .
આ વાતને ઘણો સમય થઇ ગયો .પણ મારા જમણા હાથ તરફ ફોટામાં દેખાય છે . તેનો સંપર્ક હજી સુધી ચાલુ છે . ડાબા હાથે છે એ પેલી કરતાં વધારે ઉજળી અને બહુ નખરાળ છે .પણ એક ગીત છે કે हुसन वालोमे मुहब्बतकी कमी होती है
चाहने वालोंकी तक़दीर बुरी होती है
એ પ્રમાણે નખરાલે બહુ સબંધ નથી રાખ્યો . એક વખત ફિનિક્ષ નજીક મેસા ગામમાં એક શીખને અલ કાયદાનો માણસ સમજીને મારી નાખેલો .આ બનાવ પછી મને દસથી વધુ માણસોએ દાઢી કઢાવી નાખવા બાબત સલાહ આપી . પણ મેં દાઢી નહિ કઢાવેલી અને આવી સલાહ આપનારા બધાજ ગુજરાતી હતા .
આ વાતને પણ ઘણો સમય વીતી ગયો .મારા પેટમાં તકલીફ ઉભી થઇ .ખાવાની ઈચ્છા થાય નહિ પેટ ભર્યું ભર્યું લાગે આ વખતે ડેવિડ મારે ઘરે હતો .એણે મને કીધું કે ઈમરજન્સી તરીકે તમે જલ્દી હોસ પિટલ ભેગા થઇ જાઓ . હું ના ના કરતો રહ્યો અને ડેવિડ મને હોસ્પિટલ લઇ ગયો . પેટની સ્પેશીયાલીસ્ટ બાયડી દાક્તરે મને તપાસ્યો અને મને કીધું કે તમારા પેટમાં કેમેરો ઘાલવો પડશે . આ કેમેરા વિષે ડોકટરો વધુ જાણતા હોય છે ડો .રાજેન્દ્ર ત્રિવેદી ડો .ચંદ્રવદન મિસ્ત્રી જેવા .કેમેરો પેટમાં ઘાલવા માટે મને બે ભાન કરવો પડે અને થોડી દાઢી મુછ પણ કાઢી નાખવી પડે .ડોક્ટર અને નર્સોએ મને ઘણો સમજાવ્યો . કેમેરા સાથે જો પેટમાં વાળ જતા રહે તો વળી ઓર ઉપાધી સર્જાય પણ મેં દાઢી મુછ કાઢવાની સખ્ત નાપાડી . ડેવિડની બુકમાં ક્રુઝ વાળી છોકરીનો ફોન # હતો એણે છોકરીને મારી પરિસ્થિતિથી વાકેફ કરી અને વધુમાં કીધું કે દાદા દાઢી કઢાવવા દેતા નથી .અને હઠ લઈને બેઠા છે છોકરીએ ડેવિડને કીધું કે દાદાને ફોન આપ મેં ફોન લીધો કે તુરત વહાલ ભરી ધમકી આપી કે દાઢી કઢાવી નાખો .એવું બોલી ફોન મૂકી દીધો .પછી મેં ઢીલા અવાજે ડોક્ટરને કીધું કે મારી દાઢી કાઢી નાખો મારી વાત થી સૌ ને ઘણું આશ્ચર્ય થયું .નર્સે ડેવિડને પૂછ્યું આ તારા દાદાના વિચારમાં એકદમ પલટો લાવનાર કોણ હતું . ડેવિડે કીધું કે દાદાની ગર્લ ફ્રેન્ડ હતી . ડેવિડને મેં ઘણી વખત કીધેલું કે આ છોકરીયું મારી ફક્ત મિત્ર છે પણ ડેવિડને અને એની નાનીને ગર્લ ફ્રેન્ડ શબ્દ વાપરવો બહુ ગમે છે . નર્સ બોલી દાદા છોકરીયું પાસે ઢીલા ઢફ થઇ જાય છે ખરા .
એક દિવસ છોકરીનો મારી ખબર અંતર પૂછવા ડેવિડ ઉપર ફોન આવ્યો .ડેવિડે કીધું કે દાદાના પેટનું ઓપરેશન કરવું પડ્યું છે અને એ હાલ હોસ્પીટલમાં છે .છોકરીએ ડેવિડને કીધું કે દાદાને કેતો નહિ કે મારો ફોન આવ્યો તો .ડેવિડ પાસેથી મારી હોસ્પિટલ મારી રૂમ વગેરેની માહિતી મેળવી લીધી .પછી અચાનક બંને જણી મારી પથારી પાસે આવીને ઉભી રહી , મને મારા મુખ ઉપર હાથ ફેરવ્યો પણ બકી ભરી નહિ . અને પછી મને જલ્દી સારું થઇ જાય એવી શુભેચ્છા પાઠવી અને વિદાય લીધી એક હિન્દી મુવીના ગીતમાં એક પંજાબી કડી આવી રીતે છે .
इश्क न पूछे दिन धरमनु इश्क न पूछे जातां
इसदे हाथो गरम लहू विच डुबिया लख बराता
Like this:
Like Loading...
Related
વાહ આતાજી તમારી ક્રુઝની સફર નો અનુભવ અને છેલ્લે હોસ્પિટલ વખતના પ્રસંગનું ખુબ
રસસ્પદ બયાન કર્યું છે , એ ખુબ રસથી વાંચ્યું.
ક્રુઝમાં અનાયાસે મળી ગયેલી યુવાન છોકરીઓના સ્નેહાળ જાદુએ તમારૂ પત્ની વિદાયનું દુખ ભુલાવી દીધું
પ્રિય વિનોદભાઈ
મારાં લખાણો તમે રસપૂર્વક વાંચો છો .એટલે મારો ઉત્સાહ વધે છે .અને મારી જૂની યાદ દાસ્ત તાજી થાય છે .
ક્રુઝમાં ઘરેણાં વેચવાની નોકરી કરતો પુનામાં જન્મેલો ગુજરાતી આ ફોટો જોઈ ફોટો ફેંકી દઈને બોલ્યો .અમારા સામું કોઈ છોકરીયું જોતીયું નથી .અને તમારા જેવડા વડીલ સાથે ફોટા પડાવે છે એમ ઇંગ્લીશમાં બોલ્યો .ફોટામાં મારા ડાબે હાથે છે .એ છોકરી પોતાનો જીભડો કાઢ્યા પછી બોલી તારા જેવા છોકરાઓ કરતાં
એમાં ઘણી વિશેષતા છે .
પ્રિય વિનોદભાઈ અને પ્રજ્ઞા બેન મારા “क्रूज़मे माहरुने ऎसातो जादू किया “લેખમાં હું એક શેર લખવાનું ભૂલી ગએલો જે હવે લખું છું .
दस आदमीके कहनेसे दाढ़ी ना निकाला
माशूक़ का मान कहना हमने निकल डाला
इश्क न पूछे दिन धरमनु इश्क न पूछे जातां
इसदे हाथो गरम लहू विच डुबिया लख बराता તેમાંથી ઇશ્કે-હકીકી તરફ આગળ વધાય !
સુફી સંતો ઇશ્વરને માશુકના રુપમાં માને છે અને ઇશ્વર પ્રત્યે જે પ્રેમ બયાં કરે છે તેને ’ઇશ્કે-હકીકી’ કહેવાય, આ પણ એક ઉંચા દરજ્જાનો પ્રેમલક્ષણા ભાવ છે, જેમ આપણે પ્રેમલક્ષણા ભક્તિમાં ગોપી-ભાવ સાથે કૃષ્ણ ભક્તિના પદો રચીએ છીએ તેમ. સુફીવાદ ઇસ્લામનો રહસ્ય વાદ છે. આ વાદના સ્થાપક હજરત મહંમદ પયગંબરના જમાઇ અને ખલીફ હજરત અલી સાહેબ હોવાનું મનાય છે. પ્રેમની આ સ્થિતીના જ્ઞાનને ’હકીકત’ કહેવાય. પરમાત્માને પરમ પ્રિયતમાના રુપમાં માની અને તેને પામવાની અભિલાષા અને તડપ જે રીતે બયાન થાય છે તે કવ્વાલી, ગઝલ અને શાયરીના રુપમાં હોય છે. તેને ’ઇશ્કે-હકીકી’ કહેવાય છે. આવા શેરો અને ગઝલો ઉપર ઉપરથી તો લૌકીક લાગે છે, પરંતુ આ પ્રકારને ’મારિફત’ કહેવાય છે અને આ વિચારધારાને ’તસવ્વુફ’ અને તેમાં માનનારાઓને સુફી કહેવાય છે. ’મોયુદિન ચિસ્તી’ , ’અમીર ખુશરો’ આ બધા સુફી સંતો હતાં.
પ્રિય પ્રજ્ઞા બેન
તમારી આ કોમેન્ટથી મને ઘણું જાણવા મળ્યું .બેન હું મારી આ પોત્રી જેવડી છોકરીને ક્યારેક માશુક કહી દઉં છું .જેમ સુફી સંતો ખુદાને માશુક કહી દ્યે છે .બેશક મને આ ફોટામાં મારી જમણી બાજુ છે .એને હું બેહદ ચાહું છું , એ પણ મારા ઉપર હેત ધરાવે છે .
એક વખત મને ઈ મેલ લખીને એણે પોતાનું હૈયું હળવું કર્યું .એમાં લખ્યું હતું .
મેં મારાં બધાજ મિત્રોને સબંધીઓને છોડી દીધા છે .પણ તુને છોડ્યો નથી અને છોડી શકું એમ પણ નથી .લાંબુ ઈંગ્લીશ લખાણ હું સમજી નોતો શક્યો એટલે મેં સેન્ટરની કર્મ ચારી બાઈ પાસે વંચાવ્યો .(આ બાઈ સાથે કનક રાવલે વાત કરી છે .)તે બોલી તમે બહુ ભાગ્ય શાળી છો એક સ્ત્રી તરફથી તમને બહુ પ્રેમાળ કાગળ ઈ મેલ મળ્યો છે . મને કીધું એ તમારી ગર્લ ફ્રેન્ડ છે ?મેં કીધું એ મારી પોત્રી જેવી છોકરી છે .