દિલ્હીથી જુનાગઢ સરાડીયા વગર ટિકિટે રેલ્વે યાત્રા

 

DSCN0823DSCN0879

દિલ્હી કરોલબાગ વાળાં માજીની પ્રેમ ભરી વિદાઈ લઇ હું ઘરે આવવા રવાના થયો .રેલ્વેની ટીકીટ લીધેલી દિલ્હીથી સરાડીયા સુધીની ? अरे टिकिट काहेकि टिकिट राम नामकी .વગર ટીકીટની મુસાફરીમાં દિલ્હીથી સરાડીયા સુધીમાં ચાર પાંચ વખત ટીટીએ ગાડીમાંથી ઉતારી દીધેલો .એક ટીટીએ મને કીધું કે मुफ्तमे मुसाफरी करता है क्या तेरे बापकी गाडी है ?મેં મારા મનમાં કીધું કે હું મારા બાપની ગાડી સમજીનેજ મુસાફરી કરું છું .વગર ટીકીટે મુસાફરી કરવાના બે એક અનુભવો કહું .એક ઠેકાણે સાંજના વખતે ચાલીને નજીકના ગામડામાં ગયો .બ્રાહ્મણને ઘરે ગયો રાત્રે વાળુમાં વાટકો ભરીને ભરીને દૂધ અને ચણાની દાળના રોટલા આપ્યા .આ બાજુ આખા ચણા અને જવ અથવા ઘઉં સાથેના રોટલા બનાવતા હોય છે એટલે ચણા ની દાળના લોટને બેસન કહે છે . એક ઠેકાણે પીવા માટે પાણી માગ્યું તો ઘુઘતો કાઢીને આવેલી ઘર ધણી યાણીએ દોરડું અને ડોલ આપી અને કુવો દેખાડ્યો અને બોલી કુવે જઈને પાણી પી લેજો અને વળતાં પાણીની ડોલ ભરતા આવજો .
એક ઠેકાણે ટી ટી એ લાફો મારીને ધક્કો મારીને ગાડીમાંથી ઉતારી દીધેલો .એક વખત આબુ રોડ પછીના માવલ સ્ટેશને મને ઉતારી દીધો . હું માવલ ગામમાં ગયો એક દુકાને ગયો .શેઠે મને જમાડ્યો અને રાતના ઊંઘવા માટે ચોરો દેખાડ્યો . બે ફાટલા ગોદડાં આપ્યાં . સવારે ઉઠીને શેઠને ઘરે ગોદડાં આપવા ગયો .ત્યાં એક ઠેકાણે સ્નાન કર્યું .શેઠે નાસ્તો કરાવ્યો .અને હળવેકથી વાત મૂકી કે અહી તમે પુજારી તરીકે રહી જાઓ . ગામ લોકો તમને દાળ લોટ આપશે અને ભગવાનના દીવા બત્તી કરવા માટે ઘી આપશે અઠવાડિયામાં એક વખત ઘી ઘણું થશે એટલે એ ઘી હું તમારા પાસેથી વેંચાતું રાખીશ એટલે પૈસા પણ મળશે . માવલ શિરોહી રાજ્યનું ગામ હતું .શિરોહીના મહારાજાએ પઠાણ લોકોને ચોકી વગેરે કરવા નોકરીએ રાખેલા પઠાણ નું વાક્ય મને હજી યાદ છે .એ બોલ્યો अब तुम यहाँ ब कायदा पड़ेही रहो ये गाव बहुत अच्छा है . થોડા દિવસ અહી રહ્યો પણ ખરો મંદિરની ટોકરી પણ વગાડી .એક વખત એક મેણા નો ભેટો થયો .વાતો કરતા પોતાની ડંફાસ મારતાં કીધું કે હમ લોક ઇતને ક્રૂર હૈ કી માકા એક સ્તન હમારે મુંહમે હો ઓર દુસરા સ્તન છુરીસે કાટતે હો .
આ ગામ મજાનું હતું .ભગવાનની ટોકરી વગાડી પેટ પૂજા કરી શકું એમ હતો .ગામમાં મકાન ભાડે રાખી હું કુટુંબ સાથે રહી શકું એમ પણ શેઠનું મને ઘણું આશ્વાસન હતું .એક વખત હું ચોરામાં ઊંઘતો હતો .અને બુકાની બાંધેલો એક માણસ આવ્યો .મને ભર ઊંઘ માંથી ઉઠાડ્યો .છરી દેખાડીને બોલ્યો તેરી પાસ જીતને પૈસે હૈ વો જલ્દીસે મુઝે દે દે . મેં કીધું મારી પાસે પૈસા નથી .એણે મારી તલાશી લીધી .મંદિર ખોલાવીને ત્યાં પણ જોયું .કઈ મળી આવ્યું નહિ એટલે એ બોલ્યો સાલે કંજૂસ એક પૈસા ભી નહિ રખતા એમ કહી લાત મારીને જતો રહ્યો . મારી પાસે જે પૈસા હતા તે મેં શેઠના કહેવાથી એને મેં સાચવવા આપી દીધેલા .
પછી મેં માવલ છોડ્યું .અને રામ નામકી ટીકીટ લઇ ગાડીમાં બેસી ગયો . ઘણી ચાલીને પણ મુસાફરી કરેલી છે . એ અનુભવ કહેવાય ગયો છે .ડાકુને ઘરે રાત રોકાણો વગેરે ઘણા વખત પહેલા “આતાવાણી “માં કહે વાય ગયો છે એટલે હું રીપીટ નથી કરતો .જેને રસ હશે એ આતાવાણી માં ગોતી કાઢીને વાંચી લેશે .
આમ રખડ પટી કરતાં કરતાં દેશીંગા ઘરે આવી ગયો .મેં ઠીક ઠીક સારાં કહેવાય એવાં કપડાં પણ પહેરેલાં હતાં .ખિસ્સામાં બે કાવડિયા નો દમ પણ હતો .આ વખતે મારો નાનો ભાઈ પ્રભાશંકર મારી જેમ અંગ્રેજી વિના મરમઠ ની નિશાળમાં સાત પાસ કરીને ઘરે બેઠો હતો . મેં મારા બાપને વાત કરીકે હવે હું પણ કમાઇશ માટે એટલે હું પણ ઘરને મદદ રૂપ થઈશ . બાપા કહે તું અને પ્રભાશંકર ભણ્યા છો એટલું તો મારી સાત પેઢીમાં કોઈ ભણ્યું નથી . મેં બાપને કીધું બાપા એકલી ગુજરાતી ભણતરની કોઈ કીમત નથી .રેલ્વે સ્ટેશનના નામ પણ ગુજરાતીમાં આબુરોડ સુધી હોય છે .
મારી માં વહેવાર કુશળ હતી 4 ગુજરાતી ભણેલી પણ હતી જયારે બાપા નિશાળમાં ગયાજ નોતા જેને તેને પૂછીને અક્ષર જ્ઞાન મેળવી લીધેલું .
મારી માએ મારા બાપાને કીધુકે મને માણાવદર માં ભાડે ઘર લઇ દ્યો હું મજુરી કરીને પણ ઘર ખર્ચ કાઢી લઈશ તમારા બાર રૂપિયાના પગારમાંથી એક પૈસો પણ નહિ લઉં . હિંમતની માતાએ હિંમત કરી અને પછીતો માણાવદર માં મારા પૈસાથી ઘર ભાડે રાખ્યું અને માં દીકરો રહેવા લાગ્યાં પ્રભાશંકર ને પાંચમાં ધોરણમાં દાખલ કર્યો .અને પહેલી અંગ્રેજી સાથે ભણવાનું શરુ કર્યું .

8 responses to “દિલ્હીથી જુનાગઢ સરાડીયા વગર ટિકિટે રેલ્વે યાત્રા

 1. pravinshastri ઓગસ્ટ 7, 2014 પર 3:30 પી એમ(pm)

  बस आताजी आप लिखते रहीये…हम पढते रहेंगे….यहां भी आप राम नामकी टेक्षीमें ही रोज रोज सेन्टरकी सफर करते हो….कोई टीटी गाल पर लाफा नहीं लगाता. बल्की ड्राईवर कीस करके नी चे उतारती है……साला क्या कलियुग आ गया है….आप नसीबदार हो आताजी.

  • aataawaani ઓગસ્ટ 7, 2014 પર 5:42 પી એમ(pm)

   પ્રિય પ્રવીન્કાંત ભાઈ શાસ્ત્રી તમારા ઉત્સાહને લીધે મારો લખવાનો જુસ્સો વધે છે .મારો અનુભવ ખૂટે એમ નથી .અત્યાર સુધી તમે વાંચ્યું , એતો મારી શરુઆતજ છે .મારી કેટલીક વાતો માનવામાં આવવી મુશ્કેલ છે .હું જે કઈ લખીશ એ સત્યજ લખીશ કેમકે એ મારા કુટુંબ પરિવાર અને તમારા જેવા સ્નેહીયો માટે છે .એવાની આગળ જુઠું બોલવા માટે મારી જીભ નહિ ઉપડે .જે કહેવા જેવું નહિ હોય એ હું નહિ કહું તોય તમારા જેવાને કાનમાં કહીશ તો ખરો .

   • pravinshastri ઓગસ્ટ 7, 2014 પર 5:47 પી એમ(pm)

    બસ લખ્યા કરો. એનું પુસ્તક બનાવવા ને માટે અત્યારથી જ તૈયારી રાખો.

    • aataawaani ઓગસ્ટ 7, 2014 પર 6:35 પી એમ(pm)

     બસ તો પછી તમારી વાત માનીને મારા અનુભવોને વહેતા કરતો રહીશ મેં તમને કાનમાં કીધેલી વાત તો કોકને કાનમાજ કહેવી પડશે .જાહેર નહિ કરું .એક મારી મારી જુવાનીની દીવાની વાતો છે તે મેં મારા એક અમદાવાદના મિત્ર નરેન્દ્ર મેહતાને લખેલી છે .તે વખતે હું કમ્પ્યુટર વિષે અજ્ઞાન હતો .તેઓ ને હૃદયે હુમલો કરીને સ્વર્ગમાં મોકલી દીધા છે .તેઓ કુંવારા હતા .મારા પત્રોનું મારા માટે વેદ વાક્ય જેટલું મહત્વ છે એમ તેઓ કહેતા . મેં પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરી એની ડી વી ડી પણ એને મેં મોકલેલી હાલ એના મોટા ભાઈ પીયુષ પાસે હશે .

 2. દિનેશ ઓગસ્ટ 7, 2014 પર 4:19 પી એમ(pm)

  ઘાયલ સાહેબની ઉમદા ગઝલ તમારા ઈ દિલાવર દિવસો ને આવરી લે છે એટલેજ લખું છું:

  જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ, નવેસરથી એવી મરામત કરી છે;
  શિકલ બદલી ગઈ છે આ ખંડેર કેરી તમે પણ કહેશો કરામત કરી છે.

  ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી, અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે;
  શરાબીની યૌવનમાં સોબત કરી છે ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે.

  કસમ ઘેલછાના, જીવનમાં કદાપિ નથી પાછી પાની કરી કોઈ પંથે;
  મહોબત કહો તો મહોબત કરી છે બગાવત કહો તો બગાવત કરી છે.

  જુવાનીના દિવસો એ રંગીન રાતો, ખુવારી મહીં એ ખુમારીની વાતો;
  સદીઓ અમે બાદશાહી કરી છે હકૂમત વિના પણ હકૂમત કરી છે.

  કહો દંભીઓને કે સમજાવે એને, કંઈ બંડ પાછું ન પોકારી બેસે.
  કહે છે જવાનોએ ચોંકાવનારી; ફરી એકઠી કંઈ હકીકત કરી છે.

  મુબારક તમોને ગુલોની જવાની, અમોને ન તોલો તણખલાની તોલે!
  અમે એ જ બુલબુલ છીએ જેમણે આ ચમનની હંમેશા હિફાજત કરી છે.

  નથી કોઈ પણ મેળના ભાગ્યે રાખ્યા, રહ્યા છે હવે ભાગ્યમાં માત્ર ફેરા;
  અમે એમ ભટકી રહ્યા છીએ જ્યાં-ત્યાં, વતનમાંથી જાણે કે હિજરત કરી છે
  .
  અવર તો અવર પણ કદરદાન મિત્રોય, રાખે છે વર્તાવ એવો અમોથી;
  પરાયા વતનમાં અમે આવી જાણે, ફિરંગીની પેઠે વસાહત કરી છે.

  પરાયા પસીનાનો પૈસો છે, ‘ઘાયલ’, કરે કેમ ના પુણ્ય પાણીની પેઠે!
  કે દાનેશ્વરીએ સખાવતથી ઝાઝી, ગરીબોની દોલત ઉચાપત કરી છે.

  – અમૃત ‘ઘાયલ’

  • aataawaani ઓગસ્ટ 7, 2014 પર 6:18 પી એમ(pm)

   પ્રિય દિનેશભાઈ
   ઘાયલ કહેછે કે જુવાનીના દિવસોએ રંગીન રાતો ખુવારી મહી એ ખુમારીની વાતો
   મારી પણ રંગીન જવાની ની દિવાની વાતો દિમાગમાં ભરાઈને પડી છે એ અદ્ભુત વાતો .
   હવે તમે રોગને લાત મારીને પડકારા કરવા માંડ્યા એથી હું બહુ ખુશ થયો .

 3. pragnaju ઓગસ્ટ 7, 2014 પર 7:13 પી એમ(pm)

  યાદ રમુજ
  ટીટીઃ ટીકીટ બતાવો?
  પેસેન્જરઃ ટીકીટ નથી
  ટીટીઃ વગર ટીકીટે ટ્રેનમાં બેસવાની મનાઇ છે
  પેસેન્જરઃ તો પછી હું ટ્રેનમાં સૂઇ જાવ છું
  અને સૌજન્ય
  . ટીકીટ (સુધા મૂર્તિના લેખનો અનુવાદ)By Krutarth Amish Vasavada
  ઉનાળાની શરૂઆતના એ દિવસો હતા અને ગુલબર્ગ સ્ટેશનથી બેંગ્લોર જવા માટે હું ઉદયન એક્સપ્રેસ માં બેઠી. જયારે પણ કામ ના કારણે બહારગામ જવાનું થાય ત્યારે હું શક્ય બને ત્યાં સુધી ટ્રેન ની મુસાફરી પસંદ કરું છું. લગભગ દરેક વખતે મેં જોયું છે એમ આ વખતે પણ ટ્રેન ના સેકંડ ક્લાસ નો ડબ્બો પેસેન્જરથી ખીચોખીચ ભરેલો હતો. આમ તો આ રીઝર્વેશનવાળા પેસેન્જરનો જ ડબ્બો હતો આમ છતા કાયમની જેમ ઘણા મુસાફરો યોગ્ય ટીકીટ લીધા વગર જ આ ડબ્બામાં બેસી ગયા હતા. હૈદરાબાદના રાજા નિઝામનું એક સમયે આ વિસ્તાર પર રાજ ચાલતું. તેથી કર્ણાટકની આ બાજુ નો વિસ્તાર હૈદરાબાદ કર્ણાટક તરીકે લોકોમાં પ્રચલિત છે. પાણીની કાયમી અછત આ વિસ્તારને સુકવી નાખે છે જેથી અહીના ખેડૂતો ઉનાળામાં કશું ખાસ ઉગાડી શકતા નથી. બસ, આજ કારણથી હૈદરાબાદ કર્ણાટકના ખેડૂતો બેંગ્લોર કે અન્ય બીજા શહેરોમાં કામની શોધમાં સ્થળાંતર કરે છે. ચોમાસું શરુ થતા જ તેઓ પોતાના ગામે પાછા ફરે છે. લોકોના પેટને ભરતો ખેડૂત પોતાનું પેટ ભરવા માટે પરિવારથી દુર ગામે-ગામ ફરે છે ! –અને આ એપ્રિલનો મહિનો હતો તેથી લગભગ આખી ટ્રેન આવા કામની શોધમાં નીકળેલા મુસાફરોથી ભરચક હતી.

  હું જેવી મારી સીટ પર બેઠી કે તરત જ ખૂણામાં ધકેલાઈ ગઈ. જે સીટ ઉપર ત્રણ લોકોએ બેસવાનું હોય ત્યાં અમે છ લોકો બેઠા હતા. મેં મારી આદત મુજબ સહપ્રવાસીઓ નું નિરીક્ષણ કર્યું. કોઈ જુવાન વિદ્યાર્થીઓ હતા જે બેંગ્લોરમાં પોતાનું નસીબ અજમાવવા આવી રહ્યા હતા તો કોઈ ગુજરાતી વેપારીઓ ફોન ઉપર પોતાના માલ-સમાન વિષેની માહિતી મેળવી રહ્યા હતા. થોડા સરકારી અધિકારીઓ રાબેતા મુજબ જ ચર્ચામાં વ્યસ્ત હતા. એકંદરે અપેક્ષિત કહી શકાય તેવો માહોલ હતો.

  એટલામાંજ ટીકીટ ચેકર આવીને દરેક મુસાફરની ટીકીટ ચેક કરવા લાગ્યા. સાચું કહું તો મારે માટે એ નક્કી કરવું બહુ જ અઘરું હતું કે કોની પાસે ટીકીટ છે અને કોની પાસે નહિ. વધુમાં, આ રાત્રી-મુસાફરી હોઈને દરેક ને સુવા માટેની જગ્યા જોઈતી હતી. જેમની પાસે સુવા માટેની જગ્યા ન હતી તેઓ ‘કશુંક કરીને’ પણ જગ્યા માટે ટી.સી. ને વિનવી રહ્યા હતા. ટી.સી. માટે દરેકને ‘ન્યાય’ આપવો એ અસંભવ કાર્ય હતું.

  હું આ બધું જોઈ રહી હતી તેવામાં ટીકીટ ચેકર મારી સામે જોઈ ને કહે, ‘ટીકીટ બતાવો?’
  મેં કહ્યું, ‘સર, મેં હજુ હમણાજ મારી ટીકીટ આપને બતાવી’
  ‘તમારી નહિ મેડમ, તમારી સીટ નીચે છે એ છોકરીની ટીકીટ.’, ટી.સી. એ કહ્યું.

  મને ત્યારે ખબર પડી કે મારી સીટ નીચે એક નાની છોકરી બેઠી છે.

  ટી.સી. એ ફરી પૂછ્યું, ‘કોણ છે તું? કોની સાથે છે? તારી ટીકીટ? ટીકીટ વગર ટ્રાવેલ કરે છે કે? તને દંડ ફટકારીશ.’

  પેલી છોકરી એ કશો જવાબ ન આપ્યો. ટી.સી. ના ગુસ્સાનો પર ન રહ્યો. એણે જોરથી તે છોકરીને ખેંચી અને બહાર કાઢી. પછી કહે, ‘હું તારી જેવાને બરાબર ઓળખું છું. મફત માં મુસાફરી કરવા જોઈએ છીએ. ટીકીટ બતાવ નહિ તો ટ્રેન માંથી ઉતારી દઈશ.’ પેલી છોકરી હજુ ચુપ જ હતી. આખરે ટી.સી. એ કહ્યું, ‘હવે વાડી સ્ટેશન આવે છે. હું તને ત્યાં ઉતારી દઈશ અને પોલીસ ને સોપી દઈશ.’

  એવામાં મેં બારી ની બહાર જોયું. ટ્રેન વાડી સ્ટેશન પહોચવામાં હતી. ચા નાસ્તા અને છાપાવાળા ટ્રેન તરફ આવી રહ્યા હતા. મને થયું રાત્રે સ્ટેશન પર આવી રીતે એક નાની છોકરીને તો શી રીતે એકલી છોડી શકાય. તેની સાથે કશું પણ થઈ શકે. કેમ પણ કરીને ટી.સી. એ લીધેલા નિર્ણય સાથે હૂ મનથી સહમત ન હતી. મને થયું કે ટી.સી. ની વાત પણ સાચી છે પણ જો હુ આ છોકરી ની ટીકીટ લઉં તો મને તો શું નુકશાન જવાનું – બહુ તો થોડા રૂપિયાનું જ ને ?! મેં ટી.સી ને કહ્યું, ‘આ છોકરી ને બેસવા દો. તેની ટીકીટ હુ આપું છું.’
  શરૂઆતમાં થોડી આનાકાની કાર્ય બાદ અંતે ટી.સી. માન્યા અને મેં પેલી છોકરી ને ટીકીટ આપતા કહ્યું કે ‘બેન, ખબર નહિ કેમ પણ તું અમારામાંથી કોઈ ની પણ સાથે વાત નથી કરતી. પણ કશો વાંધો નહિ. આ લે ટીકીટ. તને જયારે પણ મન થાય ત્યારે તું ઉતરી શકે છે.’ એટલું કહી મેં તેને ટ્રેનમાં મળતું ડીનર-બોક્સ લઇ દીધું.

  એટલામાં રાત પડતા દરેક લોકો સુવાની તૈયારી કરવા લાગ્યા. જેમની પાસે ટીકીટ ન’તી તેઓ વચ્ચે ચાલવાની જગ્યા માં સુઈ ગયા. પેલી છોકરી હજુ એક ખૂણામાં જ બેઠી હતી.

  સવાર પડતાજ હું છ વાગે ઉઠી ગયી. મારું ધ્યાન પેલી છોકરી તરફ ગયું. તે બેઠા બેઠા જ સુઈ ગઈ હશે. તેની પાસે પડેલું ડીનર-બોક્સ ખાલી હતું. મને આનંદ થયો. થોડી વારે મેં તેને બોલાવી. મેં મારી ટેવ પ્રમાણે ધીમે ધીમે વાતો કરવાનું ચાલુ કર્યું. તેણે મને કહ્યું કે તેનું નામ ચિત્રા છે. તે બીદર નામના ગામડામાં રહે છે. તેના પિતા રેલ્વે કુલી છે તેની માતા તો ચિત્રા ના જન્મ સમયે જ મૃત્યુ પામી હતી. સાવકીમાતાના ત્રાસથી તે ઘરે છોડીને ચાલી આવી હતી. ‘કેટલી કમનસીબ છોકરી’, મેં વિચાર્યું.

  અમારી વાતો ચાલતી હતી ત્યાંતો બેંગ્લોર આવી ગયું. મેં ચિત્રાને હસી ને આવજો કર્યું અને ટ્રેનમાંથી ઉતરી ગઈ. મને લેવા આવેલ ડ્રાઈવરે મારો સમાન લઇ લીધો અને હું કાર તરફ આગળ વધી. પણ એવામાં મને થયું કે કોઈક મારો પીછો કરે છે. પાછુ ફરી ને જોયું તો પાછળ ચિત્રા આવતી હતી. ઉજાગરાથી સોજી ગયેલી ઉદાસ નજરે તેણે મારી સામે જોયા કર્યું. મને ખબર હતી કે હવે તેનું આ દુનિયામાં કોઈ નથી. માનવતાને નાતે તેની ટ્રેન ટીકીટ લીધી ત્યારે મને ખબર ન હતી કે તે આમ મારી સાથે જ આવશે. એક મિનીટ માટે હું ડરી ગઈ. પણ બીજી જ ક્ષણે મેં વિચાર્યું, ‘હું તેણે વાડી સ્ટેશન પર એકલી છોડવા માટે રાજી ન હતી તો આતો બેંગ્લોર શહેર છે. અહી તો ચિત્રા સાથે શું ન થઈ શકે?’

  મેં તેણે મારી કાર માં બેસવા માટે કહ્યું અને મારા મિત્ર રામ ને ઘરે કાર લેવા માટે ડ્રાઈવરને કહ્યું. રામ અનાથ થયેલા બાળકો માટે એક આશ્રયસ્થાન ચલાવે છે. અમે તેણે ઈન્ફોસીસ ફાઉન્ડેશન તરફથી આર્થિક સહાય પુરી પાડીએ છીએ. મને થયું કે ચિત્રાને રામ પાસે થોડા દિવસો માટે રાખું. મારે એક-બે અઠવાડિયા બહાર કામે જવાનું હોઈ ત્યારબાદ તેના ભવિષ્ય અંગે નિર્ણય લઇ શકાય.

  આશ્રય માટેની તે જગ્યાએ પહોચતા જ હું ત્યાના લેડી સુપરવાઈઝર ને મળી. તેમને મેં ટૂંકમાં બધી વાત સમજાવી અને ચિત્રા ને કહ્યું કે તે અહિયાં આરામથી રહી શકે છે.

  બે અઠવાડિયા પછી હું પાછી ત્યાં ગઈ. મને હતું કે ચિત્રા કદાચ ત્યાં ન પણ હોય. પણ મારા આશ્ચર્ય વચ્ચે, મેં ચિત્રા ને ત્યાં અન્ય બાળકો સાથે રમતા અને આનંદ-કિલ્લોલ કરતા જોઈ. તેણે ચોખ્ખા સરસ કપડા પહેર્યા હતા. લેડી સુપરવાઈઝર મને મળી ને કહે, ‘ચિત્રા એક બહુ જ સરસ છોકરી છે. તે અમને રસોઈ ના કામમાં મદદ પણ કરે છે. તે કહે છે કે તાના ગામમાં તે ભણવામાં બહુ જ હોશિયાર હતી. તેણે આગળ હાઈ સ્કુલમાં પણ ભણવું છે. તમારું શું માનવું છે? અમે તેણે અહિયાં રાખી શકીએ?

  આંખ માં આવેલા હર્ષના આંસુ લુછી ને મેં કહ્યું કે, ‘તેણે જેટલું પણ ભણવું હોય તે ભણી શકે છે. –અને હા, તેનો અભ્યાસ નો બધો જ ખર્ચો ઈન્ફોસીસ ફાઉન્ડેશન આપશે.’

  પછીતો એક પછી એક વરસ વીતતું ગયું. હું મારા રોજીંદા કામોમાં અને ઈ-મેલ્સ ની દુનિયામાં ખોવાઈ ગઈ. એક દિવસ રામ નો મને ફોન આવ્યો અને કહ્યું કે ચિત્રા દસમાં ધોરણમાં ૮૫ ટકા સાથે પાસ થઈ છે. હું જયારે તેણે મળીને અભિનંદન આપવા માટે ગયી ત્યારે તે બહુ જ ખુશ હતી. તેની શ્યામ આંખોમાં ગજબની ખુમારી હતી. તે બહુ જ સુંદર લગતી હતી. મેં ચિત્રા ને પાસે બોલાવીને કહ્યું કે તેણે આગળ ભણવું જોઈએ અને કોલેજ નો અભ્યાસ કરવો જોઈએ. પણ તેણે મક્કમતાપૂર્વક કહ્યું કે તેણે ડીપ્લોમાં નો કોર્સ કરીને તુરંત જ નોકરી ચાલુ કરવાનું વિચાર્યું છે. એક રીતે જોતા મને તેનો આ નિર્ણય ગમ્યો.

  વરસો ના વરસો વીતી ગયા અને ચિત્રાએ ડીપ્લોમાં કોર્સ કરી ને એક સરસ સોફ્ટવેર કંપની માં નોકરી પણ મેળવી લીધી હતી. એક દિવસ સાંજે હું ઓફીસ નું કામ કરી ને ઘરે જતી હતી ત્યાં ચિત્રાનો મને ફોન આવ્યો. તે ખુબ જ ખુશ જણાતી હતી. તે મને કહે, ‘આક્કા (કન્નડમાં આક્કા એટલે મોટી બહેન), આજે હું કંપનીના કામે અમેરિકા જાઉં છું. આજે હું બહુજ ખુશ છું. મને તમારા આશીર્વાદ આપો’.

  હું તો બસ એની વાતો જ સંભાળતી રહી. થોડી વારે મેં એને કહ્યું, ‘બેટા, તું એક નવા દેશ માં જઈ રહી છે. ધ્યાન રાખજે અને મને તારા ખબર-અંતર આપતી રહેજે. વિશ યુ ઓલ ધ બેસ્ટ’. બસ આ અમારી છેલ્લી વાત. તે પછી હું – અને ચિત્રા પણ – અમારા કામ માં વ્યસ્ત થઈ ગયા.

  આ વાત ને થોડા મહિનાઓ થયા હશે અને મને અમેરિકાના કન્નડ એસોશિયેશન તરફથી એક વાર્ષિકોત્સવ નું આમંત્રણ આવ્યું. મને થયું કે સરસ અમેરિકા જઈશ એટલે ચિત્રા ને પણ મળી શકાશે. જે હોટેલ માં પ્રોગ્રામ હતો મેં તેજ હોટેલ માં રહેવાનું રાખ્યું હતું જેથી આવવા-જવા નો સમય બચી શકે.

  વાર્ષિકોત્સવ નો પ્રોગ્રામ ઘણો જ સરસ રહ્યો. મારી નજર સતત ચિત્રા ને શોધતી હતી. મને હતું કે કન્નડ લોકો ના પ્રોગ્રામ માં કદાચ તે આવી જ હોય. આમ કરતા મારો જવાનો દિવસ આવી ગયો. હોટેલ માંથી બધો સમાન લઇને હું બીલ ચુકવવા માટે ગઈ. મેં મારું બીલ માગ્યું ત્યારે મને હોટેલ ના સ્ટાફે જણાવ્યું કે તમારું બીલ તો ચૂકવાઈ ગયું છે. મને આશ્ચર્ય થયું. મારા ઉતારા-ભોજન નો ખર્ચો આમતો દર વખતે હું જ આપતી હોઉં છું. આ વખતે કોણે ચુકવ્યું હશે? મેં હોટેલ સ્ટાફ ને પૂછ્યું કે, ‘શું હું જાણી શકું કે મારું બીલ કોને ચુકવ્યું છે?’ પેલા સ્ટાફ મેમ્બર કહે, ‘તમારી પાછળ ઉભા છે એમણે’.

  પાછળ ફરી ને જોયું તો હસતા ચહેરે ચિત્રા ઉભી હતી ! મારા આનંદ નો પાર ના રહ્યો. આખરે હું ચિત્રા ને મળી રહી હતી. એ પણ બીજા દેશમાં. એર-પોર્ટ જવા માટેની મારી ટેક્સી આવવાને હજુ વાર હતી. અમે ઘણી બધી વાતો કરી.

  જતા જતા મેં ઠપકા ના સુર માં એને કહ્યું, ‘કેમ ચિત્રા, આમ તે કરાતું હશે? તારે હોટલ નું બીલ થોડું ચૂકવાય? તું તો નાની છે. તે શા માટે બીલના પૈસા આપ્યા?’

  તે કહે, ‘કેમ? તે દિવસે તમે શા માટે ટ્રેન ટીકીટ ના પૈસા આપ્યા હતા’

  મેં આટલા વર્ષો માં પહેલીવાર ચિત્રાની ભીની આંખો જોઈ. ટેક્સી એર-પોર્ટ તરફ પુરપાટ ઝડપે દોડી રહી હતી અને મારી સંભારણાની સફર પણ.

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: