અંબાજી પોલીસસ્ટેશન

 ભારત   સ્વતંત્ર   પછી   પાલનપુર  ,દાંતા  વગેરે  રાજ્યો  અખિલ  ભારતમાં  જોડાઈ  ગયા  .અને  વિસ્તારને  બનાસકાંઠા  જીલ્લો   બનાવ્યો  અને  ત્યાના  d.s.p તરીકે  શ્રી  બુચ  સાહેબની  નિમણુક  થઇ  .બુચ  સાહેબે  અમદાવાદ  વગેરે  શહેરોમાંથી  પોલીસો  મગાવ્યા  ,જે  લોકોને  પોતાની  ઈચ્છાથી  જવું  હોય  એવાઓએ  જવાનું  હતું  મેં  બનાસકાંઠા    જવાની  ખુશી  દર્શાવી  એટલે  મને  મોકલ્યો  .બુચ  સાહેબે  મને  અંબાજી પોલીસ સ્ટેશનમાં  મુક્યો  .આવખતે   હું  પોલીસ  કોન્સ્ટેબલ    હતો  .અહી  ખુમાનસિંગ  કરીને  દાંતા  રાજ્યનો  પોલિસ  .સૂબ . ઇન્સ્પેકટર  હતો  એને   અમદાવાદી  પોલીસ પાસેથી  કેવીરીતે  કામ  લેવું  એની  આવડત  નહી .દાંતા  મહારાજાએ  ફોજદાર  બનાવી  દીધેલો  કોઈ  જાતના  કાયદાનું  જ્ઞાન  નહી  .

મારા  વહાલા  વાચકો  વર્ગની  ક્ષમા  માગી  મારે  લખવાનું  બંધ  કરવ    પડશે  કેમકે  કમ્પ્યુટર   ગુજરાતી  અક્ષરો   નથી  લખી  આપતું  એટલે  ફરી  કોઈ  વાર  મળીશું .

 અંબાજીમાં  તે વખતે પોલીસોને રહેવાની વ્યવસ્થા નહિ   .એટલે પોલીસો ધર્મ શાળામાં રહેતા  હું  સરઢવ વાળી ધર્મશાળા તરીકે ઓળખાતી ધર્મ શાળામાં જે રૂમમાં બહાર નીકળવાની બારી હતી  જે કુવા  પાસે હતી  .તેરુમમાં રહેતો આ વખતે મારી પત્ની ગર્ભ વતી હતી  .ખબર નહિ શા માટે પણ એક એક દોઢ ડાયા માણસને  હું અહી રહેતો એ પસંદ નો પડ્યું   એટલે  તેણે મને વાત કરીકે આપ અહીંથી જતા રહો  , અને બીજી ધર્મશાળામાંની   રૂમમાં   રહેવા જતા રહો  . આ હું તમારા હિતેચ્છુ તરીકે તમારા ભલા માટે વાત કરું છું   . મેં કારણ પુચ્છ્યું  તો તેણે કીધું કે  અહી ભૂત રહે છે  .જે તમને હેરાન કરશે  ,ખાસ તમારી વાઈફ ગર્ભ વતી હોવાથી એને તકલીફ વધુ પડશે  .કદાચ તમારી વાઈફને  મારી પણ નાખે  . મેં એને જવાબ દીધો કે  હું બીજા પોલીસો રહે છે  તે ધર્મ શાળામાં રહેવા જવાનો હતો પણ હવે નહિ જાઉં અને ભૂત ની ચોટલી કાપીને એને દાસ બનાવી દઈશ સારું કર્યું તમે ભૂતની વાત કરી  . હુંતો તેજ ધર્મ શાળામાં રહ્યો  . અને અનુકુળ સમયે મારી વાઈફે તંદુરસ્ત દીકરીને જન્મ આપ્યો  .પણ દુર્ભાગ્યે  એ દીકરી 8 મહિનાની થયા પછી મારા ગામ દેશીંગામાં  મૃત્યુ પામી  . અંબાજીમાં  નોકરી જેવું કઈ લાગેજ નહિ  . હું તો  કુંભારિયા  ,રીન્છડી  ,કોટેશ્વર ધારાળી  વાવ  વગેરે ગામોના જંગલોમાં રખડતો અને  આદી વાસી ભાઈઓ સાથે  મિત્રતા કેળવતો  .
જંગલોમાં વાઘ  ચિત્તા વગેરે હિંસક પ્રાણી પણ હતાં કોઈ પ્રાણીનો  શિકાર કરતો નહિ  .   બાપુ શાહી વખતે  પણ આઝાદી  આવી  અને પ્રાણિયો માટે મોત લાવી  .એક વખત દાંતા મહારજાના રાજ કુમાર  રાતના વખતે  આબુ રોડથી આવી રહ્યા હતા  .તે વખતે ત્રણ નાના બચ્ચાં સાથે વાઘણ જોઈ બાપુએ વાઘણનો શિકાર કર્યો અને બચ્ચાં રાખડી પડયાં   .
અહીના આદિ વાસીઓ  મુખ્યત્વે બે જાતિના  હોય છે  .એક જાતના આદિવાસી  પોતાને ગરાસીયા  કહેવડાવે છે ને બીજી જાતિનાને ભીલ કહે છે  .જયારે ભીલ પોતાને ગામેતી કહેવડાવે  છે  . ગરાસીયા  ગાય બળદ  રોઝ સફેદ રંગના ઘેટાં નું માંસ ખાતા નથી  .શાકભાજીમાં પણ દુધી સફેદ રંગની હોવાથી તે પણ ખાતા નથી જયારે ભીલ બધું ખાય છે  .
ધારાળી વાવ તરીકે ઓળખાતા ગામ પાસે આરસની ખાણો છે    . અહીના આરસથી  આબુ પર્વત ઉપરના જૈન મંદિરો  અને કુમ્ભારીયાના  જૈન મંદિરો બનેલા છે  .એવું સાંભળવા મળે છે  .અંબાજીમાં  એક માળીની ચાપાણી  ની દુકાન છે  ત્યાં ચોમાસું અર્ધું વીતે પછી મેથીના ભજીયાં મળે છે  .તે ભજીયાં બનાવનાર  દરગા સર્ગડાને મેં પૂછ્યું  .  ફક્ત આજ સિઝનમાં  મેથીના ભજીયાં કેમ  બનાવે છે  .  એ બોલ્યો   મેથી કેવી  આતો મેથીના નામે પુવાડીયાના ભજીયા બનાવી લોકોને ઝાપટું છું   .અને પુવાડીયા  ચોમાંસમાંજ  ઉગી નીકળતા હોય છે  .
આદિ  વાસી  મિત્રોમાં  ચુનીયો ગમાર કે જે કોટેશ્વર ગામમાં રહેતો હતો  .એ ના અતિથી સત્કાર વિષે મેં અગાઉ લખેલું છે એટલે અહી એ બાબત  ઉલ્લેખ નથી કરતો  .મારા અંબાજી પોલીસ સ્ટેશનના  અનુભવોનો પાર આવે એમ નથી  .મારા બ્લોગર મિત્રો માના  કેટલાક મિત્રોને મારા અનુભવો ગમે છે  .એટલે હું લખવા પ્રેરાઉં  છું અને મારા મગજના  કમ્પ્યુટર સતેજ રાખું છું  .   

 

3 responses to “અંબાજી પોલીસસ્ટેશન

 1. pragnaju ઓગસ્ટ 2, 2014 પર 6:49 પી એમ(pm)

  વાહ આતાજી
  બનાસ નદીમા તરવાનું,
  ડીસાના બટાકાની ફરાળ કરી
  મા અંબાજી ની સેવા કરવાની
  અને પાલનપુરના કવિઓને માણવાના !
  ત્યારેઅમદાવાદના નવરંગપુરા-તમે રહેતા તેને સામેપાર છમકલાના

  • aataawaani ઓગસ્ટ 2, 2014 પર 10:40 પી એમ(pm)

   પ્રિય પ્રજ્ઞા બેન
   અંબાજી પોલીસ સ્ટેશનની મજા અને અમદાવાદ ના સરદારનગર પોલીસ સ્ટેશનની મજા મારાથી ભૂલી નથી શકાતી , મારા દીકરાઓ જો હું અમદાવાદ હોઉં તો ઘરે રહીને કોલેજ કરી શકે એ હેતુથી અંબાજી છોડી અમદાવાદની હાડ મારી ભરેલી અને જોખમી નોકરી કરવા આવ્યો .

 2. Pingback: ( 500 ) જેને રામ રાખે …..(સત્ય ઘટના)….. લેખિકા : જયશ્રી, પૉંડિચેરી. ભારત | વિનોદ વિહાર

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: