भानु गई उक़बा मुझे अकेला छोड़ कर जन्नतको बुला लेगी मेरा इश्क़ याद कर

img050img058

આજે બીજી ઓગસ્ટના દિવસે મારી પ્રેમાળ પત્ની ભાનુમતી સ્વર્ગે સિધાવી  .તેના મધુરાં રમુજી સ્મરણો  હું યાદ કરું છું , અને આપને  વાંચવા આપું છું  .
કેશોદ જિલ્લે જુનાગઢ  .  મારા કાકા અમારા એક જ્ઞાતિ બંધુને ઘરે રાત રોકાણા દરમ્યાનમાં તેની કામઢી અને ખુબ પ્રેમાળ દીકરી જોઈ  .આ વખતે મારા કાકાને વિચાર આવ્યો કે આ છોકરીનું મારા ભત્રીજા હેમત (બ્લોગ વિશ્વનો આતા )સાથે સગપણ થાય તો મારાં ભાભી (મારી મા)રાજીના રેડ થાય અને મને ખુબ યશ મળે    .  મારા કાકાએ  ઘર ધણી  જાદવજી પુરુષોત્તમ વ્યાસને વાત કરી કે  જો આ છોકરીનો વેવિશાળ કરવો હોય તો  મારો ભત્રીજો  યોગ્ય છે  .જાદવજી વ્યાસે વાત કરી કે હું વિચારીને  તમને કહીશ  .
મારા ગામ દેશીન્ગાના સુતાર લાલજી લખમણનું સાસરું કેશોદ  આ લાલજી ની વાત મેં મારા બ્લોગમાં ” ગોમતી માનો  લાલો  ગાંડો થયો “એ શીર્ષક  નીચે લખી છે  .લાલાના સસરાને અને આ જાદવજી વ્યાસને બહુ ગાઢ સબંધ  એક વખત લાલાની સાસુ દેશીંગા આવ્યાં સાથે  મારી ભવિષ્યની ઘરવાળી અને તેની નાની બેન પણ આવ્યાં  તેઓ મારે ઘર ઓચિંતા આવ્યા કેમકે ઘર અને વરનું   નિરિક્ષન  કરવાનું હતું  .આ વખતે હું ત્રણેક શેર જેટલું બકરીનું  લાવે લો અને  ધટ ઘટાટ   પી ગયો આ દૃશ્ય  છોકરુંયું   એ  જોયું  એને બહુ અચંબો થયો  .પછીતો ધામે ધૂમે  મારા લગ્ન થયા  હેમત ભાઈ પરણીને લાડી
લઈને  ઘેર આવ્યા  . કેસોદમાં જન્મેલી છોકરી દેશીંગા ગાયો ભેંસો રાખતા સાસરીયામાં આવી  .સીમમાં પશુ માટે ઘાસ લેવા જવું પડે  .મારા મિત્ર પરબત ભાઈની વહુ રાણી બેને કાંપો વાળતાં શીખવ્યું  અને કેવું ઘાસ ઢોર ખાઈ શકે એવું ઘાસ ઓળખાવ્યું  મારી માએ  દોહતાં શીખવ્યું  .
વખત જતાં હું પોલીસ ખાતામાં દાખલ થયો  .અમે એલીસબ્રીજ પોલીસ લાઈનમાં  રહેવા લાગ્યાં  . સવાર સાંજ બબ્બે કલાક  પાણી આવે  ભાનુ મતિને થોડીક માથાભારે કહી શકાય નળ ઉપર પાણી ભરવા જાય  ત્યારે નળનો  કબજો કરી લ્યે  પોતાના ઘરનું એકેએક વાસણ પાણી થી ભરાય  પછી નળનો કબજો છોડે  .
ભાગલા વખતે  સિંધમાંથી  સિંધી હિંદુ આવ્યા  .સિંધમાં એ જે સરકારી નોકરી કરતા હતા   .એજ નોકરી અહી એને આપવામાં આવેલી   .એ રીતે એક દલપતરામ કરીને માણસ પોલીસ જમાદાર તરીકે નોકરી કરતો હતો  . દલપતરામ આગળ એની વાઈફે  ફરિયાદ કરીકે “ભાનુ નલકેજો કબજો ઘડીક્મે નથી છડે ” એક વખત દલપતરામે  ભાનુંમતીની એડોલ નળ થી ઉપાડીને દુર ફેંકી દઈને  પોતાની ડોલ નળ નીચે મૂકી દીધી  .આપને એમ થયું હશે કે પછી ભાનુ બેન પોતાની ડોલ લઈને રોતાં રોતાં ઘર ભેગાં થઇ  ગયાં  હશે  એક કવિતાની કડી લખું છું  .
पोलिस लाइनमे  पानीका ज़घड़ा  होता था मेरे भाई
दलपतरामने  भानुमतिकी  नलसे डॉल हटाई। …. संतोभाई
रण चंडी  बन भानुमतीने  अपनी डॉल उठाई
दलपतरामके सरमे ठोकी  लहू लुहान होजाइ   ….સંતોભાઈ 
એક વખત  ડી એસ પી એ  પોલીસની બાય  ડીયોની પાણીના ભરેલાં  બેડાં માથા ઉપર મુકીને  દોડવાની હરીફાઈ રાખેલી  એમાં પોતે અમને ખબર વિના નામ નોંધાવી  આવી  દીકરાઓએ અને મેં હરીફાઈમાં  ન ઉતારવા માટે સમજાવી  પણ  એ કોઈનું માની નહિ અને વટથી  બોલી કે  હું હરીફાઈમાં ઉતરીશ અને પહેલો નંબર લાવીશ   .
पानी भरकर बर्तन सरपर  दोडकी  हुई  हरी  फाई 
  जवां लड़कियां पीछे रह गई  भानु पहली आई। ….સંતોભાઈ
ભાનુમતી બહુ ઝઘડાળું હતી  .બહુ ઝઘડા કરેલા છે  .કેટલાક લખવા ?આપને એમ થશે કે  હું એનાથી થર થર ધ્રુજતો  હઈશ  નાના રામનું નામ લ્યો એના માબાપે  પતિને પરમેશ્વર માનવો  એ એક કારણ  અને  બીજું  મારા માર ફાડના ઝઘડા વિષે સાંભળીયુ  પણ હોય ને ?
પછી એ અમેરિકા આવી  .ઝઘડાળું સ્વભાવની સાથે સાથે એ બહુ પ્રેમાળ સ્વભાવની પણ હતી  .અમેરિકન માતાથી જન્મેલો મારો ભત્રીજો  વિક્રમ એને બહુજ ચાહતો એ ભાનુંમતીને  માંમ કહેતો અને એની માને મમ્મી કહેતો સામાન્ય રીતે અમેરિકન બાળકો  પોતાની મા ને લાડમાં મામ  કહેતા હોય છે ,
મારા મોટા દીકરાની સાથે અમદાવાદમાં ભણતો શરદ પટેલની  બેનના  બાળકોની બેબી સીતરનું  કામ કર્યું  એનો દોઢેક વરસનો દીકરો  ભાનુમતીનોetlo   બધો હેવાયો થઇ ગએલોકે   એની  મા  કામ ઉપરથી આવીને એને રમાડવા જાય તો  એ દોડીને ભાનુમતીના ખોળામાં  ઘુસી જાય  .દીકરાની માં પ્રફુલ્લા બેન કહે  ભાનુબેન એને ખોળામાંથી ઉઠાડી મુકો   ભાનુ બેન કહે હું મારા ખોળામાં આવેલને ધક્કો નો મારું  તું ખેંચીને લઈજા  .એક દિવસ પ્રફુલ્લ બેનને  કહેવું પડ્યું કે હવે તો મારો દીકરો રહેવા દ્યો   .?
વખતને જતા વાર નથી લાગતી ઈ છોકરો ડોક્ટર બની ગયો  અને પરણ્યો  .તે વખતે તેના બાપ રમેશે  કંકોત્રી મોક્લેલીન એમાં લખ્યું હતું “બા તમારો દીકરો પરણે  છે  .”
આ વાતને પણ વરસો વીતી ગયાં   .ભાનુમતી બીમાર થઇ ગઈ અમે એરિઝોનામાં  રહેતાં  હતાં  એની દાયા બીતીશે  ખુબ જોર પકડ્યું  બહુ નિર્બળ થઇ ગઈ ચાલી શકે નહિ પોતાની જાતે ખાય શકે નહિ  .મેં અગિયાર મહિના સેવા કરી   હું એના કહેવા પ્રમાણે નવડાવું ભગવાનને દીવા બાત્તી કરી દઉં  .પછી એ બોલે  હવે મારી  પૂજા  કર્યા કરો છો તો હવે સીનીયર  સેન્ટરમાં જાઓ  ન્યાં  ઘણીયુંય  રંડકયું  અથડાશે  એની  પૂજા કરો  .ભાનુમતીના કહેવાથી  અમે એનું માન  રાખ્યું  અને એના મૃત શરીરને દાનમાં આપી દીધું  .અને પછી 
दो हज़ार सात अगस्तकी जब दूसरी तारीख आई
इस फानी  दुनियाको  छोड़के भानुने  लीनी विदाई   …सन्तो भाई   સિત્તેર વરસનો સાથ  ભવમાય  ભુલાશે નઈ
સાચો હતો સંઘાથ  ઈ હવે માણેક વેર્યે નઈ  મળે
भानु भानु पुकारू में  मनसे  भानु आ नहीं सकती  जन्नतसे
भानुमति के वियोगमे जुरता  ब्लॉगर  वाला  आता  

5 responses to “भानु गई उक़बा मुझे अकेला छोड़ कर जन्नतको बुला लेगी मेरा इश्क़ याद कर

 1. Vinod R. Patel ઓગસ્ટ 2, 2014 પર 6:32 પી એમ(pm)

  આતાજી, સ્વ. ભાનુમતીબેનની સાતમી પુણ્ય તિથી નિમિત્તે આપે આ લેખ દ્વારા તમારું હ્રદય ઠાલવીને સ્મરણાંજલિ આપી છે .

  भानु भानु पुकारू में मनसे भानु आ नहीं सकती जन्नतसे
  भानुमति के वियोगमे जुरता ब्लॉगर वाला आता

  આતાજી તમારું જીવન સાથીના વિયોગનું દુખ હું સારી રીતે સમજી શકું છું . હું પણ ૨૨ વર્ષથી તમારી જેમ

  જ જીવનસાથી વિના મારો જીવન પંથ મન સાથે સમજુતી કરીને કાપી રહો છું. રામબાણ વાગ્યાં હોય એ જ

  જાણે . હરી ઇચ્છા બળવાન છે . જીવનમાં હમ્મેશાં આપણે ધારીએ એવું બનતું નથી . જે પણ સંજોગ આવે એ

  હસતા મુખે સ્વીકારી લેવો જ પડે . છૂટકો નથી .

  સ્વ. ભાનુબેનને હાર્દિક શ્રધાંજલિ .

  • aataawaani ઓગસ્ટ 2, 2014 પર 10:08 પી એમ(pm)

   પ્રિય વિનોદભાઈ
   તમારી વાત સાચી છેકે પરમેશ્વર જે પરિસ્થિતિમાં મુકે એ પરિસ્થિતિનો હર્ષ ભેર સ્વીકાર કરીજ લેવો જોઈએ .તમારો 22 વરસનો સાથીના વિયોગનો ઘા કેવો વસમો હોય છે , એતો જેને વીત્યું હોય એજ જાણે
   पानीको जंतु कहा पहिचाने ग्रीष्मके तपकी गिरदीकी
   केसरकी करिये कहा कीमत है न पारीख जहाँ हरदीकी
   कायरको न कछु परिसे कल सुरनको सुध है मरदीकी
   बे दर्दी न “प्रवीण “लहे वोतो जानत है दरदी दरदी की

 2. pragnaju ઓગસ્ટ 2, 2014 પર 7:14 પી એમ(pm)

  સ્વ. ભાનુબેનને હાર્દિક શ્રધાંજલી
  આપની પોસ્ટ વાંચતી વખતે મનમા ગીત પડઘાતુ
  Dil Ek Mandir – Yaad Na Jaaye Beete Dinon Ki – Mohd.Rafi …
  Video for lyrics of yaad na jaye bite dino ki► 4:06► 4:06
  http://www.youtube.com/watch?v=2On9ix8wy9w
  Aug 27, 2010 – Uploaded by Rafiology
  Film – Dil Ek Mandir 1963, MD – Shankar-Jaikishan, Lyricist – Shailendra, Singer – Mohd.Rafi.
  ……………………………….
  Yaad Na Jaay, Bete Dino Ki
  Jaake Na Aaye Jo Din, Dil Kyuun Bulaae, Unhein
  Dil Kyon Bulaae
  Yaad Na Jaaye …

  Din Jo Pakheruu Hote, Pinjare Mein Main Rakh Letaa – 2
  Paalataa Unako Jatan Se
  Paalataa Unako Jatan Se, Motii Ke Daane Detaa
  Siine Se Rahataa Lagaae
  Yaad Na Jaae …

  Tasviir Unakii Chhupaake, Rakh Duun Jahaan Jii Chaahe – 2
  Man Me.N Basii Ye Muurat
  Man Me.N Basii Ye Muurat, Lekin Mite Na Mitaae
  Kahane Ko Hai Vo Paraae
  Yaad Na Jaae …

  • aataawaani ઓગસ્ટ 3, 2014 પર 5:37 એ એમ (am)

   પ્રિય પ્રજ્ઞા બેન
   તમે ઈંગ્લીશ અક્ષરોમાં ફિલ્મી ગીત લખ્યું ‘આજ ગીત તમે મને સંભાળવા માટે મોકલેલું .
   તમે મને આનંદ આવે એવા લખાણ મોકલો છો .કોમેન્ટ પણ ઘણી લાંબી લખો છો .મને આનંદ આવે છે

 3. Pravin Patel ઓગસ્ટ 6, 2014 પર 12:10 પી એમ(pm)

  Tum na jane kis jahan me kho gaye,hum bhari duniya me tanha ho gayae!!!

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: