Daily Archives: ઓગસ્ટ 2, 2014

અંબાજી પોલીસસ્ટેશન

 ભારત   સ્વતંત્ર   પછી   પાલનપુર  ,દાંતા  વગેરે  રાજ્યો  અખિલ  ભારતમાં  જોડાઈ  ગયા  .અને  વિસ્તારને  બનાસકાંઠા  જીલ્લો   બનાવ્યો  અને  ત્યાના  d.s.p તરીકે  શ્રી  બુચ  સાહેબની  નિમણુક  થઇ  .બુચ  સાહેબે  અમદાવાદ  વગેરે  શહેરોમાંથી  પોલીસો  મગાવ્યા  ,જે  લોકોને  પોતાની  ઈચ્છાથી  જવું  હોય  એવાઓએ  જવાનું  હતું  મેં  બનાસકાંઠા    જવાની  ખુશી  દર્શાવી  એટલે  મને  મોકલ્યો  .બુચ  સાહેબે  મને  અંબાજી પોલીસ સ્ટેશનમાં  મુક્યો  .આવખતે   હું  પોલીસ  કોન્સ્ટેબલ    હતો  .અહી  ખુમાનસિંગ  કરીને  દાંતા  રાજ્યનો  પોલિસ  .સૂબ . ઇન્સ્પેકટર  હતો  એને   અમદાવાદી  પોલીસ પાસેથી  કેવીરીતે  કામ  લેવું  એની  આવડત  નહી .દાંતા  મહારાજાએ  ફોજદાર  બનાવી  દીધેલો  કોઈ  જાતના  કાયદાનું  જ્ઞાન  નહી  .

મારા  વહાલા  વાચકો  વર્ગની  ક્ષમા  માગી  મારે  લખવાનું  બંધ  કરવ    પડશે  કેમકે  કમ્પ્યુટર   ગુજરાતી  અક્ષરો   નથી  લખી  આપતું  એટલે  ફરી  કોઈ  વાર  મળીશું .

 અંબાજીમાં  તે વખતે પોલીસોને રહેવાની વ્યવસ્થા નહિ   .એટલે પોલીસો ધર્મ શાળામાં રહેતા  હું  સરઢવ વાળી ધર્મશાળા તરીકે ઓળખાતી ધર્મ શાળામાં જે રૂમમાં બહાર નીકળવાની બારી હતી  જે કુવા  પાસે હતી  .તેરુમમાં રહેતો આ વખતે મારી પત્ની ગર્ભ વતી હતી  .ખબર નહિ શા માટે પણ એક એક દોઢ ડાયા માણસને  હું અહી રહેતો એ પસંદ નો પડ્યું   એટલે  તેણે મને વાત કરીકે આપ અહીંથી જતા રહો  , અને બીજી ધર્મશાળામાંની   રૂમમાં   રહેવા જતા રહો  . આ હું તમારા હિતેચ્છુ તરીકે તમારા ભલા માટે વાત કરું છું   . મેં કારણ પુચ્છ્યું  તો તેણે કીધું કે  અહી ભૂત રહે છે  .જે તમને હેરાન કરશે  ,ખાસ તમારી વાઈફ ગર્ભ વતી હોવાથી એને તકલીફ વધુ પડશે  .કદાચ તમારી વાઈફને  મારી પણ નાખે  . મેં એને જવાબ દીધો કે  હું બીજા પોલીસો રહે છે  તે ધર્મ શાળામાં રહેવા જવાનો હતો પણ હવે નહિ જાઉં અને ભૂત ની ચોટલી કાપીને એને દાસ બનાવી દઈશ સારું કર્યું તમે ભૂતની વાત કરી  . હુંતો તેજ ધર્મ શાળામાં રહ્યો  . અને અનુકુળ સમયે મારી વાઈફે તંદુરસ્ત દીકરીને જન્મ આપ્યો  .પણ દુર્ભાગ્યે  એ દીકરી 8 મહિનાની થયા પછી મારા ગામ દેશીંગામાં  મૃત્યુ પામી  . અંબાજીમાં  નોકરી જેવું કઈ લાગેજ નહિ  . હું તો  કુંભારિયા  ,રીન્છડી  ,કોટેશ્વર ધારાળી  વાવ  વગેરે ગામોના જંગલોમાં રખડતો અને  આદી વાસી ભાઈઓ સાથે  મિત્રતા કેળવતો  .
જંગલોમાં વાઘ  ચિત્તા વગેરે હિંસક પ્રાણી પણ હતાં કોઈ પ્રાણીનો  શિકાર કરતો નહિ  .   બાપુ શાહી વખતે  પણ આઝાદી  આવી  અને પ્રાણિયો માટે મોત લાવી  .એક વખત દાંતા મહારજાના રાજ કુમાર  રાતના વખતે  આબુ રોડથી આવી રહ્યા હતા  .તે વખતે ત્રણ નાના બચ્ચાં સાથે વાઘણ જોઈ બાપુએ વાઘણનો શિકાર કર્યો અને બચ્ચાં રાખડી પડયાં   .
અહીના આદિ વાસીઓ  મુખ્યત્વે બે જાતિના  હોય છે  .એક જાતના આદિવાસી  પોતાને ગરાસીયા  કહેવડાવે છે ને બીજી જાતિનાને ભીલ કહે છે  .જયારે ભીલ પોતાને ગામેતી કહેવડાવે  છે  . ગરાસીયા  ગાય બળદ  રોઝ સફેદ રંગના ઘેટાં નું માંસ ખાતા નથી  .શાકભાજીમાં પણ દુધી સફેદ રંગની હોવાથી તે પણ ખાતા નથી જયારે ભીલ બધું ખાય છે  .
ધારાળી વાવ તરીકે ઓળખાતા ગામ પાસે આરસની ખાણો છે    . અહીના આરસથી  આબુ પર્વત ઉપરના જૈન મંદિરો  અને કુમ્ભારીયાના  જૈન મંદિરો બનેલા છે  .એવું સાંભળવા મળે છે  .અંબાજીમાં  એક માળીની ચાપાણી  ની દુકાન છે  ત્યાં ચોમાસું અર્ધું વીતે પછી મેથીના ભજીયાં મળે છે  .તે ભજીયાં બનાવનાર  દરગા સર્ગડાને મેં પૂછ્યું  .  ફક્ત આજ સિઝનમાં  મેથીના ભજીયાં કેમ  બનાવે છે  .  એ બોલ્યો   મેથી કેવી  આતો મેથીના નામે પુવાડીયાના ભજીયા બનાવી લોકોને ઝાપટું છું   .અને પુવાડીયા  ચોમાંસમાંજ  ઉગી નીકળતા હોય છે  .
આદિ  વાસી  મિત્રોમાં  ચુનીયો ગમાર કે જે કોટેશ્વર ગામમાં રહેતો હતો  .એ ના અતિથી સત્કાર વિષે મેં અગાઉ લખેલું છે એટલે અહી એ બાબત  ઉલ્લેખ નથી કરતો  .મારા અંબાજી પોલીસ સ્ટેશનના  અનુભવોનો પાર આવે એમ નથી  .મારા બ્લોગર મિત્રો માના  કેટલાક મિત્રોને મારા અનુભવો ગમે છે  .એટલે હું લખવા પ્રેરાઉં  છું અને મારા મગજના  કમ્પ્યુટર સતેજ રાખું છું  .   

 

भानु गई उक़बा मुझे अकेला छोड़ कर जन्नतको बुला लेगी मेरा इश्क़ याद कर

img050img058

આજે બીજી ઓગસ્ટના દિવસે મારી પ્રેમાળ પત્ની ભાનુમતી સ્વર્ગે સિધાવી  .તેના મધુરાં રમુજી સ્મરણો  હું યાદ કરું છું , અને આપને  વાંચવા આપું છું  .
કેશોદ જિલ્લે જુનાગઢ  .  મારા કાકા અમારા એક જ્ઞાતિ બંધુને ઘરે રાત રોકાણા દરમ્યાનમાં તેની કામઢી અને ખુબ પ્રેમાળ દીકરી જોઈ  .આ વખતે મારા કાકાને વિચાર આવ્યો કે આ છોકરીનું મારા ભત્રીજા હેમત (બ્લોગ વિશ્વનો આતા )સાથે સગપણ થાય તો મારાં ભાભી (મારી મા)રાજીના રેડ થાય અને મને ખુબ યશ મળે    .  મારા કાકાએ  ઘર ધણી  જાદવજી પુરુષોત્તમ વ્યાસને વાત કરી કે  જો આ છોકરીનો વેવિશાળ કરવો હોય તો  મારો ભત્રીજો  યોગ્ય છે  .જાદવજી વ્યાસે વાત કરી કે હું વિચારીને  તમને કહીશ  .
મારા ગામ દેશીન્ગાના સુતાર લાલજી લખમણનું સાસરું કેશોદ  આ લાલજી ની વાત મેં મારા બ્લોગમાં ” ગોમતી માનો  લાલો  ગાંડો થયો “એ શીર્ષક  નીચે લખી છે  .લાલાના સસરાને અને આ જાદવજી વ્યાસને બહુ ગાઢ સબંધ  એક વખત લાલાની સાસુ દેશીંગા આવ્યાં સાથે  મારી ભવિષ્યની ઘરવાળી અને તેની નાની બેન પણ આવ્યાં  તેઓ મારે ઘર ઓચિંતા આવ્યા કેમકે ઘર અને વરનું   નિરિક્ષન  કરવાનું હતું  .આ વખતે હું ત્રણેક શેર જેટલું બકરીનું  લાવે લો અને  ધટ ઘટાટ   પી ગયો આ દૃશ્ય  છોકરુંયું   એ  જોયું  એને બહુ અચંબો થયો  .પછીતો ધામે ધૂમે  મારા લગ્ન થયા  હેમત ભાઈ પરણીને લાડી
લઈને  ઘેર આવ્યા  . કેસોદમાં જન્મેલી છોકરી દેશીંગા ગાયો ભેંસો રાખતા સાસરીયામાં આવી  .સીમમાં પશુ માટે ઘાસ લેવા જવું પડે  .મારા મિત્ર પરબત ભાઈની વહુ રાણી બેને કાંપો વાળતાં શીખવ્યું  અને કેવું ઘાસ ઢોર ખાઈ શકે એવું ઘાસ ઓળખાવ્યું  મારી માએ  દોહતાં શીખવ્યું  .
વખત જતાં હું પોલીસ ખાતામાં દાખલ થયો  .અમે એલીસબ્રીજ પોલીસ લાઈનમાં  રહેવા લાગ્યાં  . સવાર સાંજ બબ્બે કલાક  પાણી આવે  ભાનુ મતિને થોડીક માથાભારે કહી શકાય નળ ઉપર પાણી ભરવા જાય  ત્યારે નળનો  કબજો કરી લ્યે  પોતાના ઘરનું એકેએક વાસણ પાણી થી ભરાય  પછી નળનો કબજો છોડે  .
ભાગલા વખતે  સિંધમાંથી  સિંધી હિંદુ આવ્યા  .સિંધમાં એ જે સરકારી નોકરી કરતા હતા   .એજ નોકરી અહી એને આપવામાં આવેલી   .એ રીતે એક દલપતરામ કરીને માણસ પોલીસ જમાદાર તરીકે નોકરી કરતો હતો  . દલપતરામ આગળ એની વાઈફે  ફરિયાદ કરીકે “ભાનુ નલકેજો કબજો ઘડીક્મે નથી છડે ” એક વખત દલપતરામે  ભાનુંમતીની એડોલ નળ થી ઉપાડીને દુર ફેંકી દઈને  પોતાની ડોલ નળ નીચે મૂકી દીધી  .આપને એમ થયું હશે કે પછી ભાનુ બેન પોતાની ડોલ લઈને રોતાં રોતાં ઘર ભેગાં થઇ  ગયાં  હશે  એક કવિતાની કડી લખું છું  .
पोलिस लाइनमे  पानीका ज़घड़ा  होता था मेरे भाई
दलपतरामने  भानुमतिकी  नलसे डॉल हटाई। …. संतोभाई
रण चंडी  बन भानुमतीने  अपनी डॉल उठाई
दलपतरामके सरमे ठोकी  लहू लुहान होजाइ   ….સંતોભાઈ 
એક વખત  ડી એસ પી એ  પોલીસની બાય  ડીયોની પાણીના ભરેલાં  બેડાં માથા ઉપર મુકીને  દોડવાની હરીફાઈ રાખેલી  એમાં પોતે અમને ખબર વિના નામ નોંધાવી  આવી  દીકરાઓએ અને મેં હરીફાઈમાં  ન ઉતારવા માટે સમજાવી  પણ  એ કોઈનું માની નહિ અને વટથી  બોલી કે  હું હરીફાઈમાં ઉતરીશ અને પહેલો નંબર લાવીશ   .
पानी भरकर बर्तन सरपर  दोडकी  हुई  हरी  फाई 
  जवां लड़कियां पीछे रह गई  भानु पहली आई। ….સંતોભાઈ
ભાનુમતી બહુ ઝઘડાળું હતી  .બહુ ઝઘડા કરેલા છે  .કેટલાક લખવા ?આપને એમ થશે કે  હું એનાથી થર થર ધ્રુજતો  હઈશ  નાના રામનું નામ લ્યો એના માબાપે  પતિને પરમેશ્વર માનવો  એ એક કારણ  અને  બીજું  મારા માર ફાડના ઝઘડા વિષે સાંભળીયુ  પણ હોય ને ?
પછી એ અમેરિકા આવી  .ઝઘડાળું સ્વભાવની સાથે સાથે એ બહુ પ્રેમાળ સ્વભાવની પણ હતી  .અમેરિકન માતાથી જન્મેલો મારો ભત્રીજો  વિક્રમ એને બહુજ ચાહતો એ ભાનુંમતીને  માંમ કહેતો અને એની માને મમ્મી કહેતો સામાન્ય રીતે અમેરિકન બાળકો  પોતાની મા ને લાડમાં મામ  કહેતા હોય છે ,
મારા મોટા દીકરાની સાથે અમદાવાદમાં ભણતો શરદ પટેલની  બેનના  બાળકોની બેબી સીતરનું  કામ કર્યું  એનો દોઢેક વરસનો દીકરો  ભાનુમતીનોetlo   બધો હેવાયો થઇ ગએલોકે   એની  મા  કામ ઉપરથી આવીને એને રમાડવા જાય તો  એ દોડીને ભાનુમતીના ખોળામાં  ઘુસી જાય  .દીકરાની માં પ્રફુલ્લા બેન કહે  ભાનુબેન એને ખોળામાંથી ઉઠાડી મુકો   ભાનુ બેન કહે હું મારા ખોળામાં આવેલને ધક્કો નો મારું  તું ખેંચીને લઈજા  .એક દિવસ પ્રફુલ્લ બેનને  કહેવું પડ્યું કે હવે તો મારો દીકરો રહેવા દ્યો   .?
વખતને જતા વાર નથી લાગતી ઈ છોકરો ડોક્ટર બની ગયો  અને પરણ્યો  .તે વખતે તેના બાપ રમેશે  કંકોત્રી મોક્લેલીન એમાં લખ્યું હતું “બા તમારો દીકરો પરણે  છે  .”
આ વાતને પણ વરસો વીતી ગયાં   .ભાનુમતી બીમાર થઇ ગઈ અમે એરિઝોનામાં  રહેતાં  હતાં  એની દાયા બીતીશે  ખુબ જોર પકડ્યું  બહુ નિર્બળ થઇ ગઈ ચાલી શકે નહિ પોતાની જાતે ખાય શકે નહિ  .મેં અગિયાર મહિના સેવા કરી   હું એના કહેવા પ્રમાણે નવડાવું ભગવાનને દીવા બાત્તી કરી દઉં  .પછી એ બોલે  હવે મારી  પૂજા  કર્યા કરો છો તો હવે સીનીયર  સેન્ટરમાં જાઓ  ન્યાં  ઘણીયુંય  રંડકયું  અથડાશે  એની  પૂજા કરો  .ભાનુમતીના કહેવાથી  અમે એનું માન  રાખ્યું  અને એના મૃત શરીરને દાનમાં આપી દીધું  .અને પછી 
दो हज़ार सात अगस्तकी जब दूसरी तारीख आई
इस फानी  दुनियाको  छोड़के भानुने  लीनी विदाई   …सन्तो भाई   સિત્તેર વરસનો સાથ  ભવમાય  ભુલાશે નઈ
સાચો હતો સંઘાથ  ઈ હવે માણેક વેર્યે નઈ  મળે
भानु भानु पुकारू में  मनसे  भानु आ नहीं सकती  जन्नतसे
भानुमति के वियोगमे जुरता  ब्लॉगर  वाला  आता