લોકો મુંબઈ કમાવા જાય હું દિલ્હી કમાવા આવ્યો .

DSCN0566

 મારા વહાલા મારું લખાણ વાંચવા વાળા  સ્ત્રીઓ અને પુરુષ મિત્રો  , વચ્ચે એક વાર્તા લખ્યા પછી મારા અનુભવો લખવાના ચાલુ કરું છું  .
હું  નીતિથી ટીકીટ ભાડું ખર્ચીને રેલ્વેમાં  બેસીને પહોંચી ગયો  દિલ્હી   ,આ મુસાફરી દરમ્યાન મને રેલ્વેમાં વગર ટીકીટે મુસાફરી કરનારાઓનો  ભેટો થયો   ,એ લોકોના કુસંગ  ગણો કે સત્સંગ થી મને ઘણું  શીખવા મળ્યું   .ટીકીટ વગર રેલ્વેમાં મુસાફરી કરનારાઓ  “ખુદા બક્ષ ” તરીકે ઓળખાય છે  .
હું દિલ્હી સ્ટેશને ઉતર્યો રાતનો વખત હતો એટલે  સ્ટેશન ઉપરજ સુવાનું રાખેલું  ,હું એકલોજ  નોતો બીજા  પણ ઘણા હતા   .રાતના પોલીસ આવ્યો   ,ધાક ધમકી દીધી   ઘોદા માર્યા અને ઉઠાડ્યા  ,એક કાયમ  સ્ટેશન ઉપર સુવા વાળો પોલીસનો ઓળખીતો હતો  .એણે બધા પાસેથી ચાર ચાર આના  પડાવ્યા અને પોલીસને અર્પણ કર્યા  .
સવારે ઉઠ્યા પછી નજીકની લારી વાળા પાસેથી  પૂરી શાક ખરીદ્યું  એણે નીચે પૂરી અને ઉપર  શાક  મુકીને  હાથમાં પકડાવ્યું  .નીચેથી પૂરી કાઢી ઉપરથી શાક લઇ ખાવાનું   છેલ્લે વાળી પૂરી કે જેણે ડીશનું   કામ કરેલું  એ ખાઈ જવાની  પછી નજીકના સાર્વજનિક  નળ ઉપર હાથ મોં ધોઈ અને ચાલતી પકડવી  .આવીરીતે હું દિલ્હીમાં રખડ્યો અને જોવા લાયક સ્થળો જોયાં એક દિવસ હું  નવી દિલ્હી ગયો  .અહી  બિડલા મંદિર તરીકે ઓળખાતા રાધા કૃષ્ણના મંદિરે પહોંચ્યો આ મંદિર  ઘનશ્યામદાસ બિરલા નામના મારવાડી શેઠે બાંધી આપ્યું છે જે બિડલા મંદિર તરીકે પ્રસિદ્ધ છે  .મંદિરમાં મને ખાવા માટે પ્રસાદ મળ્યો  .અને મંદિરમાં સુવાની પણ વ્યવસ્થા  થઇ ગઈ  . એક વખત એક બેને મને કીધું કે कलसे मैं जब दर्शनको आउगी  तब मैं तेरे लिए खानेका भी लेके आउंगी  .મેં રાધા કૃષ્ણ ને હાથ જોડી તેનો ઉપકાર માન્યો  .બાકી મારી આ સમયમાં એવી दशा   હતી કે  कभी घी घना कभी  मुठी  चना  कभी  वो भी मना “અહી મને એક કથામાં સંભાળવા મળ્યું કે  कोई  किसीके लिए  कुछ नहीं करता  जो होता है  वो परमेश्वरकी प्रेरणासे होता है   ,અહી મને એક સજ્જને  કહ્યું કે  तुम करोल बाग़ चले जाओ  वहाँ  एक जांगिड़ ब्राह्मण की सरा (धर्मशाला )है वहा एक हलवाई (कंदोई )की दुकान है  ये हलवाइने  ज़िंदगीमे बहुत कष्ट उठाये  है  वो बहुत सज्जन आदमी है  वो आपको हो सके उतनी मदद करेगा  .હું કરોલબાગ પહોંચ્યો  .ત્યાની જાંગીડ બ્રાહ્મણની ધર્મ શાળા  ના  કન્દોઇને મળ્યો  .દુબળો પાતળો  વાંકો વળી ગએલો    ટીચકો એ કદરૂપો  માણસ હતો  .પણ એ વિશાળ દિલનો પરગજુ માણસ હતો  .હું એને મળ્યો   .એણે મને બહુ પ્રેમથી આવકાર્યો  .મારી ખબર અંતર પૂછી  હું એનો બહુ જુનો ઓળખીતો હોઉં  .એ રીતે મારું સન્માન કર્યું  .અને પોતાનો જાત  અનુભવ કહ્યો  . અને મને આશ્વાસન આપતા કહ્યું કે  तू मेरा मेहमान है   . तेरी खाने पिनेकी  और रहनेकी व्यवस्था मैं  करूँगा  तुम निश्चित रहना   .હું એની વાત સાંભળી ખુબ રાજી થયો  . એક દિવસ મને  એણે જયારે મેં એને મારા માટે નોકરીની વાત કરી ત્યારે  એ બોલ્યો  એક દાળ બનાવવાનું કારખાનું છે એમાં તું નોકરી કરીશ  મેં એને ખુશી થઈને હા પાડી  .અને બીજે દિવસે કામ ઉપર ચડી ગયો   .દરરોજ  8 કલાક સળંગ કામ કરવાનું વચ્ચે ખાવાની કે પાણી પીવાની પાંચ મીનીટની  છુટ્ટી નહિ બધુંજ કામ કરતા કરતા  કરી લેવાનું  એક મજુર 6 ફીટ ઉંચો અને ભરાવદાર  શરીર વાળો માણસ હતો  .મેં એને પુચ્છયું  આપણે ખાવાનું શું કરવાનું  એ કહે  કામ કરતા કરતા  જે કઠોળની  દાળ બનતી હોય એના ફાંકડા  મારી લેવાના   .
દરરોજ કામ પૂરું થાય ત્યારે બાર આના રોકડા શેઠ આપી જાય  . હૂતો રાજી થયો કે મારા બાપા કરતા હું વધારે કમાઉ છું  .
મેં હલવાઇ ને  કીધું ફાવતી નથી પણ ફવરાવું છું  .કેમકે  દાળની રજકણ શ્વાસ દ્વારા  મારા ફેફસામાં જાય છે એટલે ક્યારેક મારું  નાક બંધ થઇ જાય છે  .અને ફેફસામાં  દુખાવો થાય છે  ક્યારેક ઊંઘમાં ઓચિંતાનું  ઉઠી જવાય છે   .મારી વાત સાંભળી  હલવાઈ (હવેથી હું એને ભલો નામ આપુછું  કેમકે એનું ખરું નામ હું ભૂલી ગયો છું  .)બોલ્યો  કલસે  तुम नोकरिपे मत जाओ  में  तेरे लिए दूसरी नौकरी ढूंढ निकालूँगा  .પછીમે  દાળનાં કારખાનામાં  જવાનું બંધ કર્યું  .અને ભલા સાથે રહીને એની અનુભવી વાણી સાંભળી  .થોડા દિવસમાં એણે મને સમાચાર આપ્યા  કે  तेरे लिए एक नौकरी ढूंढी  है  तू रसोई करना नहीं जानता  ये मुझे मालुम है  .ekbudhdhi  maaji  अपना लड़का और पोतेके  साथ रहती है  उसको तुम रसोइमे मदद करना वो तुमको रसोई करना भी सिखाई गी હું માજીની સેવામાં હાજર થઇ ગયો  એનો દીકરો  જબરો બીજ્નીસ મેન કોલેજની સામે આલીશાન બંગલામાં રહે એને એક નોકર જે  શેઠાણી ના  રામા કે ઘાટી જેવું કામ કરે આ લોકો વૈષ્ણવ હતાં અને લખનોવ  બાજુનાં હતાં ઉર્દુ ભાષા બોલતાં હતાં થોડા સમયમાં મેં માજીનું દિલ જીતી લીધું  .માજી મને  મી સ ર  એ નામે લહેકાથી બોલાવે  . માજી બહુ વાતુંડા  અહીંથી મેં મારા બાપને  એણે મને આપેલા  એ પૈસામાં થોડા વધુ ઉમેરીને  મનિઓર્દર    કરી દીધો  . માજીની  મારા પ્રત્યેની ભલી લાગણીની  એના રામાને ઈર્ષા થઇ  એણે માજીને વાત કરીકે  આ મિસર  ચોર છે  .એક મોટો લોટો એ ચોરી ગયો છે  .માજીએ એને કીધું કે  મારા ઘરમાં બહુ કીમતી વસ્તુ છે  . એ વસ્તુ ક્યાં છે એની એને ખબર  છે  .એ વસ્તુ નથી લઇ ગયો  . અને લોટો લઇ  જાય ? એ લોટો  ચોરી ગયો હોય તો રાખે ક્યાં?
રામાને માજી કાઢી મુકે એમ પણ નોતાં  એક વખત  રામે મને ધમકી આપીકે  મેં કભી  તુજે  માર ડાલુંગા  એવી ધમકી આપી  જો તું યહાં સે નોકરી છોડકે નહિ ભાગ જાયગા તો  . હું એની ધમકીથી ગભરાયો નહિ મેં એની ધમકી વિષે માજી આગળ  ફરિયાદ પણ નહિ કરેલી  .
થોડા મહિના અહી નોકરી કર્યા  પછી મને  ઘર યાદ આવ્યું  . મેં  ઘરે જવા માટે માજીની રજા  માગી  માજી ઉદાસ થઇ ગયાં મને એ છોડવા માંગતા નોતાં  મને કીધું આ મહિનેથી તારો પગાર પણ વધારવાનાં છીએ
પણ પછી એના  દીકરાના સમજાવવાથી  પાછો આવવાની શરતે મને રજા   આપી  . મેં વૃજ ભૂમિની યાત્રા કરી  એનો અનુભવ ટૂંકામાં  કહું તો  અહીના લોકો ખાવાનું તો એને ઘેર ગયું પણ પાણી પણ નો પીવડાવે હો ? મારું માનવું છે કે  કૃષ્ણ પોતાનું વતન  છોડી  અને માયાળુ  માનવીના મલક સોરઠમાં આવ્યા  .

6 responses to “લોકો મુંબઈ કમાવા જાય હું દિલ્હી કમાવા આવ્યો .

  1. pravinshastri ઓગસ્ટ 2, 2014 પર 4:56 એ એમ (am)

    આતા આ બધું લખાણ કોમ્પ્યુટર ફાઈલમાં બરાબર સાચવી રાખજો. સરસ પુસ્તક બનાવજો. તમારી જીવન કહાણી ખુબ જ રસિક છે.

  2. સુરેશ ઓગસ્ટ 2, 2014 પર 9:14 એ એમ (am)

    વાહ! સરસ દિલ્હી યાત્રાની વાત. ૧૯૭૨ ની મારી દિલ્હી યાત્રા યાદ આવી ગઈ.

    • aataawaani ઓગસ્ટ 2, 2014 પર 2:14 પી એમ(pm)

      પ્રિય સુરેશભાઈ
      તમારી દિલ્હી યાત્રામાં અને મારી દિલ્હી યાત્રામાં તમને આકાશ પાતાળનો ફેર લાગ્યો હશે . વર્ષો પછી હું પોલીસ મેન તરીકે દિલ્હી યાત્રા કરવા ગયો હતો . અને જે મને અનુભવ થયો એ કદી ભૂલાય એમ નથી .

  3. pragnaju ઓગસ્ટ 2, 2014 પર 1:04 પી એમ(pm)

    દિલ્હી સુંદર અનુભવો વાંચી આનંદ

    “મેં વૃજ ભૂમિની યાત્રા કરી એનો અનુભવ ટૂંકામાં કહું તો અહીના લોકો ખાવાનું તો એને ઘેર ગયું પણ પાણી પણ નો પીવડાવે હો ? ” વાત ની નવાઇ લાગી .અમને તો સારા અનુભવો થયા છે

    હવે તો પેન્સિલ્વેનીયામાં ‘વ્રજ’ બન્યું છે…ખૂબ પ્રેમાળ…પાણી જ નહીં પ્રસાદ પણ મળશે…

    • aataawaani ઓગસ્ટ 2, 2014 પર 4:50 પી એમ(pm)

      प्रिय परगना बेन
      તમે વૃજ ભૂમિમાં ગયાં તમે જાત્રલું હતાં અને હું રખડતો રેઢિયાળ આવારા હતો . હું પણ પેન્સીલ્વેનીયાની વૃજ ભૂમિમાં ગયો છું .પણ
      वो हालते सर गुजस्त એ વખત હવે વીતી ચુક્યો ભૂત કાલ થઇ ગયો

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: