અશોક મોઢવાડિયા ના દાયરો (મેહફીલ )ની મજા માણી

img058DSCN0900

 

મારો અનુભવ  મેં અધુરો મુક્યો  .હજી દિલ્હીની વાત ઘણી બાકી છે  .એ હું પછી લખીશ પણ એ પહેલા હું અશોકના ડાયરાની વાત લખીશ  જે લખીને આપને મોકલી પણ દીધી છે  .કૈક મારી અને કમ્પ્યુટર  ની ભૂલના કારણે નથી મોક્લાણી જે હવે  મોકલું છું  .
ફિનિક્ષથી  હું અને મારી ટેક્ષી ડ્રાઈવર ગોરી લલના ભારત આવવા રવાના થયા  .અમો સુરત પહોંચ્યા અહીંથી મારા દોહિત્ર જયદીપ વ્યાસ ને  એની કાર(મોટર )સાથે લીધો  . અમો સ્વામીના ગઢડા આવ્યા  ,પછી સરસાઈ આવ્યા અહી ચમાર ભગતના કુંડ ગોરીને દેખાડ્યા  પછી અમે રા માંડલિકને શ્રાપ આપનાર  નાગબાઈ આઈને મોણીએ આવ્યા  .અમે સહુએ  ગોરીએ પણ  આઈને નમસ્કાર કર્યા  .મેં   આઇની ક્ષમા યાચીને  કીધું કે આઈ તમે રા માંડલીક  ને  શ્રાપ  આપ્યો કે
ડેલીએ દરવાન   રાના કોઈ રેશે નહિ
પેરેગીર પઠાન મામદશાના માંડલિક  એના કરતા એવો શ્રાપ  આપવો હતો કે
ડેલીએ દરવાન  રાના કોઈ રેશે નઈ
જાડેજા જુવાન  તુને માગણ  કરશે માંડલિક
પછી ની વાત  આપે વાંચી લીધી છે  .

આઈ નાગ્બાઈને  મોણીએ ગયા  પછી  બીલખા     આવ્યાં અહી ચેલૈયા  શાગલ્ષા  શેઠની જગ્યા જોઈ  .જે પીપળા નીચે  પ્રભુ સાધુ વેશે  બેઠા હતા  .એ પ્રભુ પીપળો    જોયો  . અને  ગોરીને   વાર્તા   સમજાવી   એટલે  ગોરી બોલી ભગવાન  થઈને  આવી ક્રૂર પરિક્ષા કરે ? અને મને પૂછ્યું  તમારી  ભગવાન  આવી ક્રૂર પરિક્ષા કરેતો  તમે શું કરો  . મેં કીધું  મારી  આવી પરિક્ષા કરવા સાધુ વેશે આવે તો હું એની   દાઢી પકડી  એનું માથું    ખાંડ ણીયામાં ઘાલી દઉં  જો ભગવાન   હોયતો પ્રગટ થાય એટલે હું એને કહું  કે કૃપા  કરીને  આવી ક્રૂર પરિક્ષા કોઈની નો લેતા અને જો વેશધારી  સાધુ હોયતો એને ખાંડ નિયા માં ખાંડી એનું  માંસ  કુતરાને   ખવડવી દઉં  . આ પછી હું સંસ્કૃત  ભણતો  હતો તે આશ્રમ  જોયો  .  પછી અમે ગિરનારની  ટેકરીની  તળેટીમાં આવેલ  રામ્નાથનું    મંદિર જોયું   .અને તેની ટેકરી ઉપરનો હેડીમ્બાનો  માંણી ગો  જોયો  .  કાર  જયદીપે આશ્રમમાં  પાર્ક  કરી દીધેલી  હતી   એટલે અમો   ચાલીને   ગીરનાર વચ્ચે   થઈને   જુનાગઢ   પહોંચ્યા  અને સીધા  અશોક  મોઢવાડિયા ને  ઘરે   ગયા  .અહી મેરામણ ભાઈ   દક્ષા  હિરેન  ,શ્રદ્ધા વગેરેને     અમને  જોઇને  સહુને ઘણી નવી લાગી  .અહી ચા  ,કોફી  ,શરાબ  વગેરે  તૈયાર હતા  .ગોરીએ શરાબ પીવાની માગણી કરી  એટલે અશોક બોલ્યો  .કે અહી દાયરાનો  કાયદો છે કે  જેને ચા પીવી હોય એણે એક ઉર્દુ શેર  પોતાના અવાજમાં  ગાઈને સંભળાવવો પડે  ,એવી રીતે બીડી સિગારેટ  કોફી  પણ  piva માટે એક શેર સંભળાવવો  પડે  ,અને શરાબ ની  બોટલ પીવી હોય તો એક ગજલ સંભળાવવી   પડે  ,ગોરી કહે મને  ગઝલ નથી આવડતી  ,પણ તમે કહેતા હોય તો  એક સ્પેનીશ  ગીત  “ગ્વાન્ત્તાના  મેરા  ગ્વાહીરા  ગ્વાન્તાના મેરા”
સંભાળવું , પછી  બ્લોગર    ભાઈઓ  કે જે દાયરો  મેહફીલ ની મજા માણવા આવેલા રામભાઈ કડછા  ,નરેન્દ્ર જાડેજા  વગેરેનું માન રાખી અશોકે    અપવાદ તરીકે  ગોરીને શરાબ પીવાની  છૂટ આપેલી  ,અમે હું  ,ગોરી ને જયદીપ અચાનકજ  દાયરામાં આવી પહોંચેલા હોવાથી અશોકે જે મારા માટે સિંહાસન બનાવવાનો ઓર્ડર આપેલો એ ડભોઈના સુતાર બનાવી નોતા શક્યા   ,પછી મારા માટે ઊંચું બેસણું તૈયાર ખાટ્લા ખુરસીયું વગેરે  ગોઠવીને એના ઉપર
સાંગા માચી મૂકી ,અને ઉપર ચડવા માટે ગિરનારી  વાંસ અને સાગની  નિસરણી બનાવીને મૂકી
મને ગાંજા  ,ચડસ ,ની વાસ આવવા માંડી  .એટલે મેં અશોકને પૂછ્યું એલા તે આય ગાંજો કોના માટે રાખ્યો છે  .અશોક કહે દાયરામાં   ભવેસરથી  નાગા બાવા આવ્યા છે  ,એ દાયરામાં ભાગ નહિ લ્યે પણ ગાંજો ચડસ પી ને જલસા કરશે  . એ લોકો ને બહુ દુર રાખ્યા છે  .મને નાગા બાવાઓને  જોવા માટે ભીખુદાન ગઢવી લઇ ગયા  .મેં જોયું તો એક બાવો મંત્ર બોલતો હોય એમ બોલ્યો  ग़र्नारि  दूला भेज गांजेका पूला ,नजर करे करड़ी वो मरे टांगा धरडी ,सुका साप गांजेका बाप कड कड़ती कालका भड़  भड़ता  मसान  उज्जड गामका हड़मान
मचादे घमसान  ठंडा पोरकि लेर बावा अवधुतकी मेर  कोई पीवे गांजा और कोई पीवे ज़ेर बम बम  हरदम कमावे दुनिया और उड़ावे हम એવું બોલીને ચલમની સટ મારી અને ચલમના મથાળે  એક એક વેંતની  જ્વાળા પ્રગટ થઇ  .
ગોરીએ  દક્ષાને કીધું  મારા માટે  આતા પાસે  નાનકી  સાંગા  માચી  મુકાવો  હું ત્યાં બેસીશ  .દક્ષાએ  જવાબ આપ્યો કે  એ સિંહાસન  આતા જેવા વી આઈ પી  માટે બનાવ્યું છે ત્યાં તારાથી નો બેસી  શકાય  તું અમારા બાયડી યુના  ઘેરામાં બેસજે  હું તુને જામનગરની બાંધણી  ની સાડી  પહેરાવીશ  . દાયરામાં મારો અમેરિકન મિત્ર ક્રિશ  એની પત્ની પીસીલા  સાથે આવી પહોંચેલો  .
ડો। કનક રાવલ ડો  .રાજા ત્રિવેદી  ગોદડીયા ચોરા   વાળા  ગોવિંદ પટેલ વિનોદ પટેલ  ,પ્રવીણ  કાન્ત  શાસ્ત્રી  પી કે દાવડા ડો  .ચંદ્ર વદન મિસ્ત્રી   પ્રજ્ઞા વ્યાસ ,પ્રવીણ પટેલ  ,પ્રવીણા અવિનાશ  ,અનુરાગ રાઠોડ  .વગેરે ઘણા બધા ભાઈ બેનો  દાયરામાં આવેલા હતાજ  સૌ પ્રથમ એક છંદ બોલીને ભીખુદાન
ગઢવીએ  સભાનું સ્વાગત કર્યું  .અને બોલ્યા કે હવે હું મંચ ઉપર પધારવા અને સૌ ને પોતાના બુલંદ અવાજમાં   પોતાની શેર શાયરી સંભળાવવા  વિનંતી કરું છું  .અને હું તો  બાપુ પોરસાઈ ગયો  .અને નિસરણી ચડવા ગયો  .મેરામણ ભાઈએ હિરેન  ને કીધું  આતાનો  હાથ  પકડ  ક્યાંક પડી બડી જાશે તો ઉપાધી થશે  .એટલે ગોરી બોલી એ પડે એમ નથી  હજીતો ઘણાયને પાડે એમ છે  .
સિંહાસન ઉપર બેસતાં  પેલાં  મેં અશોકને કીધું મારા માટે  બ્રાંડી  નાં  બે પેક તૈયાર રાખજે  .અશોક બોલ્યો  જો બે પેક પીવા હોય તો તમારે બે ગજ્લું  ગાવિયું જોશે    હું કબુલ થયો અને મેં  ગજલ વેતી કરી मेरी माशूक़  मेरे नजदीक  बिठा लेनेके काबिल है
बे वफ़ा खुद गरज माशूक   दूर बिठा लेनेके काबिल है
यारो मैं  इतना बरखुरदार हुँ  है  नेक दिल माशूक़
संग दिल फ़ित्ना गर माशूक़  हटा देनेके काबिल है
किया वादा चाँदनी  रात  का  मिलनेको आये नै
मुकरने वाले तर्के ताल्लुकात करने के काबिल है
आता  श्री  शांत चित्तसे  बैठ  कर ये सोचता  दिलमे
हसद मगरूरी  दिलमेसे  निकाल देनेके काबिल है  .
ખુદ ગરજ =સ્વાર્થી   // બરખુરદાર =ભાગ્યશાળી
સંગદિલ =પાષાણ હૃદયી  //ફીત્નાગર = ઉપદ્રવી
મુકરને વાલે =બોલીને ફરી જનાર  //હસદ =ઈર્ષા
મગરૂરી = અભિમાન
પછી મેં  એક શરાબી ઉર્દુ મિશ્રિત  ભજન ગાવાની શરૂઆત કરી  આ ભજન  “વૈષ્ણવ જનતો  તેનેરે”
એ ઢબથી  ગાઈ  શકાશે
હું દારૂનો પ્યાસી સાકિયા  તારી મદિરા એ મન મોયું રે  ન પીવાનું પાણી મુક્યું પણ દારુ જોયા પછી  ધોયું રે  ……..હું દારૂનો
હળી કાઢી  હું મયકદે આવ્યો સાગર લીધો મેં ચૂમી રે
જોઈ છલકાતા  પય્માનાને  ભાન મારું મેં ખોયું રે   … હું દારૂનો
મદહોશ આંખો  જોઈ સાકીની  ભૂલ્યો મય પીવાનું રે   જામ સુરાહી મેં હેઠાં નાખ્યાં  સાકી સામું જોયું રે
….હું દારૂનો
આંખ મળી  બે હોશ બન્યો હું લડ થડીયા  મેં ખાધાં રે
આંખ થી પીને ન્યાલ થયો હું મન પ્રીતુંમાં  પ્રોયું રે  …હું  દારૂનો
યાદ આવ્યો ઉપદેશ માતાનો  દારુ રવાડે ન ચડતોરે
રામ નામની માળા  પેરી  શાશ્વત સુખ એમાં જોયું રે  ….હું દારૂનો પ્યાસી સાકિયા તારી મદિરા એ મન મોયું રે   //////
મયકદા =દારૂનું પીઠું //સાગર =દારૂ પીવાની પ્યાલી  //પૈમાના = દારૂ   પીવાની   પ્યાલી //મદહોશ = નશામાં  ઘેઘુર  જામ =પ્યાલી સુરાહી ==જગ  શાશ્વત =અમર
પ્રજ્ઞા વ્યાસે એક શેર સંભળાવ્યો
खर्च किया वो धन था तेरा धन कमालेनेके बाद
बाकी धन खर्चेगा कोई तेरे मरजानेके बाद
એમને  ભગરી ભેંસનું  સાકર અને કેસર નાખેલું  દૂધ  મળ્યું  .સુરેશ જાની અને બીજા ઘણા ભાઈઓને અને ગોરીને મહુડાની પહેલી ધારનો  દારુ આપવામાં આવ્યો  .પણ ટૂંકમાં કહું તો અશોકે દાયરામાં સૌ  ને બહુ મજા કરાવી  .ગોરી સાડી  જે પોતાને દ્ક્ષા એ પહેરાવેલી એ સાડી  સંકેલીને પાછી દેવા ગઈ  તો દક્ષાએ  કીધું એ તુને અર્પણ  છે  ; એ વાક્ય દક્ષાનું સાંભળી  ગોરી ફિદા ફિદા થઇ ગઈ  .

Advertisements

6 responses to “અશોક મોઢવાડિયા ના દાયરો (મેહફીલ )ની મજા માણી

 1. દિનેશ July 27, 2014 at 6:00 pm

  મુ.વ. આતા, હું પણ શગાલ્ષા શેઠ ના આશ્રમે બે-ચાર મહિના પેલા જીયાવ્યો. છેલૈયાનું માથું ખાન્ડ્યું તું ઈ ખાયણી જોઈ, બીજા બધા ફોટા-મુર્તી જોયા. આશ્રમે હંધાય હારે ઉભી ને ધરાઈ ને છાસ પીધી. બીલખાથી મેંદરડા, ચોરવાડ, સોમનાથ ને ગ્યરમાં થઇ જુનાગઢ રાતના અગિયારેક વાગે પુગ્યા. મધુવંતીના ડેમ પાહે ડાલામ્થાની ડણાકું કાન દઈ ને હામભલી. બાપ, જે કો’ઈ પણ ઈ કાઠીયાવાડ ન થ થાવું…
  “મારી કાઠીયાવાડમાં કોક દી’ ભૂલો પડ તું ભગવાન
  તારા ઈવા કરું સનમાન કી તુને સરગ ભૂલવું શામળા.”

  • aataawaani July 27, 2014 at 7:29 pm

   અતિ પ્રિય મારા વાલા દિનેશ ભાઈ
   તમારી કોમેન્ટ વાંચી .તમારી તબિયત હવે ઘણી સુધારા ઉપર હશે એવું લાગ્યું .હવે તમારા અનુભવોનું લખાણ વાંચવા હું આતુર છું .
   જેમાં મને ઘણી કોમેન્ટો મળી છે .એ જરૂર વાંચજો .શીર્ષક છે ” .લંકાની લાડી અને ફિનિક્ષ્નો વર
   સુરપર્ણખા આવી આતાને ઘર ” એના કોમેન્ટો પણ વાંચજો .

 2. pragnaju July 28, 2014 at 8:55 am

  काबिल-ए-तारिफ

 3. ગોદડિયો ચોરો… July 31, 2014 at 6:49 pm

  આદરણીય આતાજી

  પણ ટૂંકમાં કહું તો અશોકે દાયરામાં સૌ ને બહુ મજા કરાવી .

  ગોરી સાડી જે પોતાને દ્ક્ષા એ પહેરાવેલી એ સાડી સંકેલીને પાછી દેવા ગઈ

  તો દક્ષાએ કીધું એ તુને અર્પણ છે ; એ વાક્ય દક્ષાનું સાંભળી ગોરી ફિદા ફિદા થઇ

  જોયુ આતા આ કાઠિયાવાડ ના લોકોની આગતા સ્વાગતા ને મહાનતા

  • aataawaani July 31, 2014 at 7:44 pm

   પ્રિય ગોવિંદ ભાઈ અશોકના ગામ જુનાગઢ થી મારા સગા અમેરિકા આવવાના હતા .મેં અશોકને કીધું કે આ ભાઈ સાથે તું મારા માટે આપણા ખેડૂતના કપડા મોકલજે .પણ અનુકુળતા નહિ આવી હોય એટલે મોકલી નો શક્યો .આ વાતને મહિનાઓ થઇ ગયા હું ભૂલી પણ ગએલો પછી હું દેશમાં ગયો અશોકને ત્યાં રાત રોકાણો એનો અને દક્ષા અને બીજાં ઘરના સૌ માણસોનો આગ્રહ હતો કે મારે વધુ રોકાવું પણ હું સવારે નીકળવાનો હતો .તે વખતે અશોકે મને કપડાની બેગ આપી .મેં કીધું આ શું છે .અશોકે કીધું તમે મગાવેલા કપડાં મેં કીધું કેટલા પૈસા આપવાના છે .અશોક બોલ્યો આતા પાસેથી પૈસા કોઈદી લેવાતા હશે ?મેં કીધું આ કઈ તારા ખેતરમાં નથી ઉગ્યા મારો આગ્રહ હોવા છતાં અશોકે પૈસા નો લીધા .ગોવિંદભાઈ તમે કહો છો એમ આ કાઠીયાવાડ અને એમાંય અશોક મેરનો દીકરો

आपके जैसे दोस्तों मेरा होसला बढ़ाते हो .मै जो कुछ हु, ये आपके जैसे दोस्तोकी बदोलत हु, .......आता अताई

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: